એચટાટ પરિપત્રોનુ સંકલન વિવિધ પ્રકારના પરિપત્ર વાંચવા માટે ઉપયોગી
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
HTAT મુખ્ય શિક્ષક બદલીના નિયમો જાહેર. નિયમો માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ઉચ્ચતર પગાર ધોરણ યોજનાનો લાભ આપવા બાબત 14-06-2024 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
એચટાટ પરિપત્રોનુ સંકલન વિવિધ પ્રકારના પરિપત્ર વાંચવા માટે ઉપયોગી
ઉપર્યુકત વિષય અન્વયે જણાવવાનું કે આ વિભાગના સંદર્ભ ક્રમાંક-(૫) મુજબના તા.૨૯-૧૦-૨૦૨૨ના પત્રથી મુદ્દા નં-(૩) થી નીચે મુજબ જવાબ પાઠવવામાં આવેલ હતો.
"જે પ્રાથમિક શિક્ષક દ્વારા મુખ્ય શિક્ષકની પરીક્ષા પાસ કરેલ હોય અને બઢતીનો સ્વીકાર કરી બઢતીવાળી જગ્યા ઉપર હાજર થયેલ હોય અને ત્યારબાદ પ્રાથમિક શિક્ષક તરીકે પરત આવે તો તેને સમગ્ર નોકરી દરમ્યાન ઉચ્ચતર પગારધોરણનો લાભ મળવાપાત્ર થાય નહિ. તથા મદદનીશ શિક્ષક બઢતીના જહેર કેમ્પમાં હાજર રહેલ ન હોય અને બઢતી અંગેના આદેશ/હુકમ થયેલ ન હોય તો શિક્ષકસંવર્ગની સેવા ધ્યાને ઉચ્ચતર પગાર ધોરણો લાભ આપવાનો થાય "
મુખ્ય શિક્ષક (HTAT) માં બઢતી મેળવીને પ્રાથમિક શિક્ષકમાં પરત આવેલ શિક્ષકોને ઉચ્ચતર પગારધોરણ આપવા બાબતે વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગ હેઠળના વિવિધ સંઘો તરફથી નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીને તથા આ વિભાગને મળેલ, જે રજૂઆતો પરત્વે નિયામકશ્રી(પ્રાથમિક શિક્ષણ)ની કચેરીના તા.૧૯-૧-૨૦૨૨ તથા તા.૨૫-૦૧-૨૦૨૨ના પત્રોથી સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓ પાસેથી મુખ્ય શિક્ષક (HTAT) માં બઢતી મેળવીને પ્રાથમિક શિક્ષકમાં પરત આવેલ શિક્ષકોની વિગતો રજૂ કરવા જણાવેલ હતું. જે અંગેની વિગતો નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી તરફથી આ વિભાગને રજૂ કરવામાં આવેલ. આ રજૂઆતોની વિગતો ધ્યાને લેતાં રાજયના વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષકોએ HTAT પરીક્ષા પાસ કરીને સ્વૈચ્છિક મુખ્ય શિક્ષક(HTAT) તરીકે બઢતી મેળવેલ હતી, પરંતુ આકસ્મિક કારણોસર મૂળ સંવર્ગ(પ્રાથમિક શિક્ષક)માં પરત આવેલ છે. આ શિક્ષકોએ મેળવેલ “સ્વૈચ્છિક” બઢતીને "ફરજિયાત" ગણીને બઢતીનો અસ્વીકાર કરેલ હોય સમગ્ર નોકરી દરમ્યાન ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર નથી- તેવી નોંધ સાથે રીવાઈઝ કે પ્રથમ, દ્વીતીય એમ કોઈ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવતું નથી. भेटले के HTAT (Head Teachers Aptitude Test) परीक्षा पास डरीने मुख्य શિક્ષક(HTAT) તરીકે “સ્વૈચ્છિક” બઢતી મેળવીને આકસ્મિક કારણોસર મૂળ સંવર્ગ(પ્રાથમિક શિક્ષક)માં પરત આવેલ શિક્ષકોને કોઈ પણ ઉચ્ચતર પગાર ધોરણ મળતું નથી.
વિદ્યાસહાયક અથવા શિક્ષક તરીકેનો અનુભવ અને મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી (Head Teachers Aptitude Test-HTAT) પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ. તે મુજબની જોગવાઈ કરવામાં આવેલ.
શિક્ષણ વિભાગના તા.૧૨-૦૧-૨૦૨૧ના જાહેરનામાથી મુખ્ય શિક્ષક વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમોમાં સુધારો કરી રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે "મુખ્ય શિક્ષક" સંવર્ગને બઢતી માટે "ફરજીયાત” કરતાં "શિક્ષક" સંવર્ગ એ “મુખ્ય શિક્ષક" સંવર્ગનો ફિડર કેડર જાહેર કરવામાં આવેલ છે. એટલે કે તા. ૧૮-૦૧-૨૦૧૨ થી તા. ૧૨-૦૧-૨૦૨૧ સુધી પ્રાથમિક શિક્ષકો માટે મુખ્ય શિક્ષક તરીકેની બઢતી "સ્વૈચ્છિક" હતી. ફરજીયાત બઢતી ન હતી.
આ વિભાગના તા.૧૨-૦૧-૨૦૨૧ના જાહેરનામા પહેલાં પ્રાથમિક શિક્ષકોને બઢતી માટે બે સંવર્ગ (મુખ્ય શિક્ષક અને કેળવણી નિરીક્ષક) ઉપલબ્ધ હતા. તા. ૧૨-૧-૨૦૨૧ પહેલાં પ્રાથમિક શિક્ષકની બઢતીની જગ્યા "કેળવણી નિરીક્ષક" હતી. જેથી પ્રાથમિક શિક્ષકને સીનીયોરીટી મુજબ કેળવણી નિરીક્ષકમાં જ “ફરજીયાત” બઢતી મળતી હતી. માત્ર જે પ્રાથમિક શિક્ષકો મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી (HTAT) પરીક્ષા પાસ કરે અને તેઓ મુખ્ય શિક્ષક બનવા માંગતા હોય તેઓને જ મુખ્ય શિક્ષક તરીકે સ્વૈચ્છિક બઢતી આપવામાં આવતી હતી. આમ તા.૧૨-૧-૨૦૨૧ પહેલાં મુખ્ય શિક્ષકની પૂરક જગ્યા (ફીડર કેડર) માં પ્રાથમિક શિક્ષક ન હતા. જેથી તેઓને બઢતી મુખ્ય શિક્ષકમાં આપવામાં આવતા તેનો “અસ્વીકાર” ગણી શકાય નહિ. વધુમાં પ્રાથમિક શિક્ષકોને ૯, ૨૦ અને ૩૧ વર્ષે સમગ્ર સેવા દરમ્યાન કુલ-૩ (ત્રણ) ઉચ્ચતર પગારધોરણ મળવાની જોગવાઈ છે. ઉચ્ચતર પગાર ધોરણ માટે કોઈ ખાતાકીય પરીક્ષા નથી. જયારે મુખ્ય શિક્ષક બનવા નિયત કરેલ HTAT(Head Teachers Aptitude Test)પરીક્ષા આપવાની રહે છે. મુખ્ય શિક્ષક તરીકે બઢતી મેળવવા માટે HTAT (Head Teachers Aptitude Test)પરીક્ષા ફરજિયાત છે. જે શિક્ષક બઢતી મેળવવા માગતા ન હોય તેઓ માટે આ પરીક્ષા પાસ કરવી "ફરજીયાત" નથી.
ઉકત તમામ વિગતો ધ્યાને લઈ નાણા વિભાગના પરામર્શમાં નીચે મુજબ નિર્ણય કરવામાં આવેલ છે.
(૧) મુખ્ય શિક્ષકની જગ્યા પર તા. ૧૮-૧-૨૦૧૨ થી તા.૧૧-૧-૨૦૨૧ સુધી બઢતી મેળવવી "સ્વૈચ્છિક” હતી તથા તા.૧૨-૧-૨૦૨૧ પહેલાં મુખ્ય શિક્ષકની પૂરક જગ્યા (ફીડર કેડર) માં પ્રાથમિક શિક્ષક ન હતા. આથી મુખ્ય શિક્ષક સંવર્ગમાં બઢતી મેળવી શિક્ષક સંવર્ગમાં પરતઆવેલ હોય તેને બઢતીનો "અસ્વીકાર" ગણી શકાય નહિ, જેથી તા.૧૮-૧-૨૦૧૨ થી તા.૧૧-૧-૨૦૨૧ સુધી "મુખ્ય શિક્ષક"માંથી બઢતી મેળવી પ્રાથમિક શિક્ષક સંવર્ગમાં પરત ગયેલ પ્રાથમિક શિક્ષકોને તેઓની પ્રાથમિક શિક્ષક સંવર્ગની સેવા ધ્યાને લઇ શિક્ષકોની ઉચ્ચતર પગાર ધોરણ યોજનાના નાણા વિભાગના તા.૧૬-૮-૧૯૯૪ના ઠરાવ
મુજબ ૯,૨૦ અને ૩૧ વર્ષની ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાનો રહેશે.
(૨) તા. ૧૨-૦૧-૨૦૨૧ થી મુખ્ય શિક્ષકની પૂરક જગ્યા (ફીડર કેડર)માં પ્રાથમિક શિક્ષકનો સમાવેશ થયેલ અને "ફરજીયાત” બઢતીની જોગવાઈ કરેલ છે, જેથી તા.૧૨-૦૧-૨૦૨૧ કે ત્યારબાદ બઢતીનો અસ્વીકાર કરનાર પ્રાથમિક શિક્ષકના કેસમાં તેઓને સમગ્ર સેવા દરમ્યાન ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપી શકાશે નહિ
ઉકત વિગતે આ વિભાગના સંદર્ભ ક્રમાંક-(૫) મુજબના તા.૨૯-૧૦-૨૦૨૨૦ના પત્રથી મુદ્દા નં-(૩) થી આપેલ સૂચના રદ ગણવા તથા ઉકત નિર્ણય અન્વયે આનુષાંગિક કાર્યવાહી થવા વિનંતિ છે.
પ્રસ્તુત પત્ર આ વિભાગની ઈ-ફાઇલ ક્રમાંક: ED/KRT/e-file/3/2023/0820/K પર નાણા વિભાગની મળેલ અનુમતિ અન્વયે રવાના કરવામાં આવેલ છે.
એચટાટ પરિપત્રોનુ સંકલન વિવિધ પ્રકારના પરિપત્ર વાંચવા માટે ઉપયોગી