ધોરણ બે ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.

Join Whatsapp Group Join Now

 ધોરણ બે ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.


મહત્વપૂર્ણ લિંક્સ 

તમારે જે પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે 



https://project303.blogspot.com/2021/05/std-2-all-textbook.html

https://project303.blogspot.com/2021/05/std-2-all-textbook.html

https://project303.blogspot.com/2021/05/std-2-all-textbook.html






 




https://project303.blogspot.com/2021/05/std-2-all-textbook.html


ગિરા ગુર્જરીના અધ્યાપનક્ષેત્રમાં આપનું સ્વાગત છે . ભાષાની સમજણ જે - તે પ્રદેશની તાસીર અને તેમાં આંતરક્રિયા કરનારા માનવ સમુદાયોના ભાવ , ચિંતન અને વ્યવહારોના સંયોજનમાંથી બંધાય છે . દરેક ભાષામાં પોતાની આબોહવા તેમ જ સંસ્કૃતિની સોડમ હોય છે . માતૃભાષા તેમ જ અન્ય કાર્યો માટે પ્રયોજવામાં આવતી ભાષાનો વાતાવરણમાં એક પ્રકારનો તણાવ ) મૂંઝારો ઘૂંટાતો હોય છે . દૂધભાષા અને બોધભાષાના દ્વન્દ્રને આશ્લેષમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ સમજુ અગ્રણીઓએ કરવો જોઈએ . ગુજરાતી ( દ્વિતીય ભાષા ) GSL - 2 નું આ પ્રથમ ઐતિહાસિક પાઠ્યપુસ્તક પોતાનામાં અનેક સંભાવનાઓ તથા સંવેદનાઓ સંગોપીને આપના આંગણે આવ્યું છે . એમાં લખાયેલા શબ્દોમાં બદ્ધ થઈ ગયેલા વિચારો , સંવેદનાઓ તેમ જ ઉન્મેષોને વર્ગમાં પ્રવાહિત કરવાનું સુકાર્ય આપના દ્વારા થશે જ એવો સૌને વિશ્વાસ છે . આ પાઠ્યપુસ્તકની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : આ શિક્ષક - સંચાલિત અધ્યયનપોથી છે . આમાં દ્વિતીય ભાષાના અધ્યાપનના સિદ્ધાંતો અનુસાર પ્રથમ વર્ષના / દ્વિતીય વર્ષના પાંચથી છ વર્ષના બાલ - અધ્યેતા માટે સામગ્રીનું ચયન અને નિયમન કરવામાં o આવ્યું છે . શક્ય તેટલું વધુ શ્રવણ , તેને અનુસરતું સંભાષણ અને મોડે - મોડેથી ( બીજા ધોરણથી ) થતું વાચન અને લેખન એવો ક્રમ જાળવ્યો છે . બાળકોની પંચેન્દ્રિયની સક્રિયતાને , ઊર્જાને , અનુભવ - વિશ્વને , અસીમ કલ્પનાને અને અણમોલ સંવેદનશીલતાને વર્ગ - વાતાવરણમાં ક્રિયાન્વિત કરવાના ઉદેશ્યો અહીં નિશ્ચિત કરવામાં આવ્યા છે . દ્વિતીય ભાષા તરીકે ગુજરાતીનો પ્રયોગ કરીને બાળકો પોતાના સામાજિક , સાંસ્કૃતિક , વ્યાવસાયિક અને ઘરના પર્યાવરણમાં પોતાને અભિવ્યક્ત કરવા સક્ષમ અને અભિપ્રેરિત થાય તે આ પાઠ્યપુસ્તકનું લક્ષ્ય ( aim ) છે . આ પાઠ્યપુસ્તક સાથે જેમને સંકળાવાનું બનશે તેવાં શિક્ષકો તથા મા - બાપ , વાલીઓ થોડા Do's and don'ts ને ધ્યાનમાં લેશે , તો આ પુસ્તક ભણનારાં નાનકડાં 0


વહાલાં ધમાલિયાં બાળકોને મોટી સહાય મળશે ને તેઓનો પરિશ્રમ પ્રસન્નતામાં પલટાઈ જશે . ૧. શરૂઆતના ધોરણમાં બાળકોને મૂળાક્ષરો કે બારાક્ષરી લખતાં કે વાંચતાં શીખવવાનું નથી . બાળકો ગુજરાતી અક્ષરોને ‘ ચિત્ર ' તરીકે અવલોક અને ચિત્ર તરીકે જ ઓળખે છે અનુલેખન કરે એવી અપેક્ષા છે . ૨. શ્રવણ - સાંભળવું વર્ગમાં , વર્ગ - બહાર , ઑડિયો - વીડિયો માધ્યમથી કે મિત્રો - વડીલો પાસેથી તે ખૂબ - ખૂબ - ખૂબ જરૂરી છે . બલકે અનિવાર્ય છે . જે ભાષાનું બાળકના કાન દ્વારા શ્રવણ ન થાય તેનું ક્યારેય મુખ દ્વારા ઉચ્ચારણ ન થાય . બાળકોને સાદી વાર્તા , કવિતા , પ્રસંગો , સમાચારો સંભળાવતા રહો , સંભળાવતા રહો . ૩. ગુજરાતી ( દ્વિતીય ભાષા ) ના શિક્ષણમાં પ્રાથમિક તબક્કામાં ગુજરાતી વ્યાકરણ ( સંજ્ઞા , વિશેષણ , પુંલ્લિંગ - સ્ત્રીલિંગ , એકવચન - બહુવચન ) જરા પણ શીખવવાનું નથી . કેમ કે વ્યાકરણ એ “ ભાષા વિશે ’ શીખવે છે . ભાષા સ્વયં નહિ . આથી વાક્યરચના કે શબ્દો શીખવતી વખતે સંજ્ઞા - વિશેષણ - વચન , લિંગ - કાળ વગેરે અંગે કંઈ સ્પષ્ટીકરણ કરવાનું નથી . ૪. જોડણી અને ઉચ્ચારશુદ્ધિ પણ પહેલા બે - ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન બિનજરૂરી છે . આ પ્રકારની ભૂલો દર્શાવવાથી બાળકો બોલવાનું ટાળવા માંડે છે . ૫. શરૂઆતમાં બાળક નવી ભાષાનું શ્રવણ કરે ત્યારે શિક્ષક દ્વારા અપાતી ભાષા સરળ હોય , ધીમી ગતિથી રજૂઆત થાય અને વાર્તા , પ્રસંગ કે કથનમાં પ્રથમ ભાષાના કોઈક શબ્દો આવી જાય તે સ્વાભાવિક ગણાય . તે જ રીતે બાળકો બોલે ત્યારે આ કયું ટ્રી છે ? ” “ આ લીમડાનું ટ્રી છે . ' એવું બોલે તે સ્વીકાર્ય છે . ૬. ગુજરાતી શબ્દો કે વાક્યો શીખવવા માટે શાળાના માધ્યમની ભાષામાં ભાષાંતર કરવું નહિ . વર્ગમાં પરિસ્થિતિ સર્જીને તથા હાથની એક્શન કે ચહેરાના એક્સપ્રેશન દ્વારા અર્થ નિપજાવવો . ૭. પાઠ્યપુસ્તકમાં મૂકેલાં જોડકણાં , કવિતાઓ , વાર્તાઓ કહેતી કે ગાતી વખતે તે કવિતા વાર્તામાં આવતા શબ્દોના અર્થોનું સ્પષ્ટીકરણ કરવું નહિ . આ બધા ભાષાકીય ઇનપુટ ગુજરાતી ભાષામાં તેઓને રસબસ તલ્લીન ( immersion ) કરવા માટે છે . આ વાર્તા કવિતામાંથી પ્રશ્નો પૂછવા નહિ . જેમાંથી પ્રશ્નો પૂછવાના હશે તેમાં સૂચના આપી હશે . એક જ વાર્તા , કવિતા , જોડકણું વારંવાર સંભળાવો ગવડાવો . વાર્તાને અંતે જો બાળકો જાતે જ ચર્ચા કરતાં થઈ જાય તો આપેલા પ્રશ્નો પૂછવા નહિ , પણ જો ચર્ચાનું વાતાવરણ ન બને તો તેઓને પ્રશ્નો પૂછી ચર્ચા તરફ વાળવાં . ૮. વર્ગ દરમિયાન બાળકો કૂદે , થોડો અવાજ કરે , ગણગણે , ભેગાં થઈ જાય તે સ્વાભાવિક છે . તેઓની સક્રિયતા અને ઊર્જાની અભિવ્યક્તિ થવા દો . તમે પણ તેમાં જોડાઈ જાવ . ૯. દરેક એકમમાં આપેલી પ્રવૃત્તિઓ માત્ર નિદર્શન કે ઉદાહરણરૂપ ( Indicative ) છે . એ જ પ્રકારની અનેક પ્રવૃત્તિઓ તમારાં બાળકોની જરૂરિયાત પ્રમાણે ઉમેરો . વર્ગશિક્ષણમાં સહાયક થાય તેવી સાધન - સામગ્રી ( કાર્ડ , વસ્તુઓ , દેશ્ય - શ્રાવ્ય , વીજાણું ઉપકરણો ) બનાવો અને પ્રયોજો . ૧૦. વર્ગમાં ભણતાં ગુજરાતીભાષી બાળકોની ભરપૂર સહાય લો . જોડી અને જૂથકાર્યમાં તેઓને મોનિટર તરીકે કામ સોંપો . જ્યારે નવી વાક્યરચના , પ્રશ્નરચના , સંવાદો કરાવવાનાં હોય ત્યારે ગુજરાતીભાષી બાળકોને તમારી જોડીદાર તરીકે રાખો . પાઠ્યપુસ્તકની સંરચના / માળખું : પાઠ્યપુસ્તકમાં બાળકોને આકર્ષી શકે એવાં શીર્ષકો રાખ્યાં છે . જેમ કે , એકમ ૧ : ટાયર ફાટ્ય ફટાક એકમ ૨ : વાંદરા માથે ફુગ્ગાનો ટોપો એકમ ૩ : ચકલીની ચાંચમાં ચમચી એકમ ૪ : ગિલી ગિલી છૂ ... એકમ ૫ : રિમઝિમ ... રિમઝિમ ... એકમ ૬ : વાઘની ટૂંકી રિસેસ ... એકમ ૭ : વન સાદ કરે છે . એ જ રીતે જુદા જુદા બાળભોગ્ય થીમ રાખ્યા છે . જેમ કે , એકમ ૧ માં બજાર એકમ ૨ માં ક્રિયાશૃંખલા એકમ ૩ માં વાસણ - કપડાં એકમ ૪ માં જાદુગર એકમ પમાં પ્રાણીની રમતો એકમ દુમાં રિસેસટાઇમ એકમ ૭ માં જંગલ આ પ્રમાણે રચાયેલ પાઠ્યપુસ્તકને નાનકડાં બાળકો માટે ‘ આનંદપોથી ’ બની રહે તે રીતે વર્ગમાં ક્રિયાન્વિત કરવાનું અને રસિક - રોમાંચક બનાવવાનું ઉત્તરદાયિત્વ સહજપણે શિક્ષકોનું બને છે . આવી રીતે ભણાવતી વખતે વર્ગમાં ગાવા , બોલવા , અભિનય કરવા કે બડબડ કરવાની જે અવિરત તક મળે છે તે શિક્ષક અને વાલીઓ માટે આડપેદાશ તરીકે પ્રાપ્ત થતું સૌભાગ્ય છે . કોઈ લૌટા દે મેરે બચપન કે દિન ... નું વરદાન આના લેખકોને જેમ ફળ્યું , તેમ તમને સૌને પણ ફળો , તેવી અભ્યર્થના . ગુર્જર ગિરાનું માધુર્ય તમારા વર્ગમાં સંવર્ધિત થતું રહો ! નોંધ : GSL - 2 ની આ અજમાયશી આવૃત્તિ છે . આનો નવો અવતાર વધુ પ્રગતિ અસરકારક બને તે માટે તમારા વર્ગશિક્ષણ દરમિયાન તમે કરેલી | કરાવેલી પ્રવૃત્તિઓ વખતે તમને તથા બાળકોને પડેલી મજા - મુશ્કેલીઓની નોંધ કરતા રહેજો . સાથોસાથ તમારાં સૂચનો , સુધારાઓ પણ અમને પહોંચાડતા રહેજો . આપણા સહિયારા પ્રયત્નથી GSL - 1 અને GSL - 2 નાં ઉત્તમ ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકો રચી શકાશે .


૧. શરણાઈ , ઢોલક અને રંગ 

૨. દાદા ખોવાયા છે 

૩. આટલાં બધાં રમકડાં ! 

૪. જંગલબુક 

૫. મારે તો બસ રમવું છે . 

૬. પર્વતનો મુરબ્બો 

૭. આમ પણ હોય ? 

૮. સોય , સંચો ને સાબુ 

૯. આપણે સૌ તોફાની 

૧૦. કામ કરીએ ક્લક ક્લક


ગણિત - ગમ્મત ૨ આ પુસ્તકમાં શું છે ?

 ૧. શું લાંબું છે ? શું ગોળ છે ? 

૨. જૂથમાં ગણવું 

૩. તમે કેટલું ઊંચકી શકો ? 

૪. દસ - દસની ગણતરી 

૫. પૅટર્ન 

૬. પગની છાપ 

જગ અને મગ 

૮. દશક અને એકમ 

૯. મારો મજાનો દિવસ 

૧૦. અમારા અંકો ઉમેરો 

૧૧. લીટીઓ જ લીટીઓ 

૧૨. આપો અને લો 

૧૩. સૌથી લાંબું ડગલું 

૧૪. પક્ષીઓ આવે , પક્ષીઓ જાય 

૧૫. કેટલી ચોટલીઓ છે ? 





ધોરણ બે ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.



ધોરણ બે ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR