રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ" અંતર્ગત સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની કન્યાઓને સ્વ-રક્ષણ તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનરની પસંદગી કરવા બાબત
રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ" અંતર્ગત સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની કન્યાઓને સ્વ-રક્ષણ તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનરની પસંદગી કરવા બાબત
''રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ" અંતર્ગત સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની કન્યાઓને સ્વ-રક્ષણ તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનરની પસંદગી કરવા બાબત સંદર્ભ : (૧) અત્રેની કચેરીના તા.૨૩.૦૯.૨૦૨૨ ના ઈ–મેલ અન્વયે (૨) નોંધ પર માન. એસપીડીશ્રીની મળેલ મંજૂરી અન્વયે
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, સંદર્ભ (૧) થી આપને સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની કન્યાઓને સ્વ-રક્ષણ તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનરની પસંદગી કરવા જણાવેલ. આ બાબતે વધુમાં માસ્ટર ટ્રેનરોની પસંદગી બાબતે નીચેની તમામ બાબતોને સુનિશ્ચિત કરી, અમલવારી કરવાની રહેશે. કન્યાઓને તાલીમ આપવા માટે ; શાળાદીઠ ૧ માસ્ટર ટ્રેનરની ૩ માસ માટે પસંદગી કરવી.
C.P.Ed./B.P.Ed./રમત-ગમત ક્ષેત્રે કોચ તરીકેની કામગીરી/રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ મેળવેલ
હોય તેવી વ્યકિતઓની પસંદગી કરવી. ૧ માસ્ટર ટ્રેનરે એક શાળામાં અઠવાડીયામાં ૪ દિવસ એક–એક કલાકના એક સેશન મુજબ તાલીમ આપવાની રહેશે. જેથી ૩ માસમાં ૪૮ કલાક તાલીમ આપવાની રહેશે.
માસ્ટર ટ્રેનરને તાસના મહેનતાણાની માર્ગદર્શિકા મુજબ ૧ (એક) શાળામાં ૧ કલાક (સેશન) ના રૂા.૧૫૦/- લેખે કુલ ૪૮ સેશનનું મહેનતાણું ૩ માસના અંતે શાળાના આચાર્યશ્રીના પ્રમાણપત્રના આધારે એસ.એમ.સી. કક્ષાએથી ચુકવવાનું રહેશે.
પસંદ કરેલ માસ્ટર ટ્રેનર પાસેથી આ સાથે સામેલ ફોર્મેટ મુજબ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરીપત્ર લેવાનું રહેશે.
ઉપરોકત સૂચનાને ધ્યાને લઈ આપની કક્ષાએથી માસ્ટર તેનની પસંદગી કરી ના.૧૩.૧૦.૨૦૨૨ સુધીમાં અત્રેની કચેરીને ના સાથે ફોર્મેટ મુજબ માહિતી મોકલી આપવાની રહેશે.
રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ" અંતર્ગત સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની કન્યાઓને સ્વ-રક્ષણ તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનરની પસંદગી કરવા બાબત