ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટે યાત્રાધામોના દર્શન માટેની “ શ્રવણ તીર્થદર્શન યોજના " અંગેનો સંકલિત ઠરાવ બહાર પાડવા બાબત
મહત્વપૂર્ણ લિંક
શ્રવણ તીર્થ યોજના અંતર્ગત યાત્રાધામોમાં મફત પ્રવાસ લેટર અને ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટે યાત્રાધામોના દર્શન માટેની “ શ્રવણ તીર્થદર્શન યોજના " અંગેનો સંકલિત ઠરાવ બહાર પાડવા બાબત
ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટે યાત્રાધામોના દર્શન માટેની “ શ્રવણ તીર્થદર્શન યોજના " અંગેનો સંકલિત ઠરાવ બહાર પાડવા બાબત
ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટે યાત્રાધામોના દર્શન માટેની “ શ્રવણ તીર્થદર્શન યોજના " અંગેનો સંકલિત ઠરાવ બહાર પાડવા બાબત . ગુજરાત સરકાર h ઉદ્યોગ અને ખાણ વિભાગ ઠરાવ ક્રમાંક : બજટ - ૧૦-૨૦૧૫-૮૫૬૬૫૦ - ય સચિવાલય , ગાંધીનગર , ૨ . તા : ૦૨/૦૮/૨૦૨૨ વંચાણે લીધા : ૧. ઉદ્યોગ અને ખાણ વિભાગનો તા .૨૪ / ૦૪ / ૨૦૧૭ નો ઠરાવ ક્રમાંક : બજટ / ૧૦ / ૨૦૧૫ / ૮૫૬૬૫ / ય ૨. ઉદ્યોગ અને ખાણ વિભાગનો તા .૧૧ / ૦૧ / ૨૦૧૯ નો ઠરાવ ક્રાંક : બજટ / ૧૦ / ૨૦૧૫ / ૮૫૬૬૫ / ય પ્રસ્તાવના : દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન અને ખાસ કરીને વૃધ્ધાવસ્થા દરમ્યાન એકવાર પવિત્ર સ્થળોએ યાત્રા કરવાની ઇચ્છા રાખતા હોય છે પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્છા પૂરી કરી શકતા નથી . આ બાબત ધ્યાનમાં રાખીને વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક ( ૧ ) ના ઠરાવથી રાજ્યના વરિષ્ઠ નાગરિકોને ગુજરાતનાં તીર્થસ્થાનોના દર્શનનો લાભ મળે તે માટે “ શ્રવણ તીર્થદર્શન યોજના ” અમલમાં મૂકવામાં આવેલ છે . તેમજ વંચાણે લીધેલ ક્રમાંક ( ૨ ) ના ઠરાવથી તેમાં સુધારા ઠરાવ બહાર પાડેલ છે . હવે , સમયની સાથે “ શ્રવણ તીર્થદર્શન યોજના ” ના સદરહુ ઠરાવને પુનર્ગઠન કરવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી . ઠરાવ : પુખ્ત વિચારણાને અંતે , “ શ્રવણ તીર્થદર્શન યોજના " ના સદરહુ ઠરાવને પુનર્ગઠિત કરવાનું આથી ઠરાવવામાં આવે છે . ૧ . યોજનાનું નામ : આ યોજનાનું નામ “ શ્રવણ તીર્થદર્શન યોજના ” રહેશે . યોજનાનો ઉદ્દેશ : આ યોજનાનો ઉદ્દેશ ગુજરાતમાં વસવાટ કરતાં વરિષ્ઠ નાગરિકો ( ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ ) ને રાજ્યમાં આવેલ તીર્થસ્થાનોની યાત્રા માટે સરકારી સહાય પુરી પાડવાનો છે .
૩ . ૪ . ૫ . .. ( ૧ ) ( ૨ ) યોજનાનો અમલઃ આ યોજના તા .૦૧ / ૦૫ / ૨૦૧૭ થી અમલમાં છે . પરંતુ આ ઠરાવનો અમલ તા .૦૨ / ૦૮ / ૨૦૨૨ થી કરવાનો રહેશે . તીર્થસ્થાન જવા માટેની પાત્રતા : આ યોજના હેઠળ અરજદાર નીચેની શરતો પરિપૂર્ણ કરતા હોવા જોઇએ . ( ૧ ) ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તેવા સીનીયર સીટીઝનને જ લાભ મળવાપાત્ર રહેશે . અરજદાર અરજીની તારીખે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઇએ . પતિ પત્ની એક સાથે યાત્રા કરતાં હોય તો બે પૈકી એકની ઉંમર અરજીની તારીખે ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ . ( ૪ ) આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે . વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહી . ઓછામાં ઓછા ૨૭ વ્યક્તિઓ યાત્રા માટે સમૂહમાં અરજી કરે તેને સમૂહની અરજી ગણવામાં આવશે . ( ૫ ) એક વ્યક્તિને પ્રત્યેક નાણાકીય વર્ષમાં એક વાર લાભ મળવાપાત્ર રહેશે . સહાય : ( ૧ ) ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ ( ૭૨ કલાક ) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે . ( ૨ ) ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની. સુપર બસ ( નોન એ.સી. ) ઉપરાંત એસ.ટી.ની મીની બસ ( નોન એ.સી. ) , સ્લીપર કોચનું ભાડુ અથવા જો ખાનગી બસ ભાડે લીધેલ હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેની મહત્તમ ૭૫ % રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે . ( ૨ ) ( ૩ ) ( ૩ ) ૨૭ થી ૩૫ પેસેન્જર સુધી મીની બસનું ભાડું મળશે . તથા , ૩૬ થી ૫૬ પેસેન્જર સુધી એક્સપ્રેસ / સુપર બસનું ભાડું મળશે . ( ૪ ) જો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ ( ૭૨ કલાક ) સુધીના મર્યાદા કરતા વધુ યાત્રા કરી હશે , તો પણ ઉપર દર્શાવ્યા મુજબ ૩ રાત્રિ અને ૩ દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે , ( ૫ ) દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે ૧ ( એક ) દિવસના જમવાના ૬ ૫૦ / - ( અંકે રૂપિયા પચાસ પૂરા ) અને રહેવાના ૬ ૫૦ / - ( અંકે રૂપિયા પચાસ પૂરા ) એમ કુલ ૬ ૧૦૦ / - ( અંકે રૂપિયા એકસો પૂરા ) અને વધુમાં વધુ ર્ ૩૦૦ / - ( અંકે રૂપિયા ત્રણસો પૂરા ) ની મર્યાદામાં ચૂકવવાના રહેશે . અરજીની પ્રક્રિયા : અરજી સાદા કાગળ પર અથવા પરિશિષ્ટ -૧ મુજબ કરવાની રહેશે . અરજી સાથે આધારકાર્ડની " સ્વપ્રમાણિત નકલ " ફરજીયાત જોડવાની રહેશે .
( 3 ) ( ૪ ) ( ૬ ) 2 ( ૮ ) ( ૯ ) અરજીમાં જે નામ દર્શાવેલ હોય તે વ્યક્તિ જ યાત્રા કરી શકશે . તે પોતાની સાથે અરજી ન કરી હોય તેવી બીજી કોઇ વ્યક્તિને સાથે લઇ જઇ શકશે નહી . અરજી જે પરબીડિયામાં મોકલવામાં આવે તે પરબીડિયા પર “ શ્રવણ તીર્થદર્શન યોજના વર્ષ માં યાત્રા માટે અરજી ” એમ લખવાનું રહેશે . વ્યક્તિઓનો સમૂહ અરજી કરે તેને એક અરજી ગણવામાં આવશે . સમૂહનો એક અરજદાર અથવા માન્ય ટ્રાવેલ એજન્ટ મુખ્ય વ્યક્તિ ગણાશે . ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના માન્ય એજન્ટ અથવા ગૃપ દ્વારા બુક કરાવેલી એસ.ટી. બસ અથવા ખાનગી ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી શકાશે અને આવી બસમાં વૃધ્ધાશ્રમના કાર્યકરો , રજીસ્ટર્ડ ડોકટર / કમ્પાઉન્ડર / હેલ્પર કે રસોઇયા જેઓની ઉંમર ૬૦ વર્ષથી ઓછી હોય તેવા મહત્તમ ૫ ( પાંચ ) વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે . બસની કેપેસીટીના ઓછામાં ઓછા ૯૦ % પ્રવાસીઓ હોય તો જ તે બસ માટે પૂરતી સંખ્યાના પ્રવાસીઓ ગણવામાં આવશે અને બસની ફાળવણી કરવામાં આવશે . ૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે ૬૦ વર્ષથી નીચેની ઉંમરના એક એટેન્ડન્ટને લઇ જઇ શકશે . ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની પરિશિષ્ટ -૪ માં દર્શાવેલ ૧૬ વિભાગીય કચેરીઓ ખાતે શ્રવણ તીર્થદર્શન યોજના અંગેની અરજીઓ સ્વીકારવામાં આવશે . ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રત્યેક વિભાગીય કચેરીમાં એક એક્ઝીક્યુટીવની નિમણૂંક કરવામાં આવશે , જે એસ.ટી. / ખાનગી બસ મારફતે પ્રવાસની અરજીઓ સ્વીકારશે અને તેને મંજૂરી આપશે . ( ૧૦ ) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બસ ભાડાની ૫૦ % રકમ લઇને બસનું બુકિંગ કરશે અને પ્રવાસ પૂરો થયા બાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને રીએમ્બર્સમેન્ટની દરખાસ્ત કરશે . બોર્ડ આ રકમ સીધેસીધી ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના બેંક એકાઉન્ટમાં જમા કરાવશે , ( ૧૧ ) માન્ય ટ્રાવેલ એજન્ટ અથવા મુખ્ય વ્યક્તિએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પ્રવર્તમાન નિયમો મુજબની સિક્યોરીટી ડીપોઝીટ એસ.ટી. નિગમમાં જમા કરાવવાની રહેશે , જે રીફંડેબલ રહેશે . યાત્રા પૂર્ણ થયા બાદ નિગમના નિયમાનુસાર ડીપોઝીટની આ રકમ પરત કરવામાં આવશે . ( ૧૨ ) તમામ યાત્રાળુઓના આધાર નંબરથી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને Appendix - 3 માં દર્શાવેલ નમૂનામાં ઓનલાઇન અરજી કરી શકાશે , અને મંજૂરી પણ
ઓનલાઇન આપવામાં આવશે . આ મંજૂરીના આધારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બસની ફાળવણી કરશે અથવા ખાનગી બસ ભાડે કરવાની રહેશે . ( ૧૩ ) જો કોઇ સેવાભાવી સંસ્થા , વૃધ્ધાશ્રમના સીનીયર સીટીઝનોને યાત્રાએ લઇ જવા માંગતા હોય તો , તે સંસ્થા પોતાની બસમાં આવો પ્રવાસ કરી શકશે . વૃધ્ધાશ્રમના સીનીયર સીટીઝનોની દેખરેખ માટે સંસ્થાના વધુમાં વધુ બે પ્રતિનિધિને લઇ જઇ શકશે , જેમના માટે ઉંમરનો કોઇ બાધ રહેશે નહી . ( ૧૪ ) આવા પ્રવાસમાં વૃધ્ધ યાત્રાળુઓની તબીબી દેખભાળ માટે બસમાં કોઇ રજીસ્ટર્ડ ડોક્ટર કે કમ્પાઉન્ડરને સાથે લઇ જવા માંગતા હોય તો તેઓ માટે ઉંમરનો કોઇ બાધ રહેશે નહી , પરંતુ તેઓએ સારવારની કીટ સાથે રાખવાની રહેશે . પ્રત્યેક બસમાં એક ડોક્ટર અને એક કમ્પાઉન્ડર ( જો તેઓ ૬૦ વર્ષથી નીચેની વયના હોય તો પણ ) સમાવી શકાશે , તેથી વધુ નહી . ( ૧૫ ) જો ખાનગી બસ મારફતે પ્રવાસ કરવામાં આવ્યો હોય તો , આવા પ્રવાસના પુરાવારૂપે બસના યાત્રીઓ સાથેનો એક ફોટોગ્રાફ જે તે બસનો નંબર સ્પષ્ટ દેખાય તે રીતે અચુક રજુ કરવાનો રહેશે , તથા જે યાત્રાધામમાં પ્રવાસે ગયા હોય તે યાત્રાધામમાંથી આ પ્રવાસ અંગેનું સહી - સિક્કા સાથેનું પરિશિષ્ટ -૨ મુજબનું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે . આવા કિસ્સામાં ૭૫ % સહાયની રકમ માન્ય એજન્ટ અથવા ગૃપના વડાના બેંક એકાઉન્ટમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સીધી જ જમા કરાવવામાં આવશે . ( ૧૬ ) જો ખાનગી બસ GPS સીસ્ટમ સાથેની હોય , તો તેઓએ ઉપર્યુક્ત ક્રમ ( ૧૫ ) માં દર્શાવેલ પુરાવાઓને બદલે માત્ર GPS ડેટા લોગની કોપી જોડવાની રહેશે . ( ૧૭ ) શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ૨૦૦૦ કિલોમીટરની મર્યાદામાં જ પ્રવાસ કરવાનો રહેશે . ( ૧૮ ) પ્રવાસ માટેની બસની આગળ અને પાછળની બંને બાજુએ “ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ , ગુજરાત સરકારના સહયોગથી ” એ પ્રમાણે ૧૦૦ મીટર દૂરથી વંચાય એવા મોટા અક્ષરોમાં બેનર લગાવવાનું રહેશે . ( ૧૯ ) અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે નામંજૂર કરવામાં આવશે . આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે . ( ૨૦ ) યાત્રાની તારીખના ઓછામાં ઓછા એક અઠવાડિયા પૂર્વે અનિવાર્યપણે અરજી કરવાની રહેશે . આ સંદર્ભે અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન અથવા મંજૂરી મળ્યા બાદ બે માસમાં યાત્રા કરવાની રહેશે ; અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે અને તે
પછી યાત્રા કરવાની હોય તો , નવેસરથી મંજૂરી મેળવવાની રહેશે . આવી મંજૂરી મેળવ્યા વિના કરેલ યાત્રા માટે સહાય મળવાપાત્ર થશે નહી . ( ૨૧ ) યાત્રા પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે યાત્રા કઇ તારીખે કરવામાં આવેલ છે તેની વિગતો સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ૧૬ વિભાગીય કચેરીઓ ખાતે લેખિતમાં અથવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને ઓનલાઇન અરજી કરવાની રહેશે . ( ૨૨ ) યાત્રાળુ દહનશીલ પદાર્થ કે કેફી પદાર્થ કે કોઇ પ્રતિબંધિત / ગેરકાયદેસર પદાર્થ સાથે લઇ જઇ શકશે નહીં . ( ૨૩ ) યાત્રાળુઓએ જે તે તીર્થસ્થાનોના નિયમોનું પાલન કરવાનું રહેશે . ( ૨૪ ) યાત્રા દરમ્યાન થનાર આકસ્મિક દુર્ઘટના માટે રાજ્ય સરકાર , ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કે તેના કોઇ અધિકારી / કર્મચારી જવાબદાર રહેશે નહીં . ( ૨૫ ) આ ઠરાવમાં પરિશિષ્ટ -૧ , પરિશિષ્ટ -૨ , Appendix - ૩ , અને પરિશિષ્ટ -૪ નિયત નમૂના મુજબ રહેશે . ૭ . યોજના અંગેનો ખર્ચ : આ યોજના અંગેનો ખર્ચ બજેટ સદર હેઠળ ઉધારવાનો રહેશે . ૫૪૫૨-૮૦-૧૦૪-૦૨-૬૦૦૦ અન્ય મૂડી ખર્ચ આ ઠરાવ આ વિભાગના સરખા ક્રમાંકની ફાઇલ પર નાણા વિભાગની તા .૩૦ / ૦૭ / ૨૦૨૨ અને સરકારશ્રીની તા .૦૨ / ૦૮ / ૨૦૨૨ ના રોજ મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે .
ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટે યાત્રાધામોના દર્શન માટેની “ શ્રવણ તીર્થદર્શન યોજના " અંગેનો સંકલિત ઠરાવ બહાર પાડવા બાબત