સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફ્લાવર સોસાયટીમાં ૫૦% રાહત આપવાની જોગવાઈ બાબત
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફ્લાવર સોસાયટીમાં ૫૦% રાહત આપવાની જોગવાઈ બાબત
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફ્લાવર સોસાયટીમાં ૫૦% રાહત આપવાની જોગવાઈ બાબત
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફ્લાવર સોસાયટી દ્વારા સંચાલિત આકર્ષણોની ટીકીટના દરમાં સરકારી અને અર્ધ સરકારી શાળા - કોલેજ અને યુનિવર્સિટીઓ તથા સરકારી અને અર્ધ સરકારી તાલીમી સંસ્થાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓને ૫૦% રાહત આપવાની જોગવાઈ બાબત
ઉપરોક્ત વિષય અન્વયે જયભારત સહ જણાવવાનું કે, અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન માન.સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે નિર્માણ કરવામાં આવેલ છે. એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, આરોગ્ય વન, એકતા નર્સરી, કેક્ટસ અને બટરફલાય ગાર્ડન, કમલમ, ગ્લો ગાર્ડન, વિશ્વવન, મિયાવાંકી ફોરેસ્ટ, મેઝ ગાર્ડન, વેલી ઓફ ફલાવર, પેટ ઝોન વિગેરે આકર્ષણ સ્થળો આવેલ છે.
એસઓયુએડીટીજી ઓથોરિટીની તા.૧૯/૦૨/૨૦૨૪ ના રોજ યોજાયેલ ગવર્નિંગ બોડીની આઠમી મીટીંગમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાતે આવતા નિયત ગ્રુપો માટે ટીકિટ દરમા ૫૦% રાહત આપવાની દરખાસ્તને મંજૂરી આપવા માટે જોગવાઈ કરવામાં આવેલ છે. જેથી નીચે મુજબના ગ્રુપો/ સંસ્થાઓ (તેમના સ્ટાફ સહિત) માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફ્લાવર સોસાયટી દ્વારા સંચાલિત આકર્ષણો તથા સંમતિ અપાયેલ ખાનગી વેન્યુ પાર્ટનરના આકર્ષણો માટે ટિકિટના દરમાં ૫૦% રાહત મળશે.
૧.તમામ શાળાઓ અને કોલેજો (સરકારી અને ખાનગી બંને) દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો. ૨.તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓનાં પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો. ૩.તમામ સરકારી અને અર્ધસરકારી તાલીમ સંસ્થાઓ / કેન્દ્રોના શૈક્ષણિક તાલીમ પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો.
આ અંગેની શરતો નીચે મુજબ રહેશે:
૧. ઉક્ત મુજબના ગ્રુપોએ પોતાની શાળા અથવા સ્ટાફ/સંસ્થાના ઓળખ કાર્ડ સાથે રાખવાના રહેશે.
૨. તાલીમી સંસ્થાઓ હોય તેવા કિસ્સામાં ફેકલ્ટી મેમ્બર સાથે હોવા જોઈએ. તેઓને પણ રાહત મળશે.
૩. ગ્રુપ ૧૫ વ્યક્તિઓ કરતાં વધારે સભ્યોનું હોવું જોઈએ. જો ૧૫ કરતાં ઓછી સભ્ય સંખ્યા હોય તો તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટના દરમાં રાહત આપવા અંગેનો નિર્ણય લેવાની સત્તા મુખ્ય કારોબારી અધિકારીશ્રી, એસઓયુએડીટીજી ઓથોરીટી, એકતાનગરની રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફ્લાવર સોસાયટીમાં ૫૦% રાહત આપવાની જોગવાઈ બાબત