શાળાઓમાં તહેવારો દરમિયાન બાળકોને શારીરિક સજા અને ભેદભાવ કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
બાળકોને શારીરિક સજા અને ભેદભાવ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
શાળાઓમાં તહેવારો દરમિયાન બાળકોને શારીરિક સજા અને ભેદભાવ કરવા બાબત
શાળાઓમાં તહેવારો દરમિયાન બાળકોને શારીરિક સજા અને ભેદભાવ કરવા બાબત
શાળાઓમાં તહેવારો દરમિયાન બાળકોને શારીરિક સજા અને ભેદભાવ કરવા બાબત. સંદર્ભ:- રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હીના પત્ર ક્રમાંકઃ- 25019/18/2023-24/ NCPCR/EIJ/DD8774 તા. ૩૦/૦૮/૨૦૨૩
ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હીના તા. ૩૦/૦૮/૨૦૨૩ ના પત્ર અન્વયે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) એ બાળકોના અધિકારોનું રક્ષણ કરવા માટે કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટસ (CPCR) અધિનિયમ, ૨૦૦૫ની કલમ ૩ હેઠળ રચાયેલી એક વૈધાનિક સંસ્થા છે. કમિશન દ્વારા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ, ૨૦૧૨, જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, ૨૦૧૫ અને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (RTE) અધિનિયમ, 2009 ના યોગ્ય અને અસરકારક અમલીકરણ પર દેખરેખ રાખવામાં આવે છે.
આયોગ દ્વારા વિવિધ સમાચાર અહેવાલો દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે કે, તહેવારોની ઉજવણીના કારણે શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ દ્વારા બાળકોને ઉત્પીડન અને ભેદભાવ કરવામાં આવે છે. એવું નોંધવામાં આવ્યું છે કે, શાળાઓ રક્ષાબંધનના તહેવાર દરમિયાન શાળાઓમાં બાળકોને રાખડી બાંધવી અથવા તિલક અથવા મહેંદી લગાવવાની મંજૂરી આપતી નથી અને વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક બંને રીતે ઉત્પીડનનો ભોગ બને છે. નોંધનીય છે કે, RTE એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૭ હેઠળ શાળાઓમાં શારીરિક સજા પ્રતિબંધિત છે, જેથી ખાતરી કરવામાં આવે કે, શાળાઓ એવી કોઈ પ્રથાનું પાલન કરતી નથી કે જેનાથી બાળકોને શારીરિક સજા અથવા ભેદભાવ થઈ શકે. આવી કોઇ ઘટના બની હોય તો તેનો અહેવાલ અત્રે મોકલી આપવાનો રહેશે. ઉકત સંદર્ભીત પત્રને ધ્યાને લઇ આપની કક્ષાએથી તાત્કાલિક જરૂરી નિયમાનુસારની કાર્યવાહી કરવા તથા આપના તાબા હેઠળની તમામ શાળાઓને આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.
શાળાઓમાં તહેવારો દરમિયાન બાળકોને શારીરિક સજા અને ભેદભાવ કરવા બાબત