વર્ષ 2024-2025 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત

Join Whatsapp Group Join Now

વર્ષ 2024-2025 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત 


મહત્વપૂર્ણ લિંક

વર્ષ 2024-2025 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજન બાબત 15/7/2024નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 1 થી 5 બાળમેળો અહેવાલ 2024-25 ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક



મહત્વપૂર્ણ લિંક

વર્ષ 2023-2024 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



વર્ષ 2024-2025 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત 











વર્ષ 2023-2024 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે "કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમ્યાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે" આ બેંગલેસ દિવસના ભાગ સ્વરૂપે ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે એક દિવસ બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે એક દિવસ જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવાનું થાય છે.


સદર બાબતે જીસીઇઆરટી દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે. જે પૈકી ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે.


આ બાળમેળા અને લાઇફસ્કીલ (જીવન કૌશલ્ય) આધારીત બાળમેળા ની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ, ગળીકામ, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.


બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા યોજવા માટેની ગ્રાન્ટ અત્રેથી ફાળવવામાં આવશે ત્યારે તેની જાણ કરવામાં આવશે અને ગ્રાન્ટ ફાળવણી પત્રક મોકલવામાં આવશે. ગ્રાન્ટની ફાળવણી થયા બાદ બાળમેળા અને લાઇફ સ્કીલ યોજવા માટેની તારીખોની જાણ કરવામાં આવશે, તે મુજબ આયોજન કરવાનું રહેશે.


1. બાળમેળાના મુખ્ય હેતુઓ-


૦ વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે.


૦ વિદ્યાર્થીઓમાં સહકાર, નેતૃત્વ, લોકશાહીની ભાવના, સાહસિકતા વગેરની


ખિલવણી થાય. ૦ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે.


૦ વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય.


૦ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે


૦ વિધાર્થીઓની મનોસામાજીક માવજત થાય.


2. લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓ-


૦ વિદ્યાર્થીઓ રોજિદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂવર્ક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે.


૦ જીવનકૌશલ્યો થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાધી સ્વસ્થ, સફળ, સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે.


૦ વિવિધ પ્રવૃત્તિઓથી વિધાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ


વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય.


૦ પોતાના રોજિદા જીવનમાં નાના – મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને.


૦ શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે.


નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે.


1. વર્ષ-2023-2024 માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ, આશ્રમશાળા, કે.જી.બી.વી., મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો. 1 થી 5 ના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધો. 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે.


2. શાળાના બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને લાઇફસ્કીલ મેળા યોજાય તેવું આયોજન કરવાનું રહેશે.


3. બાળમેળા અને લાઇફસ્કીલ મેળાની પ્રવૃત્તિ પૂર્વે શિક્ષકે જે તે પ્રવૃત્તિનું નિદર્શન કરાવવાનું રહેશે. ત્યાર બાદ બાળમેળા અને લાઇફસ્કીલ મેળાની જુદી જુદી પ્રવૃત્તિમાં શાળાના દરેક બાળકો ભાગ લઇ શકે તે રીતે જુદા જુદા ગ્રુપમાં રોટેશન મુજબ આયોજન કરવું.


4. બાળમેળા અને લાઇફસ્કીલ મેળા બંનેમાં “ટોક શો” ના નામથી પ્રવૃત્તિમાં નીચે આપેલ નમૂનાના વિષયો રાખી શકાશે. (આ વિષયો માત્ર ઉદાહરણ સ્વરૂપે આપેલ છે. તેમાં આપના અનુભવ દ્વારા બાળમેળા અને લાઇફસ્કીલ મેળા આધારિત વિષયો ઉમેરી શકાશે.)


૦ ટોક શો“ના સૂચિત વિષયોઃ (૧) મારા સપનાનું ભારત (૩) પર્યાવરણ બચાવો દેશ બચાવો


(ર) મારી શાળા મારા વિચારો


(૪) મારી સામાજિક ફરજ


બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવન કૌશલ્ય) બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ અહીં આપવામાં આવેલ છે. આ સિવાયની પ્રવૃત્તિઓ પણ ઉમેરી શકાશે.


(૧) બાળમેળા માટે સૂચિત પ્રવૃત્તિઓઃ


કક્ષા


ધોરણ


બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ


પ્રાથમિ


1 થી 5


બાળવાર્તા, બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતરકામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ, બાળ રમતો, એક મિનિટ, પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત-સંગીત- અભિનય, પપેટ શો, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા વગેરે પ્રવૃત્તિઓ યોજી શકાશે.


ક કક્ષા


(૨) લાઇફ સ્કીલ (જીવન કૌશલ્ય) બાળમેળા માટે સૂચિત પ્રવૃત્તિઓઃ-


કક્ષા


ધોરણ લાઇફ સ્કીલમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ


ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય.


ઉચ્ચ


પ્રાથમિક કક્ષા


6 થી


8


શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિક મેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણ ના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજી શકાશે.


5. આ સાથે મોનીટરીંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન–મોનીટરીંગ ફોર્મ સામેલ છે. જે બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવન કૌશલ્ય) બાળમેળા યોજાય તે દરમ્યાન ડાયટના લેકચરરશ્રી દ્વારા મોનીટરીંગ કરવું અને આ ફોર્મ અવશ્ય ભરવું અને તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા.


6. જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવનકૌશલ્ય) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટરી કરવાની રહેશે. આ ડોક્યુમેન્ટેશન માટે જિલ્લા દીઠ રૂ. 1000/- (એક હજાર) ફાળવવામાં આવે છે. આ ફાળવેલ રકમમાંથી ડોક્યુમેન્ટેશનનો ખર્ચ કરવાનો રહેશે. જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના રહેશે. બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવનકૌશલ્ય) બાળમેળા યોજાઇ ગયા બાદ એક માસમાં અહેવાલની PDF ફાઇલ gcerttraining@gmail.com ઉપર ઇમેલ કરવાનો રહેશે. (ગુજરાતી શ્રુતિ ફોન્ટ સાઇઝ-૧૨)


પ્રસ્તાવના


મુખ્ય હેતુઓ


કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ


બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ ( વિડીયો ક્લીપ્સ • બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિભાવ


SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ


સીડીમાં આપવી.)


મૂલ્યાંકન – પ્રતિભાવોનું વિશ્લેષણ અને તારણો બાળમેળા અને લાઇફ સ્કીલમેળા અન્વયે ડાયેટે કરેલ અનુકાર્યની નકલો. (બાળમેળા અને લાઇફસ્કીલ મેળાનું આયોજન, પત્રો, બેઠકોની મિનિટ્સ, મોનીટરીંગનું આયોજન વગેરે )


7. બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવનકૌશલ્ય) મેળા માટે આપના દ્વારા વિધાર્થીની સંખ્યા આધારિત મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ, નગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા, મહાનગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા, કે.જી.બી.વી., આશ્રમશાળા, મોડેલ સ્કૂલ (ધોરણ-1 થી 8) પ્રત્યેક શાળાને નીચે મુજબ વિદ્યાર્થીની સંખ્યા આધારિત ગ્રાન્ટની ફાળવણી શાળા કક્ષાએ RTGS થી કરવાની રહેશે.


ક્રમ


વિદ્યાર્થીની સંખ્યા


શાળા દીઠ રકમ


1


1 થી 100


2


2


101 થી 200


201 થી 400


રૂા. 800


31. 1000


A. 1200


3


401 થી 600


રૂ. 1400


4


5


601 થી 800


801 થી 1000


સ. 1600


A. 1800


6


1001થી વધુ


31. 2200


8. જિલ્લામાં બાળમેળા/લાઇફસ્કીલ મેળા યોજાઇ ગયા બાદ એક માસમાં શાળા કક્ષાના ખર્ચની માહિતી / યુટીલાઝેશન સર્ટી મેળવીને ડાયટ કક્ષાએ રાખવાના રહેશે.


9. જિલ્લામાં બાળમેળા/લાઇફસ્કીલ મેળા યોજાઇ ગયા બાદ દરેક પ્રવૃત્તિની વીડીયો ક્લીપ્સ તેમજ ફોટોગ્રાફ્સ જીસીઇઆરટી દ્વારા આયોજન કરવામાં આવે ત્યારે WE શાખાના લેકચરરે રીવ્યુ બેઠકમાં અચૂક લઇને આવવાનું રહેશે.


10. જિલ્લામાં બાળમેળા યોજાઇ ગયા બાદ તેના ફોટોગ્રાફ્સ/વીડીયો ક્લીપ્સ/ડોક્યુમેન્ટરી અહેવાલ ડાયેટની વેબસાઇટ પર મૂકવાનો રહેશે.


11. બાળમેળા યોજાયા બાદ ડાયટે યુટિલાઇઝેશન સર્ટીફિકેટ જીસીઇઆરટીને દિન-૫ માં મોકલવાનું રહેશે. (આ સાથે સામેલ છે) નોંધ પર માન. નિયામકશ્રીની મળેલ અનુમતિ અનુસાર




વર્ષ 2024-2025 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત

વર્ષ 2024-2025 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR