પ્રોજેકટ ઈન્કલુઝન અંતર્ગત ઓનલાઈન તાલીમ પૂર્ણ કરવા માટે તમામ માહિતી.

Join Whatsapp Group Join Now

પ્રોજેકટ ઈન્કલુઝન અંતર્ગત ઓનલાઈન તાલીમ પૂર્ણ કરવા માટે તમામ માહિતી.



મહત્વપૂર્ણ લિંક 

પ્રોજેક્ટ ઇન્ક્લુઝન એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

પ્રોજેક્ટ ઇન્ક્લુઝન તાલીમ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો







પ્રોજેકટ ઈન્કલુઝન અંતર્ગત ઓનલાઈન તાલીમ પૂર્ણ કરવા બાબત.

ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સમગ્ર શિક્ષાની સમાવેશી શાખા અંતર્ગત દિવ્યાંગ બાળકોના શૈક્ષણિક સપોર્ટ માટે પ્રોજેકટ ઈન્કલુઝનની અમલવારી કરવાની થાય છે. જે અન્વયે સંદર્ભ-૨ થી પ્રોજેકટ ઈન્કલુઝનના ઉપયોગ અંગેની માર્ગદર્શિકા ધ્યાને લઈને ફેઝ-૧ માં દર્શાવેલ કુલ ૧૭ મોડયુલ આધારિત ઓનલાઈન તાલીમ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના તમામ શિક્ષકોએ પોતાના અનુકુળ સમયે જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાની સુચના આપવામાં આવેલ હતી તેમ છતાં કુલ શિક્ષકો ૬,૩૮૧ પૈકી ૫૮૫ શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. હજુ ૫,૭૯૬ શિક્ષકોનું રજીસ્ટ્રેશન અને તાલીમ લેવાની બાકી રહેલ છે.

આથી તાત્કાલીક અસરથી બાકી રહેલ તમામ શિક્ષકોનું રજીસ્ટ્રેશન થાય અને ઓનલાઈન તાલીમ દિન-૭ માં પૂર્ણ કરે તે આપની કક્ષાએથી તમામ શાળાને જાણ કરશો અને પ્રમાણપત્ર સીઆરસી કો.ઓર્ડિનેટર મારફત મોકલી આપવાનું રહેશે. તાલીમ અંગે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને તાલીમ કેવી રીતે લેવી તેની વિગતવાર માહિતી આ સાથે મોકલી આપવામાં આવે છે. કેટલા શિક્ષકોએ રજીસ્ટ્રેશન કર્યુ અને કેટલા શિક્ષકોની તાલીમ પૂર્ણ થઈ તે બાબતનું ફોલોઅપ સીઆરસી કો.ઓર્ડિનેટરે રોજેરોજ લેવાનું રહેશે. જે અંગેની જાણ સબંધિત તમામને કરવા જણાવવામાં આવે છે.

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ બાળકોના સમાવેશન માટે વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જે બાળકોમાં શૈક્ષણિક વિકાસ અને કૌશલ્ય કેળવણી સાથેના સર્વાંગી વિકાસ માટેની નવીન પહેલ તરીકે શ્રી ઓરોબિંદો સોસાયટી-ન્યુ દિલ્હી સંસ્થાના સહયોગથી "પ્રોજેક્ટ સમાવેશન"(Project inclusion) અમલીકૃત કરવામાં આવેલ છે.

પ્રોજેક્ટ સમાવેશનની રૂપરેખા :-

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP)-2020માં દિવ્યાંગને પણ અન્ય બાળકની જેમ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની સમાન તકો પુરી પાડવા સક્ષમ પદ્ધતિ રચવાના મહત્વને માન્ય રાખેલ છે. આ. માટે શિક્ષકોએ વિધાર્થીઓની દિવ્યાંગતા અંગે વહેલી તકે ઓળખ કરવામાં ઉપયોગી નીવડે તે પ્રકારનું ખાસ આયોજન તેમજ તે માટેની વિશિષ્ટ પ્રકારની ટેકનીકલ પ્રક્રિયા અમલમાં મુકવી જોઈએ સૂચવેલ છે.

દિવ્યાંગજન અધિકાર અધિનિયમ(RPwD Act)-2016માં પણ દિવ્યાંગતા ધરાવતા બાળકોને સમાવેશી શિક્ષણ મળે તે માટેની વ્યવસ્થા કરવા જણાવેલ છે. દિવ્યાંગ બાળકોની પ્રતિભા અને કુશળતાને અનુરૂપ યોગ્ય અધ્યાપન પદ્ધતિ, શૈક્ષણિક પ્રવૃત્તિ તથા યોગ્ય પ્રયુક્તિ અને વાતાવરણનું પ્રયોજન કરવામાં આવે તો આ બાળકો પોતાની શક્તિઓની ખીલવણી કરી શકે છે.

'પ્રોજેક્ટ સમાવેશન'ના માધ્યમથી દિવ્યાંગજન અધિકાર અધિનિયમ(RPWD Act)-2016માં દર્શાવેલ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોની સૌ પ્રથમ ઓળખ, વર્ગખંડમાં CWSN માટે સમાવિષ્ટ વાતાવરણનું નિર્માણ, વિશેષ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ (CWSN) બાળકો માટે વધુ સારા શૈક્ષણિક પરિણામો સિદ્ધ કરવા, શાળાની પ્રણાલીઓને વધુ મજબુત બનાવવી તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP Act)-2020, દિવ્યાંગજન

પ્રોજેક્ટ સમાવેશનના તબક્કા:-

તો ૧ (સ્વ-ગતિશીલ તાલીમ મોડ્યુલ્સ)

'પ્રોજેક્ટ સમાવેશન'ના અમલીકરણ માટે શ્રી ઓરોબિંદો સોસાયટી, ન્યુ દિલ્હી દ્વારા તૈયાર કરેલ અંદાજીત 30 થી 35 મિનિટનું એક મોડ્યુલ આમ કુલ 17 મોડયુલ સાથે કુલ 9(નવ) કલાકની ઓનલાઈન તાલીમ શિક્ષકશ્રીએ પોતાની અનુકુળતા મુજબ પોતાના અનુકુળ સમયે (Self-Paced) મેળવવાની રહેશે.

સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરાવતા તમામ શિક્ષકશ્રીઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય(IKGBV)ના વોર્ડન, સ્પે. એજ્યુકેટર (IED-IEDSS)/સ્પે.ટીચર, બી.આર.સી.-સી.આર.સી. તેમજ જિલ્લા આઇ.ઇ.ડી. કૉ. ઓર્ડીનેટરએ આ તાલીમ ફરજીયાત લેવાની રહેશે.

દરેક મોડ્યુલના વિડીયો પુર્ણ થયા બાદ નિદર્શન કરેલ વિડીયો આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જે સફળતા પૂર્વક પૂર્ણ થયેથી ઓનલાઈન પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.

તબક્કો 2 (Screening)

જે તે ધોરણના શિક્ષકશ્રીએ એપ્લીકેશનમાં દર્શાવેલ વિવિધ પ્રશ્નોના આધારે શાળાના તમામ બાળકોની પ્રાથમિક તપાસ(Screening) કરવાની રહેશે.

આ વિધાર્થીઓનું તબક્કાવાર Screening-1, Profiler, Advance Screening દ્વારા દેખીતી રીતે ઓળખી न शाय तेवी भेटले के Learning Disabilities, Intellectual Disabilities & ADHD, Autism Spectrum Disorder દિવ્યાંગતા ધરાવતા બાળકોની ઓળખ કરી શકાશે. જેથી તેમનું આગળનું શૈક્ષણિક આયોજન બનાવવામાં સરળતા રહેશે. જેમ કે.. વર્ગશિક્ષક વર્ગખંડના અવલોકનના આધારે દરેક વિધાર્થીને.

આમ જુદા જુદા આવશે.


ઉપર મુજબ ની લીંક પ્રોજેક્ટ ઇન્ક્લુઝન એપ ડાઉનલોડ કરવી અને તમામ શિક્ષકોને આ એપ ડાઉનલોડ કરાવી અને તેની અંદર ફર્સ્ટ whatsapp નંબર નાખીને whatsapp માં ઓટીપી આવશે તેનાથી લોગીન કરી લેવું તેના પછી પ્રોફાઈલમાં ટીચર ની વિગત ભરવાની અને ખાસ ટીચર આઈડી નાખવો તેના પછી ટીચરે કોર્સ સિલેક્ટ કરીને વિડીયો જોવા વિડીયો પૂરો થાય પછી પ્રશ્નોના જવાબ આપવા ત્યારબાદ પ્રશ્નોના 50 ગુણ મેળવવાના 50 ગુણ નહીં મળે તો વિડિયો ફરીથી ઓપન થશે અને 50 ગુણ મળશે કે પછી નેક્સ્ટ વિડિયો ખુલશે લાસ્ટમાં બધા કોર્સ પૂરો કર્યા પછી સર્ટિફિકેટ જનરેટ થશે જેથી દરેક સ્પેશિયલ એજ્યુકેટેડ અને શિક્ષકોની સર્ટિફિકેટ મળવા પાત્ર થશે



પ્રોજેકટ ઈન્કલુઝન અંતર્ગત ઓનલાઈન તાલીમ પૂર્ણ કરવા માટે તમામ માહિતી.


પ્રોજેકટ ઈન્કલુઝન અંતર્ગત ઓનલાઈન તાલીમ પૂર્ણ કરવા માટે તમામ માહિતી. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR