ફાયર સેફટી સર્ટિફિકેટ ઈશ્ય કરવા બાબત સ્પષ્ટતા થવા બાબત

Join Whatsapp Group Join Now

ફાયર સેફટી સર્ટિફિકેટ ઈશ્ય કરવા બાબત સ્પષ્ટતા થવા બાબત



  : - ફાયર સેફટી સર્ટિફિકેટ ઈશ્ય કરવા બાબત સ્પષ્ટતા થવા બાબત . પરિપત્રઃ સરકારશ્રી દ્વારા ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક ( સુધારા ) નિયમો , ૨૦૨૧ ની ત્રીજી અનુસૂચિ મુજબનાં બિલ્ડીંગો માટે નિયમ -૨૩ ( ૧ ) ની જોગવાઈ મુજબ ફાયર સેફટી સર્ટીફિકેટ ( ફાયર NOC ) ઈશ્ય કરવાની જોગવાઈ થયેલી છે . વખતોવખત રાજયના રીજીયનલ ફાયર ઓફીસર / ચીફ ફાયર ઓફીસર સાથે મીટીંગો દરમ્યાન ક્ષેત્રિય કક્ષાએ કામગીરી દરમ્યાન ફાયર NOC ઈશ્ય કરવા મામલે અમૂક મુશ્કેલીઓ અનુભવાય છે . જેથી આ બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી બને છે . શૈક્ષણિક સંસ્થાઓનાં કિસ્સામાં જે ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક ( સુધારા ) નિયમો , ૨૦૧૧ ની ત્રીજી અનુસુચીમાં જણાવ્યાનુંસાર ૯ મી ઉંચાઇ અને / અથવા ૫૦૦ ચો.મી . કોઈ એક કે વધુ માળનાં ક્ષેત્રફળથી ઓછાં ઉંચાઇ / ક્ષેત્રફળનાં કિસ્સામાં શૈક્ષણિક સંસ્થા દ્વારા ફાયર સેફટી સર્ટીફિકેટ લેવાની જોગવાઇ સંદર્ભે વિશેષ સ્પષ્ટતા કરતા જણાવવાનું કે , જે શૈક્ષણિક સંસ્થા ૯ મીટર કે તેથી વધુ ઉંચાઇ ધરાવતી હોય તેમજ એમાં જો બેઝમેન્ટ હોય તો એનું ક્ષેત્રફળ ૨૦૦ ચો.મીથી વધુ હોય તેવા કિસ્સામાં જ સંબંધિત ફાયર અધિકારી પાસેથી જ ફાયર સેફટી સર્ટીફિકેટ નિયમોનુસાર મેળવવાનું રહે છે . આ સિવાયના કિસ્સાઓમાં કે જેમાં શૈક્ષણિક સંસ્થા કે જેની ઉંચાઇ ૯ મીટરથી ઓછી હોય તેવા કિસ્સામાં ફ્લોર એરિયા ધ્યાને લીધા સિવાય એવી શૈક્ષણિક સંસ્થાનાં સંચાલકે ફાયર સેફટી અંગેની જરૂરી વ્યવસ્થા શૈક્ષણિક સંસ્થા દ્વારા કરી એ મતલબનું સેલ્ફ સર્ટીફીકેશન કરી એવું સર્ટીફીકેટ મંજૂરી આપનાર ઓથોરીટીને મોકલી આપવાનું રહેશે . આ ૯ ( નવ ) મીટરથી ઓછી ઉંચાઇ વાળી તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ માટે આ સાથે સામેલ ચેક લીસ્ટ મુજબની વ્યવસ્થા કરી શૈક્ષણિક સંસ્થાનાં સંચાલકે પ્રમાણપત્ર સહ શૈક્ષણિક સંસ્થાને મંજુરી આપનાર  ઓથોરીટીને મોકલી આપવાની રહે છે . દરેક જીલ્લામાં શિક્ષણ વિભાગનાં નિરિક્ષકશ્રી કે અન્ય અધિકૃત અધિકારી દ્વારા પણ આ ચેક લીસ્ટ મુજબ વખતો - વખત ચકાસણી કરવાની રહેશે .




https://project303.blogspot.com/2021/06/Fire-Safety-paripatra.html

https://project303.blogspot.com/2021/06/Fire-Safety-paripatra.html

https://project303.blogspot.com/2021/06/Fire-Safety-paripatra.html






ફાયર સેફટી સર્ટિફિકેટ ઈશ્ય કરવા બાબત સ્પષ્ટતા થવા બાબત


ફાયર સેફટી સર્ટિફિકેટ ઈશ્ય કરવા બાબત સ્પષ્ટતા થવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR