વર્ષ 2023-24ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન તથા ઓલ ઇન વન માહિતી

Join Whatsapp Group Join Now

વર્ષ 2023-24ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન તથા ઓલ ઇન વન માહિતી 

મહત્વપૂર્ણ લિંક 

નવા શૈક્ષણિક સત્ર માં પ્રવેશપાત્ર બાળકોના નામાંકન માટેની તૈયારી કરવા બાબત
લેટર પેજ-1
લેટર પેજ-2 

વર્ષ 2023-24ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન તથા ઓલ ઇન વન માહિતી 





વર્ષ 2023-24ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન તથા ઓલ ઇન વન માહિતી


નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર વિધાર્થીઓના નામાંકન માટેની તૈયારી હાથ ધરવા બાબત.


ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, રાજયની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક સત્ર તા.૦૫/૦૬/૨૦૨૩થી શરૂ થનાર છે. આગામી શૈક્ષણિક વર્ષે પ્રવેશપાત્ર થતા હોય તથા શિક્ષણથી વચત ૫ થી ૧૪ વર્ષના તમામ બાળકોનું ટ્રેકીંગ કરી અને ૧૦૦% નામાંકન, ૧૦૦% ટ્રાન્જીશન અને ડ્રોપ આઉટ થયેલ બાળકોનું પુન:સ્થાપન સુનિશ્ચિત કરવાના થાય છે. પ્રવેશપાત્ર બાળકોના ટ્રેકિંગ માટે રાજ્ય સ૨કા૨ના અલગ-અલગ કચેરી/માધ્યમો ઉપયોગમાં લઇ શકાય તેમ છે. જેમાં જન્મ નોંઘણી, આંગણવાડી, આર્થિક મોજણી સર્વે, રસીકરણ ડેટાબેઝ વિગેરેનો સમાવેશ થાય છે.


ઉકત કામગીરી સંદર્ભે આ કચેરી દ્વારા આરોગ્ય વિભાગના રસીકરણ (eMamta/Techo) ના ડેટાબેઝમાં નોંધાયેલા અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશપાત્ર થતા હોય તેવા બાળકો ની જીલ્લા/શહે૨વા૨ યાદી રાજ્ય સ્તરેથી અલગ-અલગ તારવવામાં આવેલ છે. જે માહિતી જીલ્લા/શહેરને આ સાથે પુરી પાડવામાં આવે છે. જેની ચકાસણી કરવા અંગેની તથા નામાંકનની તૈયારી હાથ ધરવાની થાય છે.


આ કચેરી દ્વારા પુરા પાડવામાં આવેલ (Techo) ના ડેટાબેઝ ઉપરાંત અન્ય માધ્યમો (પેચ-૧માં જણાવ્યા અનુસાર) દ્વારા પણ બાળકોનું ટ્રેકીંગ હાથ ધ૨વાનું રહેશે. Techo ડેટાબેઝ સિવાયના અન્ય માધ્યમો થકી મળેલા બાળકો પૈકી જે બાળકો રાજયના અન્ય વિસ્તારોમાં સ્થળાંતરીત થયેલ હોય માત્ર તેવા બાળકોની જ વિગતો પણ આ સાથે સામેલ પત્રક-૧ અનુસાર નિયત નમુનામાં રજુ કરવાની રહેશે.


ઉકત કાર્યવાહી હાથ ધરવા માટે નીચે મુજબની સૂચનાઓ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશેઃ


(૧) અત્રેથી મોકલેલ માહિતી ઉપરાંત બાળકોના નામાંકન અંગેની પૂર્વ તૈયારી વધુ અસરકારક બને તે માટે અને કોઇ પણ બાળક નામાંકન અને પ્રવેશથી વંચિત ન રહે તે માટે નીચેની વિગતે પણ માહિતી મેળવવાની રહેશે.


• સરપંચશ્રી, ગામના અગ્રણી આગેવાનો, પંચાયતના સભ્યશ્રીઓ, એક્સ એમ.સી.ના સભ્યશ્રીઓ, યુવક મંડળ, એન.જી.ઓ., આશા વર્કર, ANM/FHW, આંગણવાડી કાર્યકર, વગેરે તમામનો સહયોગ પ્રાપ્ત કરી નામાંકન અને પ્રવેશપાત્ર બાળકોની ચકાસણી કરી યાદી તૈયા૨ કરવાની રહેશે.


• અલગ-અલગ શેરી / મહોલ્લામાં વસતા ઉચ્ચ પ્રાથમિક વિભાગના બાળકો તથા જાગૃત વાલીઓના સહકારથી નામાંકન અને પ્રવેશપાત્ર બાળકોની ઓળખ કરી શકાય.


• સ્થળાંતરીત કામદારોના બાળકોના ટ્રેકીંગ માટે ખેડુતો કે જેમના ખેતરમાં તેઓ રહેતા હોય, રોજીંદી જીવન વપરાશની વસ્તુઓની ખરીદી જે જગ્યાએથી થતી હોય તેવા દુકાન માલિકો વગેરેના સહયોગથી પણ આવા પ્રવેશપાત્ર બાળકોનું ટ્રેકીંગ કરી શકાય.


Techo ડેટાબેઝ સિવાયના ઉપરોકત અન્ય માધ્યમો થકી મળેલા બાળકો પૈકી જે બાળકો રાજયના અન્ય વિસ્તારોમાં સ્થળાંતરીત થયેલ હોય માત્ર તેવા બાળકોની જ વિગતો આ સાથે સામેલ પત્રક-૧ અનુસાર


નિયત નમુનામાં સંબંધિત છલ્લા/નગર દ્વા૨ા (MS-Excel ફોર્મેટ)માં સોફ્ટ કોપીમાં તૈયાર કરી આ કચેરીને Email- plan.dpe.guj@gmail.com પર સમય-મર્યાદામાં બિનચૂક મોકલવાની રહેશે.


(૨) આપના જીલ્લા/શહેરને પ્રવેશપાત્ર બાળકોના રાજ્ય સ્તરેથી Google sheet દ્વારા પુરા પાડવામાં આવેલ ડેટાબેઝને ડાઉનલોડ કરી આપની કક્ષાએથી આપના તાબા હેઠળના તાલુકા/વોર્ડ અને ગામ/વિસ્તા૨ મુજબ અલગ તારવી જે ગામ/વિસ્તા૨નો વિધાર્થી/વિધાર્થીની જે શાળામાં પ્રવેશપાત્ર થતા હોય તે ગામ/વિસ્તારની શાળા સુધી માહિતી પુરી પાડવાની રહેશે. અને તેની ચકાસણી સંબંધિત શાળા કક્ષાએથી અચૂકપણે થાય તેની તકેદારી રાખવાની રહેશે. સદર માહિતીમાં નીચે પ્રમાણેનો ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.


No


Name of Child


Date Birth


of


Gender


Address


Name of Village / Ward


Name of Sub- cente


Name of Block/ Taluka


Name of Dlstrlct/ Corporatio


n


Contact Numbe r of Parents


Techo Unique Id Number


Name


of


in-contact


charg Number of FHW


FHW


Name of PHC


આ ડેટામાંના પ્રત્યેક બાળકનું નામાંકન થાય તે જોવાની જવાબદારી આપની રહેશે. આ બાળકોની ગુગલ શીટમાં આપેલ ફોર્મેટની પાછળની કોલમમાં માંગેલ માહિતી શાળાઓ પાસેથી Block MIS તથા District MIS દ્વારા એકત્ર કરી Google sheet માં અપલોડ કરવાની રહેશે. જેથી રાજ્યસ્તરેથી સ્થળાંતરિત થયેલા બાળકોના હાલના સરનામાની માહિતીનું લિસ્ટ બનાવી. જે તે લાગુ પડતા જિલ્લા/શહેર કે જ્યાં બાળકો સ્થળાંર્તારત થયેલ હોય, ત્યાં સમયમર્યાદામાં સદરહુ માહિતી મોકલી શકાય. આ અંગે આપે યોગ્ય, સઘન અને સતત રીવ્યુ કરી પરિણામલક્ષી કાર્યવાહી કરવાની રહેશે.


(૩) ઉપરોકત તમામ કામગીરી તા.૩૦/૦૪/૨૦૨૩ પહેલા બિનચૂક પૂર્ણ કરવાની રહેશે.


ઉપરોકત તમામ સૂચનાઓ ધ્યાને લઇ આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશપાત્ર બાળકોનું ૧૦૦% નામાંકન થાય તે મુજબની કાર્યવાઠી હાથ ધરી પાત્રતા ધરાવતા પ્રત્યેક બાળકો નામાંકનથી વંચિત ન રહે તે માટે યોગ્ય, સઘન અને સતત રીવ્યુ કરી પરિણામલક્ષી કાર્યવાહી કરવાની રહેશે.





વર્ષ 2023-24ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન તથા ઓલ ઇન વન માહિતી

વર્ષ 2023-24ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન તથા ઓલ ઇન વન માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR