ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૬૯ ( માતૃત્વ રજા ) માં સુધારા બાબત

Join Whatsapp Group Join Now

ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૬૯ ( માતૃત્વ રજા ) માં સુધારા બાબત


મહત્વપૂર્ણ લિંક 

ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૬૯ ( માતૃત્વ રજા ) માં સુધારા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૬૯ ( માતૃત્વ રજા ) માં સુધારા બાબત





ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૬૯ ( માતૃત્વ રજા ) માં સુધારા બાબત


ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૬૯ ( માતૃત્વ રજા ) માં સુધારા બાબત વંચાણે લીધાઃ ( ૧ ) ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ નો નિયમ -૬૯ ( ૨ ) નાણા વિભાગના તા .૧૩.૧૧.૨૦૧૪ ના જાહેરનામા ક્ર : પશન / ૧૦૨૦૧૪ / એમ ૧ / પી ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંકઃપશન / ૧૦૨૦૧૪ / એમ -૧ / પી ( પેન્શન સેલ ) સચિવાલય , ગાંધીનગર , તારીખ : -૨૪-૦૯-૨૦૨૨ વંચાણ હેઠળના ક્રમાંક ( ૧ ) પરના ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૬૯ અને વંચાણ હેઠળના ક્રમાંક ( ૨ ) પરના નાણા વિભાગના તા .૧૩.૧૧.૨૦૧૪ ના જાહેરનામાથી મહિલા સરકારી કર્મચારીઓને દિન -૧૮૦ ની માતૃત્વ રજાઓ મળવાપાત્ર થાય છે . આ નિયમ મુજબ મહિલા સરકારી કર્મચારીઓને નોકરીમાં જોડાયા તારીખથી પ્રથમ વર્ષ સુધીના સમયગાળા દરમિયાન માતૃત્વ રજાઓ મળવાપાત્ર થતી નથી . જ્યારે એક વર્ષથી વધુ પરંતુ બે વર્ષથી ઓછી સળંગ નોકરી દરમિયાન તેણીના છેલ્લા પગારના અડધા પગારના દરે અને બે વર્ષથી વધુ સળંગ નોકરીના કિસ્સામાં છેલ્લા પગારના દરે માતૃત્વ રજાઓ મળવાપાત્ર થાય છે . જે મહિલાઓએ નોકરીમાં જોડાયા તારીખથી એક વર્ષના સમયગાળા દરમિયાન માતૃત્વના કારણોસર અસાધારણ / બિનપગારી રજાઓ ભોગવેલ હોય તે કિસ્સામાં તેણીનો તેટલો અજમાયશી / કરારીય સમયગાળો લંબાવવામાં આવે છે . ઠરાવ : રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનોએ સરકારી મહિલા કર્મચારીઓને નોકરીમાં જોડાયા તારીખથી પુરા પગારની માતૃત્વ રજાનો લાભ આપવા રજૂઆતો કરેલ હતી . જે સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી . પુખ્ત વિચારણાને અંતે બે કે તેથી વધુ જીવિત બાળકો ધરાવતા ન હોય તેવા કાયમી તેમજ હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી જ , તેણી જે તારીખથી માતૃત્વ રજા પર જાય તે તારીખથી એકસો એંસી દિવસના સમયગાળાની માતૃત્વ રજા મળવાપાત્ર થશે તેવુ ઠરાવવામાં આવે છે . આવી માતૃત્વ રજા તેણીના રજાના હિસાબમાં ઉધારવામાં આવશે નહીં . તેણીને મળવાપાત્ર રજાનો પગાર , તેને રજા પર જતા તરત પહેલા જે પગાર મળતો હોય તેની બરાબર રહેશે . 

નાણા વિભાગના તા .૧૬.૦૨.૨૦૦૬ અને સામાન્ય વહીવટ વિભાગના તા .૦૪.૦૬.૨૦૦૯ ના ઠરાવોની શરતોને આધિન કરાર આધારિત ફિક્સ પગારે નિમણૂક પામેલ મહિલા સરકારી કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી માતૃત્વ રજાઓ મંજૂર કરવાથી રજાના સમય દરમિયાન તેણીની કામગીરીનું મૂલ્યાંકન થઇ શકતું ન હોવાથી , સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ આવા મહિલા સરકારી કર્મચારીના કરારીય સમયગાળાનું મૂલ્યાંકન કરતી વખતે તેણીએ ભોગવેલ માતૃત્વ રજા જેટલા સમયને કરારીય સમયગાળામાં ઉમેરીને કામગીરી મૂલ્યાંકન પૂર્ણ કરવાનું રહેશે પરંતુ કરારીય સેવા સંતોષકારક રીતે પૂર્ણ થયેથી માતૃત્વ રજાનો સમયગાળો ધ્યાને લીધા સિવાય નિયમિત નિમણૂકના આદેશો કરવાના રહેશે . કાયમી મહેકમ પર ન હોય પરંતુ અજમાયશી ધોરણે નિમણૂક પામેલ મહિલા સરકારી કર્મચારી / અધિકારીને નોકરીમાં જોડાયા બાદથી માતૃત્વ રજાઓ મંજૂર કરવાથી રજાના સમય દરમિયાન તેણીની કામગીરીનું મૂલ્યાંકન થઇ શકતું ન હોવાથી , સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ આવા મહિલા સરકારી કર્મચારી / અધિકારીના અજમાયશી સમયગાળાનું મૂલ્યાંકન કરતી વખતે તેણીએ ભોગવેલ માતૃત્વ રજા જેટલા સમયને અજમાયશી સમયગાળામાં ઉમેરીને કામગીરી મૂલ્યાંકન પૂર્ણ કરવાનું રહેશે પરંતુ અજમાયશી સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી માતૃત્વ રજાનો સમયગાળો ધ્યાને લીધા સિવાય નિયમિત નિમણૂકના આદેશો કરવાના રહેશે . આ ઠરાવનો અમલ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખથી કરવાનો રહેશે . વધુમાં , આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખે જે મહિલા સરકારી કર્મચારી / અધિકારીઓ માતૃત્વ રજા પર હોય તેઓને પણ આ ઠરાવનો લાભ મળવાપાત્ર થશે . ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૬૯ માં ઉકત સુધારા હવે પછી જાહેરનામા દ્વારા આમેજ કરવામાં આવશે . માતૃત્વ રજાને લગતી અન્ય તમામ સૂચનાઓ યથાવત રહેશે . 





ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૬૯ ( માતૃત્વ રજા ) માં સુધારા બાબત

ગુજરાત મુલ્કી સેવા ( રજા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૬૯ ( માતૃત્વ રજા ) માં સુધારા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR