પુસ્તક વાચક સ્પર્ધાઃ ૨૦૧૯-૨૦ અંતર્ગત ઓનલાઈન બુકફેરના આયોજન બાબત

Join Whatsapp Group Join Now

પુસ્તક વાચક સ્પર્ધાઃ ૨૦૧૯-૨૦ અંતર્ગત ઓનલાઈન બુકફેરના આયોજન બાબત

મહત્વપૂર્ણ લિંક

નવો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

અગાઉનો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

શાળાનું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.

શાળા રજીસ્ટ્રેશન ની ગાઈડલાઈન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

પુસ્તક વાચક સ્પર્ધાઃ ૨૦૧૯-૨૦ અંતર્ગત ઓનલાઈન બુકફેરના આયોજન બાબત


https://project303.blogspot.com/2021/06/pustak-vachak-spardha.html



પુસ્તક વાચક સ્પર્ધા ૨૦૧૯-૨૦ અંતર્ગત ઓનલાઈન બુકફેરના આયોજન બાબત સંદર્ભઃ અત્રનો પત્રક્રમાંક : એસએસ / QEM / ૨૦૨૦-૨૧ / ૨૦૫૪૯-૫૮૭ , તા .૧૯ / ૬ / ૨૦૨૧ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , રાજયની તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક ( ધો.૬-૮ ) શાળાઓ , કેજીબીવી , સરકારી / ગ્રાન્ટેડ / આર.એમ.એસ.એ. / મોડેલ / મોડેલ ડે માધ્યમિક ( ધો .૯ ) અને ઉચ્ચતર માધ્યમિક ( ધો .૧૧ ) શાળાઓના વિધાર્થીઓ માટે ફેબ્રુઆરી –૨૦૨૦ માં ' પુસ્તક વાચક સ્પર્ધા ' યોજવામાં આવેલ હતી . આ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર તરીકે પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈ ગુજરાતી પ્રકાશક મંડળ – અમદાવાદના સહયોગથી ' ઓનલાઈન બુકફેરનું આયોજન કરવામાં આવેલ છે . પુસ્તક વાચક સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર તરીકે પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે જે - તે શાળાનાં મુખ્ય શિક્ષકશ્રીએ સંદર્ભિત પત્ર સાથે આપવામાં આવેલ માર્ગદર્શિકાને ધ્યાને લઈ તા .૩૦ ૬ / ૨૦૨૧ સુધીમાં પુસ્તક પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવા અત્રેના સંદર્ભિત પત્રથી જણાવવામાં આવેલ છે . ઉપરોકત બાબતે જણાવવાનું કે , આપના જિલ્લાની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓ , કેજીબીવી , સરકારી / ગ્રાન્ટેડ / આર.એમ.એસ.એ. / મોડેલ / મોડેલ ડે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી આ સાથે સામેલ યાદીમાં દર્શાવેલ શાળાઓ દ્વારા ઓનલાઈન બુકફેર ધ્વારા પુસ્તક પસંદગીની પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવેલ નથી . આ સાથે સામેલ યાદીમાં દર્શાવેલ આપના જિલ્લાની શાળાઓને અત્રેના સંદર્ભિત પત્ર સાથે આપવામાં આવેલ માર્ગદર્શિકાને ધ્યાને લઈ ઓનલાઈન બુકફેર ' દ્વારા પુસ્તક પસંદગીની પ્રક્રીયા તા .૧૫ / ૭ / ૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવા આપની કક્ષાએથી જરૂરી સુચના આપવા વિનંતી છે . ‘ ઓનલાઈન બુકફેર ' ધ્વારા કયા તાલુકાની , કેટલી શાળાઓ દ્વારા પુસ્તક પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે , તે જે તે સબંધિત તાલુકાના બીઆરસી કો.ઓ. www.gpmbooks.com વેબસાઈટ પર , BRC LOG ! N પર કલીક કરી , તેઓનો મોબાઈલ નંબર એન્ટર કરી , પોતાનું રજીસ્ટ્રેશન કરી જોઈ શકશે . જેથી તાલુકા કક્ષાએથી સમયાંતરે તાલુકાની વિગતો ચકાસી બાકી રહેતી શાળાઓને ઓનલાઈન બુકફેર ' ધ્વારા પુસ્તક પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવા સુચના આપી શકાય . 








https://project303.blogspot.com/2021/06/pustak-vachak-spardha.html




પુસ્તક વાચક સ્પર્ધાઃ ૨૦૧૯-૨૦ અંતર્ગત ઓનલાઈન બુકફેરના આયોજન બાબત સંદર્ભ : ( ૧ ) અત્રેનો પત્રમાંક : એસએસ / QEM / ૨૦૨૦ / ૧૦૮૦૧-૪૧ , તા .૧૬ / ૩ / ૨૦૨૧ ( ૨ ) માન.એસપીડીશ્રીની નોંધ પર મળેલ મંજુરી ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , રાજયની તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક ( ધો.૬-૮ ) શાળાઓ તેમજ સરકારી / ગ્રાન્ટેડ / આર.એમ.એસ.એ. / મોડેલ / મોડેલ ડે માધ્યમિક ( ધો .૯ ) અને ઉચ્ચતર માધ્યમિક ( ધો .૧૧ ) શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી -૨૦૨૦ માં ' પુસ્તક વાચક સ્પર્ધા યોજવામાં આવેલ હતી . આ સ્પર્ધામાં શાળા કક્ષા , કલસ્ટર કક્ષા , બ્લોક કક્ષા અને જિલ્લા કક્ષાએ ધોરણવાર વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈ.ડી. , વિદ્યાર્થીઓની વિજેતા કક્ષા ( શાળા / કલસ્ટર બ્લોક / જિલ્લાની વિગતો તેમજ સંલગ્ન શાળાઓના આચાર્યશ્રીઓના નામ , મોબાઈલ નંબર અને ઈ - મેઈલ એડ્રેસની વિગતો સંદર્ભિત પત્ર સાથે આપવામાં આવેલ માર્ગદર્શિકાને ધ્યાને લઈ જે - તે કલસ્ટરના સંબંધિત સીઆરસી કો.ઓર્ડિનેટર્સ દ્વારા ઓનલાઈન અપલોડ કરવામાં આવેલ છે . ' પુસ્તક વાચક સ્પર્ધા : ૨૦૧૯-૨૦'માં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર તરીકે પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈ ગુજરાતી પ્રકાશક મંડળ - અમદાવાદના સહયોગથી ઓનલાઈન બુકફેર'નું આયોજન કરવા સંદર્ભ – રથી અનુમતિ મળેલ છે . જે અન્વયે સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર તરીકે પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે જે - તે શાળાના મુખ્ય શિક્ષકશ્રી દ્વારા ઓનલાઈન બુકફેર'માંથી આ સાથે સામેલ માર્ગદર્શિકાને ધ્યાને લઈ પુસ્તક પસંદગીની પ્રક્રીયા હાથ ધરવાની થાય છે . ઉપરોકત બાબતોને ધ્યાને લઈ આપના જિલ્લાની તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક ( ધો . - ૮ ) શાળાઓ તેમજ સરકારી / ગ્રાન્ટેડ / આર.એમ.એસ.એ. / મોડેલ / મોડેલ ડે માધ્યમિક ( ધો .૯ ) અને ઉચ્ચતર માધ્યમિક ( ધો .૧૧ ) શાળાઓના મુખ્ય શિક્ષક / આચાર્યશ્રીઓને ઓનલાઈન બુકફેર ' માટેની આ સાથે સામેલ માર્ગદર્શિકાને ધ્યાને લઈ પુસ્તક વાચક સ્પર્ધામાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને તેમની પુરસ્કારની રકમની મહત્તમ મર્યાદામાં વધુને વધુ પુસ્તકો ઉપલબ્ધ થાય તે રીતે પુસ્તક પસંદગીની પ્રક્રીયા તા .૩૦ / ૬ / ૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવા આપની કક્ષાએથી જરૂરી સુચના આપવા વિનંતી છે . 



ઉપરોત વિષય અન્વયેના અત્રેના સંદર્ભિત પત્રથી રાજયના તમામ સીઆરસી કો.ઓર્ડિનેટર્સને ફેબ્રુઆરી -૨૦૨૦ માં યોજાયેલ દરેક કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં તેઓના કલસ્ટરના શાળા કક્ષા , કલસ્ટર કક્ષા , બ્લોક કક્ષા અને જિલ્લા કક્ષાએ ધોરણવાર વિજેતા બનેલા તમામ વિજેતા વિદ્યાર્થીઓના યુનિક આઈ.ડી. અને વિદ્યાર્થીઓની વિજેતા કક્ષા ( શાળા / કલસ્ટર / બ્લોક / જિલ્લા ) ની વિગતો , તેમજ સંલગ્ન શાળાઓના આચાર્યશ્રીઓના નામ , મોબાઈલ નંબર અને ઈ - મેઈલ એડ્રેસની વિગતો સંદર્ભિત પત્ર સાથે આપવામાં આવેલ માર્ગદર્શિકાને ધ્યાને લઈ સંપૂર્ણ ગંભીરતાથી , પૂરતી ચોકસાઈ રાખી અપલોડ કરવા સુચના આપવામાં આવેલ હતી , તેમજ જણાવવામાં આવેલ હતુ કે , નજીકના ભવિષ્યમાં યોજાનાર ઓનલાઈન પુસ્તકમેળા ' દરમિયાન સીઆરસી કો.ઓ. દ્વારા અપલોડ કરવામાં આવેલ વિગતો અંગે જો કોઈ પ્રશ્ન ઉદભવશે , તો સંબંધિત સીઆરસી કો.ઓ.ની પોતાની જવાબદારી રહેશે . જેની તમામ સીઆરસી કો.ઓ.એ ખાસ નોંધ લેવી . સંદર્ભિત પત્રથી સ્પષ્ટ સુચના આપવામાં આવેલ હોવા છતાં , તેમજ ઓનલાઈન વિગતો અપલોડ કરવા માટે ટેકનિકલ સહયોગની જરૂર પડે તો માર્ગદર્શન મળી રહે તે માટે નામ અને સંપર્ક નંબર આપવામાં આવેલ હોવા છતાં આ સાથે સામેલ યાદીમાં દર્શાવેલ કલસ્ટરના સીઆરસી કો.ઓ. દ્વારા વિગતો અપલોડ કરવાની પ્રક્રીયા હજુ શરૂ પણ કરવામાં આવેલ નથી . જે અત્યંત ગંભીર બાબત છે . ઉપરાંત કેટલાક સીઆરસી કો.ઓર્ડનટર્સ દ્વારા તેઓના કલસ્ટરની અધૂરી વિગતો અપલોડ કરવામાં આવી છે , એટલે કે , કેટલાક સીઆરસી કો.ઓ. દ્વારા ફકત કલસ્ટર કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની વિગતો અપલોડ કરી છે , જયારે તેઓના કલસ્ટરની શાળાઓમાં યોજાયેલ સ્પર્ધામાં શાળા કક્ષાએ વિજેતા બનેલ , અથવા તેઓના કલસ્ટરના કોઈ વિધાર્થી બ્લોક કલાની કે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ વિજેતા બનેલ હોય તો તે વિદ્યાર્થીઓની વિગતો અપલોડ કરેલ નથી .

વધુમાં , વેબસાઈટ પર વિગતો અપલોડ કરવાની પ્રક્રિીયા સીઆરસી કો.ઓ.ના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ થઈ શકશે તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવેલ હોવા છતાં , કેટલાક સીઆરસી કો.ઓ. દ્વારા તેઓના કલસ્ટરની શાળાઓના આચાર્યશ્રીઓને વિગતો અપલોડ કરવા કહેવામાં આવે છે . ઉપરોકત બાબતોની ગંભીરતાપૂર્વક નોંધ લેતા , પુસ્તક વાચક સ્પર્ધા ૨૦૧૯-૨૦ના એકપણ વિજેતા વિદ્યાર્થી તેઓના પ્રોત્સાહક ઈનામથી વંચિત રહી ન જાય તે માટે ઓનલાઈન બુકફેર ' માટેની વેબસાઈટ પર વિજેતા વિદ્યાર્થીઓ અને સંલગ્ન શાળાના આચાર્યશ્રીઓની વિગતો સબંધિત સીઆરસી કો.ઓ. દ્વારા અપલોડ કરવા માટેની સમયાવધિ તા .૨૫ / ૩ / ૨૦૨૧ લંબાવવામાં આવે છે . ફેબ્રુઆરી -૨૦૨૦ માં શાળા , કલસ્ટર , બ્લોક અને જિલ્લા કક્ષાએ યોજાયેલ પુસ્તક વાચક સ્પર્ધાના તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને સંલગ્ન શાળાના આચાર્યશ્રીઓની વિગતો આપના જિલ્લાના તમામ સીઆરસી કો.ઓર્ડિનેટર તા .૨૫ / ૩ / ૨૦૨૧ સુધીમાં સંપૂર્ણ ગંભીરતા અને પૂરતી ચોકસાઈથી અપલોડ કરે તે મુજબની સુચના આપની કક્ષાએથી આપવા , તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએથી આ કામગીરી માટે જરૂરી ફોલોઅપ લેવા વિનંતી છે .


પુસ્તક વાચક સ્પર્ધાઃ ૨૦૧૯-૨૦ અંતર્ગત ઓનલાઈન બુકફેરના આયોજન બાબત


 

પુસ્તક વાચક સ્પર્ધાઃ ૨૦૧૯-૨૦ અંતર્ગત ઓનલાઈન બુકફેરના આયોજન બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR