Join Whatsapp Group
Join Now 2025 ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કેમ્પ 2025 માટે ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
વધ પરત બદલી કેમ્પ અને જિલ્લા આંતરિક (ઓનલાઇન) બદલી કેમ્પનું સમય પત્રક જોવા માટે અહીં ક્લિક કરો
ગતવર્ષની માહિતી જોવા
બદલી કેમ્પ 2024/25 માટે ઓલ ઇન વન માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
2025 ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કેમ્પ 2025 માટે ઓલ ઇન વન માહિતી
1. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ www.dpegujarat.in ઉપર Default Password થી Login થવાનુ રહેશે તથા Password બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે.જિલ્લા આંતરિક (ઓનલાઇન) બદલી કેમ્પ અંગે વિગતવાર સુચનાઓ પોર્ટલ મુકવામાં આવશે. જેની નોંધ લેશો.
2. શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવની જોગવાઈ મુજબ ખાલી જગ્યાઓની આપની કક્ષાએથી ચકાસણી કર્યા બાદ જે તે વિભાગ/વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે.
3. કોઈ પ્રકારના બદલી હુકમ અન્વયે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકને મહેકમ ન જળવાતુ હોય તેવા કારણે છૂટા કરવામાં આવેલ ન હોય તો, તેવા કિસ્સામાં ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે મૂળ શાળાની જગ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને બદલીવાળી શાળામાં જગ્યા ભરેલી ગણવાની રહેશે.
4. શિક્ષણ વિભાગના તા:- ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ:- G ની જોગવાઈ ક્રમાંક:- (૨૭) અનુસાર બી.આર.સી/સી.આર.સી/યુ.આર.સી કે અન્ય પ્રતિનિયુક્તિ પર હોય તેવા કારણથી શાળામાં જગ્યા ખાલી હોય તેવા કિસ્સામાં પોર્ટલ પર ખાલી જગ્યાઓના ચાર્ટમાં બી.આર.સી/સી.આર.સી/યુ.આર.સી કે અન્ય પ્રતિનિયુક્તિના કારણે જગ્યા ખાલી છે તેમ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
5. આપના જિલ્લામાં કાર્યરત શાળાઓની વિગતો અનુસાર (શાળાના નામ, શાળાના ડાયસકોડ, પે-સેન્ટરના નામ અને પે-સેન્ટરના ડાયસકોડ)ની વિગતોની ચકાસણી કરી હરાવની જોગવાઈ મુજબ તા.૦૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ ચોખ્ખી ખાલી જગ્યાઓ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
6. ઓનલાઈન પોર્ટલ પર જગ્યાઓ અપલોડ કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ખાલી જગ્યાનો પ્રકાર કે વિભાગ બદલી શકાશે નહી અને જગ્યા બદલવા અંગે કોઇ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ શાસનાધિકારીશ્રીની રહેશે.
7. આપના દ્વારા ખોટી શાળા/ડાયસકોડ/ખાલી જગ્યાઓ અપલોડ કરવાને કારણે જે તે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા શાળા પસંદગી કરી લીધા બાદ બદલી હુકમનો અમલ કરવા બાબતે જો કોઈ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની રહેશે.
8. શિક્ષણ વિભાગના સંદર્ભ-૧ ઠરાવના પ્રકરણ-G સામાન્ય સૂચનાઓના ક્રમ-૧૩ ની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારની માંગણીની બદલીમાં ભાગ લેનાર પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક પુખ્ત ઉંમર અને પુરતી સમજણ ધરાવતાં હોય તથા અન્ય ઉમેદવારને અન્યાય થવાની સંભાવના હોઈ એકવાર ઓનલાઈન માંગણીની પસંદ કરેલ શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ થઈ શકશે નહી. જેથી ખરેખર આંતરિક બદલી કરાવવા ઈચ્છતા હોય તેવા પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકે સુચવેલ વેબસાઈટ પર ઓનલાઈન આંતરીક બદલીની અરજી કરવાની રહેશે.
9. જો કોઈ જિલ્લામાં કોઈ પણ જગ્યા માટે નામ.હાઈકોર્ટ દ્વારા વચગાળાના હુકમથી જે તે જગ્યા ખાલી રાખવા માટે હુકમ કરેલ હોય અને કેસનો આખરી ચુકાદો આવવાનો બાકી હોય તેવા કિસ્સામાં નામ.હાઈકોર્ટના આદેશાનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહેશે. જેથી નામ હાઈકોર્ટની અવમાનનાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. નોંધ ઉપર નિયામકશ્રીના આદેશાનુસાર
2025 ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કેમ્પ 2025 માટે ઓલ ઇન વન માહિતી
