વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ચૂંટણી ફરજ પર નીમવાના સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા બાબત

Join Whatsapp Group Join Now

વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ચૂંટણી ફરજ પર નીમવાના સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક

ચૂંટણી ફરજ પર નીમવાના સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.



વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ચૂંટણી ફરજ પર નીમવાના સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા બાબત

https://project303.blogspot.com/2022/03/Chuntani-mahiti-patrak-pdf.html

https://project303.blogspot.com/2022/03/Chuntani-mahiti-patrak-pdf.html

https://project303.blogspot.com/2022/03/Chuntani-mahiti-patrak-pdf.html

https://project303.blogspot.com/2022/03/Chuntani-mahiti-patrak-pdf.html






























વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ચૂંટણી ફરજ પર નીમવાના સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા બાબત



  વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ચૂંટણી ફરજ પર નીમવાના સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા બાબત . ઉપર્યુક્ત વિષય પરત્વેના ભારતના ચૂંટણી આયોગ , નવી દિલ્હીના તા .૧૮ / ૦૬ / ૨૦૧૩ અને તા .૧૯ / ૯ / ૨૦૦૮ ના પત્રોની નકલ મોકલતા જણાવવાનું કે , વિધાનસભાની આગામી ચૂંટણીને અનુસંધાને ચૂંટણી આયોગ , નવી દિલ્હીના ઉપર્યુક્ત પત્રોથી આપવામાં આવેલી સુચના મુજબ દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ નીચેની માહિતીનો ડેટાબેઝ તૈયાર કરવાનો રહેશે . ( ૧ ) કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના અધિકારીઓ / કર્મચારીઓ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના જાહેર સાહસોના અધિકારી / કર્મચારીઓ ( ૨ ) હોમ ગાર્ડ સહીતના પોલીસ કર્મચારીઓ . ( ૩ ) સરકારી વાહનોના અને રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનોના ડ્રાઈવર્સ , કંડકટર અને કલીનર્સ . ( ૪ ) ખાનગી વાહનો જેવા કે ટ્રક , બસ , મીની બસ , વિગેરે ના ડ્રાઈવર્સ , કંડકટર અને કલીનર્સની માહિતી ( વાહન માલિકોના એસોસિએશનની મદદથી ) . આ માહિતી તૈયાર કરતી વખતે મતદાન સ્ટાફની નિમણુંક બાબતમાં ચૂંટણી આયોગ , નવી દિલ્હીના તા .૧૯ / ૯ / ૨૦૦૮ ના પત્ર ક્રમાંક : 464 / JNST / 2008 / EPS થી આપવામાં આવેલ સૂચનાઓ ઉપરાંત હેન્ડબુક ફોર રીટર્નીંગ ઓફીસર -૨૦૧૯ ની સૂચનાઓ પણ ધ્યાને લેવાની રહેશે . ૨ . ચૂંટણી કામગીરી માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અધિકારી / કર્મચારીઓ ઉપરાંત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૫૯ ( ૨ ) હેઠળ સમાવિષ્ટ સંસ્થાઓના સ્ટાફની જરૂરીયાત પણ રહેશે . તેથી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૫૯ ( ૨ ) હેઠળ સમાવિષ્ટ સંસ્થા / કચેરીઓ પૈકી નીચે જણાવેલ કચેરીઓના સત્તાધિકારીને તે કચેરીના સ્ટાફની માહિતી પૂરી પાડવા અને ચૂંટણી કામગીરી માટે જિલ્લા ચૂંટણી અધિકારીની માંગણી મુજબ સ્ટાફની સેવા ઉપલબ્ધ કરાવવા અત્રેથી જરૂરી હુકમો કરવામાં આવી રહ્યા છે . જેની નકલ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીને પણ મોકલવામાં આવશે . 

( ૧ ) વિકાસ કમિશ્નરશ્રી , ગાંધીનગર . ( ૨ ) તમામ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ . ( ૩ ) તમામ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીઓ . ( ૪ ) તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ . ( ૫ ) તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ . ( ૬ ) નગરપાલિકા કમિશ્નરશ્રી , ગાંધીનગર . ( ૭ ) પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી , ગાંધીનગર . ( ૮ ) ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી , ગાંધીનગર . ( ૯ ) ટેકનિકલ શિક્ષણ નિયામકશ્રી , ગાંધીનગર . ( ૧૦ ) રાજ્ય સરકારના તમામ બોર્ડ / નિગમ , ( ૧૧ ) ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક , ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ , અમદાવાદ . ૩ . દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રથમ તબક્કે , રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ વિભાગ , ખાતા , કચેરી ઉપરાંત પારા -૨ માં જણાવ્યા મુજબ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૫૯ ( ૨ ) હેઠળ સમાવિષ્ટ કચેરી / સંસ્થાઓ પાસેથી માહિતી મેળવી ડેટાબેઈઝ તૈયાર કરવાનો રહેશે . ૪ . આ સિવાયની આપના જિલ્લામાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૫૯ ( ૨ ) માં સમાવિષ્ટ સંસ્થાઓ જેવી કે , બેન્ક , લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન વગેરે જેવી સરકારની વીમા કંપનીઓ , યુનિવર્સિટી , કેન્દ્ર સરકારના બોર્ડ , કોર્પોરેશન તથા રાજ્ય સરકારના ઉપર પારા -૨ માં સમાવિષ્ટ ન હોય તેવી સંસ્થા / કચેરીઓ અંગે પણ અત્રેથી જરૂરી હુકમો કરવાના રહેતાં હોઈ તે અંગેની દરખાસ્ત Statement –A માં તા .૩૦ / ૦૪ / ૨૦૨૨ સુધી અત્રે અચૂક મોકલી આપવાની રહેશે . ૫ . ઉપરોકત સંસ્થાઓની માહિતી આ વિભાગને મળ્યા બાદ તુર્ત જ જે તે સંસ્થાઓને આ વિભાગ દ્વારા તેઓની કચેરી / સંસ્થાના સ્ટાફની માહિતી સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની માંગણી મુજબ પૂરી પાડવા અને તે અધિકારી / કર્મચારીઓની સેવા ઉપલબ્ધ કરાવવા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ -૧૫૯ ( ૧ ) હેઠળ અત્રેથી હુકમો કરવામાં આવશે . હુકમોની નકલ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ અત્રેથી રૂબરૂ મેળવી સંબંધિત સંસ્થાઓને બજાવવાની રહેશે . ઉપરોક્ત હુકમ જે તે જિલ્લા ચૂંટણી અધિકારી ને મળ્યા બાદ જે તે કચેરી / સંસ્થાને તે કચેરીનો સ્ટાફ પુરો પાડવા જણાવવાનું રહેશે અને તે મુજબ ડેટા બેઈઝ તૈયાર કરવાનો રહેશે . ૭ . ચૂંટણી આયોગ , નવી દિલ્હીએ આપેલી સૂચના મુજબ સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા અને તેનું રેન્ડમાઈઝેશન કરવા માટેનું સોફટવેર આ વિભાગ દ્વારા પુરૂ પાડવામાં આવશે . .. આપના જિલ્લામાં આવેલી રાજ્ય / કેન્દ્ર સરકારી કચેરીઓ , હોમગાર્ડ સહિતના પોલીસ કર્મચારીઓ , ખાનગી , સરકારી અને એસ.ટી. નિગમની બસોના ડ્રાઈવર , કંડકટર અને કલીનર ઉપરાંત લોક 


પ્રતિનિધિત્વ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૫ ( ૨ ) માં દર્શાવેલી સંસ્થાઓ પાસેથી તમામ અધિકારી / કર્મચારીઓની માહિતી મેળવી સમગ્ર જિલ્લાનો ડેટાબેઝ તૈયાર કરવાનો છે . માહિતી નિયત નમુના EMP - 01 અને EMP - 02 માં મેળવવી . ( નકલ સામેલ છે ) . જિલ્લા ચૂંટણી અધિકારીઓએ તેઓના જિલ્લાની માહિતી એકત્રિત કરવામાં અને માહિતીની ડેટા એન્ટ્રી કરવામાં સરળતા રહે તે માટે તેમના જિલ્લામાં આવેલી કચેરીઓની માહિતી મેળવવા માટે કચેરીની ફાળવણી તેઓના જિલ્લામાં આવેલા વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીઓને કરવી . આ ફાળવણી વખતે કોઈ એક જ કચેરી બે ચૂંટણી અધિકારીને ફાળવવામાં ન આવે અને કોઈ કચેરી બાકી ન રહી જાય તેની ખાસ કાળજી રાખવી . ચૂંટણી અધિકારીઓની કામગીરી તેઓને ફાળવવામાં આવેલી કચેરીઓના અધિકારી / કર્મચારીઓને માત્ર માહિતી એકત્રિત કરવા અને તે માહિતીની સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા પુરતી સીમીત રહેશે . માહિતી આ સાથેના નિયત નમુનામાં જ મેળવવાની રહેશે અને તે માહિતીની સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી ચોકસાઈ પૂર્વક કરવાની રહેશે . ડેટા - એન્ટ્રીમાં કોઇ ક્ષતિ રહેવા ન પામે તથા કર્મચારી / અધિકારીના બેન્ક ખાતાની વિગત ( IFSC કોડ સહિત ) માં પણ કોઇ ભૂલ રહેવા ન પામે તેની પૂરતી કાળજી રાખવી . ૧૦. જે તે કચેરી પાસેથી માહિતી માંગતી વખતે તેઓની કચેરીના તમામ કર્મચારીઓની માહિતી આપવી ફરજીયાત છે અને જો કોઈ કર્મચારી / અધિકારીની માહિતી આપવામાં આવશે નહી તો તેની જવાબદારી જે તે કચેરીના વડાની રહેશે તે સ્પષ્ટ કરવું . ૧૧. ચૂંટણી આયોગ , નવી દિલ્હી ના તા .૧૯ / ૯ / ૨૦૦૮ ના પત્રની સૂચના મુજબ ફરજ પર નીમવામાં આવનાર કર્મચારી મતદાર હોવો જોઈએ અને તે મતદાર ફોટો ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ . આ માટે જે તે સંસ્થા પાસેથી નિયત પત્રકમાં માહિતી માંગવામાં આવે તેમા મતદારના મતદારયાદીમાં નામની નોંધની વિગતો માંગવામાં આવી છે . આ માહિતી જો તે કર્મચારી પાસે ન હોય તો મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ ceo.gujarat.gov.in પરથી જાણી શકાશે . તેવી જાણ સંસ્થા પાસે માહિતી માંગતા પત્રમાં જે તે સંસ્થાને કરવી . આમ છતાં જો સંસ્થા આ માહિતી પૂરી ન પાડે તો જે તે ચૂંટણી અધિકારીએ આ માહિતી ઉપર્યુક્ત વેબસાઈટ પરથી મેળવવી . કોઈ કર્મચારીનું નામ મતદાર યાદીમાં નોંધાયું ન હોય તો સંબંધિત અધિકારી / કર્મચારી પાસે ફોર્મ -૬ માં અરજી મેળવાની રહેશે , જો કોઈ મતદાર યાદીમાં નામમાં ભુલ હોવાનું અધિકારી / કર્મચારી જણાવે તો તે કર્મચારી પાસે ફોર્મ -૮ માં અરજી મેળવવી અને સતત સુધારણા હેઠળ મતદારના નામ નોંધવા / સુધારવા કાર્યવાહી કરવી . ઉપરાંત જો કોઈ અધિકારી / કર્મચારી પાસે મતદાર ઓળખકાર્ડ ન હોય તો તેઓને નિયમોનુસાર મતદાર ફોટો ઓળખકાર્ડ આપવા . આમ છતાં જો કોઈ અધિકારી / કર્મચારી મતદાર યાદીમાં નામ નોંધાવવા કે મતદાર ઓળખકાર્ડ મેળવવા ઉત્સાહ ન દર્શાવે તો પણ મતદાન સ્ટાફ્યાં તેઓને નિમણુંક આપી શકાશે . મતદાર યાદીમાં નામ ન નોંધાવવું કે મતદાર ઓળખકાર્ડ ન મેળવવું તે ચૂંટણી ફરજ ટાળવા માટેનું બહાનું ન બની જાય તે જોવા વિનંતી છે . આ બાબત જે તે સંસ્થાના ધ્યાનમાં લાવવી . 

૧૨. અધિકારી / કર્મચારી ના પગાર ધોરણની વિગત ફેબ્રુઆરી -૨૦૨૨ ની પગાર સ્લીપ મુજબ આપવા જે તે સંસ્થા / કચેરીને જણાવવું . ફીક્સ પગારવાળા કર્મચારીના કિસ્સામાં ફક્ત ગ્રોસ પગાર જ દર્શાવવાનું સંસ્થાને જણાવવું . ૧૩ . મતદાન સ્ટાફનો ડેટા - બેઝ તૈયાર કરવાની તથા રેન્ડમાઈઝેશનની કામગીરી ઘણી જ ચીવટ માંગી લે તેમ હોઈ દરેક જિલ્લામાં " નિવાસી અધિક કલેકટર " ને આ કામગીરી માટે “ નોડલ અધિકારી " તરીકે નિમણૂક આપી તેની અત્રે તારીખ ૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં જાણ કરવાની રહેશે . નિવાસી અધિક કલેકટરશ્રીએ સ્ટાફની માહિતી એકત્ર કરવી ; તે અંગેની ડેટા - એન્ટ્રી કરવી ; રેન્ડમાઈઝેશનથી મતદાન ટુકડીની રચના કરવી એમ દરેક તબક્કે આ કામગીરીનું પ્રત્યક્ષ અને સઘન મોનીટરીંગ કરવાનું રહેશે તથા કામગીરી ઠરાવેલ સમયમર્યાદામાં પૂર્ણ કરાવવાની રહેશે . ૧૪ . જે કચેરી પાસેથી માહિતી માંગવામાં આવે તે તમામ કચેરીને તેઓની કચેરી સંબંધી માહિતી બાબતમાં વિશેષ જાણકારી / સ્પષ્ટતા માટે તે કચેરીના નોડલ ઓફીસરનું નામ , સરનામું , ટેલીફોન નંબર તથા મોબાઈલ નંબર અચૂક મોકલવા જણાવવું . સોફ્ટવેરમાં ડેટા - એન્ટ્રી થઈ ગયા બાદ જે - તે કચેરીના નોડલ ઓફિસર પાસે તે એન્ટ્રીની વિગતો સાચી છે કે કેમ ? તેની ખરાઈ અવશ્ય કરાવી લેવી . ૧૫ . જે તે કચેરીએ માહિતી મોકલ્યા પછી જો કોઈ કર્મચારીની નવી નિમણુંક બદલી , બઢતી , નિવૃત્તિ વગેરે કારણોસર ફેરફાર થાય તો તેની જાણ કરવા પણ જણાવવું . 4 ૧૬. કર્મચારી જે વિસ્તારમાં રહેતા હોય , જે વિસ્તારમાં ફરજ બજાવતા હોય અને જે વિસ્તારના વતની હોય તે વિસ્તાર જે વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ હોય તે મતવિભાગના મતદાન મથકમાં મતદાન સ્ટાફ્યાં નિમણુંક આપી શકાતી નથી . ૧૭. તમામ પ્રકારની તાલીમ તથા પોસ્ટલ બેલેટથી મતદાન કાર્યક્રમ વગેરેનું આયોજન શક્ય હોય ત્યાં સુધી જાહેર રજા અથવા રવિવાર કે ચાલુ કામકાજના દિવસોમાં કચેરી સમયબાદ કરવું . ૧૮. બેન્ક અને એલ.આઈ.સી. ના કર્મચારી / અધિકારીઓને Expenditure Monitoring ની કામગીરી , સેકટર ઓફીસર , ઝોનલ ઓફીસર જેવી લાંબા ગાળાની ચૂંટણી ફરજો સોંપવી નહી . ૧૯. એકમાત્ર કર્મચારી દ્વારા ચાલતી બેન્ક / એલ.આઈ.સી.ની શાખાઓને ચૂંટણી ફરજ સોંપવી નહી . ૨૦. ચૂંટણી આયોગે નીચે દર્શાવેલ કચેરીના અધિકારી / કર્મચારીઓને ચૂંટણી ફરજ પર ન નીમવા સૂચના આપી છે . ( ૧ ) ઈન્ડીયન ફોરેસ્ટ સર્વિસના સીનિયર અધિકારીઓ . ( ૨ ) પશુ ચિકિત્સા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર્સ , કંમ્પાઉન્ડર્સ તથા ગ્રેડ બી - પશુ વિસ્તરણ અધિકારીઓ . ( ૩ ) ડોક્ટર્સ , નર્સ , ANM સહિતનો મેડીકલ સ્ટાફ . ( ૪ ) આયુષ ડિપાર્ટમેન્ટના આયુર્વેદિક , યુનાની અને હોમિયોપેથિક મેડીકલ ઓફિસર્સ . 

વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ચૂંટણી ફરજ પર નીમવાના સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા બાબત

વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ચૂંટણી ફરજ પર નીમવાના સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR