ધોરણ ૧ થી ૧ રના તમામ વિષયોને આવરી લઇ તૈયાર કરાયેલ " G - Shala
G - Shala એપમાં શિક્ષકોએ કઈ રીતે લોગ ઈન થવું ( ૧ ) સૌ – પ્રથમ આપ લે સ્ટોરમાંથી ૯ - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કો ( ૨ ) ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરો અને સૌથી નીચે આપેલ બટન ( સાઈન અપ ) પર ડિલકકરો ( 3 ) હવે તમારી ભુમિકા ( શિક્ષક ) પસંદ કરો ( ૪ ) ત્યારબાદ નીચે તમારો શિક્ષક કોડ ( ૮ અંકનો SSA ટીચર પોર્ટલ ! એટેન્ડન્સ પોર્ટલ મુજબનો કોડ ) પસંદ કરો ( ૫ ) હવે તમારો મોબાઇલ નંબર એન્ટર કરો ( જે નંબર એન્ટર કરેલ હશે તે નંબર પર OTP આવશે ( ૬ ) હવે નીચે બે ખાનામાં તમારે પાસવર્ડ સેટ કરવાનો છે ( બંને ખાનામાં સરખો પાસવર્ડ સેટ કરવાનો છે ) ( ૭ ) ત્યારબાદ સૌથી નીચે આપેલ સાઈન અપ પર ડિલક જશો એટલે તમે એન્ટર કરેલ મોબાઈલ નંબર પર એક ૪ અંકનો OTP આવશે જે તમારે એન્ટર કરવાનો છે ( ૮ ) હવે તમને અભિનંદ્ઘ લખેલ એક ડિસ્પલે મેનુ આવશે જેનો મતલબ તમે ૨ જીસ્ટ્રેશન સંપૂર્ણ કરેલ છે તેવો થાય છે . ( ૯ ) હવે ફરીથી તમારે મોબાઈલ નંબર અને તમારો પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારી એપ્લિકેશન શરુ થઈ જશે
ધોરણ ૧ થી ૧ રના તમામ વિષયોને આવરી લઇ તૈયાર કરાયેલ " G - Shala
ધોરણ ૧ થી ૧ રના તમામ વિષયોને આવરી લઇ તૈયાર કરાયેલ " G - Shala ( Gujarat students ' Holistic AdaptiveLearning App ) " ના પ્રચાર - પ્રસાર અને ઉપયોગ બાબત . ગુજરાત શાળા શિક્ષણ પરિષદ , સમગ્ર શિક્ષા , શિક્ષણ વિભાગ , ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧ થી ૧ રના વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહો સહિતના તમામ વિષયો માટેના ઇ - કન્ટેન્ટ સાથે એક લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ ( LMS ) - " G - Shala ( Gujarat Students ' Holistic Adaptive Learning App ) " તૈયાર કરવામાં આવેલ છે . સદર ઇ - કન્ટેન્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમ મુજબ ગુજરાતી માધ્યમમાં વિકસિત થયેલ છે . જેમાં 2D - 3D એનિમેટેડ વિડીયો , સંદર્ભ / પૂરક સામગ્રી , મૂલ્યાંકન માટેની પ્રશ્નબેંક , ડિજીટલ સ્વરૂપે પાઠ્યપુસ્તક ( ઈ - બુક ) , શબ્દ સંગ્રહ , શિક્ષકો માટે પૂર્વ વર્ગખંડ મોડ્યુલ , હોમવર્ક મોડયુલ અને વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ માપન ડેશબોર્ડ જેવી સુવિધા છે . આ ઉપરાંત , સમગ્ર ઇ - કન્ટેન્ટ અધ્યયન નિષ્પત્તિ આધારિત છે , જેમાં વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવિટી , પ્રાયોગિક સિમ્યુલેશન અને સ્વતંત્ર રીતે સ્વ - અધ્યયન તેમજ સ્વ - મૂલ્યાંકનની સાથે સાથે પોતાની શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા કરી તેમાં સુધારો કરવાની પૂરતી તકો મળી રહે છે . વ્યાપક પ્રચાર - પ્રસાર થકી જિલ્લાની સરકારી અને અનુદાનિત પ્રાથમિક - માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને G - Shala એપના માધ્યમથી જોડવા માટે નીચેની સૂચના મુજબ જરૂરી કામગીરી અને સંકલન કરાવવાનું રહેશેઃ 1. લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G - Shala નો વેબ એડ એપ્લીકેશન અને મોબાઇલ એપ એમ બંને રીતે ઉપયોગ થઇ શકશેઃ વેબ બેઝડ એપ્લીકેશન માટેની લિંક : https://gshala.schoolnetindia.com મોબાઇલ એપ ડાઉનલોડ કરવા માટેની લિંકઃ https://play.google.com/store/apps/details?id=com.org.g_shala 2 , G - Shala મોબાઇલ એપ Google Play Store પર ઉપલબ્ધ છે , Play Store માં G - Shala લખી સર્ચ કરવાથી પણ મળી રહેશે . 3. લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G - Shala ની રજીસ્ટ્રેશન ( સાઇન અપ પ્રોસેસ ) પ્રક્રિયાના પગલાઓ આ સાથે સમેલ રાખી મોકલી આપવામાં આવે છે . જેને અનુસરી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાઇન અપ પ્રોસેસ સફળતાપૂર્વક કરી શકે તે માટે જરૂરી માહિતી અને માગર્દર્શન આપશો . 4. G - Shala એપમાં વિધાર્થીઓએ કઈ રીતે લોગ ઈન થવું અને કઈ રીતે ઉપયોગ કરવો તેનો વિડીયો જોવાની લિંક - https://youtu.be/19sQ7ror7gA 5. શિક્ષક અથવા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ( સાઇન અપ ) દરમિયાન , ૧૮ અંકનું ચાઇલ્ડ યુનિક આઈડી ( વિદ્યાર્થી દ્વારા સાઇન અપ માટે ) અને ૦૮ અંકનો ટીચર કોડ ( શિક્ષક દ્વારા સાઇન અપ માટે ) ફરજિયાત રાખવામાં આવેલ છે . સાઇનઅપ પ્રક્રિયાથી , G - Shala માં લોગીન માટે User Name અને પાસવર્ડ સેટ કરી શકાશે .
જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનૈટરની કચેરી , શિક્ષણનો અધિકાર સમગ્ર શિક્ષા , મહેસાણા . સર્વ શિક્ષા અભિયાન સૌ ભવે ની માગ વધે જિલ્લા શિક્ષણ સમિતિની ઉપર , મહેસાણા . E.mail : dpcmehsana1@gmail.com Phone : 02762-220174 6. G - Shala એપ રજીસ્ટ્રેશનમાં ચાઇલ્ડ યુનિક આઈડી અને ટીચર કોડની અગત્યતા જોતાં ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ - Aadhaar Enable DISE અંતર્ગત તમામ વિદ્યાર્થીઓની માહિતી અને ટીચર પોર્ટલ અંતર્ગત તમામ શિક્ષકોની માહિતી ( વિષય અને વર્ગ મેપિંગ સહિત ) અપડેટ થયેલ હોય તે સુનિશ્ચિત કરશો . 1. આપની તાબા હેઠળની તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક - માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને G - Shala એપ , તેના ઇન્સ્ટોલેશન , રજીસ્ટ્રેશન ( સાઇન અપ પ્રોસેસ ) અને ઉપયોગિતા વિશે સંપૂર્ણ માહિતગાર કરશો . 8. આ એપમાં હાલમાં ધો . ૧૦ સુધીનું ઇ - કન્ટેન્ટ ઉપલબ્ધ છે . ધોરણ ૧૧ અને ધોરણ ૧ ર માટે પણ ટૂંક જ સમયમાં ઇ - કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે . 9. હાલમાં આ એપ સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જ ઉપલબ્ધ છે . ઉપરોક્ત વિગતે , વિદ્યાર્થીઓની અધ્યયન પ્રક્રિયા અવિરતપણે ચાલતી રહે તે માટે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G - Shala મારક્ત કરવામાં આવેલ આ પ્રયાસથી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો લાભાન્વિત થઇ શકે તે માટે આપની કક્ષાએથી જરૂરી માહિતીનો પ્રસાર , સમીક્ષા અને સંકલન કરવા આપશ્રીને સૂચિત કરવામાં આવે છે .
ધોરણ ૧ થી ૧ રના તમામ વિષયોને આવરી લઇ તૈયાર કરાયેલ " G - Shala