શાળાઓમાં પરીક્ષા સમયે ધ્વનિ પ્રદૂષણ વિનિયમિત કરવા બાબત
શાળાઓમાં પરીક્ષા સમયે ધ્વનિ પ્રદૂષણ વિનિયમિત કરવા બાબત
શાળાઓમાં પરીક્ષા સમયે ધ્વનિ પ્રદૂષણ વિનિયમિત કરવા બાબત
સાદર ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા શાળાઓમાં પરિક્ષાઓનાં સમયે આસ-પાસ વગાડવામાં આવતા લાઉડ સ્પીકર પર નિયંત્રણ લાવવા માટે તા.૨૦/૧૨/૨૦રરના રોજ ભલામણ કરેલ છે, જેની નકલ આ સાથે સામેલ છે.
ધ્વની પ્રદુષણ અટકાવવા માટે ધ્વની પ્રદુષણ(નિયમન અને નિયંત્રણ) નિયમો, ૨૦૦૦ ઘડવામાં આવેલ છે. તેમજ નામદાર સુપ્રીમકોર્ટ દ્વારા પણ ધ્વની પ્રદુષણના કિસ્સામાં W.P.(C) 140-72/1998માં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મુકતા ચોક્કસ માર્ગદર્શીકા જાહેર કરેલ છે. આથી ઉક્ત નિયમો અને નામ.સુપ્રીમકોર્ટ દ્વારા જાહેર કરેલ માર્ગદર્શીકાનું પાલન થાય તે માટે આપની કક્ષાએ નિયમાનુસાર કાર્યવાહી કરવા વિનંતી છે,
વધુમાં National Commisslen for Protection of Child Rights તરફથી આ અંગે કોઇ ફરિયાદ મળેલ હોય તો તેનો પણ આપની કક્ષાએ સત્વરે નિકાલ કરવા વિનંતી છે.
શાળાઓમાં પરીક્ષા સમયે ધ્વનિ પ્રદૂષણ વિનિયમિત કરવા બાબત