ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કેમ્પ 2024 માટે ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી કેમ્પના ઓર્ડર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
બદલી ફોર્મમાં સુધારો કરવા માટેની અરજીનો નમૂનો EXCEL ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બદલી ફોર્મમાં સુધારો કરવા માટેની અરજીનો નમૂનો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી ખાલી જગ્યા જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
બદલી કેમ્પ કાર્યક્રમ 2024 પ્રથમ તબક્કાનું સમયપત્રક જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
બદલી કેમ્પ 2024 ના આયોજન બાબત 16-8-2024 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કેમ્પ 2024 માટે ઓલ ઇન વન માહિતી
જિલ્લા આંતરિક બદલી કેમ્પોનું આયોજન કરવા બાબત.
ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે,શિક્ષણ વિભાગના તાઃ-૧૧/૦૫/૨૦૨૩ના ઠરાવથી વિધાસહાયક/પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના બદલી નિયમો પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સંદર્ભદર્શિત પત્ર-૨ થી અગાઉ સ્થગિત કરવામાં આવેલ જિલ્લા આંતરિક બદલી કેમ્પ રદ કરી નવેસરથી જિલ્લા આંતરિક બદલી કેમ્પનું આયોજન કરવા સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ છે. જેથી અગાઉ શિક્ષકો દ્વારા જિલ્લા આંતરિક બદલી (ઓનલાઇન) કેમ્પમાં તા-૦૨/૧૧/૨૦૨૨ થી તાઃ- ૨૦/૧૧/૨૦૨૨ દરમ્યાન કરવામાં આવેલ તમામ અરજીઓ રદ કરવામાં આવે છે અને જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) માટે આ સાથે સામેલ સૂચના મુજબ નવેસરથી અરજી કરવાની રહેશે.તે અંગે તમામ શિક્ષકોને આપની કક્ષાએથી જાણ કરવાની રહેશે.
જે અન્વયે આ સાથે સામેલ સમય પત્રક મુજબ આપના જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકના જિલ્લા આંતરિક બદલી (ઓનલાઇન) કેમ્પ નવેસરથી આયોજન કરવા જણાવવામાં આવે છે.
જિલ્લા આંતરીક બદલી (ઓનલાઈન) – પ્રથમ તબક્કો
તા.૧૮/૦૫/૨૦૨૩ થી ૦૧/૦૬/૨૦૨૩ (કેમ્પના આયોજનની પૂર્વ તૈયારી)
તા.૦૨/૦૬/૨૦૨૩ થી ૨૬/૦૬/૨૦૨૩ (કેમ્પના આયોજનનો સમયગાળો)
જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહે૨
લાંબા સમયથી રાહ જોઈ રહેલા રાજયની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકમિત્રોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય
નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહે૨ ક૨વામાં આવ્યો.
પ્રથમ તબક્કો તા. ૦૨/૦૬/૨૦૨૩ થી ૦૧/૦૭/૨૦૨૩
જિલ્લા આંતરીક બદલી સમયે ધ્યાને રાખવાની બાબતો:-
1. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ www.dpegujarat.in ઉપર Default Password થી Login થવાનુ રહેશે તથા Password બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે.
2. રાજય સરકારની સૂચના અન્વયે જિલ્લા આંતરિક (ઓનલાઇન) બદલી કેમ્પનું આયોજન તા:-02/06/2023 થી શરૂ થનાર હોઇ તાઃ-31/05/2023ની સ્થિતિએ નિવૃતિથી ખાલી પડનાર જગ્યાઓ જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) માં દર્શાવવાની રહેશે.જેથી તા.31/05/2023ના રોજ સત્રાંતે નિવૃત્ત થનાર શિક્ષકોની વિગતો ધ્યાને લઈ એટલે કે તા.01/06/2023ની સ્થિતિએ આપની કક્ષાએથી ચકાસણી કર્યા બાદ જે તે વિભાગ વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે.
3. ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કરેલ છે તેવા શિક્ષકો પૈકી છૂટા ન થયેલ હોય તે કિસ્સામાં શિક્ષકની હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે. અને જે શાળામાં ફાળવણી કરવામાં આવી છે. તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે.
4. જે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની અગાઉ આંતરીક કે જિલ્લા ફેરબદલી થયેલ હોય અને 10 ટકાથી વધુ ખાલી જગ્યાના કારણે છૂટા કરવામાં આવેલ ન હોય તો તેવા કિસ્સામાં મૂળ શાળાની જગ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને બદલીની શાળામાં જગ્યા ભરેલી ગણવાની રહેશે.
5. આપના જિલ્લામાં કાર્યરત શાળાઓની વિગતો અનુસાર (શાળાના નામ, શાળાના ડાયસકોડ, પે-સેન્ટરના નામ અને પે-સેન્ટરના ડાયસકોડ)ની વિગતો તેમજ એપ્રિલ-2023ની સ્થિતિએ શાળાના માસિક પત્રકોની ચકાસણી કરીને જ તાઃ-31/05/2023ની સ્થિતિએ નિવૃતિથી ખાલી પડતી જગ્યાઓ ધ્યાને લઇ ચોખ્ખી ખાલી જગ્યાઓ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
6.
ઓનલાઇન પોર્ટલ પર જગ્યાઓ અપલોડ કર્યા બાદ કોઇ પણ સંજોગોમાં ખાલી જગ્યાનો પ્રકાર કે વિભાગ બદલી શકાશે નહી અને જગ્યા બદલવા અંગે કોઇ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ શાસનાધિકારીશ્રીની રહેશે.
7. આપના દ્વારા ખોટી શાળા/ડાયસકોડ/ખાલી જગ્યાઓ અપલોડ કરવાને કારણે જે તે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક દ્વરા શાળા પસંદગી કરી લીધા બાદ બદલી હુકમનો અમલ કરવા બાબતે જો કોઈ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની રહેશે. .
8. શિક્ષણ વિભાગના સંદર્ભ-૧ ઠરાવના પ્રકરણ-6 સામાન્ય સૂચનાઓના ક્રમ-૧૩ ની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારની માંગણીની બદલીમાં ભાગ લેનાર પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક પુખ્ત ઉંમર અને પુરતી સમજણ ધરાવતાં હોય તથા અન્ય ઉમેદવારને અન્યાય થવાની સંભાવના હોઈ એકવાર ઓનલાઈન માંગણીની પસંદ કરેલ શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ થઈ શકશે નહી. જેથી ખરેખર આંતરિક બદલી કરાવવા ઈચ્છતા હોય તેવા પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકે સુચવેલ વેબસાઈટ પર ઓનલાઈન આંતરીક બદલીની અરજી કરવાની રહેશે.
9. જો કોઈ જિલ્લામાં કોઈ પણ જગ્યા માટે નામ.હાઈકોર્ટ દ્વારા વચગાળાના હુકમથી જે તે જગ્યા ખાલી રાખવા માટે હુકમ કરેલ હોય અને કેસનો આખરી ચુકાદો આવવાનો બાકી હોય તેવા કિસ્સામાં નામ.હાઈકોર્ટના આદેશાનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહેશે. જેથી નામ.હાઈકોર્ટની અવમાનનાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.
ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કેમ્પ 2024 માટે ઓલ ઇન વન માહિતી