“પર્શનટેંજ અને પર્શનટાઈલ” વિશે માહિતી મેળવવા માટે ઉપયોગી પોસ્ટ
મહત્વપૂર્ણ લિંક
પર્સન્ટાઇલ રેન્ક માહિતી પેજ-૧ માટે અહીં ક્લિક કરો.
પર્સન્ટાઇલ રેન્ક માહિતી પેજ-૨ માટે અહીં ક્લિક કરો.
“પર્શનટેંજ અને પર્શનટાઈલ” વિશે માહિતી મેળવવા માટે ઉપયોગી પોસ્ટ
“પર્શનટેંજ અને પર્શનટાઈલ” વિશે માહિતી મેળવવા માટે ઉપયોગી પોસ્ટ
એમ.એ.મલેક દ્વારા આપવામાં આવેલી માહિતી
*Percentage*
પહેલા પરિણામ પર Percentage એટલે કે ટકાવારી છપાતી. ટકાવારી નો સીધો મતલબ છે કે તમને મળેલા કૂલ ગુણ સરેરાશ દર ૧૦૦ એ કેટલા મળ્યા. જેમ કે તમને ૬૦૦ મા થી ૫૪૭ ગુણ મળ્યા હોય તો તે ને ૧૦૦ મા રુપાંતર કરવા માટે ૫૪૭/૦૬ કરવું પડે એટલે કે ૯૧.૧૭% થાય.
*Percentile*
હવે પરિણામ મા Percentile આવે છે એટલે કે પ્રતિશત્ ક્રમાંક. પ્રતિશત્ ક્રમાંક નો સીધો મતલબ નિકળે છે કે તમે કેટલા વિદ્યાર્થી થી કરતા આગળ છો. જેમ કે કોઈ વિદ્યાર્થી ના Percentile ૯૮.૧૫ છે અને રાજ્ય મા ૧૫,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી છે જેમાં થી ૧૦,૦૦,૦૦૦ પાસ થયા તો તેનો અર્થ એ થાય છે કે ૧૦,૦૦,૦૦૦*૯૮.૧૫/૧૦૦ = ૯,૮૧,૫૦૦ મતલબ કે જે તે વિદ્યાર્થી ૯,૮૧,૫૦૦ વિદ્યાર્થી કરતા વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. હવે આ ગણતરી થી તમે રાજ્ય મા આશરે કયા ક્રમે હશો તે જાણી શકાય. હવે ઉપર નો વિદ્યાર્થી ૧૦,૦૦,૦૦૦ - ૯,૮૧,૫૦૦ = ૧૮,૫૦૦ મા નંબર પર( રાજ્ય મા) છે. મતલબ કે જેના Percentile ૯૯.૯૯ હોય તે રાજ્ય મા પ્રથમ સ્થાને હશે અને જેનો Percentile ૦.૦૧ હશે તે રાજ્ય મા અંતિમ નંબર પર હશે...!! એમ તો Percentile નું સુત્ર છે પણ સરળતા ખાતર ઉપરની આશરે ગણતરી કરી છે.
#તો_ટકાવારી_કરતા_પ્રતિશત્_ક્રમાંક_કઈ_રીતે_ઉપયોગી?
દર વખતે રાજ્ય મા પરિણામ અગલ અલગ હોય છે અને દર વખતે પરિણામ પર અસર કરતા પરિબળો અલગ અલગ હોય છે. જેમ કે પેપરો સહેલા નીકળવા કે ભારી? કોઈ આપદા જેમ કે ૨૦૦૧ નો ભૂકંપ આવ્યો હતો. તો ઘણી વાર નબળુ વિદ્યાર્થી પણ સારા ટકા લાવી મુકે ને ભારી પેપર હોય તો હોશિયાર ના પણ ઓછા આવે. માટે ટકાવારી ની મદદ થી ચાલુ વર્ષ ના જ વિદ્યાર્થી ની સરખામણી શક્ય બનતી પણ અલગ અલગ વર્ષ ના વિદ્યાર્થી ની સરખામણી યોગ્ય ના હતી. ( ઉપર કહ્યું તેમ હોશિયાર ના ઓછા આવે ને હોશિયાર ના હોય તેના વધુ.)
હવે પ્રતિશત્ ક્રમાંક ની મદદ થી કોઈ પણ વર્ષ ના બાળક ને સરખાવી શકાય કારણ કે પ્રતિશત્ ક્રમાંક થી જે તે વર્ષ મા બાળક રાજ્ય મા કયા ક્રમે રહ્યું તે જાણી શકાય.
“એટલે કે percentile એ એક પ્રકાર નું રાજ્ય કક્ષા નું Merit list જ કહેવાય.”
#પ્રતિશત્_ક્રમાંક_નો_ દુરુપયોગ
ઘણી વાર વિદ્યાર્થી વાલી ને Percentile ને જ ટકાવારી બતાવી ને ફાયદો ઉઠાવે.
વાલી પોતાના વિદ્યાર્થી ની શાખ બચાવવા લોકો ને Percentile ને ટકા ગણાવી ને જુઠુ બોલે.
સૌથી ભયંકર તો સ્કુલો, ટ્યુશન ક્લાસ, ખાનગી શાળાઓ વગેરે Percentile ના આંકડા ની પાછળ ટકા (%) નું નિશાન લખી ને ખોટી જાહેરાતો કરે જ્યારે Percentile ની પાછળ કોઈ ચિહ્ન લાગેજ નહી તેની આગળ PR લાગે.
૫૦% થી ઓછા ટકાવારી ધરાવતા વિદ્યાર્થી ના Percentile ઓછા જ હોય અને ઘટતા જાય માટે કોઈ ને એમા થાય કે ટકા ઓછા આવ્યા.
“તમારે કોઈ પણ જગ્યા એ Percentile સાથે ટકાવારી પણ લખવી જોઈએ.”