વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2020 -21 નમૂનાઓ | મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા
મહત્વપૂર્ણ લિંક.
વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2020 -21 નમૂનાઓ | મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા માટે પ્રસ્તાવના : બધા બાળકો કુદરતી રીતે શીખવા માટે તત્પર અને સક્ષમ હોય છે . બાળકો સહજ રીતે શીખતા હોય છે . અને તેઓ પોતાની પ્રવૃત્તિ દ્વારા જ જ્ઞાન મેળવે છે . બાળકો પોતાની આસપાસનું વાતાવરણ , પ્રકૃત્તિ , વસ્તુઓ અને લોકો સાથેનાં પરસ્પર વ્યવહાર અને ભાષા દ્વારા ઘણું બધુ શીખતા હોય છે . તેઓ નવા વિચારોને તેમના પદાર્થો અને પ્રવૃત્તિઓ અંગેના અગાઉનાં જ્ઞાન અને વિચારો સાથે જોડી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે . વિજ્ઞાન અને ગણિતમાં રચનાત્મકતા અને આવિષ્કારિકતાને પ્રોત્સાહિત કરવા માટે ( NCF- 2005 ) માં પ્રવૃત્તિઓ , પ્રયોગો અને તકનિકી મોડ્યુલ્સને મહત્વ આપવામાં આવેલ છે . તે વિવિધ માધ્યમોના પ્રસારણ જેમકે શાળા , તાલુકો , જિલ્લો , રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શનના આયોજન દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના અમલીકરણને પણ પ્રોત્સાહિત કરે છે . રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ( NCERT New Delhi ) દર વર્ષે વિદ્યાર્થીઓ , શિક્ષકો અને સામાન્ય લોકોમાં વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ શિક્ષણની લોકપ્રિયતા વધારવા JNNSMEE ( Jawaharlal Nehru National Science Mathematics and Environment Exhibition ) નું આયોજન કરે છે . રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન રાજ્યો , કેન્દ્ર શાસિત પ્રદેશો અને અન્ય સંસ્થાઓ દ્વારા જિલ્લા કક્ષાએ . ઝોન કક્ષાએ , ક્ષેત્રીય કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અગાઉના વર્ષે ઓયોજિત થયેલ પ્રદર્શનોનું સમન્વય છે . તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો , કેન્દ્રીય વિદ્યાલય સંગઠન , નવોદય વિદ્યાલય સમિતિ , પરમાણું ઉર્જા વિભાગના કેન્દ્રીય વિદ્યાલયો , CBSE સાથે સંલગ્ન સ્વ નિર્ભર શાળાઓ તથા વિભાગીય શિક્ષણ સંસ્થાઓ દ્વારા પ્રમાણિત બહુઉદ્દેશીય શાળાઓના પસંદ થયેલા નમૂનાઓ રાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ભાગ લે છે . છેલ્લા ઘણા વર્ષોની જેમ આ વર્ષે ૨૦૨૦-૨૧માં પણ CRC , BRC અને જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાશે . નવેમ્બર ૨૦૨૧ માં યોજાનાર ( JNNSMEE ) ની તૈયારીનું આ પ્રથમ ચરણ છે . પ્રદર્શનના મુખ્ય હેતુઓ આ પ્રમાણે છે . બાળકોને પોતાની સ્વાભાવિક જીજ્ઞાસા અને રચનાત્મકતા માટે એક માધ્યમ
. ઉપલબ્ધ કરવું જ્યાં તેઓ પોતાની જ્ઞાન પિપાસા માટે શોધખોળ કરી શકે . બાળકોની આજુ બાજુ થઈ રહેલી ગતિ - વિધિઓમાં વિજ્ઞાનની અનુભૂતિ કરાવવી તથા ભૌતિક અને સામાજિક પર્યાવરણથી શીખવાની પ્રક્રિયા જોડી જ્ઞાન પ્રાપ્ત કરવો તથા વિવિધ સમસ્યાઓના સમાધાન માટે પ્રેરિત કરવાં . • આત્મનિર્ભરતા , સામાજિક તથા આર્થિક પર્યાવરણ વિકાસનાં લક્ષ્યની પ્રાપ્તિ માટે વિજ્ઞાન અને તકનિકીનાં વિકાસને એક મહત્વના સાધન તરીકે ભાર આપવો . • વિજ્ઞાન અને તકનિકીનો વિકાસ કેવી રીતે થયો છે તેનું વિશ્લેષણ કરવું તથા તેના પરની વિવિધ વ્યક્તિઓ , સંસ્કૃતિઓ અને સમાજની અસરો જોવી . • ખેતી , ખાતર , ખોરાક ઉત્પાદન પ્રક્રિયા , બાયો ટેકનોલોજી , પ્રદૂષણમુક્ત ઉર્જા , માહિતી અને આદાન પ્રદાન ટેકનોલોજી , આપત્તિ વ્યવસ્થાપન , પરિવહન , ખગોળ વિજ્ઞાન , રમતો અને ખેલકૂદ તથા વાતાવરણમાં પરિવર્તનની સમસ્યાઓનો સામનો વગેરે જેવા ક્ષેત્રોમાં નવા ઉપાયો શોધવામાં વિજ્ઞાન અને ગણિતની ભૂમિકાની પ્રશંસા અને સરાહના કરવી . બાળકોને પર્યાવરણીય સબંધી સમસ્યાઓ પ્રત્યે જાગૃત કરવા અને તેમની જરૂરિયાતો ઓછી કરવા તથા તેમને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવાં . બાળકો કુદરતી રીતે જ તેમના પર્યાવરણનાં પ્રશ્નો સંદર્ભે જીજ્ઞાસુ અને રચનાત્મક હોય છે . જો આજના બાળકો સમસ્યાનો સામનો કરવા , સમસ્યા ઉકેલવા અને નવા વિચારોના સર્જનમાં સતત વ્યસ્ત રહે તો આપણે આપણાં બાળકોને આવતીકાલના પડકારો માટે તૈયાર કરી શકીએ . માનવજાતે તેના વિકાસ , સુખ સુવિધા સલામતી અને મહત્વકાંક્ષા માટે દુનિયાના મર્યાદિત સ્ત્રોતો પર પુષ્કળ દબાણ લાદી પુષ્કળ અસમાનતા અને સ્ત્રોતોનું બિન જરૂરી શોષણ કર્યું છે . તેને પરિણામે સ્ત્રોતોનો ઉપયોગ ટકાઉ રહ્યો નથી . સંયુક્ત રાષ્ટ્ર સંઘ ‘ Global Resource Out look 2019 પ્રમાણે ૧૯૭૦ થી સ્ત્રોતોનો વિશ્વમાં ત્રણ ગણો નિકાલ થયેલ છે . અધાતુ અને ખનીજનો ઉપયોગ અને ૪૫ % અમિ બળતણનાં વધારાથી પાંચગણો નિકાલ વધશે . તે જ રીતે ખૂબ જ અગત્યના સ્ત્રોત એવા શુધ્ધ પાણીની પણ વિશ્વવ્યાપી તીવ્ર તાણ ઉભી થશે . સંયુક્ત વિશ્વ સંઘ
પાણી વિકાસ અહેવાલ ૨૦૧૯ પ્રમાણે ૨ અબજ લોકો પાણીની તંગી અને ૪ અબજ લોકો વર્ષમાં ૧ મહિનો પાણીની તીવ્ર અછતનો અનુભવ કરશે . પાણીની તાતી જરૂરિયાત , માંગ , ઉભી કરવા પાણીનો મર્યાદિત સ્ત્રોત તરીકે ઉપયોગ કરવો પડશે . વિશ્વ વિકાસ અને પાણીની જરૂરિયાત વચ્ચેના જટિલ સંબંધ માટે આબોહવા બદલાવ અને જૈવિક ઉર્જા વિસ્તારવી પડશે . એ સાચી વાત છે કે- “ જળ એ જ જીવન છે " તેથી સૌની જવાબદારી બને છે કે આ અગત્યના સ્ત્રોતની જાળવણી અને સંરક્ષણ કરે . પાણી અને આરોગ્ય સ્વચ્છતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ભારત સરકારે આ ક્ષેત્રમાં સારુ એવુ રોકાણ વધાર્યું છે . આપણે સૌ જાણીએ છીએ કે આજે વિશ્વ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તે માત્ર કોઈ શહેર , રાજ્ય કે દેશ પૂરતી મર્યાદિત નથી , તેનાથી વધુ આ બધી વૈશ્વિક સમસ્યાઓ છે . અને આ સમસ્યાના સમાધાન માટે વિશ્વના બધા દેશોએ સંગઠનથી સાથે કામ કરવાની જરૂર છે . વિશ્વની સમસ્યાના ઉકેલ માટે લોકો અને પૃથ્વીની શાંતિ અને સમૃદ્ધિ આજે અને ભવિષ્યમાં લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના બધા જ સભ્યોએ ટકાઉ વિકાસનો ૨૦૩૦ ની કાર્યસૂચિ જેમાં ૧૭ વિવિધ ટકાઉ વિકાસના લક્ષ્ય બિંદુઓની સાથે સાથે ૧૬૯ ધ્યેયોને પણ સાંકળેલ છે તે સ્વીકાર્યું છે . પ્રકૃતિ અને વિશ્વની શોધ અને સમજણ માટે વિજ્ઞાન અને ગણિત એ શક્તિશાળી સાધન છે . સમાજ જે સમસ્યાઓનો સામનો કરે છે તેના નિવારણમાં વિજ્ઞાન અને ગણિતે પણ મહત્વની ભૂમિકા ભજવી છે . અને એક મહત્વના સાધન તરીકે સામાજિક , આર્થિક વિકાસ , સ્વનિર્ભરતાના લક્ષ્યને પ્રાપ્ત કરેલ છે . આ શક્તિશાળી સાધનોને ઓળખી અને પ્રોત્સાહિત કરીએ જેથી સમાજ જે સમસ્યાઓનો સામનો કરી રહી છે . તેમાંથી બહાર આવી સારા ભવિષ્ય નિર્માણમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સમાધાન તરફ દોરી જાય . જેના વિષય રાજ્યકક્ષાએ બાળકો માટેનો રાજ્યકક્ષાના વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ( SLSMEE ) ૨૦૨૦-૨૧ દરમ્યાન તકનિકી અને રમકડા તરીકે પસંદ થયું . સાતત્યપૂર્ણ વિકાસનો અર્થ એ છે કે ભાવિ પેઢીની જરૂરિયાતો સાથે સમાધાન કર્યા વગર વર્તમાનની જરૂરિયાતો સંતોષાય તેનો અર્થ તે વસ્તુ માટે
નથી કે આપણે અવિરત તેનો ઉપયોગ કર્યા કરી ભાવિ પેઢી માટે તેમના પૂરતું પણ ના છોડીએ . ભારત સરકારની મુખ્ય કાર્યક્રમો જેવાકે મહાત્મા ગાંધી ગ્રામ્ય રોજગાર અધિનિયમન કાયદો ( MGNREGA ) પ્રધાનમંત્રી જનધન યોજના ( PMJDY ) , પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( આયુષ્યમાન ભારત યોજના ) કૌશલ્ય વિકાસ , સ્વચ્છ ભારત અભિયાન ( Clean India Campaign ) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના , બેટી બચાવો બેટી પઢાવો ( Save the girl child - Educate the girl child ) gal મહત્વના લક્ષ્યોને પ્રાપ્ત કરવાના આ કેટલાક પગલા છે . વિષય અને પેટા વિષય એ સ્પષ્ટ કરે છે કે SLSMEE - ૨૦૨૦ - ૨૧ એ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે રાષ્ટ્રસંઘે પ્રતિપાદિત કરેલા સાતત્ય પૂર્ણ વિકાસ પર ભાર આપે છે . આ સંદર્ભમાં એવી કલ્પના છે કે બાળકો અને શિક્ષકો વિશ્વનાં સાતત્ય પૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને તકનિકીના બધાજ પાસાઓનું વિશ્લેષણ કરે . આ શિક્ષકો અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અને ગાણિતિક વિચારો અને નમૂના નિર્માણ કરવા વિવિધ સમસ્યા સંબંધિત પ્રદર્શન કરવા સક્ષમ બનાવશે . આ સંદર્ભમાં વૈજ્ઞાનિક વિચારો કંઈક નાવિન્યપૂર્ણ નિર્માણ માટે સાદી તકનિકી નિર્માણ કરી / સાધનોની નવી જરૂરિયાતો ઉભી કરે . વિજ્ઞાન અને તકનીકીના વિકાસમાં વસ્તીના નીચેના સ્તર સુધીની ભાગીદારીને સક્ષમ બનાવે . વિજ્ઞાન , ગણિત અને તકનિકીની વૃદ્ધિ થકી દેશ માટે નાવિન્ય પૂર્ણ ઈકો – સિસ્ટમનું નિર્માણ કરે , એવા કેટલાક ઉદાહરણો કે જેમાં બાળકો અને તેમના શિક્ષકો કેટલીક યોજના વિશે વિચારે કે જે નવીન હોય અને ભવિષ્યમાં અમલીકરણમાં મૂકાય તેવી હોય . મોટા ભાગે આવી કેટલીક યોજનાઓ નમૂના કે પ્રદર્શન સ્વરૂપે રજૂ કરવી શક્ય બનતી નથી . બધા સ્તરના પ્રદર્શનના વ્યવસ્થાપકો વિદ્યાર્થીઓને અને શિક્ષકોને આવી યોજનાઓની રજૂઆત અને ચર્ચા માટે તક પૂરી પાડે છે . બાળકો અને શિક્ષકોએ વિશ્વમાં સારા ભવિષ્ય માટે ક્યાં અને કેવી નવી પ્રક્રિયાઓ , સંશોધન અને વિજ્ઞાન , તકનિકી અને ગણિત વિકાસને ઓળખવો પડશે . વિજ્ઞાન વિષયના ક્ષેત્રમાં એ જરૂરી છે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં બાળકોમાં ઉત્તેજના અનુભૂતિ ઉભી કરે તેના માટે અધ્યેતાને વિજ્ઞાનની
વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2020 -21 નમૂનાઓ | મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા