ગુણોત્સવ નવા ફોર્મેટ માં પત્ર અને મોડ્યુલ ડાઉનલોડ કરો.

Join Whatsapp Group Join Now

ગુણોત્સવ નવા ફોર્મેટ માં પત્ર અને મોડ્યુલ ડાઉનલોડ કરો.


મહત્વપૂર્ણ લિંક 

ગુણોત્સવ નવા ફોર્મેટ માં પત્ર અને મોડ્યુલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


राष्ट्रीय शिक्षाय नीति (NEP) 2020ना प्रडर 8. Standard-setting and Accreditation for School Educationના પેરા ક્રમાંક 8.5 (D)માં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં શૈક્ષણિક ધોરણો અને અભ્યાસક્રમ સહિતની શૈક્ષણિક બાબતોનું નેતૃત્વ (NCERT સાથે પરામર્શ અને સહયોગથી) SCERT દ્વારા કરવામાં આવશે. SCERT તમામ હિતધારકો (stakeholders) સાથે વ્યાપક પરામર્શ કરીને 'School Quality Assessment and Accreditation Framework' (SQAAF) विडसावशे.

NEP 2020ની અમલવારી માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 'સાર્થક' પુસ્તિકા તૈયાર કરી તેમાં NEP 2020ના અમલીકરણના સંદર્ભમાં 297 કાર્યો નિર્ધારિત કરવામાં આવ્યાં છે. જેમાંનો ટાસ્ક ક્રમાંક 215 આ प्रमाणे छे: 'School Quality Assessment and Accreditation Framework will be developed

by SCERT as per guidelines developed by NIEPA and NCERT." ગુજરાતમાં વર્ષ 2019-20થી શાળાઓના એક્રેડિટેશન (ગુણોત્સવ 2.0)નું કાર્ય ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) ખાતે કાર્યરત ગુજરાત સ્કૂલ ક્વૉલિટી એક્રેડિટેશન કાઉન્સિલ (GSQAC) દ્વારા કરવામાં આવે છે.

NEP 2020માં ભલામણ કરવામાં આવેલ SQAAF અને વર્ષ 2019 - 20થી GCERT ખાતે કાર્યરત GSQAC અંતર્ગત તૈયાર કરવામાં આવેલ સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કના મૂળભૂત હેતુ સમાન હોવાથી વંચાણે લીધેલ ક્રમાંક (3) અને (4) અન્વયે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) ખાતે કાર્યરત ગુજરાત સ્કૂલ ક્વૉલિટી એક્રેડિટેશન કાઉન્સિલ (GSQAC) દ્વારા તૈયાર કરવામાં આવેલ School Quality Assessment and Assurance Framework (SQAAF) ના અમલીકરણ દ્વારા રાજ્યની તમામ પ્રકારની (સરકારી, અનુદાનિત અને બિન-અનુદાનિત) શાળાઓને એક્રેડિટેડ કરવા અંગે મંજૂરી પ્રાપ્ત થયેલ છે.

વંચાણે લીધેલ ક્રમાંક (4) અનુસાર GCERT ખાતે કાર્યરત GSQAC દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભલામણો અનુસાર NCERT-PARAKH, પી.એમ.શ્રી શાળાઓ તેમજ CBSE શાળાઓના એક્રેડિટેશન ફ્રેમવર્ક અને રાજ્યના ગુણોત્સવ 2.0ના ફ્રેમવર્કનો તુલનાત્મક અભ્યાસ કરીને એક વિસ્તૃત School

Quality Assessment and Assurance Framework (SQAAF) तैयार डरवामां आवे छे. GSQAC દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સાથે બિડાણમાં સામેલ રાખેલ વિસ્તૃત સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કને મંજૂરી આપવાનું અને આ ફ્રેમવર્ક દ્વારા રાજ્યની તમામ પ્રકારની શાળાઓના (સરકારી, અનુદાનિત અને બિન-અનુદાનિત) એક્રેડિટેશનની કાર્યપદ્ધતિ નક્કિ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઠરાવ:

કાળજીપૂર્વકની વિચારણાના અંતે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના પ્રકરણ 8. Standard-setting and Accreditation for School Educationના પેરા ક્રમાંક 8.5 (D)માં અને કેન્દ્ર સરકાર દ્વારા NEP 2020ના અમલીકરણના સંદર્ભમાં તૈયાર કરાયેલ 'સાર્થક' પુસ્તિકાના ટાસ્ક ક્રમાંક 215માં સૂચવ્યા અનુસાર SCERT દ્વારા શાળાઓના એક્રેડિટેશન માટે NIEPA અને NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ ગાઈડલાઇન प्रमाणेनुं 'School Quality Assessment and Accreditation Framework' (SQAAF) विडसापपुं જરૂરી છે. ગુજરાતમાં વર્ષ 2019 - 20થી GCERT ખાતે કાર્યરત GSQAC દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભલામણો અનુસાર NCERT-PARAKH, પી.એમ.શ્રી શાળાઓ તેમજ CBSE શાળાઓના એક્રેડિટેશન ફ્રેમવર્ક અને રાજ્યના ગુણોત્સવ 2.0ના ફ્રેમવર્કનો તુલનાત્મક અભ્યાસ કરીને એક વિસ્તૃત School Quality Assessment and Assurance Framework (SQAAF) - 2026 तैयार डरवामां आवेस छे, ४ ફ્રેમવર્કને આથી મંજૂરી આપવાનું ઠરાવવામાં આવે છે.


NEP 2020ના અમલીકરણના હેતુથી GSQAC દ્વારા તૈયાર કરવામાં આવેલ SQAAFના સંદર્ભમાં


નીચે મુજબની બાબતો ધ્યાને લેવાની રહેશે.

1. NEP 2020માં સૂચવ્યા અનુસાર SQAAF અંતર્ગત કરવાના થતાં સ્કૂલ એક્રેડિટેશનના કાર્યક્ષેત્રમાં રાજ્યની તમામ પ્રકારની (સરકારી, અનુદાનિત અને બિન-અનુદાનિત) તેમજ શિક્ષણના તમામ તબક્કાઓની (ફાઉન્ડેશનલ સ્ટેજ. પ્રિપેરેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજ)ની શાળાઓનો ક્રમશ: સમાવેશ કરવાનો રહેશે.

2. GCERT ખાતે કાર્યરત GSQAC દ્વારા શૈક્ષણિક પરિણામોમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે સમયાંતરે આ ફ્રેમવર્કમાં વધારાના પરિમાણો/માપદંડો વિકસાવવાના રહેશે. અને જરૂર જણાયે હાલના પરિમાણો/માપદંડોમાં ફેરફાર કરવાનો રહેશે

3. NEP 2020ના અમલીકરણના સંદર્ભમાં તૈયાર કરાયેલ 'સાર્થક' પુસ્તિકાના ટાસ્ક ક્રમાંક 215માં સૂચવ્યા अनुसार SSSA (State School Standards Authority) द्वारा SQAAFनुं अमलीडरश डरवामां આવશે. સ્કૂલ એક્રેડિટેશનના સંદર્ભમાં SSSA અંતર્ગત આ પોર્ટલ/વેબસાઇટ તૈયાર કરવાની રહેશે.

4. ઉપરોક્ત પોર્ટલ/વેબસાઇટમાં શાળાઓ દ્વારા સ્વ-મૂલ્યાંકન કરી શકવાની, સ્કૂલ એક્રેડિટેશનના પરિણામો જાહેર કરવા (Public Disclosure)ની, પરિણામોના સંદર્ભમાં શાળાઓની રજૂઆતોના સ્વીકાર અને નિકાલ (Grievance Redressal)ની વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે.

5. GCERT/GSQACને ઉપરોક્ત સુવિધાયુકત વેબસાઇટ/પોર્ટલ તૈયાર કરવા માટે સમગ્ર શિક્ષા દ્વારા જરૂરી નાણાકીય તેમજ ટેક્નિકલ સહયોગ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આવશ્યક ટેક્નિકલ સહયોગ આપવાનો રહેશે.

6. રાજ્યની પ્રત્યેક શાળા સ્કૂલ એક્રેડિટેશન માટેના નિયત પોર્ટલ / પ્લેટફોર્મ પર જઇ પોતાના સ્વ-મૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીની રહેશે.

7. સ્વ-મૂલ્યાંકન કરતી વખતે શાળાઓ વાસ્તવિકતા આધારિત મૂલ્યાંકન કરે અને અવાસ્તવિક સ્વ-મૂલ્યાંકન ન થાય તેની કાળજી સંબંધિત મુખ્ય શિક્ષક/આચાર્ય અને SMC/સંચાલક મંડળે લેવાની રહેશે. સ્વ-મૂલ્યાંકન પછી યથાસ્થિતિ બાહ્ય મૂલ્યાંકન / વેરિફિકેશનમાં 15% થી વધુ તફાવત જણાય તો સંબંધિતો સામે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી/ કમિશ્નરશ્રી શાળાઓની કચેરી દ્વારા આ અંગેની જવાબદારી સુનિશ્વિત કરવામાં આવશે.

8. જિલ્લાની શાળાઓને સ્વ-મૂલ્યાંકન માટે માર્ગદર્શિત કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની રહેશે.

9. સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકી GCERT/GSQAC દ્વારા નિયત કરવામાં આવે તેટલી શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન / વેરિફિકેશન કરવામાં આવશે. શાળાઓના બાહ્ય મૂલ્યાંકન / વેરિફિકેશનની આવૃત્તિ અને બાહ્ય મૂલ્યાંકન / વેરિફિકેશન માટેની શાળાઓની સંખ્યા નિર્ધારિત કરવાની સત્તા નિયામક - GCERTની રહેશે.

10. શાળાઓના બાહ્ય મૂલ્યાંકન / વેરિફિકેશનના સંદર્ભમાં GCERT/GSQACને જિલ્લા/ સ્થાનિક કક્ષાએ જરૂરી માનવ સંસાધનો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી દ્વારા ઉપલબ્ધ કરાવવાનાં રહેશે.

આ ઠરાવ આ વિભાગની સમાનાંકી ઈ-ફાઈલ પર સરકારશ્રીની મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ગુણોત્સવ નવા ફોર્મેટ માં પત્ર અને મોડ્યુલ ડાઉનલોડ કરો. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR