આર.ટી.ઈ.એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવાની માર્ગદર્શક સૂચનાઓ

Join Whatsapp Group Join Now

 આર.ટી.ઈ.એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવાની માર્ગદર્શક સૂચનાઓ




મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક


ઓફિસિયલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો માટે અહીં ક્લિક કરો.

ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ માટે અહીં ક્લિક કરો

શાળાની યાદી માટે અહીં ક્લિક કરો

અરજીની સ્થિતિ માટે અહીં ક્લિક કરો

પ્રિન્ટ અરજી માટે અહીં ક્લિક કરો

ADMIT CARD (પ્રવેશ પત્ર)  માટે અહીં ક્લિક કરો



આર.ટી.ઈ.એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવાની માર્ગદર્શક સૂચનાઓ



https://project303.blogspot.com/2021/06/rte-pravesh-2021.html

https://project303.blogspot.com/2021/06/rte-pravesh-2021.html

https://project303.blogspot.com/2021/06/rte-pravesh-2021.html

https://project303.blogspot.com/2021/06/rte-pravesh-2021.html

https://project303.blogspot.com/2021/06/rte-pravesh-2021.html

https://project303.blogspot.com/2021/06/rte-pravesh-2021.html

https://project303.blogspot.com/2021/06/rte-pravesh-2021.html



આર.ટી.ઈ.એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવાની માર્ગદર્શક સૂચનાઓ


 આર.ટી.ઈ.એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવાની માર્ગદર્શક સૂચનાઓ આપવા બાબત . સંદર્ભઃ- શિ.વિ.ઠરાવ ક્રમાંક : ખપ / ૧૧૨૦૨૦ સિ.ફા .૦૬ / ચ , તા .૪ / ૮ / ૨૦૨૦ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ -૨૦૦૯ અને તથા બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકારના નિયમ ૨૦૧૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ -૧ માં ૨૫ ટકા મુજબ પ્રવેશ આપવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવા શિક્ષણ વિભાગ દ્વારા તા .૪ / ૮ / ૨૦૨૦ ના ઠરાવથી જોગવાઈ કરવામાં આવેલ છે . આથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં આર.ટી.ઈ.હેઠળ ધોરણ -૧ માં વિનામૂલ્ય પ્રવેશની કાર્યવાહી માટે નીચે મુજબ સૂચનાઓ આપવામાં આવે છે . ( ૧ ) આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે તા .૨૦ / ૦૬ / ૨૦૧૧ ના રોજ વિવિધ ગુજરાતી સમાચારપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે . સદર જાહેરાતની નકલ તેમજ શિક્ષણ વિભાગનો ઠરાવપણ આપને અત્રેની કચેરી દ્વારા મોકલી આપવામાં આવેલ છે , જેનો વિગતવાર અભ્યાસ કરી ચુસ્ત અમલ કરવા જણાવવામાં આવે છે . ( ૨ ) વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખઃ : ૨૫/૦૬/૨૦૨૧ થી તા .૦૫ / ૦૭ / ૨૦૨૧ છે . ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે ડોક્યુમેન્ટની જરૂર છે તેની વિગતો વેબપોર્ટલ પર આવશ્યક દસ્તાવેજની લિંકમાં દર્શાવેલ છે . આ ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને જરૂરી સમય મળી રહે તે માટે તા .૨૧ / ૦૬ / ૨૦૨૧ થી તા .૨૪ / ૦૬ / ૨૦૨૧ સુધીનો સમયગાળો આપવામાં આવેલ છે . ( 3 ) આર.ટી.ઈ.એકટ હેઠળ પ્રવેશપાત્ર બાળકો ઓનલાઈન ફોર્મ ભરવાનું ચૂકી ન જાય તે માટે તમારા જિલ્લામાં બહોળા પ્રમાણમાં ઈલેક્ટ્રોનિક / પ્રિન્ટ મિડીયામાં પ્રચાર - પ્રસાર કરવા જણાવવામાં આવે છે . 

( ૪ ) સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડૉક્યુમેન્ટસ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે અરજી ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા coVID - 19 વૈશ્વિક મહામારીના કારણે રદ કરેલ છે . વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર - પુરાવા જેવા કે જન્મ - તારીખનો દાખલો , રહેઠાણનો પુરાવો , જાતિ / કેટેગરીનો દાખલો , તેમજ આવકનો દાખલો કેટેગરી ક્રમાંક : ૮,૯,૧૧,૧૨ અને ૧૩ માટે ) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે . ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં . સદર બાબતનો પ્રચાર પ્રસાર આપની કક્ષાએથી કરવા જણાવવામાં આવે છે . ( ૫ ) વાલીઓને માર્ગદર્શન મળી રહે તે માટે બેનર બનાવી તેમાં જરૂરી તમામ માહિતી જેવી કે પ્રવેશની કેટેગરી , આવકની મર્યાદા , જરૂરી દસ્તાવેજો , દસ્તાવેજ કયાંથી મેળવવા , વયમર્યાદા , ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂરી માહિતી , પ્રવેશ કાર્યવાહીનો કાર્યક્રમ વગેરે જિલ્લા કચેરીના નોટીસ બોર્ડ પર દર્શાવવાનું રહેશે અને જરૂર જણાયે તાલુકા કક્ષાએ હેલ્પ ડેસ્ક ઉભુ કરવાનું રહેશે . જે વિશે જિલ્લા કક્ષાએથી સ્થાનિક સમાચાર પત્રો મારફતે પ્રચાર કરવાનો રહેશે . ( ૬ ) જિલ્લા કચેરીની વિગત પુરા સરનામા સાથે અને જિલ્લા કક્ષાની હેલ્પલાઈન નંબરની માહિતી સ્થાનિક અખબારમાં પ્રસિદ્ધ કરવી જેથી વાલીઓને સરળતા રહે . તેમજ હેલ્પલાઈન નંબરની વિગત અચુક પણે વેબપોર્ટલ પર અપડેટ કરવાની રહેશે . ( ૭ ) પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યા સુધી બિનચુક જિલ્લા કક્ષાએ હેલ્પ સેન્ટર / હેલ્પલાઈન નંબર શરૂ કરવાના રહેશે . ( ૯ ) ( ૮ ) DEO / DPEO દ્વારા તા .૦૬ / ૦૭ / ૨૦૨૧ થી તા . ૧૦/૦૭/૨૦૨૧ સુધીમાં ઓનલાઈન થયેલ તમામ અરજીઓની એપૃવ / રીજેકટ કરવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે . જે પ્રવેશ ફોર્મ રીજેકટ કરવામાં આવે તેને વેબપોર્ટલ પર દર્શાવ્યા મુજબનું ચોક્કસ કારણ DEO / DPEO એ અચૂક દર્શાવવાનું રહેશે . અન્ય કારણસર " રીજેકટ કરવામાં આવી છે તેવું લખવું નહીં , સમયમર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓ એપ્રવ / રીજેક્ટ કરી શકાય તે માટે જરૂર જણાયે વધુ કર્મચારી / અધિકારીઓને કામગીરી સોંપવાની રહેશે . હાલની coVID - 19 ની વૈશ્વિક મહામારીના કારણે રીસીવીંગ સેન્ટર બંધ રાખવામાં આવેલ છે . જેથી , વાલીઓને મદદરૂપ થઈ શકાય તે માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન શરૂ કરવામાં આવેલ છે . સદર હેલ્પલાઈન નંબર પર વાલીઓને પ્રવેશ સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપવું , ઓનલાઈન અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ ફરજિયાતપણે અપલોડ કરવા તેમજ પ્રવેશ સબંધિત આનુસાંગિક માર્ગદર્શન આપવાનું રહેશે . ( ૧૦ ) જિલ્લા / તાલુકાના હેલ્પડેસ્ક ઉપર RTE પ્રવેશ પ્રક્રિયા વિશે જાણકારયોગ્ય કર્મચારીઓ / અધિકારીઓની નિયુક્તિ થાય તે ધ્યાને રાખવું . સદર કર્મચારીઓ / અધિકારીઓને પ્રવેશની જાહેરાત , આવશ્યક દસ્તાવેજો કયાથી અરજદાર મેળવી શકે તેની યાદી , FAQ ની નકલ વગેરેથી માહિતગાર કરવાના રહેશે . જેથી અરજદારની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરી શકાય .

( ૧૧ ) ઓનલાઈન પ્રવેશ ફાળવણી બાદ જે તે શાળાઓમાં વાલી સમય મર્યાદામાં પહોંચે , ઓનલાઈન પ્રવેશ ફોર્મ , એડમિટ કાર્ડ અને અન્ય જરૂરી આધાર - પુરાવાઓ શાળાઓને આપી પ્રવેશ મેળવી લે , શાળાઓ તાત્કાલિક પ્રવેશ આપે તે માટે શાળાઓને અગાઉથી પત્રથી જાણ કરવાની રહેશે . જે તે શાળાઓના વેરિફાયરને પ્રવેશ ફાળવણી બાદ શાળાઓ અને વાલીઓના સંપર્કમાં રહી સમયમર્યાદામાં પ્રવેશ કન્ફર્મ કરાવવાની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવાની રહેશે . ( ૧૨ ) તમારા જિલ્લાની આર.ટી.ઈ. પ્રવેશ આપવાપાત્ર તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની જરૂરી તમામ માહિતી ચોકસાઈપૂર્વક વેબપોર્ટલ પર અપલોડ થઈ ગયેલ હશે . તેમજ RTE હેઠળ પ્રવેશ આપવાપાત્ર 100 ટકા શાળાઓની માહિતી અપલોડ થઈ છે તેનું પ્રમાણપત્ર વેબપોર્ટલ પર સબમીટ કરી દીધેલ હશે . તેમ છતાં જો કોઈ શાળાની માહિતિ અપલોડ કરવાની બાકી હોય તો દિન -૩ માં આ કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે . જેમ કે , કોઈ શાળા બંધ થઈ ગઈ હોય , નવી મંજુરી મેળવેલ શાળા ઉમેરવાની બાકી હોય , વર્ગ વધારો મેળવેલ શાળાની વિગત ઉમેરવાની બાકી હોય , કોઈ શાળાના બોર્ડ / માધ્યમ / પ્રકાર ( કુમાર - કન્યા - મિશ્ર ) , શાળા સ્થળ ફેરફાર વગેરેમાં કોઈ સુધારો કરવાનો હોય તો દિન -૩ માં ઈન્ડેક્સ બીના સંપર્કમાં રહી સુધારાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે . સદર કામગીરી બાબતે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયામાં આ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી આપની રહેશે , જેની ખાસ નોંધ લેવી . ( ૧૩ ) ચાલુ વર્ષે મંજુરી મળેલ નવી શાળાને વેબપોર્ટલ પર ઉમેરતી વખતે ઈન્ટેક દર્શાવવા માટે RTE Seats ની કોલમમાં O અને NON RTE seats ની કોલમમાં ક o " સંખ્યા દર્શાવવાની રહેશે . તેમજ ચાલુ વર્ષે ધોરણ -૧ નો વર્ગ વધારો મેળવેલ હોય તેવી શાળાઓમાં STD 1 CLASS ની કોલમમાં મંજુરી મેળવેલ વર્ગોની સંખ્યા ઉમેરવાની રહેશે . સદર કિસ્સામાં RTE seats ના કોલમની સંખ્યા યથાવત રહેશે . અને NON RTE seats નાં કોલમમાં કુલ ધોરણ -૧ નાં વર્ગોની સંખ્યા x 40 કરી જે સંખ્યા આવે તેમાંથી RTE seats બાદ કરી સંખ્યા દર્શાવવાની રહેશે . ત્યારબાદ ઈન્ટેક કોલમમાં આવતી સંખ્યાને ચકાસી શાળાની માહિતિ અપડેટ કરવાની રહેશે . જેની ખાસ નોંધ લેવી . ( ૧૪ ) સદર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશની તમામ કામગીરી જેવી કે , હેલ્પડેસ્ક સેન્ટરની , વેરિફાયરની . શાળાઓને લગતી કામગીરી , ઓનલાઈન મળેલ અરજીઓને એપ્રવ - રિજેક્ટ કરવાની કામગીરી વગેરે નિયમાનુસાર સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવું સુચારૂ આયોજન કરવા જણાવવામાં આવે છે . ( ૧૫ ) ચાલુ વર્ષે ઓનલાઈન અરજીઓની નકલ રિસિવિંગ સેન્ટરો ઉપર મેળવવાની કાર્યવાહી સ્થગિત રાખેલ હોવાથી , અરજદાર દ્વારા ઓનલાઈન અરજી સાથે અપલોડ કરેલ જરૂરી તમામ ડોક્યુમેન્ટની જિલ્લા કક્ષાએ ઓનલાઈન યોગ્ય ચકાસણી કરી એપૂવ / રીજેક્ટની કામગીરી કરવાની રહેશે . ( ૧૬ ) આર.ટી.ઈ. પ્રવેશની કાર્યવાહીનું સમયપત્રક વેબપોર્ટલ પર મુકવામાં આવેલ છે તે મુજબ સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે .

( ૧૭ ) વેરી ફાયર , હેલ્પ ડેસ્કના કર્મચારી / અધિકારી તેમજ શાળાના આચાર્યોની જરૂરીયાત મુજબ જિલ્લા કક્ષાએથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન મિટીંગ કરી RTE પ્રવેશ કાર્યવાહી સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવાની રહેશે . ( ૧૮ ) મહાનગરપાલિકા વિસ્તારની કામગીરી ખૂબ જ યોક્કસાઈથી અને સરળતાથી થઈ શકે તે માટે DEO / DPEO / AO એ સાથે મળીને જરૂરી આયોજન કરવાનું રહેશે . ( ૧૯ ) ખાસ નોંધ : RTE વેબપોર્ટલ પર હજુ પણ કેટલિક શાળાઓનો ઈન્ટેક ૭ બતાવે છે . જે જે તે જિલ્લાની ગંભીર બેદરકારી દર્શાવે છે . આથી , તાત્કાલિક આપના જિલ્લાની માહિતિ ચકાસી જે શાળાની ઈન્ટેકની માહિતી છે દર્શાવેલ હોઈ તેમાં જે પ્રકારે સુધારો કરવાનો હોય તે તાત્કાલિક સુધારો કરવા જણાવવામાં આવે છે . સદર કામગીરી બાબતે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયામાં આ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી આપની રહેશે . 


આર.ટી.ઈ.એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવાની માર્ગદર્શક સૂચનાઓ



ક્રમ એગ્રતોમ ૧ અનાથ બાળકે ૨ 3 ૪ ૫ ૬ 5 . C ૯ 10 RTE એકટ -૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ -૧ માં પ્રવેશની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -૨૦૦૯ ની કલમ ૧૨ ( ૧ ) . ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્ય ધોરણ -૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે . જે બાળકોએ ૧ જૂન -૨૦૨૧ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે ક્રમ | અગ્રતાક્રમે સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક બાલગૃહના બાળકો બાળ મજૂર / સ્થળાંતરીત મજૂરના બાળકો મંદબુધ્ધિ / સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો , ખાસ જરૂરીયાતવાળા બાળકો / શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા -૨૦૧૬ ની કલમ ૩૪ ( ૧ ) માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો ( ART ) એન્ટિ - રેટ્રોવાયરલ થેરપી ( એઆરટી ) ની સારવાર લેતા બાળકો ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી / અર્ધલશ્કરી / પોલીસદળના જવાનના બાળકો જે માતા - પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો ૦ થી ૨૦ આંક ધરાવતાં તમામ કેટેગરી ( SC , ST , SEBC , જનરલ તથા અન્ય ) ના BPL કુંટુબના બાળકો ૧૧ અનુસૂચિત જાતિ ( SC ) તથા અનુસૂચિત જનજાતિ ( ST ) કેટેગરી ના બાળકો ૧૨ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુકત જાતિના બાળકો | સદર કેટેગરીમાં વિચરતી અને વિમુકત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે . જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકો નોંધ અગ્રતાક્રમ ( ૮ ) , ( ૯ ) , ( ૧૧ ) , ( ૧૨ ) અને ( ૧૩ ) માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ .૧,૨૦,૦૦૦ / - અને શહેરી વિસ્તારમાં રૂ .૧,૫૦,૦૦૦ / - ની આવક મર્યાદા લાગુ પડશે . પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા , આવકની અગ્રતા , વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે . પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા .૨૫ / ૦૬ / ર ૦૧૧ થી તા . ૦૫/૦૭/૨૦૨૧ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે . આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા , કયાં અધિકારીનો રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે . અરજદાર જરૂરી આધાર - પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે . સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડૉક્યુમેન્ટસ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા coVID - 19 મહામારીના કારણે રદ કરેલ છે . વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર - પુરાવા જેવા કે જન્મ - તારીખનો દાખલો , રહેઠાણનો પુરાવો , જાતિ / કેટેગરીનો દાખલો , તેમજ આવકનો દાખલો ( લાગુ પડતો હોય ત્યાં ) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે . ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે . ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી . 


https://project303.blogspot.com/2021/06/rte-pravesh-2021.html

https://project303.blogspot.com/2021/06/rte-pravesh-2021.html

https://project303.blogspot.com/2021/06/rte-pravesh-2021.html



આર.ટી.ઈ.એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવાની માર્ગદર્શક સૂચનાઓ



આર.ટી.ઈ.એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવાની માર્ગદર્શક સૂચનાઓ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR