EDN-૧૦, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એકસેલેન્સ યોજના અંતર્ગત જુદી- જુદી ૩ પેટા યોજનાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના આયોજન હેઠળની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત

Join Whatsapp Group Join Now

EDN-૧૦, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એકસેલેન્સ યોજના અંતર્ગત જુદી- જુદી ૩ પેટા યોજનાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના આયોજન હેઠળની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત

મહત્વપૂર્ણ લિંક

સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રેસીડેન્સીયલ સ્કૂલો શરૂ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

EDN-૧૦, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એકસેલેન્સ યોજના અંતર્ગત જુદી- જુદી ૩ પેટા યોજનાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના આયોજન હેઠળની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત 









EDN-૧૦, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એકસેલેન્સ યોજના અંતર્ગત જુદી- જુદી ૩ પેટા યોજનાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના આયોજન હેઠળની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત



વંચાણે લીધેલ ક્રમાંક (૩)થી સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા કરવામાં આવેલ દરખાસ્ત મુજબ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એકસેલેન્સ યોજના અંતર્ગત ૫૦ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને આદિજાતિ વિભાગના વિદ્યાર્થીઓ માટે અલાયદી ૨૫ બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સની સ્થાપના કરવાનું આયોજન છે. રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એકસેલેન્સ હેઠળ વિશ્વ કક્ષાની તમામ સુવિધાઓ સાથે રાજ્યભરમાં કુલ ૭૫ શાળાઓની સ્થાપના કરવાનું આયોજન છે. દરેક સંકુલમાં મહત્તમ ૨૦૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. જેથી કરી કુલ ૫૦ સંકુલમાં ધોરણ ૬ થી ૧૨ના કુલ આશરે ૧,૦૦,૦૦૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી પ્રવેશનું આયોજન છે. બિરસા મુંડા જ્ઞાનશકિત રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં 


આદિજાતિ વર્ગના કુલ ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને સમાવિષ્ટ કરાશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અદ્યતન શૈક્ષણિક-માળખાકીય સુવિધાઓ, નિવાસી છાત્રાલય સુવિધાઓ, રમત-ગમતની સુવિધાઓ, કલા, હસ્તકલા, અને વ્યવસાયિક /કૌશલ્ય માટેની તાલીમ પૂરી પાડવામાં આવશે. આ સાથે, શૈક્ષણિક સુવિધાઓ અંતર્ગત શાળા શિક્ષણ ઉપરાંત કારકિર્દી માર્ગદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી પણ કરાવવામાં આવનાર છે.


:-પસંદગી માટેના માપદંડ:


આ યોજના જનભાગીદારી હેઠળ હોવાથી તમામ મૂડી રોકાણ પ્રોજેક્ટ પાર્ટનરે કરવાનું રહેશે, ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટક્રચર વિકસાવવા માટે પ્રોજેક્ટ પાર્ટનર જરૂરી પોતાની જમીન અને મૂડી રોકાણનો ઉપયોગ કરશે. દરેક શાળા સંકુલમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓ રહી શક્શે તે માટેની સુચારૂ વ્યવસ્થા પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ આ શાળાઓ માટે પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવાની રહેશે. શિક્ષકોના ઉચ્ચ કામગીરી પ્રદર્શન માટે પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા તેમને સઘન તાલીમ, મોનીટરીંગ અને પ્રોત્સાહન મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા શિક્ષણ વિભાગની પોલીસી આધારિત તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની કરાર આધારિત નિયંણૂક કરવાની રહેશે જે પ્રોજેક્ટ પાર્ટનરના કરાર આધારિત કર્મચારીઓ ગણાશે અને કોઇપણ સંજોગોમાં તેઓ સરકારી કર્મચારી ગણાશે નહીં. પ્રોજેક્ટ પાર્ટનરે વિષય નિષ્ણાંત શિક્ષકોની નિમંણૂક કરવાની રહેશે. રમત-ગમત, યોગ, ચિત્ર, સંગીત જેવી સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેના ખાસ શિક્ષકોની નિમંણૂક પ્રોજેક્ટ પાર્ટનરે કરવાની રહેશે.


:- પ્રોજેક્ટ પાર્ટનરની પસંદગી:


વંચાણે લીધેલ પત્ર ક્રમાંક (૩) થી કરેલ દરખાસ્તથી જણાવ્યા મુજબ પ્રોજેક્ટ પાર્ટનરની પસંદગીના માપદંડો અંતર્ગત કમિટી દ્વારા ૧૦ એકર જમીન અને ઓછામાં ઓછું ૨૦ કરોડ રૂપિયાના રોકાણની પાત્રતા ધરાવતા હોય તેવી અરજીઓની ચકાસણી સમગ્ર શિક્ષાની કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.


જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અંતર્ગત પ્રોજેક્ટ પાર્ટનર પસંદગી માટે ઉપર જણાવેલ માપદંડ પ્રમાણે કુલ ૧૨૭ શાળાઓ શોર્ટલિસ્ટ કરવામાં આવેલ હતી. તે પછી તેની ફિલ્ડ વિઝિટ

કરવામાં આવી હતી અને કુલ ૧૧૫ શાળાઓની ખરાઇ સમગ્ર શિક્ષાની કચેરી દ્વારા કરવામાં આવેલ હતી. ત્યારબાદ તમામ અરજદારો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું. આ તમામ બાબતો ધ્યાને લઇ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં યોગ્ય પાત્રતા ધરાવતી ૫૦ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને ૨૫ બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.


વંચાણે લીધેલ ક્રમાંક (૧) ઉપરના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી, સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીના તા.૧૪.૧૨.૨૦૨૧ના પત્રથી થયેલ દરખાસ્ત અન્વયે EDN-૧૦, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એકસેલેન્સ અંગેની યોજના અંતર્ગત જુદી-જુદી ૩ પેટા યોજનાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે મહેસૂલ સદરની રૂા.૯૦૦૦.૦૦ (અંકે રૂપિયા નવ હજાર લાખ)ની જોગવાઇ નવી બાબત તરીકે નીચે મુજબ જોગવાઇ કરવામાં આવેલ છે;


(રૂ. લાખમાં)


બજેટ જોગવાઇ


૬૭૮૦.૬૦


ક્રમ


બજેટ સદર


વિસ્તાર


માંગણી ક્રમાંક



૨૨૦૨-૦૧-૧૦૬-૧૦


બિન-આદિજાતિ વિસ્તાર



૨૨૦૨-૦૧-૧૦૬-૧૩


ખાસ અંગભૂત વિસ્તાર


૯૫


૬૩૮.૪૦


3


૨૨૦૨-૦૧-૭૯૬-૩૭


આદિજાતિ વિસ્તાર


૯૬


૧૫૮૧.૦૦


કુલ


| ૯૦૦૦.૦૦


૨. રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એકસેલેન્સ અંતર્ગત ૫૦ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને આદિજાતિ વિભાગના વિદ્યાર્થીઓ માટે અલાયદી ૨૫ બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સની સ્થાપના કરવાનું આયોજન છે.


3. બાળકોના સર્વાંગી વિકાસ માટે અદ્યતન શૈક્ષણિક માળાખાકીય સુવિધાઓ, નિવાસી છાત્રાલય, રમત ગમતની સુવિધાઓ, કલા, હસ્તકલા, વ્યવસાયિક કૌશલ્ય માટેની તાલીમ, કારકિર્દી માર્ગદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી કરાવવામાં આવશે. શૈક્ષણિક માળખા અંતર્ગત સમગ્ર રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા દ્વારા પસંદગી કરી તેમને નિવાસી સુવિધા સાથે ધોરણ ૬ થી ૧૨ સુધીનું શિક્ષણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે.



૪. ઉપર્યુક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની જોગવાઇઓને વહીવટી મંજૂરી બાબતની વંચાણે લીધેલ ક્ર્માંક (૨) ઉપરની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીની દરખાસ્ત અન્વયે પુખ્ત વિચારણાને અંતે, નીચેની શરતોને આધીન સદરહુ નવી બાબતની જોગવાઇઓમાંથી ખર્ચ કરવાની આથી વહીવટી મંજૂરી આપવાનું ઠરાવવામાં આવે છે.


શરતો:


(૧)


આ યોજના હેઠળ નિયત થયેલ લાભાર્થીઓની મર્યાદામાં જ તેમજ અંદાજપત્રીય જોગવાઇની મર્યાદામાં જ સહાય ચૂકવવાની રહેશે. કોઇપણ સંજોગોમાં આ યોજના હેઠળ નિયત નાણાંકીય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહીં તે મુજબનું આયોજન કરવાની તકેદારી વિભાગે રાખવાની રહેશે.


(૨)


(3)


ઓનલાઇન અરજી કરવાનું અને મંજૂરી આપવાનું પ્રાવધાન રાખવાનું રહેશે. સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તથા તે મુજબ ખરીદી કરવાની રહેશે. પરંતુ જે વસ્તુઓ GeM પોર્ટલ પર ઉપલબ્ધ ન હોય એવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૦૧/૧૦/૨૦૧૮ના ઠરાવ મુજબ ઉદ્યોગ અને ખાણ વિભાગ પાસેથી ના વાંધા પ્રમાણપત્ર (No Objection Certificate) મેળવ્યા પછીજ ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ વખતો વખત થયેલ સુધારાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સાધન/ કીટની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની રહેશે.


(૪)


(૬)


નાણાંકીય સહાય નિયત કરેલ સમયાંતરે DBT પદ્ધતિથી જ આપવાની રહેશે.


22


આ યોજનાને DBT Portal ઉપર ફરજિયાત નોંધવાની રહેશે. C.M. Dashboard સાથે યોજના લિંક કરવાની રહેશે.


(60)


યોજનાના મોનીટરીંગની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.


23


Social Audit અને Third Party Verification પણ સમયાંતરે કરાવી સરકારશ્રીને રજૂ કરવાનું રહેશે.


(૯)


યોજનાકીય મેનપાવરની મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહેશે.


(૧૦) કેંદ્ર સહાયિત યોજનામાં ફંડ કેંદ્ર સરકાર ફાળવે તે મુજબ જ યોજનાકીય લાભ લાભાર્થીને આપવાનો રહેશે.


(૧૧) પ્રવર્તમાન યોજનાના નોર્મ્સ અને સહાયની રકમોમાં જો ફેરફાર કરવાનો થતો હોય


તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે.


(૧૨) આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઓને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં જ કરવાનો રહેશે.


(૧૩) પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાંકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઇ કરવી લેવાની રહેશે.


(૧૪) આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો વખત લાગુ પડતા


ઠરાવો/પરિપત્રો અને નિયમોની જોગવાઇઓ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે. (૧૫) આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાંકીય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે.


(૧૬) આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. બચત


રહેતી રકમ વર્ષ આખરે સરેન્ડર કરવાની રહેશે.


(૧૭) યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. (૧૮) સદર વહીવટી મંજૂરી અન્વયે સતત ત્રણ વર્ષ સુધી ખર્ચ ન થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે.


(૧૯)


વિભાગે પારદર્શક પ્રક્રિયા અનુસરીને સંસ્થાની પસંદગી કરવાની રહેશે અને સક્ષમ કક્ષાએ મંજૂરી મેળવી લેવાની રહેશે.


(૨૦)


તમામ વિસ્તારો જિલ્લાઓને સપ્રમાણ લાભ મળે તે વિભાગે સુનિશ્ચિત કરવાના રહેશે.


(૨૧)


વિભાગે પારદર્શક પ્રક્રિયા અનુસરીને સંસ્થાની પસંદગી કરવાની રહેશે અને સક્ષમ કક્ષાએ મંજૂરી મેળવી લેવાની રહેશે.


(૨૨)


તમામ વિસ્તારો જિલ્લાઓને સપ્રમાણ લાભ મળે તે વિભાગે સુનિશ્ચિત કરવાનું રહેશે.


૩. આ અંગેનો ખર્ચ નીચે જણાવ્યા મુજબના સદરો હેઠળ થયેલ જોગવાઇમાંથી મંજૂર કરેલ ગ્રાન્ટમાંથી મેળવવાનો રહેશે.


બજેટ સદર


(રૂ. લાખમાં)


બજેટ જોગવાઇ


ક્રમ


માંગણી ક્રમાંક




૨૨૦૨-૦૧-૧૦૬-૧૦


C


૬૭૮૦.૬૦


૨૨૦૨-૦૧-૧૦૬-૧૩


૨૨૦૨-૦૧-૭૯૬-૩૭


૯૫


૬૩૮.૪૦


3


કુલ


૧૫૮૧.૦૦


૩. આ હુકમો આ વિભાગની સમાન ક્રમાંકવાળી ફાઇલ ઉપર સરકારશ્રીની તા. ૧૨ .૦૧.૨૦૨૩ ની નોંધથી મળેલ સંમતિ અન્વયે રવાના કરવામાં આવે છે.





EDN-૧૦, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એકસેલેન્સ યોજના અંતર્ગત જુદી- જુદી ૩ પેટા યોજનાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના આયોજન હેઠળની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત

EDN-૧૦, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એકસેલેન્સ યોજના અંતર્ગત જુદી- જુદી ૩ પેટા યોજનાઓ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના આયોજન હેઠળની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR