ભારતીય સંવિધાનનાં શિલ્પકાર, મહિલાઓના મુક્તિદાતા, ભારતરત્ન, મહામાનવ, સિમ્બોલ ઓફ નૉલેજ, વિશ્વ વિભૂતિ, બૌધિસત્વ ડૉ. બાબાસાહેબ આંબેડકર

Join Whatsapp Group Join Now

ભારતીય સંવિધાનનાં શિલ્પકાર, મહિલાઓના મુક્તિદાતા, ભારતરત્ન, મહામાનવ, સિમ્બોલ ઓફ નૉલેજ, વિશ્વ વિભૂતિ, બૌધિસત્વ ડૉ. બાબાસાહેબ આંબેડકર


મહત્વપૂર્ણ લિંક

ડૉ બાબાસાહેબના જીવન પર નિર્મિત અદભુત કહાની જોવા માટે અહીં ક્લિક કરો  

મહત્વપૂર્ણ લિંક

ડૉ બાબાસાહેબ વિશેની માહિતીની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


ભારતીય સંવિધાનનાં શિલ્પકાર, મહિલાઓના મુક્તિદાતા, ભારતરત્ન, મહામાનવ, સિમ્બોલ ઓફ નૉલેજ, વિશ્વ વિભૂતિ, બૌધિસત્વ ડૉ. બાબાસાહેબ આંબેડકર




ભારતીય સંવિધાનનાં શિલ્પકાર, મહિલાઓના મુક્તિદાતા, ભારતરત્ન, મહામાનવ, સિમ્બોલ ઓફ નૉલેજ, વિશ્વ વિભૂતિ, બૌધિસત્વ ડૉ. બાબાસાહેબ આંબેડકર



વ્યક્તિ વિશેષ : ડૉ.બાબાસાહેબ આંબેડકર


પૂરું નામ : ડૉ.ભીમરાવ રામજી આંબેડકર


ઉપનામ : બાબાસાહેબ


જન્મ : ૧૪ અપ્રિલ ૧૮૯૧


જન્મ સ્થળ : મહુ, મધ્યપ્રદેશ


મૃત્યુ : ૬ ડિસેમ્બર ૧૯૫૬


વિશેષતા : બંધારણના ઘડવૈયા, પ્રથમ કાયદામંત્રી, ભારતરત્ન.


ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મ ૧૪ મી એપ્રિલ ૧૮૯૧માં મધ્યપ્રદેશનાં મહુ ગામમાં એક મહાર કુટુંબમાં થયો હતો.તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેમના પિતા મીલીટરીમાં સુબેદારનાં હોદ્દા પર હતા અને લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા.ભીમરાવે પ્રાથમિક શિક્ષણ અનેક મુશ્કેલીઓ વેઠીને પૂરું કર્યું, માધ્યમિક શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઈસ્કૂલમાંથી લીધું અને ઈ.સ. ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. ભીમરાવે મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં અભ્યાસ કરી, ઈ.સ.૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.એ.ની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની સ્કોલરશીપની મદદથી અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ભીમરાવે ‘પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય પર મહાનિબંધ લખી ૧૯૧૫માં એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખી ઈ.સ. ૧૯૧૬માં તેમણે પીએચ.ડી. માટે ‘બ્રિટીશભારતમાંમુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય પર મહાનિબંધ રજૂ કરી કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી. એમની જ્ઞાનપ્રાપ્તિની ભુખ ન સંતોષાતા ઈ.સ. ૧૯૧૬માં તેઓ અમેરિકાથી ઈંગલેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ શરુ કર્યો. પરંતુ પ્રતિકુળ સંજોગો અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાઅભ્યાસ છોડી ભારત પાછા ફરવું પડ્યું. પછી તેઓ વડોદરામાં નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યનાં મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભેડછેટ અને અપમાનોને લીધે નોકરી છોડવી પડી. પરંતુ ડૉ. આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. ઈ.સ. ૧૯૧૮માં મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. પગારમાંથી થોડા પૈસા બચાવીને તથા મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર અધુરો અભ્યાસ પૂરો કરવા ઇંગ્લેન્ડ ગયા. અને કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી ઈ.સ. ૧૯૨૩માં બેરિસ્ટર થયા. અને આજ વર્ષમાં ડૉ. આંબેડકરે ‘રૂપિયાનો પ્રશ્ન’ વિષય પર મહાનિબંધ લંડન યુનિવર્સીટીમાં રજૂ કરતા તેમને ‘ડોક્ટર ઓફ સાયન્સ’ની ઉચ્ચ પદવી એનાયત કરી. વધુ અભ્યાસ માટે જર્મની ગયા અને ત્યાં બોન યુનિવર્સિટીમાં વિદ્યાઅભ્યાસ શરુ કર્યો. પરંતુ આર્થિક કારણોસર અભ્યાસ છોડી ભારત પાછા ફરવું પડ્યું.


ડૉ.બાબાસાહેબ આંબેડકર જૂન - ૧૯૨૮માં મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને કાયદામાં નિપુણ હોવાથી વિદ્યાર્થીઓમાં ખુબજ પ્રિય બન્યા. આ સમયે ‘સાયમન કમિશન’ ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી – જુદી પ્રાંતીય સિમિતઓની રચના કરવામાં આવી. ડૉ.આંબેડકર તા. ૩ ઓગસ્ટ ૧૯૨૮માં મુંબઈ કમિટીમાં નિમાયા. અને તા. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ નાં રોજ ડૉ.આંબેડકરે ‘સાયમન કમિશન' સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ વિષે રજૂઆત કરી. આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી અને મજુરચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને તેમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા જેથી દેશભરમાં ડૉ. આંબેડકર જાણીતા બન્યા. તા. ૬ ડિસેમ્બર ૧૯૩૦માં લંડનમાં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ તેમાં ડૉ. આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ (ઉંડાણપૂર્વક) અને તલસ્પર્શી રજૂઆત કરી. તા. ૭ સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ યોજાઈ તેમાં ડૉ. આંબેડકરે અછૂતો નાં ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. આ બાબતે ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ના રોજ બ્રિટીશ વડાપ્રધાને ‘કોમ્યુનલએવોર્ડ' ની જાહેરાત કરી એમાં ડૉ. આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો. જે ડૉ.આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ આમરણ ઉપવાસ શરુ કર્યા. અંતે ૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨ માં પુના કરાર થયા અને સમાધાન થયું. ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ ૧૭ નવેમ્બર ૧૯૩૨ માં મળી હતી. તેમાં ડૉ. આંબેડકરની અનુભવી રાજકારણી તરીકેની છબી ઉભરી આવી. ૧ જૂન ૧૯૩૫માં મુંબઈ સરકારે ડૉ. આંબેડકરની નિમણુક સરકારી લો કોલેજ મુંબઈના પ્રિન્સીપાલ તરીકે કરી. ઓગસ્ટ ૧૯૩૬માં ડૉ.આંબેડકરે ઇન્ડિયન લેબર પાર્ટી (સ્વતંત્ર મજુર પક્ષ)ની સ્થાપના કરી અને ૧૯૩૭ની ચુંટણીમાં તેઓ ધારાસભામાં ચૂંટાઈ આવ્યા. ઈ.સ.૧૯૪૦માં ડૉ.આંબેડકરનું પુસ્તક પાકિસ્તાન ઉપર વિચારો’ પ્રકાશિત થયું.તેઓ ઈ.સ. ૧૯૪૧માં વાયોસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રતિનિધિ તરીકે નિમાયા અને તેઓ સ્વબળે અને સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદ્દાઓ મેળવતા ગયા. ઈ.સ.૧૯૪૬માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. અને ડૉ.આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા.અને ૨૯ એપ્રિલ ૧૯૪૭ માં બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતમાંથી નાબુદ કરવામાં આવી. ૩ ઓગસ્ટ ૧૯૪૭માં ભારતમાં વચગાળાની સરકાર રચાઈ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ભારત દેશના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. અને ૨૯ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ બંધારણની ડ્રાફ્ટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઇ, અને વિશ્વનું સૌથી લાંબુ બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી બંધારણનાં ઘડવૈયા તરીકે ઓળખાયા. અને અંતે ૬ ડિસેમ્બર ૧૯૫૬નાં રોજ આ દુનિયામાંથી ચિરવિદાય લીધી.


ભારતીય સંવિધાનનાં શિલ્પકાર, મહિલાઓના મુક્તિદાતા, ભારતરત્ન, મહામાનવ, સિમ્બોલ ઓફ નૉલેજ, વિશ્વ વિભૂતિ, બૌધિસત્વ ડૉ. બાબાસાહેબ આંબેડકર

ભારતીય સંવિધાનનાં શિલ્પકાર, મહિલાઓના મુક્તિદાતા, ભારતરત્ન, મહામાનવ, સિમ્બોલ ઓફ નૉલેજ, વિશ્વ વિભૂતિ, બૌધિસત્વ ડૉ. બાબાસાહેબ આંબેડકર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR