પ્રવાસનું આયોજન કરતા પહેલા વાંચવા લાયક પરિપત્ર નું સંકલન.

Join Whatsapp Group Join Now

પ્રવાસનું આયોજન કરતા પહેલા વાંચવા લાયક પરિપત્ર નું સંકલન.

મહત્વપૂર્ણ લિંક 

શાળાઓ તથા કોલેજોના શૈક્ષણિક પ્રવાસના આયોજનમાં અનિચ્છનીય બનાવો નિવારવા બાબત તા- 23/02/2024 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસ મંજુરી બાબત તા- 9/12/2019 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 




પ્રવાસનું આયોજન કરતા પહેલા વાંચવા લાયક પરિપત્ર નું સંકલન.









પ્રવાસનું આયોજન કરતા પહેલા વાંચવા લાયક પરિપત્ર નું સંકલન.

શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓનાં વ્યક્તિત્વ ઘડતર, અવલોકન શક્તિ, નવું જાણવાની જીજ્ઞાસાના સંતોષ માટે તથા વિદ્યાર્થીઓ આનંદ સાથે અભ્યાસનો હેતુ સિદ્ધ થાય તે માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક, વિકસિત સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે, જે દરમ્યાન પ્રવાસનો મૂળ હેતુ ફલિતાર્થ થાય તથા કોઇ આગ, અકસ્માત સહિત અનિચ્છનિય ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તે માટે નીચેની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.


(૧) શાળા, કોલેજોના અભ્યાસને વિક્ષેપ ન પહોચે તે મુજબ આયોજન કરવું


(૨) શાળા કોલેજોના પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્ય/કોલેજના પ્રિન્સીપાલની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવી તથા કમિટી દ્વારા પ્રવાસ માટેના સ્થળની પસંદગી કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ,પ્રવાસના લાભ-ગેરલાભ જોખમો વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી સ્થળોની પસંદગી કરવી. એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના કન્વીનર તરીકે નિમણૂક કરવી તથા આયોજન મુજબ


જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવું. - (રે) શક્ય હોય ત્યાં સુધી સુર્યાસ્ત બાદ અર્થાત રાત્રી મુસાફરી ન કરવી તથા તે મુજબનું જ આયોજન કરવું, પ્રવાસના કી.મીની અને દિવસોની મર્યાદા નક્કી કરવી.


પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોય તો ૭.૦૦ (૧૯.૦૦) કલાક, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ૮.૦૦


(૨૦.૦૦) કલાક સુધીમાં તથા કોલેજના વિદ્યાર્થીઓ હોય તો ૧૦.૦૦ (૨૨.૦૦) કલાક સુધીમાં રોકાણના f સ્થળે મોડામોડા પહોંચી જવું.


(૪) વિદ્યાર્થીઓની ઉંમરને ધ્યાને લઇ તે મુજબ પ્રવાસનું આયોજન કરવું. પ્રવાસ દરમ્યાન ઉપયોગમાં લેવાતા વાહનનો RTO દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા RC બુક, ડ્રાઇવરનું લાયસન્સ, વીમો વગેરેની નકલો પૂર્વેથી મેળવવી તથા તે અંગેની સંપૂર્ણ ચકાસણી કરવી.


(૫) વાહનમાં ફાયર સેફ્ટીના સાધન, ફર્સ્ટ એઇડ કીટ પુરતા પ્રમાણમાં હોવી જરૂરી છે તથા તેના ઉપયોગની પુરતી તાલીમ તથા જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અગાઉ આપવી.


(5) જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓની મીટીંગ કરવી, તેમને આયોજનથી અવગત કરાવવા તથા તેમની સંમતિ મેળવવી. જો વાલી કોઈ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિત લેવી, સાથે વિદ્યાર્થીઓના મા-પિતા/વાલીના આઇ.ડી પ્રુફ તથા મોબાઇલ નંબર મેળવવા તથા સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી.


(૭) પ્રવાસ મરજીયાત રહેશે કોઇપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ ન પાડવી.

(૮) વાહનમાં GPS ટ્રેકીંગ સીસ્ટમ હોય તેવાં વાહન પસંદ કરવાં તથા બસ ડ્રાઇવર તથા બસના સ્ટાફ કેફી પદાર્થનું સેવન કરતા ન હોય તેની ખાત્રી કરવી, જો દેખિતી રીતે ડ્રાઇવર વાહન બરાબર ચલાવતો ન હોય તો આગળ મુસાફરી ન કરવી. પ્રવાસના વાહનમાં આર.ટી.ઓના પરમીટ મુજબની જ સંખ્યા પ્રમાણે પ્રવાસનું આયોજન કરવું. કોઇપણ સંજોગોમાં મંજૂરીથી વધારે સંખ્યામાં મુસાફરી ન થાય તે સુનિશ્ચિત કરવું.


(૯) વિદ્યાર્થીઓનાં રાત્રી રોકાણ માટે આરોગ્યપ્રદ, સ્વચ્છ અને સલામત સ્થાનની પસંદગી કરવી તથા ભોજનની ગુણવાત્તાની ચકાસણી કરવી.જેથી કોઇ આકસ્મિક ઘટના નિવારી શકાય.


(૧૦) વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મીટીંગ કરી, “શું કરવું, શું ન કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવું તથા વિદ્યાર્થીઓ પર દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતિ નો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.


(૧૧) પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય તથા વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતિ જળવાય તે માટેની તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરી યોગ્ય આયોજન કરવા તથા અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની


સંપૂર્ણ તકેદારી રાખવી.


(૧૨) નાણાકીય હિસાબ સ્પષ્ટ પારદર્શક રાખવા તથા વિદ્યાર્થીઓ'અને તેના વાલીને અવગત કરવા.


(૧૩) પ્રવાસ કરવામાં આવે ત્યારે તેની આયોજનની વિગતો પ્રાથમિક શાળાઓએ જિલ્લા પ્રાથમિક


શિક્ષણાધિકારી, માધ્યમિક શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને કોલેજોએ સંબંધિત યુનિવર્સિટીને જાણ કરવી.


(૧૪) સરકારી શાળા/કોલેજો, અનુદાનીત શાળા/કોલેજો, ખાનગી શાળા/કોલેજો વગેરે શૈક્ષણિક સંસ્થાઓ માટે.

૧૬) શિક્ષણ વિભાગ 1 દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી તેવી રશૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી એકમો(સંસ્થાઓ) (


હોય તેને શિક્ષણ વિભાગની મંજૂરીનો પ્રશ્ન રહેશે નહીં તેઓ તેમની જવાબદારીએ પ્રવાસ કરતા હોય છે, અને તે તેમની જવાબદારી રહેશે.


(૧૭) દેખિતા જ લાગે તેવા બિમાર વિદ્યાર્થીઓ, પ્રવાસ સહન ન કરી શકે તેવા, નબળા વિદ્યાર્થીઓ તથા પ્રવાસથી એલર્જી હોય તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહીં.


(૧૮) પ્રવાસ દરમ્યાન રાજ્યમાં કે રાજ્ય બહાર આલ્કોહોલ, કેફી પ્રવાહી કે પદાર્થો લેવામાં ન આવે તેની સંપૂર્ણ ખાતરી કરી લેવાની તથા પ્રવાસ દરમ્યાન કાળજી રાખવાની રહેશે.


(૧૯) જયાં છોકરા અને છોકરીઓનો સંયુકત પ્રવાસ હોય ત્યાં મહિલા કર્મચારી સામેલ કરવા તથા તેમના માટે સલામતીની પૂરતી કાળજી રાખવાની રહેશે.


(૨૦) બસમાં મુસાફરી કરનાર તમામ જેમાં ડ્રાઇવર તથા તેના સહાયક સ્ટાફ, શાળા કોલેજ સ્ટાફ વિદ્યાર્થીઓ


વગેરેના જરૂરી માહિતીની સાથેના ઓળખકાર્ડ બિનચૂક હોવા જોઇએ. (૨૧) પ્રવાસના આયોજનની જાણ સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશને કરવી.


(૨૨) ઉપર્યુકત સુચના સરકારી, અનુદાનિત તથા ખાનગી તમામ પ્રકારની શાળા, કોલેજાને લાગુ પડશે. જેથી ઉકત તમામ સૂચનાઓના અચૂક અમલ કરવાનો રહેશે.


આ પરિપત્ર સરકારશ્રીની તા.૨૮/૨/૨૦૧૯ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

પ્રવાસનું આયોજન કરતા પહેલા વાંચવા લાયક પરિપત્ર નું સંકલન.

પ્રવાસનું આયોજન કરતા પહેલા વાંચવા લાયક પરિપત્ર નું સંકલન. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR