જન્મજાત પગમાં ખોડ હોવા છતાં જેમ્સે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
મહત્વપૂર્ણ લિંક
આપણામાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય . જો તમારી અંદર કંઇક કરી બતાવવાની ઇચ્છાશક્તિ હોય કે ધગશ હોય તો રસ્તામાં આવતી ગમે તેટલી અડચણ પણ તમને તમારો નક્કી કરેલો ગોલ મેળવતાં રોકી નથી શકતી . પણ જે લોકોને કાંઇ ન કરવું હોય તેઓની પાસે બહાનાં પણ અનેક મળી જાય છે . આપણે આજે એરોજ જેમ્સની વાત કરવાની છે . જેમ્સને જન્મથી જ સ્વાઈન બિફિડાની સમસ્યા છે . તેનો જન્મ લાસવેગાસમાં ૧૯૯૧ માં થયો હતો . જન્મ થયો ત્યારે જ તેના શરીરમાં સ્વાઇન બિફિડાની સમસ્યા હતી . ડૉક્ટરે તેનાં માતા પિતાને જણાવી દીધું હતું કે તમારા બાળકને જે તકલીફ છે તેને કારણે તેની કરોડરજ્જુનો વિકાસ સામાન્ય બાળક જેવો કે જેટલો નહીં થઇ શકે , તે મોટો થશે તેમ તેમ આ સમસ્યા વધતી જશે અને આ કારણે બને કે તેને આખી જિંદગી વહીલચેર ઉપર જ ગાળવી પડે . ડૉક્ટરની આગાહી સાચી નીકળી . જેમ્સને નાનપણથી જ કરોડરજ્જુની સમસ્યા હતી , તેથી તે સરખો બેસી પણ નહોતો શકતો અને ચાલવાની કે ભાંખોડિયાં ભરવાની તો વાત જ અલગ . પણ તેનું મગજ સતેજ હતું . વળી નાનપણથી જ માતા - પિતા સતત તેનો ઉત્સાહ વધારીને તેની પાસે તેનાથી થઇ શકે તેવી એક્ટિવિટિઝ કરાવતાં . નાના જેમ્સને એમાં બહુ મજા આવતી . સમય જતાં જેમ્સ બીજાં બાળકોની જેમ મારે કેમ ચાલવામાં સમસ્યા છે એવું વિચારવાને બદલે હું જે છું તેમાં જ બેસ્ટ કઇ રીતે બની શકું તે વિચારવા લાગ્યો . એક વાર તે તેનાં માતા - પિતા સાથે ગાર્ડનમાં ગયો હતો , ત્યાં તેણે સ્કેટ બોર્ડથી જમ્પ લગાવતાં યુવાનોને જોયા , ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો કે સ્કેટબોર્ડમાં પણ નીચે વ્હીલ હોય છે , હું પણ વહીલચેર ઉપર છું . હું પણ આ રીતે જમ્પ કરી શકું . તેણે તેનાં માતા - પિતાને આ વાત જણાવી . ત્યારબાદ તેની ટ્રેનિંગ લેવાની શરૂઆત થઇ . આ ટ્રેનિંગમાં તે સખત મહેનત કરતો . ઘણી પ્રેક્ટિસ બાદ તેણે સૌપ્રથમ ૨૦૦૮ માં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે રોડ ઉપર વ્હીલચેર ઉપર બેસીને ફ્લીપ મારવાનું કાર્ય કર્યું હતું . ૨૦૧૦ માં રોમ ઇટલીમાં તેણે લાઇવ ઑડિયન્સની સામે , કેમેરાની સામે સેન્ટીમીટરની ક્લીપ મારીને રેકોર્ડ બનાવ્યો હતો . મજાની વાત એ છે કે તેણે જાતે જ થોડા સમય પહેલાં પોતાનો રેકોર્ડ તોડી અને નવો વર્લ્ડ રેકોર્ડ સર્યો છે . આ વખતે તેણે સૌથી લાંબો અને સૌથી ઊંચો જમ્પ લગાવ્યો હતો , આ વખતે તેણે ૮૨ સેમી.નો જમ્પ મારીને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડીને બીજો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો .
જન્મજાત પગમાં ખોડ હોવા છતાં જેમ્સે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ