જુલાઈ માસમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત
સામયિક કસોટી
જુલાઈ માસમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત
જુલાઈ માસમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત . સંદર્ભ : ( 0 ) પત્ર ક્રમાંકઃ જીસીઈઆરટી / સીએ … ઈ / ૧૦૨૦ / ૩૮૫૬-૩૯૦૮ તા . ૦૧/૦૭/૨૦૨૦ ( 2 ) પત્રક્રમાંકઃ જીસીઈઆરટી / સીએન્ડઈ / ૧૦૨૦ / ૧૮૬૯-૫૯૨૯ તા . ૨૮/૦૭/૨૦૨૦ શ્રીમાન , ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે coVID - 19 સમય દરમિયાન વર્ષ ૨૦૨૧-૨૨ના નવા શૈક્ષણિક સત્રમાં રાજ્યની શાળાઓમાં ગત વર્ષની જેમ વિવિધ માધ્યમથી હોમલનીંગની પ્રક્રિયા અમલમાં છે . સદર હોમલનગની સાથે મૂલ્યાંકન હેતુસર જુલાઈ -૨૦૨૧ માં રાબેતા મુજબ લેવાનાર સામયિક મૂલ્યાંકન કસોટી અંગે નીચેની બાબતોને ધ્યાને લઈ આપની કક્ષાએથી આગળની કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે , જુલાઈ માસમાં ધોરણ -૫ થી ૮ માં નીચે મુજબના વિષયની કસોટીઓ યોજવામાં આવનાર છે . . ધોરણ 3 ૪ પ વિષય ગુણ ગુજરાતી ( પ્રથમ ભાષા ) , ગણિત ૨૫ ગુજરાતી ( પ્રથમ ભાષા ) , ગણિત ૨૫ ગુજરાતી ( પ્રથમ ભાષા ) , ગણિત , અંગ્રેજી ૨૫ . ગુજરાતી ( પ્રથમભાષા ) , ગણિત , અંગ્રેજી | ૫૦ ગુજરાતી ( પ્રથમભાષા ) , ગણિત , અંગ્રેજી પે o | ગુજરાતી ( પ્રથમભાષા , ગણિત , અંગ્રેજી પ ૦ ૬ ૭ ૮ અન્ય માધ્યમ માટે ગુજરાતીને બદલે પ્રથમભાષાની કસોટી લેવામાં આવશે . અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીને બદલે ગુજરાતી ( દ્વિતીયભાષા ) ની કસોટી લેવામાં આવશે .
• વિદ્યાર્થીઓની પ્રવર્તમાન શૈક્ષણિક સ્થિતિ જાણવાના હેતુસર સત્રની ઉપરોક્ત પ્રથમ સામયિક કસોટી જે તે ધોરણમાં અગાઉના ધોરણના લનીંગ આઉટકમ્સને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવશે . દા.ત. ધોરણ ૮ માં ગુજરાતીની કસોટી ધોરણ ૭ સુધીના લનીંગ આઉટકસને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવશે . છે . • ઉપરોક્ત સામયિક મૂલ્યાંકન કસોટીઓ તા . ૨૦/૦૭/૨૦૨૧ થી ૨૩/૦૩/૨૦૨૧ દરમિયાન યોજવામાં આવનાર છે . તા . ૧૯/૦૭/૨૦૨૧ સુધીમાં વિદ્યાર્થીઓ સુધી કસોટીઓ હાર્ડકોપી અથવા સોફ્ટકોપીમાં પહોંચતી કરવાની રહેશે . તા .૨૦ / ૦૭ / ૨૦૨૧ ના રોજ જીસીઈઆરટીની વેબસાઈટ ( ww.gcert.gujarat.gov.in ) પર પણ તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે . આ ઉપરાંત ગુજરાતી માધ્યમની કસોટીઓ જે તે વિષયના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા ( Index ) પરના QR code પરથી પણ મેળવી શકાશે . સદર કસોટીઓ વાલી અને વિદ્યાર્થીની અનુકૂળતાએ વિદ્યાર્થી વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લખે તે અપેક્ષિત છે . કસોટીનો આશય વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિ જાણવાનો હોઈ વિદ્યાર્થીઓ કસોટી ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણમાં આપે તે ઈચ્છનીય છે . • કસોટીની ઉત્તરવહીઓ તા . ૩૦/૦૭/૨૦૨૧ સુધીમાં વાલી મારફત શાળા સુધી પહોંચાડવામાં આવે તે ઈચ્છનીય છે . • ધોરણ ૪ થી ૮ માં કસોટીના ઉત્તરો ગત વર્ષની એકમ કસોટીની નોટબુકમાં લખવાના રહેશે . સંજોગોવશાત્ આ નોટબુક ઉપલબ્ધ ના હોય તો અન્ય નોટબુકમાં લખવાના રહેશે . ધોરણ -૩ ની ગુજરાતી અને ગણિતની કસોટીઓની અંદર જ ઉત્તરો લખવાના રહેશે . .
જુલાઈ માસમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત