પરિપત્રો પ્રવેશોત્સવ નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર વિધાર્થીઓના નામાંકન માટે પ્રી-એનરોલમેન્ટ સર્વે તથા પ્રવેશોત્સવ તમામ માહિતી
પરિપત્રો
શાળા પ્રવેશોત્સવ- 2024-25 પરિપત્ર માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ 2024 બાબત પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
પ્રવેશોત્સવ ઑલ ઈન વન માહિતી માટે અહીં ક્લિક કરો
નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર વિધાર્થીઓના નામાંકન માટે પ્રી-એનરોલમેન્ટ સર્વે તથા પ્રવેશોત્સવ તમામ માહિતી
નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર વિધાર્થીઓના નામાંકન માટે પ્રી-એનરોલમેન્ટ સર્વે કરી યાદી તૈયાર કરવા બાબત.
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, દર વર્ષની જેમ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ દરમ્યાન RTE નોર્મ્સ મુજબ પ્રવેશપાત્ર થતા હોય તેવા તથા શિક્ષણથી વંચિત એવા ૫ થી ૧૪ વર્ષના તમામ બાળકોનું ટ્રેકિંગ કરી ૧૦૦% નામાંકન તથા ૧૦૦% ટ્રાન્ઝીશન થાય અને ડ્રોપઆઉટ વિધાર્થીઓનું પુન:સ્થાપન થાય તે સુનિશ્ચિત કરવાનું રહે છે. પ્રવેશપાત્ર બાળકોના ટ્રેકિંગ માટે રાજ્ય સરકારના વિવિધ કચેરી માધ્યમો પર ઉપલબ્ધ માહિતી ઉપયોગમાં લઇ શકાય જેવા કે જન્મ નોંધણી ડેટાબેઝ, આંગણવાડી, આર્થિક મોજણી સર્વે, રસીકરણ (ઈમમતા / Techo) ડેટાબેઝ, વગેરે.
૧૦૦% નામાંકનના પ્રયત્નોને વધુ સઘન બનાવવા, આરોગ્ય વિભાગના રસીકરણ (Techo) ડેટાબેઝમાં નોંધાયેલા અને અગામી શૈક્ષણિક વર્ષમાં નામાંકનને પાત્ર પ્રત્યેક બાળકનો વિગતવાર ડેટા રાજ્યસ્તરેથી મેળવી ગત વર્ષે અત્રેની કચેરી દ્વારા કરાયેલ પ્રયોગના ખુબ ઉત્સાહજનક પરિણામો રહેવા પામ્યા છે. જેથી આગામી વર્ષ માટે રસીકરણ (Techo) ડેટાબેઝના લાગુ પડતા બાળકોનો ડેટા અત્રેની કચેરી દ્વારા મેળવી ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ (CTS) પોર્ટલ પર જે તે શાળાઓના વિસ્તાર પ્રમાણે રસીકરણ (Techo) ડેટાબેઝમાં નોંધાયેલા સરનામાં પ્રમાણે પ્રદર્શિત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે એ નોંધનીય છે કે આ ડેટા બાળકોના માતા-પિતાના સંપર્ક નંબર તથા જે તે વિસ્તારના FHW અને આશા વર્કરના સંપર્ક નંબર સાથે ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સદર બાબતે પ્રી-એનરોલમેન્ટ સર્વે દરમ્યાન નીચેની બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે;
શાળાઓના CTS Login માં Pre-enrolment Survey વેબપેજ પર અપાયેલ સદર બાળકોની વિગતોની ખરાઈ શાળાસ્તરેથી કરી યાદી પૈકીના નામાંકનને પાત્ર બાળકોની વિગતો પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે. જો કોઈ બાળક ડેટાબેઝમાં નોંધાયેલ સરનામાંથી સ્થળાંતરિત થયેલ હોય તો તેની નવા સ્થળની વિગતો સ્થાનિકસ્તરેથી મેળવી પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે.
ડેટાબેઝમાં બાળકના રેકોર્ડમાં ગામ / શહેરી વિસ્તારના યોગ્ય સરનામાં ઉપલબ્ધ ના હોય તેવા કિસ્સામાં તેવા રેકોર્ડ જે તે બ્લોક MISના સ્તરે CTS પોર્ટલમાં પ્રદર્શિત કરાવવામાં આવશે અને બ્લોક MIS સ્તરેથી ટીમવર્ક દ્વારા સદર બાળકોનું નામાંકન લાગુ પડતી શાળામાં થાય તે સુનિશ્વિત કરવાનું રહેશે.
આ અંગે વિગતવાર ગાઈડલાઈન અત્રે બિડાણમાં સામેલ છે.
સદર ડેટાબેઝની માહિતીમાં નામાંકનને પાત્ર હોય તેવા તમામ બાળકોનો સમાવેશ ના પણ હોય, તેથી અત્રેની કચેરી દ્વારા પોર્ટલ પર મોકલાયેલ માહિતી ઉપરાંત દરેક શાળા દ્વારા આ વર્ષે પણ પ્રિ-એનરોલમેન્ટ સર્વે અસરકારક (હાઉસ-ટુ- હાઉસ અને ડોર-ટુ-ડોર) થાય કે જેથી કોઈપણ બાળક નામાંકન અને પ્રવેશથી વંચિત ન રહે, તે માટે નીચેના સૂચનો ધ્યાને લેશો;
સરપંચશ્રી, ગામના અગ્રણી આગેવાનો, પંચાયતના સભ્યશ્રીઓ, એસ.એમ.સી.ના સભ્યશ્રીઓ, યુવક મંડળ, એન.જી.ઓ., આશા વર્કર, ANM/FHW, આંગણવાડી કાર્યકર, વગેરેનો સહયોગ પ્રાપ્ત કરી નામાંકન અને પ્રવેશપાત્ર બાળકોની યાદી તૈયાર કરવી.
અલગ-અલગ શેરી / મહોલ્લામાં વસતા પ્રાથમિક શાળાના બાળકો તથા જાગૃત વાલીઓના સહકારથી નામાંકન અને પ્રવેશપાત્ર બાળકોની ઓળખ કરી યાદી તૈયાર કરવી.
સ્થળાંતરીત કામદારોના બાળકોના ટ્રેકીંગ માટે ખેડુતો કે જેમના ખેતરમાં તેઓ રહેતા હોય તેમના તથા રોજજીંદી
જીવન વપરાશની વસ્તુઓની ખરીદી જે જગ્યાએથી કરતા હોય તેવા સસ્તા અનાજ / કરીયાણાની દુકાનોના
માલિકો વગેરેના સહયોગથી આવા પ્રવેશપાત્ર બાળકોનું ટ્રેકીંગ કરી શકાય.
પ્રવેશપાત્ર બાળકોની યાદી બનાવવા સર્વેની કામગીરી તા.૩૦/૦૪/૨૦૨૩ પહેલા અચૂક પૂર્ણ કરવાની રહેશે અને
આ અંગે આપની કક્ષાએથી સંબંધિતોને જરૂરી સૂચના આપવાની રહેશે.
ઉપરોક્ત તમામ સૂચનાઓને ધ્યાને લઈ અગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશપાત્ર તમામ બાળકોની ઓળખ થાય અને
શાળામાં નામાંકન થાય તે મુજબની કાર્યવાહી હાથ ધરી પાત્રતા ધરાવતું પ્રત્યેક બાળક નામાંકનથી વંચિત ના રહે તે માટે
યોગ્ય, સઘન અને સતત સમીક્ષા કરી પરિણામલક્ષી કાર્યવાહી સુનિશ્ચિત કરવાની રહેશે.
રસીકરણ (Techo) ડેટાબેઝના પ્રવેશપાત્ર બાળકોની CTS પોર્ટલ પર મુકાયેલ વિગતોની ગાઈડલાઈન,
નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર વિધાર્થીઓના નામાંકન માટે પ્રી-એનરોલમેન્ટ સર્વે તથા પ્રવેશોત્સવ તમામ માહિતી