ફિટ ઈન્ડિયા ક્વિઝમાં ભાગ લેવા બાબત

Join Whatsapp Group Join Now

ફિટ ઈન્ડિયા ક્વિઝમાં ભાગ લેવા બાબત



https://project303.blogspot.com/2021/07/fit-india-paripatra.html

https://project303.blogspot.com/2021/07/fit-india-paripatra.html

https://project303.blogspot.com/2021/07/fit-india-paripatra.html

https://project303.blogspot.com/2021/07/fit-india-paripatra.html


ફિટ ઈન્ડિયા ક્વિઝમાં ભાગ લેવા બાબત . સંદર્ભ : સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાનો તા : ૦૧/૦૬/૨૦૨૧ નો પરિપત્ર . ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે શાળાના બાળકોમાં ફિટ ઈન્ડિયા મૂમેન્ટના સંદેશને આગળ વધારવા અને શાળાઓમાં તેની અસરકારતા વધારવા માટે , દેશભરમાંથી શાળાના બાળકોને શામેલ કરવા માટે ફીટ ઇન્ડિયા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે . ફીટ ઈન્ડિયા ક્વિઝ , વિદ્યાર્થીઓને તંદુરસ્તી અને રમતગમત વિશેનું પોતાનું જ્ઞાન દર્શાવવા માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરવા સાથે , સદીઓથી જૂની સ્વદેશી રમતો , ભૂતકાળના આપણા રમતના નાયકો અને પરંપરાગત ભારતીય રમતોના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરે છે . આ ક્વિઝમાં સરકારી , અનુદાનિત તેમજ ખાનગી તમામ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકાશે અને ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે . ક્વિઝ માટે રજીસ્ટ્રેશન કરવા માટે શાળા ફિટ ઈન્ડિયા વેબસાઇટ પર રજીસ્ટર થયેલી હોવી જરૂરી છે . જો શાળા રજીસ્ટ્રેશન નથી થયેલું તો પહેલા શાળાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ ક્વિઝ માટે રજીસ્ટ્રેશન કરવાનું થશે . ક્વિઝ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે . જે ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ શાળાઓને ક્વિઝમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી છે 

ફિટ ઈન્ડિયા ક્વિઝ માર્ગદર્શિકા . | રજીસ્ટ્રેશન / સ્કૂલ રાઉન્ડ . શાળાના વિદ્યાર્થીઓ માટે આંતરિક ક્વિઝનું આયોજન કરી શાળા વિદ્યાર્થીઓની પસંદગી કરશે , અને પસંદ કરાયેલા આ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન પ્રિલીમનરી રાઉન્ડ માટે કરશે . બધી જ શાળાઓને પ્રિલીમીનરી રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની તક આપવામાં આવશે . ક્વિઝ - રજીસ્ટ્રેશન કરવા માટે શાળાએ ઓછામાં ઓછા બે વિદ્યાર્થીની એન્ટ્રી ફિટ ઈન્ડિયા વેબસાઇટ ( https://fitindia.gov.in ) પર કરવાની રહેશે . રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીદીઠ રૂપિયા 250 / - રજીસ્ટ્રેશન - ફી રહેશે . સરકારી શાળામાં મહત્તમ બે વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન - ફી શાળાની ગ્રાન્ટમાંથી ભરી . શકાશે . આ બે વિદ્યાર્થીઓની પસંદગી માટે આંતરિક ક્વિઝનું આયોજન કરવાનું રહેશે . • પ્રિલિમીનરી રાઉન્ડા NTA . રાઉન્ડ . NTA ( National TestingAgency ) દ્વારા સંચાલિત ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ક્વિઝ માટે રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓની સ્પર્ધા થશે . આ સ્પર્ધાના પ્રશ્નોનું માળખું ધોરણ 8 કે તેથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ સરળતાથી જવાબ આપી શકે એ મુજબ રાખવામાં આવશે . ૧૩ ભાષાઓમાં ( અંગ્રેજી , હિન્દી , તામિલ , મલયાલમ , તેલુગુ , કન્નડ , મરાઠી , ગુજરાતી . ઓડિયા , આસામી , બંગાળી , પંજાબી અને ઉર્દુ ) પ્રશ્નો રાખવા જોગવાઈ કરવામાં આવશે . NTA રાઉન્ડ પહેલા રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓએ માટે ક્વિઝમાં જોડાવા માટેની લિન્ક , યુજરનેમ તેમજ પાસવર્ડ જેવી વિગતો શાળા તેમજ વિદ્યાર્થીને આપવામાં આવશે . NTA રાઉન્ડ 45 મિનિટનો રહેશે , જેમાં MCQ પ્રકારના પ્રશ્નો રહેશે . પ્રત્યેક સાચા ઉત્તર માટે 4 માકર્સ પ્રદાન કરવામાં આવશે અને પ્રત્યેક ખોટા ઉત્તર માટે 1 માર્ક ઓછો કરવામાં આવશે . ( નેગેટીવ માર્કીંગ પદ્ધતિ ) NTA રાઉન્ડમાથી પ્રત્યેક વિદ્યાર્થીએ વ્યક્તિગત પસાર થવાનું રહેશે . આ માટે windows 7 અથવા એના ઉપરની O.S. થી સજ લેપટોપ અથવા ડેસ્કટોપ સાથે વેબકેમ , માઈક્રોફોન અને અવિરત ઇન્ટરનેટ જોડાણ જેમાં 1 mbps જેટલી સ્પીડ મળે તે અપેક્ષિત છે . NTA રાઉન્ડમાં વિદ્યાર્થી દ્વારા મેળવવામાં આવેલા સ્કોરના આધારે તેમનું મૂલ્યાંકન નક્કી કરાશે . જો એક કરતાં વધુ વિદ્યાર્થી સરખા સ્કોર પર આવે ત્યારે ઉંમરના આધારે નાની વય ધરાવતા વિદ્યાર્થીને મેરિટમાં આગળ ગણવામાં આવશે . • જે વિદ્યાર્થીના નામ મેરિટમાં આવશે તે શાળાઓમાંથી રાજ્ય કક્ષાના રાઉન્ડ માટે ક્વાલિફાય થશે , • મેરિટમાં આવેલી શાળાઓમાંથી નીચે આપેલી વિગત મુજબ ઓછામાં ઓછી 8 અને વધુમાં વધું 32 શાળાઓને આગળના રાઉન્ડ માટે પસંદ કરાશે . રાજ્યમાંથી ક્વિઝમાં ભાગ લેવાવાળી શાળાઓની સંખ્યા 0-500 સુધી હોય ત્યારે કુલ 8 શાળાઓ . ભાગ લેવાવાળી શાળાઓની સંખ્યા 501-2500 સુધી હોય ત્યારે 16 , ભાગા લેવાવાળી શાળાઓની સંખ્યા 2500-5000 સુધી હોય ત્યારે 24 , ભાગ લેવાવાળી શાળાઓની સંખ્યા 5000 કરતાં વધુ હો ત્યારે મેરિટમાં આવેલી શાળાઓમાંથી વધુમાં વધુ 32 શાળાઓને આગળના રાઉન્ડમાં મોકલવામાં આવશે . .

. . C : \ Users \ ANIL \ Deskton \ SANJAY SEC SIR1 EinlRenaired ) Docx જ્યારે એક જ શાળામાંથી એક કરતાં વધુ વિદ્યાર્થી મેરિટ યાદીમાં આવેલ હોય ત્યારે પછીના ક્રમે આવતા વિદ્યાર્થી અને તેની શાળાને આગળના રાઉન્ડમાં જવા માટે તક આપવામાં આવશે . ક્વાલિફાય થયેલ શાળાએ રાજ્યકક્ષાના રાઉન્ડ માટે બે સભ્યોની ટીમ બનાવવા પોતાની શાળામાંથી એક બીજા વિદ્યાર્થીનું નામ ક્વિઝ - પાર્ટનર તરીકે નોમિનેટ કરવાનું થશે . એક શાળામાંથી એક કરતાં વધુ વિદ્યાર્થી મેરીટ યાદીમાં આવેલ હશે તેવા સંજોગોમાં બીજા ક્રમનો વિધાથ આપમેળે આ બે સભ્યવાળી ટીમનો ભાગ બની જશે . ક્વિઝ - પાર્ટનર તરીકે નોમિનેટ કરેલ વિદ્યાર્થીની વિગત ક્વાલિફાય થયેલ શાળા દ્વારા ફિટ ઈન્ડિયા વેબસાઇટ પર આપવાની થશે . પ્રિલિમીનરી રાઉન્ડમાં ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે . મહત્તમ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવાવાળી શાળાઓને સન્માન આપવામાં આવશે . રાજ્ય કક્ષાનો રાઉન્ડ વાલિફાઇ થયેલા વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાનો રાઉન્ડ પ્રત્યેક રાજ્ય દ્વારા ફિટ ઈન્ડિયા મિશનના સહયોગથી યોજવાનો થશે , ક્વાલિફાઇ થયેલી શાળાઓમાંથી 8 થી 32 જેટલી ટીમ માટે સુઆયોજિત ડિજિટલ પ્લેટફોર્મ પર રાજ્ય કક્ષાના રાઉન્ડનું આયોજન થશે . ક્વાલિફાઇ થયેલી શાળાઓની સંખ્યાના આધારે આ સ્તર પર 3 થી 11 જેટલા રાઉન્ડ આયોજિત કરી સ્ટેટ ચેમ્પિયન પસંદ કરવામાં આવશે . • આ તમામ રાઉન્ડનું સંચાલન પ્રોફેશનલ ક્વિઝ માસ્ટર દ્વારા કરવામાં આવશે , જેનું સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર પ્રસારણ કરાશે , સ્થાનિક ભાષાને સાંકળીને મિશ્ર ભાષામાં ક્વિઝ થઈ શકશે . આ ક્વિઝમાં સ્થાનિક રમતોના પ્રશ્નોનો પણ સમાવેશ થઈ શકશે . પ્રત્યેક રાજ્ય અથવા કેન્દ્રશાષિત પ્રદેશમાંથી એક ટીમ એમ કરી કુલ 36 શાળાઓની ટીમ નેશનલ રાઉન્ડ સુધી જઈ શકશે . નેશનલ રાઉન્ડ નેશનલ રાઉન્ડમાં ક્વાર્ટર ફાઇનલ્સ , સેમી ફાઇનલ્સ અને ફાઇનલ રાઉન્ડનો સમાવેશ થાય છે . જેનું સ્ટાર સ્પોર્ટ્સ , નેશનલ ટેલીવીઝન પર પ્રસારણ કરવામાં આવશે અને સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા , યુવા અને રમતગમત મંત્રાલય તેમજ સ્ટાર સ્પોર્ટ્સ અને ફિટ ઇન્ડિયાની સોસીયલ મીડીયા . સાઇટ્સ પર વેબ - કાસ્ટ કરવામાં આવશે . . . ક્વાર્ટર ફાઇનલ : - 36 ટીમોને 3-3ના એવા 12 ગ્રૂપમાં વહેચી દેવામાં આવશે . દરેક ગ્રૂપમાંથી એક ટીમ એમ કરી કુલ 12 ટીમ અને બાકી રહેલી 24 ટીમમાંથી 4 રનર્સ - અપ ટીમ એમ કુલ 16 ટીમ સેમી ફાઇનલ રાઉન્ડમાં જશે . : સેમી ફાઇનલ : - કુલ 16 ટીમને 4-4 ના જૂથમાં વહેંચી દરેક જૂથમાંથી વિજેતા ટીમ ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી પામશે . ફાઇનલ રાઉન્ડ : - આ રાઉન્ડ સુધી પહોંચેલી 4 ટીમ વચ્ચે કિવઝ આયોજિત થશે જેનું પ્રસારણ ટેલીવિઝન પર કરવામાં આવશે . અહીં વિજેતા થયેલી ટીમને નેશનલ ચેમ્પિયન ઘોષિત કરવામાં આવશે .

> ક્વિઝને રસપ્રદ બનાવવા રાજ્ય કક્ષાએ તેમજ નેશનલ રાઉન્ડના પ્રશ્નોમાં દ્રશ્ય - શ્રાવ્ય તેમજ ફોટો આધારિત પ્રશ્નનો પણ સમાવેશ કરવામાં આવશે . > પ્રિલિમિનરી રાઉન્ડમાં પણ ફોટો આધારિત પ્રકારના પ્રશ્નો હશે . નીચે જણાવેલ વિવિધ થીમ આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે . * ભારતીય રમત - જગતનો ઇતિહાસ પરંપરાગત રમત - ગમત * યોગ વ્યક્તિવિશેષ છે . ભારતમાં પ્રચલિત પરંપરાગત શરીર સૌષ્ઠવ જાળવવા સંદર્ભે વિવિધ પદ્ધતિઓને કેન્દ્રમાં રાખી ફિટનેસ પર આધારિત મુદ્દાઓના પ્રશ્ન છે ઓલિમ્પિક્સ , કોમનવેલ્થ ગેમ્સ , એસિયન ગેમ્સ , ખેલો ઈન્ડિયા ગેમ્સ અને અન્ય પ્રચલિત રમતો રાજયના અને નેશનલ રાઉન્ડમાં ' phone a teacher / parent ' જેવા ખ્યાલોનો પણ સમાવેશ કરવામાં આવશે . રસપ્રદ બને તેવા હેતુથી ક્વિઝમાં બઝર રાઉન્ડ , ઓડિયો - વિડિયો ઓળખ રાઉન્ડ જેવા રાઉન્ડ પણ હશે , ફિટ ઈન્ડિયા ક્વિઝ માટે પ્રાઈઝ માળખું Prize Money to winners Particulars | National champion , 1 Strunner up - national level 2 drunner up - national level State / UT champion , State / UT 15 runner up State / UT 2nd runner up State qualifiers after NTA round cash prizes to teachers , principals and parents who will be part of quiz in various rounds Total prize money cash prize for schools ( in INR ) . 25 00 000 15 00 000 10 00 000 2 50 000 1 00 000 50 000 15 000 cash prize for students ( in INR ) 2 50 000 1 50 000 1 1 00 000 25 000 10 000 5000 2000 9 69 000 3 25 00 000 ફિટ ઈન્ડિયા ક્વિઝ માટેનું સંભવિત સમયપત્રક Sr. No. 1 2 . 3 4 5 Activity Launch of fit india quiz Registration Preliminary or NTA round State Round National Round Start date End date june 2021 T 1 Sljuly 2021 | 3 M 31 july 2021 4th September 2021 14 October 2021 31 October 2021 19 November 2021 14th November 2021




ફિટ ઈન્ડિયા ક્વિઝમાં ભાગ લેવા બાબત


ફિટ ઈન્ડિયા ક્વિઝમાં ભાગ લેવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR