ધોરણ-3 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક
તારીખ: 17/07/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 16/07/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-15-07-2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 14/07/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 13/07/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 12/07/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 10/07/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 09/07/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-08-07-2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 07/07/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 06/07/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 05/07/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 03/07/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 02/07/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-1-7-2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 30/06/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 29/06/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 28/06/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 26/06/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 25/06/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-24-6-2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-23-6-2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 22/06/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 21/06/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 19/06/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 18/06/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-17-6-2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-16-6-2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 15/06/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 14/06/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 12/06/2021
ધોરણ: 3 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 11/06/2021
ધોરણ: 3 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 10/06/2021
ધોરણ: 3 ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-3 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક
પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો મજામાં હશો . છેલ્લા કેટલાય સમયથી તમે સૌ ઘરે બેઠા ટીવી અને મોબાઈલના માધ્યમે શીખવાનો ઉત્તમ પ્રયાસ કરી રહ્યા હતા . ઘરે રહીને પણ તમે શાળાનું વાતાવરણ નિર્માણ કરી શીખવાની મોટાભાગની બાબતોની સમજ પ્રાપ્ત કરી તે આનંદની વાત છે . આ વર્ગ તત્પરતા પુસ્તિકાનો પ્રમુખ હેતુ તમે ઘરે રહીને શીખેલી બાબતોને યાદ કરીએ તેનો એકવાર મહાવરો થઈ શકે અને તે વિષયની અધ્યયન નિષ્પત્તિઓ મુજબ તમારું સ્વ મૂલ્યાંકન પણ થઈ શકે તે છે . તમે પ્રજ્ઞા અંતર્ગત ગણિત - ગુજરાતી વિષયના અભ્યાસકાર્ડ માધ્યમે જે બાબતો ટીવી અને મોબાઈલ દ્વારા શીખ્યા તેમાંની મુખ્ય બાબતોને ફરી એકવાર વર્ગ તત્પરતા પુસ્તિકાના માધ્યમે શીખીને આગળના ધોરણમાં પ્રવેશ પામવા માટે સજ્જ થવાનું આયોજન છે . નવી શિક્ષણ નીતિ અનુસાર માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહિ પરંતુ તેની સાચી સમજ પણ એટલી જ મહત્વની છે . ખાસ કરીને તમે ઘરે રહીને શીખેલી બાબતો જેવીકે મૂળાક્ષરો અને અંકોની મદદ વડે હવે ભાષા કે ગાણિતિક ખ્યાલોની સમસ્યાઓનો કેવી રીતે ઉકેલ લાવવો તેની સમજ પણ મેળવવી અતિ અગત્યની છે . મૂળાક્ષરો પરથી શબ્દ અને સાદા વાક્યો અને અંકોનું વધવું - ઘટવું - ભેગા થવું જેવીસરવાળા - બાદબાકીની પ્રક્રિયાની સમજ પણ લેવી જરૂરી છે . અહીં તમે શીખેલી બાબતોનું પુનરાવર્તન થયેલું જોવા મળશે . શાળા ખુલતા જ વર્ગ તત્પરતા પુસ્તિકા આપના હાથમાં આવી છે ત્યારે તેની દરેક પ્રવૃત્તિઓ તમારા શિક્ષક વર્ગમાં કરાવે ત્યારે તમારે કાળજી લઈને જાતે જ કરવાની છે . આગળના ધોરણની પ્રવૃત્તિઓ તમને વ્યક્તિગત સમજપૂર્વક આવડે તે મહત્ત્વનું છે . વર્ગ તત્પરતા પુસ્તિકાના આધારે તમારા શિક્ષકને પણ અંદાજ આવી શકશે કે આગળના ધોરણમાં જતા પહેલા કઈ બાબતોને ફરથી વર્ગમાં સમૂહમાં શીખવાની જરૂરીયાત જણાયછે . આશા છે કે વર્ગ તત્પરતાની આ પુસ્તિકા દ્વારા ગત વર્ષનું પુનરાવર્તન અને મૂલ્યાંકન કરી નવા ધોરણની બાબતોને શીખવા માટે આગળ જઈ શકશો . સમગ્ર શિક્ષા દ્વારા નિર્માણ થયેલ આ પુસ્તિકા તમારા આગળના ધોરણની ગુણવતા માટે અતિ અગત્યની બાબત નક્કી કરનાર હોય તમે દરેક પ્રવૃત્તિમાંથી પસાર થઈ સમજ મેળવીને આગળ વધશો તે શુભ કામના ..
૧૩. બાળકો સાથે દોસ્તી ... શાળાએ આવતાં બાળક સાથે આત્મીય નાતો એ શિક્ષકનું સૌથી પહેલું કાર્ય હશે . અને આ નાતો દોસ્તીમાં પરિવર્તન પામવો જોઈએ . બાળક સાથે દોસ્તી બાંધવામાં નીચેના મુદ્દાઓ મદદરૂપ થશે . બાળકના નામથી પરિચિત થવું . બાળકના કુટુંબ વિશે પરિચિત થવું . કુટુંબના કોઈ સભ્યથી જો શિક્ષક પરિચિત હોય તો તરત બાળકને જાણ કરવી . બાળકને પ્રોત્સાહન આપો . ગીતો અને વાર્તા દોસ્તી બાંધવા માટે ઉત્તમ પરિબળો છે તેનો ભરપૂર ઉપયોગ કરવો . પ્રાર્થના સભામાં અને વર્ગમાં બાળકના જન્મદિવસની ઉજવણી કરવી . આનાથી શાળાએ અને વર્ગે બાળકને સ્વીકાર્યો છે તેની પ્રતિતી થશે . શાળાના આચાર્ય તથા અન્ય શિક્ષકોનો પરિચય . જે બાળકનો જન્મદિવસ રજાઓમાં કે વેકેશનમાં આવતો હોય તેની ઉજવણી આગળ કે પાછળના દિવસોમાં અચૂક કરવી . જન્મદિવસ નિમિત્તે નાના ચિત્રકાર્ડની ભેટ આપવી . જન્મ દિવસ નિમિત્તે બાળકોને . વાલીઓ દ્વારા કોઈપણ ભેટ આપવાની પ્રથા પાડવી નહિ . શાળાને અપાતી ભેટ સ્વીકાર્ય છે . બાળકોને વિરામ દરમ્યાન સાથે બેસીને નાસ્તો કરવાની ટેવ પાડવી . શિક્ષકે તેમાં સક્રિય જોડાવું ( રોજ ) . રડતાં બાળકને હૂંફ આપીને તેને વર્ગમાં બેસતું કરવા અંગે ખાસ ધ્યાન આપવું . ૧૪. ધોરણ 1 ના બાળકોને કેવી વારતા કહેવી ? પશુ - પંખીની વારતાઓ કહેવી , જેમાં વારંવાર પુનરાવર્તન આવતું તેવી વારતા કહેવી . દા.ત. , બીકણ સસલી , કાગડો , કોઠીમડું . પરીઓની વારતા કહેવી . સામાન્ય જનજીવનની વારતાઓ કહેવી . દા.ત. , દીકરીને ઘેર જાવા દે . જેમાં અત્યંત કરુણરસ આવતો હોય , બાળકોને રડવું આવે તેવા કરૂણ રસની જમાવટ ક્યારેય ન કરવી . બાળકને ડર લાગે તેવા ભયાનક રસવાળી વારતા નું કહેવી . દુ : ખદ અંતવાળી વારતા ન કરવી . • આ તો ન જ કરવું ? વારતા કહ્યા પછી ક્યારેય તેમાંથી આપણે વારતામાંથી શું શીખ્યા ? તેવો બોધ આવવો નહિ કે બાળકો પાસેથી કઢાવવો નહિ . સંદેશ બાળકો પોતે ઝીલી લેતાં હોય છે . આમાં શ્રદ્ધા રાખવી .
૧૫. અવલોકન ક્ષમતા વિકસાવવાની પ્રવૃત્તિઓ : બાળકો તેના અનુભવો , અવલોકનો દ્વારા પ્રાપ્ત કરે છે . આ અનુભવો બાળકને માનસિક ઉત્તેજન મળે છે , અને તેની જ્ઞાનેન્દ્રિય વધારે સંવેદનશીલ બને છે . અવલોકનો દ્વારા બાળક આસ - પાસની દુનિયાની સમજદારી મેળવે છે અને તેનામાં અમુક ચોક્કસ પ્રકારના ખ્યાલો બાંધવાની ક્ષમતાનો વિકાસ થાય છે . વિચારશક્તિ ખીલે છે . સૂક્ષ્મ દૃષ્ટિનો વિકાસ થાય છે અને તેના કારણે બાળકનો માનસિક વિકાસ થાય છે . આ માટે બાળકને અવલોકન આધારિત વિપુલ પ્રવૃત્તિઓ આપવી અત્યંત જરૂરી છે . બાળકને કરાવેલ કોઈપણ પ્રવૃત્તિ બાદ વડીલો સાથેની વાતચીત વગર તમામ પ્રવૃત્તિઓ માત્ર ઔપચારિક બની જાય છે , માટે બાળકો સાથે કરેલ પ્રવૃત્તિ વિશે પ્રશ્નોત્તરી અને ચર્ચા કરવી જરૂરી છે . બાળકના મગજમાં નવા ખ્યાલો ઉમેરવા અનુભવ અને ભાષાનું સંમિશ્રણ અત્યંત જરૂરી છે . કારણ કે ભાષા ધંધળા વિચારોને સ્પષ્ટ કરવાનું કામ કરે છે . બાળકનો સમતોલ વિકાસ અનુભવો , પ્રવૃત્તિઓ અને ભાષાના ત્રિવેણી સંગમથી જ થઈ શકે અને આ સંગમ દ્વારા બાળક ભાષા , પર્યાવરણ અને ગણિત એક સાથે ગ્રહણ કરી શકે છે . દરેક બાળકની માનસિક પરિપક્વતા અલગ - અલગ હોય છે . એક બાળકને સહેલી લાગતી બાબત અન્ય બાળકને ઘણી અઘરી લાગે તેવું પણ બને અને જયારે આમ થશે ત્યારે અસફળ બાળકોનો આત્મવિશ્વાસ ડગી જશે . શિક્ષકે વિવિધ કક્ષાના બાળકોને જૂથમાં પ્રવૃત્તિઓ અને અનુભવો પૂરા પાડવા કારણ કે બાળક - બાળક પાસેથી શીખે તેટલું વડીલો પાસેથી શીખી શકતું નથી . એકલતામાં બાળપણનાં દર્શન થાય છે , જૂથમાં બાળપણ ખીલે છે . બાળકને રમાડાતી રમતો અને પ્રવૃત્તિઓ , તેને સંઘર્ષ કરાવે અને તેના વિચારતંત્રને ઢંઢોળે તેવી હોવી જોઈએ , પરંતુ અઘરી નહીં . બાળકને તેના કુદરતી વિકાસક્રમ કરતાં આગળ ધકેલવાનાં ગંભીર પરિણામો પણ આવી શકે . શરૂઆતમાં અવલોકનો સ્થૂળથી સૂક્ષ્મ તરફ અને અતિપરિચિતથી અલ્પપરિચિત તરફ કરાવવાં . વર્ગની ચીજ વસ્તુઓ , શાળાની અને આસપાસની વસ્તુઓ , એકબીજાં બાળકો અને શિક્ષકોનું અવલોકન , કપડાં , રસ્તા , ઘરની આસપાસ વગેરે અવલોકનો પણ કરાવવાં . પ્રત્યેક અવલોકન રસદાયક અને જવાબદારી ભર્યું હોય તેનું ધ્યાન રાખવું . શાળામાં દાખલ થઈને શાળા વાતાવરણ સાથે બરાબર ગોઠવાય જાય ત્યારબાદ બાળકને અવલોકનો માટેની પ્રવૃત્તિઓ વિપુલ પ્રમાણમાં આપવી . ૧૬. કુતૂહલ પ્રેરક પ્રવૃત્તિઓ : બાળક તેના જીવનના શરૂઆતના વર્ષોમાં ખૂબ જ ઝડપથી અને વધારે પ્રમાણમાં શીખે છે . આ સમયગાળામાં તેનો વધારેમાં વધારે માનસિક વિકાસ થાય અને તેનું વ્યક્તિત્વ ખીલે તેવા પ્રયત્નો થવા જોઈએ . બધાં જ બાળકોમાં જીવન વિકાસ માટે જરૂરી બધાં જ કૌશલ્યોનો વિકાસ કઈ રીતે કરી શકાય ? કુતૂહલ એ જ્ઞાનની જનની છે . કુતૂહલના કારણે જ બાળક ક્રિયાઓ કરવા પ્રેરાય છે ? કુતૂહલ ઊભું કરવું અને તેનાથી પ્રેરાઈ બાળક ક્રિયાઓ કરી શકે – શોધખોળ કરી શકે , યાદી કરી શકે , વર્ગીકરણ કરી શકે , તારણ કાઢી શકે અને આ ઉપરાંત અન્ય અનુભવો મેળવી શકે માટે વિપુલ પ્રમાણમાં તકો ઊભી કરવી એ શિક્ષકનું સૌથી અગત્યનું કામ બની રહેશે . બાળક આસપાસના પર્યાવરણ સાથે ઓતપ્રોત થઈને સ્વાનુભવો મેળવશે ત્યારે તેનામાં ખરા અર્થમાં આસપાસના પર્યાવરણની સમજ કેળવાશે અને કુદરત તરફ પ્રેમ વધશે . બાળક જાતે કૂતૂહલથી પ્રેરાઈને ઉકેલ મેળવવા પ્રયત્ન કરતો થાય તે માટે નીચે પ્રમાણેના પ્રશ્નો તેને જવાબો શોધવાનું ઘરકામ આપી શકાય .
ધોરણ-3 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક