આપની શાળામાં કોઈ વિદ્યાર્થી રાજ્ય બહારથી સીધો ભણવા આવે અથવા આપણી શાળામાંથી અન્ય કોઈ રાજ્યમાં સીધો ભણવા જાય ત્યારે ઉપયોગી કાઉન્ટર સહી બાબત કચ્છ નો લેટર
મહત્વપૂર્ણ લિંક
કાઉન્ટર સહી ક્યારે કરવાની રહેશે તે બાબત ની સમજ આપતો કચ્છ નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
આપની શાળામાં કોઈ વિદ્યાર્થી રાજ્ય બહારથી સીધો ભણવા આવે અથવા આપણી શાળામાંથી અન્ય કોઈ રાજ્યમાં સીધો ભણવા જાય ત્યારે ઉપયોગી કાઉન્ટર સહી બાબત કચ્છ નો લેટર
આપની શાળામાં કોઈ વિદ્યાર્થી રાજ્ય બહારથી સીધો ભણવા આવે અથવા આપણી શાળામાંથી અન્ય કોઈ રાજ્યમાં સીધો ભણવા જાય ત્યારે ઉપયોગી કાઉન્ટર સહી બાબત કચ્છ નો લેટર
સામાન્ય રીતે શૈક્ષણિક વર્ષ પુરૂ થતા અત્રેના જિલ્લાની સરકારી/ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ઘણા વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા બહાર કામ-ધંધા અર્થે જતા હોય છે અથવા અન્ય જિલ્લામાંથી અત્રે કામ-ધંધા અર્થે આવેલ વાલીઓ પરત પોતાના વતન જતા હોય છે ત્યારે પોતાના બાળકનું નામ અત્રેના જિલ્લાની પ્રાથમિક શાળામાંથી કમી કરાવી ને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લઇ જતાં હોય છે ત્યારે તે શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અત્રેની કચેરીના સહી-સિક્કા સાથે કાઉન્ટર સહી કરાવવા આવતા હોય છે તે દરમિયાન ધ્યાને આવેલ છે કે અત્રેના જિલ્લાની ઘણી સરકારી/ખાનગી પ્રાથમિક શાળા (ગુજરાત બોર્ડ/ સી.બી.એસ.ઈ.) ઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સીલ સિક્કા (રાઉન્ડ સીલ ) હોતા નથી જેના કારણે શાળા છોડ્યાના પ્રમાણપત્રની ખરાઈ થઈ શકતી નથી જેથી આપની કક્ષાએથી તમામ શાળાઓને ઉપરોક્ત બાબતે સુચના અપાઈ જવા અને સમયાંતરે તેની ખરાઈ કરવાની રહેશે.
જ્યારે કોઈ વિદ્યાર્થીના વાલીશ્રી દ્વારા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શાળામાંથી કઢાવવામાં આવે અને તે બાળકનું એડમીશન અન્ય રાજ્યમાં લેવાનું થતું હોય ત્યારે સરકારી/ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ વાલીશ્રીને સીધા જિલ્લા કચેરીએ કાઉન્ટર સહી માટે મોકલવા નહી પરંતુ તાલુકા કચેરીએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દરખાસ્તમાં ભલામણ કરાવ્યા બાદ જ જિલ્લા કચેરીએ કાઉન્ટર સહી કરવા માટે મોકલવાના રહેશે.
વિદ્યાર્થી અત્રેના જિલ્લામાંથી નામ કમી કરાવીને ગુજરાત રાજ્યના અન્ય જિલ્લા/અત્રેના જિલ્લામાં વિદ્યાર્થીને પ્રવેશ મેળવવાનો હોય ત્યારે જો કાઉન્ટર સહી ની જરૂરીયાત રહે તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ કાઉન્ટર સહી કરી આપવાની રહેશે.
વિદ્યાર્થી જ્યારે ગુજરાત બોર્ડ કે અન્ય કોઈ બોર્ડ માંથી નામ કમી કરાવીને તેને અન્ય કોઈ પણ બોર્ડમાં પ્રવેશ મેળવવાનો હોય ત્યારે જો કાઉન્ટર સહી ની જરૂરીયાત રહે તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એ કાઉન્ટર સહી કરી આપવાની રહેશે.
જિલ્લા/જિલ્લા બહાર કે અન્ય રાજ્ય માંથી આવેલ વિદ્યાર્થીઓને અત્રેના જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવા બાબતે અને માધ્યમ ફેરફાર કરવા બાબતેની મંજુરી સરકારશ્રીના નિયમાનુસાર તાલુકા કક્ષાએથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ આપવાની રહેશે.
આપની શાળામાં કોઈ વિદ્યાર્થી રાજ્ય બહારથી સીધો ભણવા આવે અથવા આપણી શાળામાંથી અન્ય કોઈ રાજ્યમાં સીધો ભણવા જાય ત્યારે ઉપયોગી કાઉન્ટર સહી બાબત કચ્છ નો લેટર