Join Whatsapp Group
Join Now ધોરણ 3 થી 8 માં પ્રથમ સત્ર ની ત્રિમાસિક કસોટી માટેના 40 ગુણના મોડલ પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક ગુજરાતી
મહત્વપૂર્ણ લિંક સામાજિક વિજ્ઞાન
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ની ત્રિમાસિક કસોટીની પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ધોરણ.૩ થી ૮ ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી બાબત પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 3 થી 8 ત્રિમાસિક મૂલ્યાંકન 2026 ગુણ શીટ Excel ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 3 થી 8 માં પ્રથમ સત્ર ની ત્રિમાસિક કસોટી માટેના 40 ગુણના મોડલ પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો.
તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં પ્રથમ ત્રિમાસિક પરીક્ષા-૨૦૨૬ નો કાર્યક્રમ નીચેની વિગતે રાખવામાં આવેલ છે, જેનું તમામ પ્રાથમિક શાળાઓએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
પ્રથમ ત્રિમાસિક પરીક્ષા ૨૦૨૬-૨૭ સમયપત્રક (ધોરણ ૩ થી ૮)
| તારીખ | વાર | ધોરણ | વિષય | સમય | ગુણ |
|---|---|---|---|---|---|
| ૧૭/૦૮/૨૦૨૬ | સોમવાર | ૬ થી ૮ | સામાજિક વિજ્ઞાન | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૧૮/૦૮/૨૦૨૬ | મંગળવાર | ૩ થી ૫ | ગુજરાતી (પ્રથમ/દ્વિતીય ભાષા) | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૧૮/૦૮/૨૦૨૬ | મંગળવાર | ૬ થી ૮ | ગુજરાતી (પ્રથમ/દ્વિતીય ભાષા) | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૧૯/૦૮/૨૦૨૬ | બુધવાર | ૩ થી ૫ | ગણિત | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૧૯/૦૮/૨૦૨૬ | બુધવાર | ૬ થી ૮ | ગણિત | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૨૦/૦૮/૨૦૨૬ | ગુરુવાર | ૩ થી ૫ | હિન્દી (પ્રથમ ભાષા) | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૨૦/૦૮/૨૦૨૬ | ગુરુવાર | ૬ થી ૮ | હિન્દી (દ્વિતીય ભાષા) | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૨૧/૦૮/૨૦૨૬ | શુક્રવાર | ૩ થી ૫ | પર્યાવરણ | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૨૧/૦૮/૨૦૨૬ | શુક્રવાર | ૬ થી ૮ | વિજ્ઞાન | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૨૨/૦૮/૨૦૨૬ | શનિવાર | ૬ થી ૮ | સંસ્કૃત | ૦૮:૦૦ થી ૧૦:૦૦ | ૪૦ |
| ૨૪/૦૮/૨૦૨૬ | સોમવાર | ૩ થી ૫ | અંગ્રેજી (પ્રથમ/દ્વિતીય ભાષા) | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૨૪/૦૮/૨૦૨૬ | સોમવાર | ૬ થી ૮ | અંગ્રેજી (પ્રથમ/દ્વિતીય ભાષા) | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૨૫/૦૮/૨૦૨૬ | મંગળવાર | ૩ થી ૫ | પ્રથમ ભાષા (મરાઠી/ઉડિયા/તેલુગુ/તમિલ/ઉર્દૂ) | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
| ૨૫/૦૮/૨૦૨૬ | મંગળવાર | ૬ થી ૮ | પ્રથમ ભાષા (મરાઠી/ઉડિયા/તેલુગુ/તમિલ/ઉર્દૂ) | ૧૧:૦૦ થી ૧૩:૦૦ | ૪૦ |
પ્રથમ ત્રિમાસિક કસોટી સામાન્ય સૂચનાઓ
૧) ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭માં સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં પ્રથમ સત્રમાં તારીખ ૧૭ ઓગસ્ટથી ૨૫ ઓગસ્ટ દરમિયાન દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે સામેલ છે.
૨) સદર કસોટી માટે જી.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે, જે જી.સી.ઈ.આર.ટી.ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
૩) સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જી.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે.
૪) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.
૫) કસોટી કોમ્પેટન્સી-લર્નિંગ આઉટકમ્સના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિ ટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે. આ કસોટીમાં ૩૦% પ્રશ્નો પરખરાષ્ટ્રીય સર્વેક્ષણ જેવી કસોટીમાં પૂછાતા MCQ પ્રકારનાં પૂછવાનાં રહેશે.
૬) ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાખેલા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal (http://schoolattendancegujarat.in/) પર તેમજ દરેક શાળાના ઇ-મેઇલ આઇ.ડી. પર ૧૫ ઓગસ્ટ સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
૭) શિક્ષકો સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલાં પ્રશ્નો જેવા અન્ય પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જી.સી.ઈ.આર.ટી.ની વેબસાઇટ પર અગાઉના વર્ષોની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેંક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શકશે.
૮) સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઇલે રાખવાના રહેશે.
૯) દર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે સત્રાંત/વાર્ષિક પરિણામપત્રકમાં ગણવાના રહેશે.
૧૦) દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્નબેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે.
૧૧) આ કસોટીના માર્ક્સની એન્ટ્રી માટે સમગ્ર શિક્ષા દ્વારા જે મુજબ સૂચના મળે તે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
૧૨) સદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનીટરિંગ સ્ટાફ (CRC-BRC કો-ઓર્ડિનેટર, BRP, કેળવણી નિરીક્ષક, TPEO, SSA જિલ્લા કો-ઓર્ડિનેટર, DIET લેક્ચરર વગેરે) દ્વારા સઘન મોનીટરિંગ કરાવવાનું રહેશે.
૧૩) આપના તાબાની તમામ શાળાઓમાં સદર ત્રિમાસિક કસોટી આયોજન કરવા માટે જણાવવામાં આવે છે.
નોંધ:- જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ વિષયોની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ યોજવાની રહેશે. કસોટીના સમય માટે સવારની પાળી માટે સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ અને બપોરની પાળી
માટે બપોરે ૦૧:૦૦ થી ૦૩:૦૦ રહેશે.
ધોરણ 3 થી 8 માં પ્રથમ સત્ર ની ત્રિમાસિક કસોટી માટેના 40 ગુણના મોડલ પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો.
