તાલુકા , જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા માટેની કાર્યવાહી કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2022 આપવા માટેની કાર્યવાહી કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
તાલુકા , જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા માટેની કાર્યવાહી કરવા બાબત
તાલુકા , જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા માટેની કાર્યવાહી કરવા બાબત
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે તાલુકા , જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા માટેની કાર્યવાહી કરવા બાબત . સંદર્ભ : શિક્ષણ વિભાગનાં તા .૧૯ / ૦૫ / ૨૦૨૨ નાં ઠરાવ ક્રમાંક : પીઆરઇ / ૧૧૨૦૨૧ / સી.ફા. - ૦૪ / ક ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા , જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા માટે તા .૧૯ / ૦૫ / ૨૦૨૨ ના ઠરાવથી જોગવાઇઓ નક્કી કરેલી છે . સદર ઠરાવની નકલ આ સાથે સામેલ છે , જે વંચાણે લઇ તાત્કાલિક ઠરાવની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે અને નીચે દર્શાવેલ સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે . ( ૧ ) તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની દરખાસ્તો જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીને તા .૧૦ / ૦૬ / ૨૦૨૨ સુધીમાં રજૂ કરવાની રહેશે . ( ર ) રાજ્ય કક્ષાના પારિતોષિક માટે જિલ્લા શિક્ષણાધિકારીને તા .૧૦ / ૦૬ / ૨૦૨૨ સુધીમાં નિયત નમૂનામાં દરખાસ્ત કરવાની રહેશે . ( ૩ ) જિલ્લા કક્ષાની પસંદગી સમિતિએ તાલુકા અને જિલ્લાના પારિતોષિકની પસંદગી તા .૩૦ / ૦૬ / ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે . ( ૪ ) રાજ્ય પારીતોષિક માટે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિએ જિલ્લા કક્ષાએ મળેલ દરખાસ્તો તા .૨૦ / ૦૬ / ૨૦૨૨ સુધીમા પસંદ કરવાની રહેશે . ( ૫ ) જિલ્લા કક્ષાની સમિતિએ રાજ્ય કક્ષાના પારિતોષિક માટે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી , ગાંધીનગરને ભલામણ કરેલ દરખાસ્તો તા .૨૫ / ૦૬ / ૨૦૨૨ સુધીમા રૂબરૂમાં મોકલી આપવાની રહેશે . નિયત દરખાસ્ત માટેનું ચેકલિસ્ટ નમૂનો આ સાથે સામેલ છે . તે મુજબ દરખાસ્તો મંગાવવાની રહેશે . તાલુકા / જિલ્લા / રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટેની અરજી ઉપર જે તે કક્ષાનો ( તાલુકા / જિલ્લા / રાજ્ય ) કક્ષાનો ઉલ્લેખ કરવાનો રહેશે . આપના જિલ્લામાં આ પરિપત્રની બહોળી પ્રસિધ્ધિ પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , તમામ , શાસનાધિકારીશ્રી , તમામ
તાલુકા , જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા માટેની કાર્યવાહી કરવા બાબત
કુરાન ૩. તાલુકા કક્ષાનાં અને જિલ્લા કક્ષાનાં એવોર્ડીની પસંદગી કરવાની કાર્યવાહી જિલ્લા કક્ષાની પસંદગી સમિતિએ જ્યારે રાજ્ય પારિતોષિક માટે એવોર્ડીની પસંદગી કરવાની કાર્યવાહી રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ કરવાની રહેશે . ૪. રાજ્યકક્ષાની પસંદગી સમિતિએ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા માટે નામોની પસંદગી કરી , શિક્ષણ વિભાગને ભલામણ કરશે . શિક્ષણ વિભાગ , માન.શિક્ષણમંત્રીશ્રીની મંજુરી મેળવી , રાજ્યકક્ષાનાં શ્રેષ્ઠ પારિતોષિક આપવાપાત્ર શિક્ષકોની યાદી જાહેર કરશે . રાજ્યકક્ષાએ આપવાના થતાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટેનાં પ્રમાણપત્રો સચિવ / અગ્રસચિવ ( પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ) ની સહીથી એનાયત કરવામાં આવશે . ( જ ) ઉક્ત પારિતોષિક મેળવવા ઇચ્છુક અરજદારોએ નીચે દર્શાવેલ અધિકારીશ્રીઓ મારફત જીલ્લાનાં કન્વીનરશ્રીને નિયત નમૂનામાં દરખાસ્ત કરવાની રહેશે અથવા એવોર્ડ મેળવવા પાત્ર જણાતાં હોય તેવા કોઇ શિક્ષક / આચાર્ય / સી.આર.સી. / બી.આર.સી. / મદદનીશ શિક્ષણ નિરીક્ષક કેળવણી નિરીક્ષક તથા એચ.ટાટ મુખ્ય શિક્ષક માટે અન્ય વ્યક્તિ , સમાજ અને સંસ્થા પણ તેઓનો શા માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકમાં સમાવેશ કરવો જોઇએ ? તેવા લેખિત કારણો સહિત યોગ્ય વ્યક્તિના નામ સૂચવી શકશે . જિલ્લા પસંદગી સમિતિએ રચેલ નિષ્ણાતોની સમિતિએ તમામ દરખાસ્તો ચકાસીને સંબંધિત શાળાઓની રૂબરૂ મુલાકાત લઇ નિયત દરખાસ્ત મેળવી આ સાથે સામેલ પરિશિષ્ટ - ૧ મુજબની બાબતો ચકાસી , ગુણાંકન કરવાનું રહેશે . ૧. સરકારી કે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં શિક્ષકો / આચાર્યો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકની બાબતમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મારફત દરખાસ્ત કરવાની રહેશે . જો ર . સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળાનાં શિક્ષક , આચાર્ય , સી , આર.સી . , બી.આર.સી. , કેળવણી નિરીક્ષક / એચ.ટાટ , આચાર્ય / મુખ્ય શિક્ષકની બાબતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મારફત દરખાસ્ત કરવાની રહેશે . ૩. દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને અનુદાનિત સંસ્થાઓનાં શિક્ષકો માટેની કેટેગરીનાં પારિતોષકની બાબતમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મારફત દરખાસ્ત કરવાની રહેશે . ( ઝ ) જિલ્લા પસંદગી સમિતિએ કરવાની થતી કાર્યવાહી : ૧. શિક્ષકો દ્વારા જાતે કરવામાં આવેલ અરજીથી મળેલ દરખાસ્ત અથવા અન્ય વ્યક્તિઓ , સંસ્થા , સમાજ દ્વારા સૂચવવામાં આવેલ શિક્ષક / આચાર્ય / કર્મચારીની કામગીરીની ચકાસણી માટે એક સમિતિ બનાવવાની રહેશે . ૨. આ સમિતિમાં જેઓ તટસ્થ મૂલ્યાંકન કરવાની ક્ષમતા ધરાવતાં હોય , તેવા નિવૃત્ત અથવા કામ કરતાં એવોર્ડ્સ શિક્ષક / આચાર્ય / બી.આર.સી. / સી.આર.સી. / નિરીક્ષક / વર્તમાનમાં કામ કરતાં શિક્ષક / આચાર્ય / સી.આર.સી. / બી.આર.સી . કેળવણી નિરીક્ષક પૈકી કોઇપણ બે વ્યક્તિને નિમવાના દ
રહેશે . જિલ્લા પસંદગી સમિતિનાં ઓછામાં ઓછા એક સભ્યશ્રીને આવી સમિતિનાં કન્વીનર તરીકે નિમવાનાં રહેશે . ૩. જિલ્લામાં આવેલ દરખાસ્તોની સંખ્યાને ધ્યાને લઇ , સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તેટલી સંખ્યામાં નિરીક્ષણ ટીમો બનાવવાની રહેશે . ૪ . જિલ્લા પસંદગી સમિતિની બેઠક બોલાવી , તમામ સભ્યોના અભિપ્રાયો મેળવી , સમિતિમાં કોનો સમાવેશ કરવો ? તે નિર્ણય કરવાનો રહેશે . ૫. નિરીક્ષણ સમિતિએ કરેલ મૂલ્યાંકનનાં આધારે જિલ્લા સમિતિની બેઠક બોલાવી , તાલુકા , જિલ્લાના શ્રેષ્ઠ પારિતોષિક માટે કેટેગરીવાર નામોની પસંદગી કરવાની રહેશે , ૬ . આ ઠરાવનાં ક્રમાંક ( 6 ) માં દર્શાવેલ સંખ્યામાં રાજ્ય પારિતોષિક માટેની ભલામણ માટે સમિતિએ નિર્ણય કરવાનો રહેશે . ૭ . જ્યારે જ્યારે પસંદગી સમિતિની બેઠકો મળે ત્યારે તેની કાર્યવાહી નોંધ રાખવાની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે . તેમજ આ કાર્યવાહીનો રેકર્ડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જાળવવાનો રહેશે . ૮. પ્રાથમિક શિક્ષણને લગતા કર્મચારીઓ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિકને લગતાં કર્મચારીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારીઓએ તાલુકા કે જિલ્લાનાં એવોર્ડ માટે ભલામણ કરતાં પહેલાં તે કર્મચારી વિરૂધ્ધ કોઇ ખાતાકીય તપાસ , પ્રાથમિક તપાસ ચાલુ , પડતર કે સૂચિત નથી તથા તે કર્મચારીને તેના સેવાકાળ દરમ્યાન કોઇ શિક્ષા કરવામાં આવેલ નથી . તે ચકાસીને તે મુજબનું પ્રમાણપત્ર ( NOC ) આપવાનું રહેશે . જે કિસ્સામાં આવું પ્રમાણપત્ર આપી શકાય તેમ ન હોય તે કિસ્સામાં પારિતોષિક માટે ભલામણ કરવાની રહેશે નહિ , ૯. જિલ્લા પસંદગી સમિતિએ આ ઠરાવ સાથે સામેલ પરિશિષ્ટ -૧ મુજબના ગુણાંકન પત્રક પ્રમાણેના ગુણભાર મુજબ મૂલ્યાંકન કરવાનું રહેશે . th 1 ( ટ ) પસંદગીનાં ધોરણો નીચે પ્રમાણે રહેશે : ( ૧ ) સ્થાનિક પ્રજામાં પ્રામાણિક , સારા ચારિત્ર્યની પ્રતિષ્ઠા . ( ૨ ) વ્યક્તિની શૈક્ષણિક શક્તિ અને કામગીરીની કાર્યદક્ષતા . ( ૩ ) બાળકોમાં શિક્ષણ વિકાસમાં તેમનો રસ અને બાળકો માટેનો પ્રેમ . ( ૪ ) ખાસ કરીને શાળાનાં બાળકોનો અને સર્વમાન્ય રીતે સમાજનાં સામાજીક અને સાંસ્કૃતિક ઉત્કર્ષમાં તેમનો હિસ્સો - યોગદાન . ( ૫ ) શાળાની ભૌતિક સુવિધાઓ અને શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં સમાજ સાથેની લોક ભાગીદારીના પ્રયાસો , ( ૬ ) પ્રાથમિક શાળાના શિક્ષક , આચાર્ય , સી.આર.સી. , બી.આર.સી. , કેળવણી નિરીક્ષક / એચ.ટાટ મુખ્ય શિક્ષકની બાબતમાં કન્યા કેળવણીને ઉત્તેજન , નામાંકન તેમજ સ્થાયીકરણનાં પ્રયાસો . ( ૭ ) સામાજીક ઉત્થાન , જાગૃતિ અને સામાજીક પરિવર્તનના દૂત તરીકે તેઓની વ્યક્તિગત અને
તાલુકા , જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા માટેની કાર્યવાહી કરવા બાબત