નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં રહેલ વિસંગતતા દુર કરવા બાબત.

Join Whatsapp Group Join Now

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં રહેલ વિસંગતતા દુર કરવા બાબત.


4200 ગ્રેડ પે લેટર મહત્વપૂર્ણ લિંક 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં રહેલ વિસંગતતા દુર કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં રહેલ વિસંગતતા દુર કરવા બાબત.










નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં રહેલ વિસંગતતા દુર કરવા બાબત.

ઉક્ત વંચાણે લીધેલ નાણા વિભાગના ક્રમાંક (૧) પરના તા.૧૬/૦૮/૧૯૯૪ના ઠરાવથી રાજ્યમાં શિક્ષકોના બઢતીનો અભાવ અથવા બઢતીની મર્યાદીત તકોનો પ્રશ્ન નિવારવા માટે 11 સુધારેલ ઉચ્ચતર પગાર ધોરણની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ સદરહું ઠરાવના પારા ૩(૨)માં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ એટલે તરત પછીની બઢતીની જગ્યાનું પગાર ધોરણ પરંતુ જે જગ્યા માટે જુદા જુદા પગાર ધોરણની એકથી વધુ બઢતીની જગ્યાઓ હોય તેવી જગ્યા પરના કર્મચારીઓ માટે, તેમનો પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણનો પગાર, બઢતીની જગ્યાઓમાં સૌથી નીચલી જગ્યાના પગાર ધોરણનો પગાર ગણાશે.

પરંતુ, વધુમાં બઢતીનું કોઇ પગાર ધોરણ ન હોય એવા કેસમાં તેના હાલના પગાર ધોરણને મળતું " આવતું પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ, આ સરકારી ઠરાવ સાથે જોડેલ અનુસૂચિ-(૧) માં નિર્દિષ્ટ કર્યા મુજબનું રહેશે.


પરંતુ, વિશેષમાં જુદા જુદા પગાર ધોરણવાળા પુરક સંવર્ગોવાળી જગ્યાઓના કેસમાં, તે જગ્યાઓના ઉચ્ચતર પગાર ધોરણ બઢતીના પગાર ધોરણને બદલે તેના હાલના પગાર ધોરણ સાથે મળતું આવતું સદરહુ ઠરાવથી નિયત થયેલ અનુસૂચિ-(૧) માં નિર્દિષ્ટ કર્યા મુજબનું ઉચ્ચતર પગાર ધોરણ રહેશે, તે મુજબની જોગવાઇ થયેલ હતી અને તે અનુસાર રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને એટલે કે જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને ૩૧/૧૨/૧૯૯૫ સુધી સમાનદરે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૧૪૦૦-૨૬૦૦ મળતું હતું.


ત્યારબાદ તા.૦૧/૦૧/૧૯૯૬થી પાંચમું પગાર પંચ અમલમાં આવતા ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક (ર) હેઠળના નાણાં વિભાગના તા.૧૪/૦૮/૧૯૯૮ ના ઠરાવથી પાંચમું પગાર પંચને અનુરૂપ ઉચ્ચતર પગાર ધોરણ માટે આગાઉ તા.૧૬/૦૮/૧૯૯૪ ના ઠરાવથી નિયત થયેલ અનુસૂચિમાં ફેરફાર કરવામાં આવેલ અને નવી અનુસૂચિ અમલમાં મુકવામાં આવતા તા.૦૧/૦૧/૧૯૯૬ થી જીલ્લા શિક્ષણ સમિતિના શિક્ષકોને તમામ જીલ્લા શિક્ષણ સમિતિમાં બઢતીની જગ્યા જે તે સમયે કેળવણી નિરીક્ષક હતી તેથી આ જગ્યાના પગાર ધોરણ મુજબ જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦ ગ્રેડ પે ૪૨૦૦) પ્રમાણે મંજૂર કરવામાં આવતું હતું.


જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક સંવર્ગની ઉપર બઢતીની કેળવણી નિરીક્ષક સંવર્ગ ન હતો તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના શિક્ષકોને નાણાં વિભાગના તા.૧૪/૦૮/૧૯૯૮ ના ઠરાવ સાથેની અનુસૂચિ મુજબ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૪૫૦૦-૧૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ.૫૨૦૦- ૨૦૨૦૦ ગ્રેડ પે-૨૮૦૦) પ્રમાણે મંજૂર કરવામાં આવી રહેલ છે.


ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક (૩) પરના શિક્ષણ વિભાગના જાહેરનામાથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં જે મુખ્ય શિક્ષકની જગ્યા ઉભી કરવામાં આવેલ હતી તે સંવર્ગના ભરતી નિયમો પ્રસિધ્ધ કરવામાં આવેલ ત્યારબાદ ઉકત વંચાણે લીધેલ ક્રમાંક (૪) પરના જાહેરનામાંથી મુખ્ય શિક્ષક વર્ગ-૩ સંવર્ગના અગાઉના ભરતી નિયમો રદ કરી નવેસરથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં શિક્ષકો માટે મુખ્ય શિક્ષક સંવર્ગ એ બઢતી માટે ફરજીયાત ન રાખતા મરજીયાત રાખવામાં આવેલ છે.


ત્યારબાદ ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક (૫) પરના શિક્ષણ વિભાગના તા.૧૨/૦૧/૨૦૨૧ ના જાહેરનામાથી મુખ્ય શિક્ષક વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમોમાં સુધારો કરી રાજ્યની તમામ


સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે મુખ્ય શિક્ષક સંવર્ગને બઢતી માટે ફરજિયાત કરતા શિક્ષક સંવર્ગ એ મુખ્ય શિક્ષક સંવર્ગનો ફિડર કેડર જાહેર થયેલ એટલે કે શિક્ષક સંવર્ગમાંથી મુખ્ય શિક્ષક સંવર્ગ બઢતી માટે ઉપલબ્ધ થતાં અને ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક (૬) પરના ઠરાવથી મુખ્ય શિક્ષક વર્ગ-૩ સંવર્ગને શૈક્ષણિક સંવર્ગ ગણવા ઠરાવેલ છે.


ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક (૭) પરના પરીપત્રથી બહાર પાડેલ સમજૂતી અનુસાર, નાણા વિભાગના ઉક્ત ઠરાવોની જોગવાઇ મુજબ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ ૩.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે ૪૨૦૦) માટે પાત્ર ન હતા તે પણ પાત્ર થયેલ પરંતુ તેના લીધે તા.૧૨/૦૧/૨૦૨૧ અગાઉ જે શિક્ષકો પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે લાયક થયેલ અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૪૫૦૦-૭૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ.૫૨૦૦- ૨૦૨૦૦ ગ્રેડ પે-૨૮૦૦) પ્રમાણે મેળવી રહેલ છે. તે શિક્ષકો સિનિયર હોવા છતાં જુનિયર કરતાં નીચુ પગાર ધોરણ મેળવવા અંગેના સંજોગો ઉપસ્થિત થતાં આવી પગાર ધોરણની વિસંગતતા દુર કરવા અને તા.૦૧/૦૧/૧૯૯૬ અગાઉ જે રીતે જીલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને એકસમાન દરે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળી રહેલ હતું તે મુજબ તા.૦૧/૦૧/૧૯૯૬થી એકસમાન દરે પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ અને ત્યારબાદ તદનુસાર દ્વિતિય અને તૃતિય ઉચ્ચત્તર પગાર ધોરણની બાંધણી કરવા અંગે ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક (૮) પરના પત્રથી નિયામક પ્રાથમિક શિક્ષણ ની કચેરી દ્વારા કરવામાં આવેલ દરખાસ્ત કરેલ હતી.


વધુમાં રાજ્યના માન્ય પ્રાથમિક શિક્ષક સંઘો દ્વારા અવર-નવર કરેલ રજુઆતો તથા ઉકત વિગતે તમામ સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પગાર ધોરણમાં એકરૂપતા રહે અને તા.૧૨/૦૧/૨૦૨૧ અગાઉ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે પાત્ર થયેલ શિક્ષકો અને ત્યાર બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે પાત્ર થયેલ શિક્ષકોના પગાર ધોરણમાં વિસંગતતા દૂર કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.


ઠરાવ:


કાળજીપુર્વકની વિચારણાને અંતે ઉક્ત વિગતે રાજ્યની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ અને ત્યારબાદ તદનુસાર દ્વિતિય અને તૃતિય ઉચ્ચત્તર પગાર ધોરણ બાબતે એકરૂપતા રહે તે માટે તા.૦૧/૦૧/ ૧૯૯૬ થી એક સમાન દરે એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર પંચ


મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦ ગ્રેડ પે-૪૨૦૦) અનુસાર મંજુર કરવા અંગે નીચેની શરતોને આધિન ઠરાવવામાં આવે છે.


ને શરતો:


(૧) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને તેઓની પાત્રતા તારીખથી ઉચ્ચત્તર પગાર ધોરણ યોજનાના તા.૧૬/૦૮/૧૯૯૪ ના ઠરાવની જોગવાઇઓ મુજબ ૯ વર્ષે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૩૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ પ.ધો. ૩.૯૩૦૦ ૩૪૮૦૦, (ગ્રેડ પે-૪૨૦૦), ૨૦ વર્ષે દ્વિતીય ઉચ્ચત્તર પગાર ધોરણ રૂ.૫૫૦૦-૯૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ પ.ધો રૂ.૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૪૪૦૦) તથા ૩૧ વર્ષે તૃતીય ઉચ્ચત્તર પગાર ધોરણ રૂ.૬૫૦૦-૧૦૫૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ ઉચ્ચત્તર પગાર ધોરણ રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૬૦૦) મળવાપાત્ર થશે.


(ર) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો પૈકી હાલમાં જે શિક્ષકોને પાત્રતા તારીખે પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ રૂ.૪૫૦૦-૭૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ ૫.ધો રૂ.૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે- ૨૮૦૦) મંજુર થયેલ છે તેવા કેસોમાં હવે પાત્રતા તારીખથી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ ૫.ધો રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે ૪૨૦૦) મંજુર કરવાનું થશે અને તેઓની પાત્રતા તારીખથી ઠરાવની તારીખ સુધીના પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકેના ૩.૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ ૫.ધો ૩૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે ૪૨૦૦) ના પગાર ધોરણના તફાવતની રકમ નોશનલ ગણવાની રહેશે અને તા:૧૨/૧૦/૨૦૨૨થી વાસ્તવિક ચુકવણી કરવાની રહેશે.


(3) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો પૈકી જેઓને પાત્રતા તારીખે નિયમો મુજબ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ રૂ.૪૫૦૦-૭૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ પ.ધો રૂ.૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે- ૨૮૦૦) મંજુર કરવાનું હજી બાકી છે તેવા કેસોમાં હવે ઉકત નિર્ણય થતાં પાત્રતા તારીખથી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.પ૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ પ.ધો રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૨૦૦) મંજુર કરવાનું થશે. પરંતુ તેઓની પાત્રતા તારીખથી ઠરાવની તારીખ સુધી તેઓને નિયમો મુજબ અગાઉ મળવાપાત્ર હતું તે મુજબ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ રૂ.૪૫૦૦-૭૦૦૦ (છઠ્ઠા પગાર પંચ મુજબ ૫.ધો રૂ.૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે- ૨૮૦૦) મુજબ ઉચ્ચત્તર પગાર ધોરણ તફાવતની રકમની ચુકવણી કરવાની થશે. જ્યારે રૂ.૫૦૦૦-૮૦૦૦ના (છઠ્ઠા પગાર પંચ મુજબ ૫.ધો ૩.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૨૦૦) ઉચ્ચતર પગાર ધોરણના તફાવતની રકમ નોશનલ ગણવાની રહેશે અને તાઃ ૧૨/૧૦/૨૦૨૨ થી વાસ્તવિક ચુકવણી કરવાની રહેશે. (૪) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો પાસેથી ઉપરોકત વિગતે બાંહેધરી એફિડેવીટ સ્વરૂપે આ સાથે સામેલ બાંહેધરી પત્રક મુજબ લેવાની રહેશે.

(૫) આ નિર્ણય ખાસ કિસ્સામાં કરેલ હોઇ તેને પૂર્વ દ્રષ્ટાંત તરીકે ગણવાનો રહેશે નહિ.


આ ઠરાવ. આ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગ તથા સરકારશ્રીની તા.૦૪,૧૦,૨૦૨૨ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે રવાના કરવામાં આવે છે.

==


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં રહેલ વિસંગતતા દુર કરવા બાબત.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં રહેલ વિસંગતતા દુર કરવા બાબત. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR