કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત

Join Whatsapp Group Join Now

કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત

મહત્વપૂર્ણ લિંક 

કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત






કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત

કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત . ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંક : ખતપ - ૧૦૨૦૦૫-૧૫૧૯ - પાર્ટ - ૧-૭ સચિવાલય , ગાંધીનગર તારીખ : તા .૨૪ / ૦૯ / ૨૦૨૨ ( ૧ ) સા.વ.વિના જાહેરનામા ક્રમાંક : જીએસ / ૨૦૦૬ / ૩૧ / ખતપ / ૧૦૨૦૦૫ / ૧૫૧૯૮૬ , તા .૩૦ / ૦૯ / ૨૦૦૬ . ( ૩ ) ( ર ) સા.વ.વિના ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૦૫-૧૫૩૨ - ક , તા .૩૦ / ૦૯ / ૨૦૦૬ . સા.વ.વિના ઠરાવ ક્રમાંકઃ કેપીટી - ૧૧૨૦૦૭-૩૦૩૬૨-૭ , તા .૦૧ / ૧૦ / ૨૦૦૭ . ( ૪ ) સા.વ.વિના પરિપત્ર ક્રમાંક : પરચ - ૧૦૨૦૦૫-૧૫૧૯ - પાર્ટ - ૧-૬ , તા .૨૨ / ૦૭ / ૨૦૧૩ . ( ૫ ) સા.વ.વિ.ના ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૧૬-૨૮૨ - ક તા .૨૦ / ૦૯ / ૨૦૧૬ , ( ૬ ) સા.વ.વિ.ના ઠરાવ ક્રમાંક : ખતપ - ૧૦૨૦૦૫-૧૫૧૯ - પાર્ટ - ૧-૬ , તા .૨૮ / ૦૭ / ૨૦૨૦ . આમુખ : સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓએ વંચાણે લીધેલ ક્રમ ( ૧ ) પરના જાહેરનામાથી ઘડાયેલ કોમ્પ્યુટર કૌશલ્યની તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળ તેઓના અજમાયશી સમયગાળા દરમ્યાન તેમજ બઢતી / ઉચ્ચતર પગારધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યને સંબંધિત સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે . તેમજ વંચાણે લીધેલ ક્રમ ( ર ) પરનાં ઠરાવી “ કોમ્પ્યુટર કૌશલ્ય ” માટેની તાલીમ અને પરીક્ષા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે . ર . સરકારી કર્મચારીઓ / અધિકારીઓ આ કોમ્પ્યુટર કૌશલ્યને સંબંધિત સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ ન થવાના કારણે સમયસર બઢતી / ઉચ્ચતર પગારધોરણનો લાભ મેળવવાથી વંચિત ન રહી જાય તે માટે સરકારશ્રી દ્વારા ઉદાર વલણ અપનાવીને કોમ્પ્યુટર કૌશલ્યને સંબંધિત સીસીસી / સીસીસી + ની પરીક્ષા 

તા .૩૧ / ૦૩ / ૨૦૦૭ સુધીમાં પાસ કરવાની શરતે બઢતી / ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરી શકાશે તેવી જોગવાઇ વંચાણે લીધેલ ક્રમ ( ૧ ) મુજબના જાહેરનામામાં જ કરવામાં આવેલ . સરકારી કર્મચારી / અધિકારીઓને બઢતી / ઉચ્ચતર પગારધોરણનો લાભ મળતો રહે તેવા શુભ આશયથી સરકારશ્રી દ્વારા સરકારી કર્મચારી / અધિકારીઓના હિતમાં વખતોવખત કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરવાની મુદતમાં વખતોવખત વધારો કરવામાં આવેલ હતો . અને વંચાણે લીધેલ ક્રમ ( ૪ ) પરના પરિપત્રથી આ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરવાની મુદત તા .૩૧ / ૧૨ / ૨૦૧૩ સુધી લંબાવવામાં આવેલ હતી , ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમ ( ૫ ) પરના ઠરાવથી તા .૦૧ / ૦૧ / ૨૦૧૪ થી તા .૩૦ / ૦૬ / ૨૦૧૬ સુધી અને ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમ ( ૬ ) પરના ઠરાવથી પુન : મુદ્દત તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ સુધી લંબાવી અને આ વધારેલ મુદ્દત દરમ્યાન સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો દ્વારા લેવાયેલ કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરેલ હોય તેવા સરકારી કર્મચારી / અધિકારીઓને ઉચ્ચતર પગારધોરણની પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થશે , જ્યારે તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ બાદ પરીક્ષા પાસ કરનાર કર્મચારી / અધિકારીઓ જે તારીખે પરીક્ષા પાસ કરી હોય તે તારીખથી અન્ય શરતો પૂર્ણ કરવાને આધીન , ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થશે તે મુજબ ઠરાવવામાં આવેલ છે . આથી આ સંદર્ભે પુનઃ મળેલ રજૂઆત અન્વયે સરકારી કર્મચારી / અધિકારીઓને તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ બાદ પણ મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . કાળજીપૂર્વકની વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે . ઠરાવ : ( ૧ ) જે સરકારી કર્મચારી / અધિકારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ સુધી પાસ કરી શક્યા નથી , તેમના કિસ્સામાં તેઓએ તા .૦૧ / ૦૧ / ૨૦૨૧ થી તા .૩૧ / ૧૨ / ૨૦૨૪ દરમ્યાન સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો મારફત કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરેલ હોય / કરશે તથા ઉચ્ચતર પગારધોરણ માટેની અન્ય જોગવાઇઓ સંતોષતા હશે તો તેઓને તેમની ઉચ્ચતર પગારધોરણની મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થશે . 

( ૨ ) જે સરકારી કર્મચારી / અધિકારીઓના કિસ્સામાં તા .૦૧ / ૦૧ / ૨૦૨૧ થી તા .૩૧ / ૧૨ / ૨૦૨૪ સમયગાળા દરમ્યાન સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો મારફત કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરેલ હોય / કરશે અને અગાઉ ઉચ્ચતર પગારધોરણનો લાભ પરીક્ષા પાસ કર્યા તારીખથી મંજુર કરવામાં આવેલ હોય તો તેવા કિસ્સાઓમાં ઉચ્ચતર પગારધોરણની પાત્રતાની તારીખમાં ફેરફાર કરી ઉચ્ચતર પગારધોરણની મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવાનું રહેશે . ( ૩ ) તા .૩૧ / ૧૨ / ૨૦૨૪ બાદ સરકારી કર્મચારીઓ / અધિકારીઓ જે તારીખે કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરશે તે તારીખથી અન્ય શરતો પૂર્ણ કરવાને આધીન , તેઓને ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થશે . આ જોગવાઇઓ રાજ્ય સેવા , પંચાયત સેવા તથા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશનના અધિકારીઓ / કર્મચારીઓને સમાન ધોરણે લાગુ પડશે . આ હુકમો સામાન્ય વહીવટ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર સરકારશ્રીની તા .૨૪ / ૦૯ / ૨૦૨૨ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે . 

કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત

કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR