ધોરણ ત્રણ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.
મહત્વપૂર્ણ લિંક્સ
તમારે જે પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે
ધોરણ-3 ચોપડી
જ્યારે આ રાષ્ટ્રીય કક્ષાના પાઠ્યપુસ્તક બનાવવાનું કાર્ય થતું હતું ત્યારે આ પુસ્તકના વિકાસ ઉત્પાદન માટે કામ કરી રહેલ ટુકડીને રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખા ( NCF 2005 ) મુજબ હેતુઓ અનુવાદ કરવાનું કાર્ય પડકારરૂપ લાગ્યું . આ પ્રક્રિયા દરમિયાન ચર્ચા થયેલા થોડા મુદાઓ લખાણનું કામ બજાવી રહેલ ટુકડી વહેંચવા માગે છે . બાળક પોતાની આસપાસનું પર્યાવરણ સાકલ્યવાદી રીતે જુએ છે અને કોઈ પણ વિષયનું સમાયોજન વિજ્ઞાન ” અને “ સામાજિક વિજ્ઞાન ” માં કરતા નથી , તેથી એવું વિચારવાનું આવશ્યક બન્યું કે આ પુસ્તકનું બે ભિન્ન વિભાગોના બદલે સંકલન કરવું . વિયોની યાદીની કાર્યવાહીના બદલે અભ્યાસક્રમને જાતે જ જોડાયેલ અને આંતર સંબંધિત સૂચિત વિષયોની સમજનો વિકાસ કરવાનો છે . પુસ્તકમાં શારીરિક , સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભો વિવેચનાત્મક રીતે દર્શાવેલા છે , જેથી બાળકને પસંદગીઓથી માહિતગાર કરી શકાય . રાષ્ટ્રીય કક્ષાએ લખવાનો પડકાર , વિવિધ વર્ગખંડોનાં બહુ સાંસ્કૃતિક પરિમાણોને પ્રતિબિંબિત કરવાનો હતો . દરેક સમુદાય , સંસ્કૃતિ અને જીવન જીવવાની રીતને સરખું મહત્ત્વ બાળક આપે તે ખૂબ જ જરૂરી હતું . પુસ્તક લખવામાં આવ્યું ત્યારે , અમે સંબોધન કરી રહ્યા છે તે કોણ બાળક છે . તે મોટો પ્રશ્ન હતો . શું તે મોટા શહેરની મોટી શાળાનો બાળક છે અથવા ઝૂંપડપટ્ટીની શાળાનો , નાના નગરનો બાળક , ગામડાંની શાળા અથવા પર્વતીય પ્રદેશની દૂરસ્થ શાળાનો બાળક છે ? અમે કેવી રીતે આવા વિભિન્ન જૂથને સંબોધન કરીએ ? તેને જાતિ , વર્ગ , સંસ્કૃતિ , ધર્મ , ભાષા , ભૌગોલિક પરિસ્થિતિ વગેરે વિભિન્નતાનો સામનો કરવાની જરૂર પડે છે . આ પુસ્તકમાં કેટલાક આવા મુદાઓનું સંબોધન કરવામાં આવ્યું છે , જે શિક્ષકે પણ તેની પોતાની શૈલીમાં સંવેદનાત્મક રીતે ઉકેલવું પડશે . આ વિસ્તારને સંબંધિત ચિંતાઓ મુદાઓની ચર્ચા કરતા પહેલાં , તમે આ વિસ્તારના અભ્યાસક્રમ મુજબ જાઓ , જે વ્યાપક રીતે છ વિષયો જેવા કે , કુટુંબ પરિવાર અને મિત્રો , ખોરાક , પાણી , રહેઠાણ , મુસાફરી અને આપણે બનાવતા અને કરતા હોય તેવી વસ્તુઓમાં વિભાજિત કરેલ છે . જે NCERT ની વૅબસાઇટ પર ઉપલબ્ધ છે ( vwww.ncbi.nic.in છે . તે તમને તમારા વિષયને સારી રીતે સમજાવામાં અને તમારી અધ્યાપન - અધ્યયનનું આયોજન વધારે અસરકારક બનાવવામાં મદદ કરશે . પુસ્તકના વિષયવસ્તુના કેન્દ્રમાં બાળક છે , જે તેને અન્વેષણ માટે ખૂબ જ જગ્યા પૂરી પાડે છે . ગોખણપટ્ટીને અને વર્ણન તથા વ્યાખ્યાઓને ટાળવાનો અહીં સભાનપણે પ્રયત્ન કરવામાં આવ્યો છે . માહિતી આપવી સરળ છે , પરંતુ સાચો પડકાર તો બાળકને જ્યાં તે ગાઈ શકે , તેમની જિજ્ઞાસાવૃત્તિ બાંધી શકે , પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ , પ્રશ્નો પૂછે , પ્રયોગો કરવા વગેરેની તકો આપવી તે છે . તેના જ સંદર્ભમાં બાળક પુસ્તક સાથે કાર્યરત રહે તે માટે વર્ણન , કવિતા , વાર્તા , કોયડાઓ , જિગ્સો , વિનોદી વાર્તાઓ વગેરે જેવા વિવિધ પાસાઓના ઉપયોગ કરવામાં આવેલ છે . વાર્તાઓ અને વર્ણન બાળકને સંવેદનશીલ બનાવવાના સાધનની રીતે ઉપયોગ થયેલ છે , બાળકને વાર્તા વર્ણનનાં ચરિત્રો સાથે વધારે સરળતાથી તાદાભ્ય કરાવી શકાય છે . જ્ઞાનનું સર્જન કરવામાં બાળકનો સક્રિય ભાગ લેવો એ મહત્ત્વનું છે . પુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓનો ખપ છે કે , બાળકોને અવલોકન માટે બગીચાઓ , ખેતરો , જળ - સંસ્થાઓ , સમુદાયોમાં વગેરે જગ્યાઓ લઈ જવાની , પર્યાવરણ - અભ્યાસ પ્રાથમિક રીતે વર્ગખંડની દીવાલોની બહાર પુનરુક્ત કરવામાં આવે . બાળકના સ્થાનિક જ્ઞાનને શાળાના જ્ઞાન સાથે જોડવાના પ્રયત્નો કર્યા છે . અહીં તે દર્શાવવું જરૂરી છે કે , પુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓ ફક્ત સૂચક છે . પ્રવૃત્તિઓ અને સાધનો બંને શિક્ષકો દ્વારા સ્થાનિક સંદર્ભો મુજબ સુધારી શકાય છે . પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાય અંતે આપવાના બદલે પાઠમાં આંતરિક રીતે સમાવેશ કરેલ છે . પુસ્તકમાં ખૂબ જ વિવિધતાપૂર્ણ પ્રવૃત્તિઓ આપેલ છે જેથી બાળકને સર્જન , અવલોકન , દોરવું , વિભાજિત કરવું , બોલવું , પ્રશ્નો , લખવું , યાદી વગેરેની બાળકને તકો મળે . ઘણીબધી પ્રવૃત્તિઓ તેઓને વસ્તુઓને હાથમાં લઈ કુશળ વ્યવહાર કરવા તક આપશે જેથી તેઓમાં ઉચ્ચારણ કુશળતાનો વિકાસ થાય . કેટલાક તેઓની સર્જનાત્મક અને રચનાત્મક કુશળતાની સાથે તેમની રસલક્ષી ઇન્દ્રિયોને સમાદ કરી . બાળકોની સરળતા માટે દરેક પ્રવૃત્તિઓ ચર્ચા દ્વારા તેઓ જે અવલોકન કરે અને શીખે તેનું એકીકરણ કરવામાં આવે છે . ઉપર્યુક્ત પ્રશ્નો અથવા સૂચકો સાથે બાળક જ્યાં એકલો ના પહોંચી શકે તેનાથી આગળ તેની સમજને વધારવાની છે . બાળકોને પુસ્તક અને શિક્ષકો સિવાય બીજા સ્ત્રોતો જેવા કે કુટુંબીજનો , સમુદાયના સભ્યો , સમાચારપત્રો , પુસ્તકો વગેરેથી જાણવા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં છે . આ બતાવે છે કે , ફક્ત પાઠ્યપુસ્તક જ માહિતીનો સોત નથી . ઇતિહાસની સમજનો વિકાસ કરવા બાળકોને વૃદ્ધો પાસેથી ભૂતકાળ જાણવા પ્રોત્સાહિત કરે છે . આ પ્રવૃત્તિઓથી વાલીઓ અને સમુદાયના સભ્યોને શાળામાં સાંકળવા અને શિક્ષકોને બાળકની પૃષ્ઠભૂમિ જાણવામાં વૃદ્ધિ કરશે . બાળકોનાં પુસ્તકોમાં ઉદાહરણ એક મહત્ત્વનો ભાગ છે . લખાણ - ટુકડીએ ધ્યાનમાં રાખ્યું છે કે , પુસ્તકમાં ઉદાહરણો લખાણની પ્રકૃતિ પ્રતિબિંબિત કરે છે . ઉદાહરણ દ્વારા વિષયવસ્તુનો વિકાસ મોટી વિચારણા છે . ઉદાહરણો એવી રીતે લેવામાં આવ્યાં છે કે , જે લખાણની શૈલીનું પૂર્ણ રીતે અભિવાદન કરે છે . ઉદાહરણો બાળકને આનંદ અને પડકાર પૂરાં પાડે તેવા હોવા જોઈએ . પ્રવૃત્તિઓને જુદી તારવવા ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે . તેની યાદીનો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે . પુસ્તક બાળકોને જુદા - જુદા પ્રકારની જેવી કે વ્યક્તિગત રીતે , નાના જૂથમાં અને મોટા જૂથમાં પણ કામ કરવાની તક પૂરી પાડે છે . જૂથમાં અભ્યાસથી દેશ્ય અભ્યાસ અને વ્યવહાર - કુશળતામાં વધારો કરે છે . જૂથમાં કામ કરતાં બાળકો ખાસ કરીને હસ્તકલાનો અને કલાના અભ્યાસની મજા માણે છે . બાળકો જ્યારે તેમની સર્જનાત્મક સાહસોને નકારવાના બદલે અથવા તેમના મોટેરાઓ દ્વારા અવગણના , ઓછું મહત્ત્વ આપવાના બદલે પ્રોત્સાહન મળે તો ઉત્સાહિત થઈને પ્રતિસાદ આપે છે અને ખુશ થાય છે . પુસ્તકમાં પ્રવૃત્તિઓ અને પ્રશ્નોનો ઉદ્દેશ ફક્ત બાળકના જ્ઞાનને ચકાસવાનો જ નહિ , પરંતુ બાળકોને પોતાની જાતને અભિવ્યક્ત કરવાની તક પૂરી પાડવાનો છે . બાળકોને આ પ્રવૃત્તિઓ અને પ્રશ્નો પર કામ કરવા પૂરતો સમય આપવો જોઈએ , જ્યાં સુધી દરેક બાળકને પોતાની ગતિ ના મળે ત્યાં સુધી આગળ જાય નહિ . દરેક શિક્ષક મૂલ્યાંકન માટે પોતાના વિદ્યાર્થીઓ માટે પોતાની અધ્યાપનની રીત અને સ્થાનિક સંદર્ભોના ઉપયોગથી પોતાની કલ્પનાશક્તિનો વિકાસ કરે . પર્યાવરણ - અભ્યાસમાં આકારણી માટે અભ્યાસ અને મૂલ્યાંકનની પ્રક્રિયાને સારી રીતે સમજવા , NCERT એ પ્રાથમિક કક્ષાએ આ વિસ્તાર પર પુસ્તકના સ્રોતોનો વિકાસ કર્યો છે . તમે આ લખાણ મુજબ જશો તો તે ઘણું ઉપયોગી નીવડશે . બાળકનું વર્ગમાં અથવા બહાર સંપાદિત કરેલાં કામ દ્વારા તેની ક્ષમતાઓ કૌશલ્યોનું પ્રાથમિક રીતે મૂલ્યાંકન થવું જોઈએ . મૂલ્યાંકન એ સતત અને સર્વગ્રાહી પ્રક્રિયા છે અને બાળકની તેણે કરેલ અવલોકન , પૂછેલ પ્રશ્નો , દોરેલું , ચર્ચાઓ , જૂથમાં લખેલું વગેરેથી આકારણી થવી જોઈએ . વર્ગખંડમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અનુસરવા અધ્યયન - અધ્યાપન પ્રવૃત્તિઓ અને પ્રશ્નોનો પુસ્તકમાં આંતરિક સમાવેશ કરેલ છે . તમારે પણ તે જ રીતે અનુસરવાનું છે . જ્યારે પુસ્તકીય સાધનોનો વિકાસ કરવામાં આવ્યો ત્યારે એક મોટી ચિંતા બાળક સમક્ષ આપણા સમાજની મોટી વિવિધતા જેવી કે આપણી શારીરિક ક્ષમતાઓ , આર્થિક પૃષ્ઠભૂમિ , વર્તન વગેરે જેવી વસ્તુઓ તેના માર્ગમાં પ્રતિબિંબિત થાય છે અને ક્યાં રહીએ છીએ , કેવી શાળામાં જઈએ છીએ , કેવી રીતે વાત કરીએ છીએ , વિચારવાની રીત , ખાવાનું , પહેરવેશ , સામાન્ય સુવિધાઓ વગેરે યોગ્ય રીતે સંવેદનશીલતાપૂર્વક રજૂ કરવાની હતી અને ઇચ્છીએ છીએ દરેક બાળક દરેક સમાજની વિવિધતા ઓળખે , આ વિવિધતાને માન આપે અને પ્રોત્સાહિત કરે તે જરૂરી છે . શિક્ષકોએ આવા સામાજિક મુદ્દાઓને સંવેદનશીલતાપૂર્વક હાથ ધરવા વધારે સાવધાન રહેવું પડશે , ખાસ કરીને જ્યારે વર્ગના ખાસ જરૂરી હોય તેવા બાળકોને અથવા મુશ્કેલીભર્યા બનાવોના સમયે . લખાણ - ટુકડી ફક્ત બાળકોને જ નથી જોતી પરંતુ શિક્ષકોને પણ જુએ છે , જે વ્યક્તિગત રીતે જ્ઞાનનું સર્જન કરે છે અને જે - તે પોતાના અનુભવોથી સર્જે છે . પુસ્તક શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવાતા અધ્યયન અધ્યાપનના ઘણાંબધાં સાધનોમાંથી એક છે , જેની આસપાસ શિક્ષક પોતાની અધ્યયન - પ્રક્રિયા ગોઠવી બાળકોને અધ્યયનની તક પૂરી પાડે છે . NCF - 05 મુજબ પર્યાવરણ અભ્યાસ વર્ગ 1 અને વર્ગ 2 ના અભ્યાસક્રમમાં સમાવેશ કરેલ નથી . તેમ છતાં જરૂરી ક્ષમતાઓ કૌશલ્યો અને ચિંતા ભાષાકીય અને ગાણિતિક રીતે સંકલિત કરી સંધિ કરવામાં આવી છે . આ દિશામાં , NCERT એ શિક્ષકો માટેની માર્ગદર્શિકા , “ પર્યાવરણ - અભ્યાસ ભાષા અને ગાણિતિક ક્ષમતાઓ દ્વારા આગળના વર્ગના ” નામે બહાર પાડી છે , જેમાં ઘણીબધી પ્રવૃત્તિઓનો સમાવેશ કરેલ છે જે તમને પર્યાવરણીય ભાગોને ભાષાકીય અને ગાણિતિક રીતે તે કક્ષા સાથે સંધિ કરવામાં મદદ કરશે . જો તમે વર્ગ 3 માં અધ્યયન - અધ્યાપન પ્રવૃત્તિની શરૂઆત કરતા પહેલાં તે જોશો તો તે તમારા વિષયવસ્તુના વિસ્તારમાં સમજ કેળવવા સઘન બનશે .
ધોરણ ત્રણ ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.