બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત

Join Whatsapp Group Join Now

બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત


NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમતગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત

મહત્વપૂર્ણ લિંક 

બેગલેસ ડે અંતર્ગત આનંદદાયી શનિવાર માર્ગદર્શિકા ભાગ 1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


બેગલેસ ડે અને આનંદદાયી શનિવારનું  જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર નું આયોજન ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.


બેગલેસ ડે આયોજન સામાજિક વિજ્ઞાન નું ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


શાળાઓમાં બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર બાબત મુખ્ય પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક 


શાળાઓમાં 10 બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર બાબત ટેલીકોન્ફરન્સ બાબત 3/07/2025

4/07/2025 ની ટેલીકોન્ફરન્સના મુદ્દાઓ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


પ્રિ વોકેશનલ બેગલેસ ડે ગાઈડલાઈન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


બેગલેસ ડે સંપૂર્ણ ગાઈડલાઇન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


બેગલેસ ડે પ્રવૃતિઓ અંગે ઉપયોગી વિડિયો જોવા અહીં ક્લિક કરો 


બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર



રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દેશમાં એવી શિક્ષણ પદ્ધતિની કલ્પના કરે છે જેનાં મૂળ ભારતીય સંસ્કારમાં હોય અને જેમાં તમામ ક્ષેત્રોમાં માનવીય પ્રયાસો અને જ્ઞાનની સંસ્કૃતિજન્ય સિદ્ધિઓની વાત હોય, સાથે સાથે 21મી સદીની સંભાવનાઓ અને પડકારો સાથે રચનાત્મક રીતે જોડાવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે. શાળાશિક્ષણ માટે આ મહત્વાકાંક્ષી દૃષ્ટિકોણ માટેનો આધાર રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખા (NCF-SE) 2023 દ્વારા તમામ શૈક્ષણિક સ્તરે વિવિધ અભ્યાસક્રમ ક્ષેત્રોમાં સ્પષ્ટ રીતે મૂકવામાં આવ્યો છે.

NCP-SE 2023 એવાં કૌશલ્યોથી વિદ્યાર્થીઓને સજ્જ કરવાનું લક્ષ્ય ધરાવે છે, જે જીવનમાં આગળ વધવાની સાથે વિકાસ માટે આવશ્યક છે. તે તેમની વિશ્લેષણાત્મક, વર્ણનાત્મક અને અભિવ્યક્તિની ક્ષમતાઓ વધારવાનો પ્રયાસ કરે અને તેમને આવનારા પડકારો અને તકો માટે તૈયાર કરે છે. વિવિધતાસભર અભ્યાસક્રમમાં નવ વિષયો આવરી લેવામાં આવ્યા છે ત્રણ ભાષાઓ, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ અને સુખાકારી તેમજ વ્યાવસાયિક શિક્ષણ—જે તેમના સર્વાગી વિકાસને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCF-SE) અનુસાર એક વિષયક્ષેત્ર 'શારીરિક શિક્ષણ અને સુખાકારી' છે. આ વિષયનો મુખ્ય ઉદ્દેશ શારીરિક પ્રવૃત્તિ અને રમતો પ્રત્યેનો રસ જગાવવાનો, રમતોમાં કુશળતાપૂર્વક જોડાવાની ક્ષમતા વિકસાવવાનો અને સંઘર્ષો બાદ પણ ફરીથી ઊભા થવાની ક્ષમતા, સહાનુભૂતિ તથા સહકાર જેવાં માનવીય મૂલ્યો વિકસાવવાનો છે. ભારત પાસે યોગની અદ્ભુત પરંપરા છે, જે માનસિક અને શારીરિક સુખાકારી માટે સંપૂર્ણ અનુભવ પ્રદાન કરે છે.

'શારીરિક શિક્ષણ અને સુખાકારી' વિષયમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને ધ્યાન જેવાં યોગનાં વિવિધ પાસાઓ ધોરણ 3 થી Secondary Stage સુધી વિકાસાત્મક રીતે સામેલ કરવામાં આવ્યાં છે. આ સર્વગ્રાહી આરોગ્ય અને સુખાકારી માટે મજબૂત પાયો પૂરો પાડે છે.

બાલસભામાં સામૂહિક પ્રાર્થના વિદ્યાર્થીઓ માટે જીવનલક્ષી ગુણોની ખીલવણી માટે મહત્વપૂર્ણ છે. તે વિદ્યાર્થીઓને દિવસની શરૂઆત શાંતિ અને એકાગ્રતા સાથે કરવાની તક આપે છે. પ્રાર્થના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને નૈતિક મૂલ્યો વિકસાવવામાં મદદ કરે છે.

સમૂહ કવાયત દ્વારા શારીરિક કૌશલ્યના વિકાસની સાથોસાથ શિસ્ત અને આજ્ઞાપાલનના ગુણ કેળવાય છે. સમૂહ કવાયતમાં હુકમ મળતાં ક્રિયા કરવાની ત્વરિત નિર્ણયશક્તિ ખીલે છે.

આદિકાળથી દુનિયાના દરેક દેશમાં રમતગમતનું સ્થાન મહત્વનું રહ્યું છે. રમત શરીરને પ્રવૃત્તિ આપે છે અને આરોગ્ય માટે ઉપકારક બને છે. રમત જાણે અજાણે પણ શક્તિ, ઝડપ અને નમનિયતા વગેરે જેવા ગુણો વિકસાવી શરીરમાં સુદૃઢતા, ચપળતા, સજાગતા અને નીડરતા વિકસાવવામાં મહત્વનો ફાળો આપે છે. હાલ ધોરણ 1 થી 8 માં રમત-ગમત માટે અઠવાડિયાના બે પિરિયડ હોય છે. ચિત્ર—સંગીતના અઠવાડિયાના એક એક પિરિયડ છે. મોટાભાગની શાળાઓમાં શનિવારે બાલસભાનું આયોજન કરવામાં આવે છે.

ગાણિતિક રમતો, કોયડા ઉકેલ રમતો, જોડણી રમતો, સામાન્ય જ્ઞાનની રમતો, મનોરંજક રમતો, તાર્કિક સમસ્યા ઉકેલ રમતો વગેરે રમતો દ્વારા બાળકોનો માનસિક વિકાસ થાય છે.

NEP-2020 અને NCF-SE-2023 અનુસાર દરેક વિષયમાં અમુક શૈક્ષણિક મુદ્દાઓ પ્રોજેક્ટ વર્કથી ભણાવવા માટે નિયત કરેલ છે. પ્રોજેક્ટ વર્ક એ વિદ્યાર્થીઓ માટે એક વ્યવહારુ, વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ છે જ્યાં વિદ્યાર્થીઓ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવામાં અથવા જટિલ પ્રશ્નોનું અન્વેષણ કરવામાં સક્રિયપણે જોડાય છે.

ટેન બેગલેસ ડે અંતર્ગત પૂર્વ—વ્યાવસાયિક શિક્ષણ (ધોરણ 6 થી 8)માં આયોજન અને અમલીકરણનું

સૂચન NEP-2020માં કરેલ છે. જેમાં બાળકોને રોજિંદા જીવનમાં યોગદાન આપતા વ્યવસાય/ વ્યવસાયકારોનો પરિચય કરાવવો. શાળામાં વર્ગખંડની બહારની દુનિયા સાથે સંપર્ક કરાવવો. સ્થાનિક વ્યવસાયો, સ્થાનિક

કારીગરો, શિલ્પીઓ, ગૃહઉદ્યોગો, લઘુઉદ્યોગો વગેરેની જાણકારી આપવી.

ટેન બેગલેસ ડેના કાર્યક્રમમાં સાક્ષરી વિષયોના વિષયવસ્તુને અનુબંધિત કરવા, સ્થાનિક વિવિધ

ક્ષેત્રીય મુલાકાત દ્વારા નિષ્ણાતોના જ્ઞાન અને અનુભવોનો લાભ મળે વિવિધ વ્યાવસાયિક કૌશલ્ય કેળવવાની તક પ્રાપ્ત કરે. દરેક વ્યવસાય પ્રત્યે આદરભાવ કેળવે ભાવિ કારકિર્દી માટે વ્યવસાય પસંદગીનો અવકાશ મળે. જુદા જુદા વ્યવસાયકારો/વ્યવસાયની સમજ કેળવે તથા સમૂહભાવના, નેતૃત્વ અને સામાજિક્તા વગેરે જેવા ગુણ વિકસે.

આમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020, ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી છે. આ નીતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે તેમનો સર્વાગી વિકાસ કરવાનો છે. આ સંદર્ભમાં, ‘આનંદદાયી શનિવાર’ (Joyful Saturday) દફતર વગરના 10 દિવસ (10 Bag-less Days) મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, જે બાળકોને પરંપરાગત અધ્યયન-અધ્યાપનમાંથી મુક્તિ આપી, વિવિધ સર્જનાત્મક અને શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા શીખવાની તક આપે છે. આ દિવસે બાળકો કોઇપણ જાતના શૈક્ષણિક ભારણ વિના આનંદ અને ઉલ્લાસ સાથે શીખી શકે છે

આનંદદાયી શનિવાર અંતર્ગત શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કરવાની છેઃ

માસ ડ્રિલ (Mass Drill): શનિવારની શરૂઆત સામૂહિક ડ્રિલથી કરી શકાય છે. આમાં શારીરિક કસરતો, પીå (Physical Training) અને શિસ્તબદ્ધ હલનચલનનો સમાવેશ થાય છે. આનાથી બાળકોમાં શારીરિક સ્ફૂર્તિ, સહયોગ અને સમૂહ ભાવનાનો વિકાસ થાય છે.

યોગ (Yoga): યોગ એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. બાળકોને સરળ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન શીખવવાં. આનાથી તેમની એકાગ્રતા વધે છે. તણાવ ઓછો થાય છે અને શારીરિક લવચીકતા (નમનીયતા) આવે છે. NEP 2020 પણ વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ પર ભાર મૂકે છે, જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે.

બાલસભા અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (Cultural Activities): બાળકોને ભારતીય સંસ્કૃતિ અને કલા સાથે જોડવા માટે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું. આમાં લોકનૃત્ય, ગીતો, નાટકો, વાર્તાકથન અને વેશભૂષા વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો તેમની સર્જનાત્મક કલાકૃતિ રજૂ કરે તેવું આયોજન કરવું.


શૈક્ષણિક રમતો (Bducational Games): રમતો દ્વારા શિક્ષણ એ NEP 2020 નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આનંદદાયી શનિવારે, ગણિત, વિજ્ઞાન, ભાષા વગેરે સંબંધિત શૈક્ષણિક રમતો રમાડવી આ રમતો દ્વારા બાળકો મનોરંજનની સાથે જ્ઞાન પણ મેળવે છે અને તેમની શીખવાની પ્રક્રિયા વધુ રસપ્રદ બને છે.


પ્રોજેક્ટ્સ (Projects): બાળકોને જૂથમાં કે વ્યક્તિગત રીતે નાના પ્રોજેક્ટ્સ પર કામ કરવા પ્રોત્સાહિત કરવાં. આમાં પર્યાવરણ, વિજ્ઞાનના સરળ પ્રયોગો, કલા આધારિત પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. આનાથી તેમની સમસ્યા હલ કરવાની ક્ષમતા, સહયોગ અને સંશોધન વૃત્તિ વધે છે.


ચિત્રકામ (Drawing): ચિત્રકામ બાળકોની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને વેગ આપે છે. બાળકોને વિવિધ વિષયો પર મુક્તપણે ચિત્રકામ કરવાનું કામ આપવું.


સંગીત (Music): સંગીત બાળકોના મનને શાંતિ અને આનંદ આપે છે. તેમને ગીતો ગાવા, વાદ્યો વગાડવા અથવા સંગીત સાંભળવા પ્રોત્સાહિત કરવાં ગીત-સંગીતના કાર્યક્રમો પણ યોજવા.


ગામની નજીકનાં સ્થળોની મુલાકાત: NEP 2020 સ્થાનિક જ્ઞાન અને સમુદાય સાથેના જોડાણ પર પણ


ભાર મૂકે છે. બાળકોને ગામની નજીકનાં ઐતિહાસિક સ્થળો, ખેતરો, તળાવ, ટપાલ કચેરી, બેંક, પોલિસ સ્ટેશન અથવા નાના ઉદ્યોગોની મુલાકાત કરાવી શકાય. આનાથી તેમને વ્યાવહારિક જ્ઞાન મળે છે 

બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત

બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR