રાજકોટ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

રાજકોટ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


રાજકોટ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 




રાજકોટ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

જિલ્લા ફેરબદલીથી રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં આવવા માંગતા શિક્ષકોની આવેલ અરજીઓનું કામચલાઉ શ્રેયાનતા યાદી (પુન:)પ્રસિદ્ધ કરવા અંગે.




જય ભારત સાથ જણાવવાનું કે જિલ્લા ફેરબદલીથી રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓના પ્રાથમિક અને ઉચ્ચ. પ્રાથમિક વિભાગમાં એકતરફી બદલીથી આવવા અરજી કરેલ છે તેવા શિક્ષકોએ અરજી સાથે રજુ કરેલ પુરાવાઓને આધારે આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબ કામચલાઉ શ્રેયાનતા યાદી(પુન:) ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની તૈયાર કરવામાં આવેલ છે. આ કામચલાઉ શ્રેયાનતા યાદી(પુન:) આપના તાબા હેઠળના TPEO શ્રીઓ મારફત તમામ પ્રાથમિક શાળાઓ સુધી પહોંચે તે રીતે બહોળી પ્રસિદ્ધિ કરવા વિનંતી.


આ સાથે અત્રેની કચેરી દ્વારા પત્ર ક્રમાંક : શિક્ષણ/એસ્ટા- ૨૮ જિલ્લાફેર/૨૦૨૨/૩૩૮ તારીખ:- ૧૬/૧૧/૨૦૨૨ થી જાહેર કરવામાં આવેલ જિલ્લા ફેરબદલીથી રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં આવવા માંગતા શિક્ષકોની આવેલ અરજીઓની કામચલાઉ શ્રેયાનતા યાદી આથી રદ કરવામાં આવે છે.


વધુમાં, જે શિક્ષકને આ કામચલાઉ શ્રેયાનતા યાદી (પુન:)માં દર્શાવેલ કોઈ વિગત સામે વાંધો કે નામ બાકી રહી ગયેલ હોય તો તેવા શિક્ષકશ્રી એ આ સાથે સામેલ નિયત નમુનામાં જરૂરી આધાર-પુરાવા સાથેની વાંધા અરજી લગત જિલ્લાના/નગર શિક્ષણ સમિતિના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી દ્વારા(પ્રોપર થ્રુ ચેનલ) અત્રેની કચેરીએ તા. ૨૦/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના ૦૫.૦૦ કલાક સુધી મોકલી આપવાની રહેશે..આ સમયમર્યાદા પછી આવેલ કોઈ રજૂઆત/વાંધા અરજી કે કેમ્પના દિવસે રૂબરૂમાં રજુ કરવામાં આવતી રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.


અત્રેથી પ્રસિદ્ધ કરેલ આ કામચલાઉ યાદીમાં ઉમેદવારોએ એક કરતા વધુ વર્ષમાં અરજી કરવાના કારણે એક કરતા વધુ વર્ષમાં તેમના નામનો સમાવેશ થયેલ છે તેવા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે કે આ પ્રકારના કિસ્સામાં ઉમેદવાર દ્વારા થયેલ અરજીઓ પૈકી પ્રથમ અરજીને ગ્રાહ્ય અને પછીના વર્ષોમાં કરેલ તમામ અરજીઓને દફતરે કરીને જે તે ઉમેદવારની પ્રથમ અરજીને ધ્યાને લઈને આ કામચલાઉ યાદી જાહેર કરવામાં આવેલ છે.જો આવા ઉમેદવાર પોતાની પ્રથમ અરજીને બદલે અન્ય કોઈ વર્ષની અરજી જિલ્લા ફેરબદલી માટે માન્ય રાખવા ઈચ્છતા હોય તો તેણે કઈ એક અરજી માન્ય રાખવી અને જે ઉમેદવારો


એ એકતરફી સિનિયોરીટી અને કોઇપણ અગ્રતા કેસ એમ બન્નેમાં અરજી કરેલ હોય તેઓની અગ્રતા કેસ વાળી અરજી ધ્યાનમાં રાખીને એકતરફી સિનિયોરીટી ની અરજી દફ્તરે કરવામાં આવેલ છે.આ પ્રકારના કેસમાં ઉમેદવાર પોતાની અગ્રતા કેસની અરજી રદ કરીને એકતરફી સિનિયોરીટી વાળી અરજી ચાલુ રાખવા માંગતા હોય તો તે અંગે લેખિતમાં લગત જિલ્લાના/નગર શિક્ષણ સમિતિના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી દ્વારા આ કચેરીને ઉપરોક્ત સમયમર્યાદામાં જાણ કરવાની રહેશે અન્યથા પ્રથમ અરજીને જ ધ્યાને લેવામાં આવશે,


નિયત સમયમર્યાદામાં આ કચેરીને મળેલ રજુઆતો/વાંધા અરજીઓની ચકાસણી કરીને કચેરી દ્વારા આખરી શ્રેયાન યાદી તૈયાર કરવામાં આવશે. જે સંબંધિત DPEO શ્રીઓને મોકલવામાં આવશે. આ કામચલાઉ શ્રેયાન યાદી(પુન:) માં સમાવિષ્ટ શિક્ષકો પૈકી કોઇ શિક્ષકોની જિલ્લા ફેરબદલી થઇ


ગઇ હોય તો બદલીના હુકમની નકલ સાથે વિગતો રજૂ કરવા વિનંતી.


જિલ્લા ફેરબદલીનો કેમ્પ આવનારા સમયગાળામાં નિયામકશ્રી,પ્રાથમિક શિક્ષણ ની સુચના મુજબ કરવાનો થાય છે. જિલ્લા ફેરબદલી કેમ્પમાં સમાવેશ થતા ઉમેદવારોને અત્રેની કચેરી દ્વારા રજી.એડી.પોસ્ટ દ્વારા શાળાના સરનામે કોલ લેટર મોકલવામાં આવશે તથા સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓને ઈ-મેલ થી જાણ કરવામાં આવશે.


આપના જિલ્લાના જે શિક્ષકોએ આ જિલ્લામાં આવવા માટે એકતરફી જિલ્લા ફેરબદલીની અરજી કરેલ છે તેઓને જાણ કરવા વિનંતી.



રાજકોટ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

રાજકોટ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR