રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો / વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત

Join Whatsapp Group Join Now

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો / વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક


રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો / વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો / વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત






રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો / વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત


  રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો / વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત પ્રસ્તાવના : ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંકઃ સશઅ / ૧૧૨૦૨૨૮૬૪૪ / ચ સચિવાલય , ગાંધીનગર . તારીખઃ ૧૨/૦૮/૨૦૨૨ તા .૦૪.૦૩ ૨૦૧૫ ના હરાવ ક્રમાંક : પરચ / ૧૦૧૪ / ૫૩ / ૩૬૩૬ / ચ ( ર ) સમગ્ર શિક્ષા કચેરીની તા .૧૨.૦૫.૨૦૨૨ ની નોંધથી રજૂ કરાયેલ દરખાસ્ત રાજ્યમાં આવેલ જુદા જુદા જિલ્લાની શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં બાંધવામાં આવેલ સંરચના સહિતના મકાનો / વર્ગખંડો ( પ્રિ - ફેબ પદ્ધતિથી બનાવવામાં આવેલ સહિત ) જે ઘણા લાંબા સમય પહેલા બાંધવામાં આવેલ છે . આ મકાનો / વર્ગખંડો ખૂબ જ જર્જરિત અને ભયજનક હાલતમાં આવી જવાથી બિન ઉપયોગી હોઇ તેને વહેલી તકે તોડી પાડવાની જરૂરિયાત રહે છે જેથી આ મકાનો / વર્ગખંડો તોડીને આ સ્થળે સમગ્ર શિક્ષા દ્વારા નવા મકાનો બાંધવાની પ્રક્રિયા હાથ ધરી શકાય . આ મકાનો / વર્ગખંડોને તોડી પાડવા માટે જુદ્દા જુદા જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ સમિતિઓ દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓ 20 J ભરવામાં આવે છે . આ પ્રક્રિયા જટિલ હોવાથી આ કામગીરીમાં ઘણો જ વિલંબ થાય છે .


ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક ( ૧ ) થી આવા ઓરડાઓ / વર્ગખંડો તોડી પાડવાની સત્તા નાણાં વિભાગના નાણાંકીય સત્તા સોંપણી નિયમો , ૧૯૯૮ ના નિયમ -૪ ની જોગવાઇ અન્વયે એક વખતની સત્તા ( one time approval ) જિલ્લા વિકાસ અધિકારીઓને સોંપવામાં આવી હતી . આવા જર્જરિત અને ભયજનક મકાનો / વર્ગખંડો નિયત સમયમર્યાદામાં તોડવાની પ્રક્રિયામાં ઝડપ અને એકસૂત્રતા લાવવાના હેતુસર એક નિશ્ચિત કાર્યપદ્ધતિ અમલમાં લાવવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . ઠરાવ : પુખ્ત વિચારણાને અંતે રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓની સંરચના સહિતના જર્જરિત , ભયજનક અને બિનઉપયોગી મકાનો / વર્ગખંડો ( પ્રિ - ફેબ પદ્ધતિથી બનાવવામાં આવેલ સહિત ) ને તોડી પાડવા અંગેની મંજુરી માટે દરેક જિલ્લામાં નીચે મુજબની સમિતિની રચના કરવામાં આવે છે . ક્રમ સંબંધિત જિલ્લા અધિકારીશ્રીની વિગત સમિતિ ૧ ) જિલ્લા વિકાસ અધિકારી ૨ ) કાર્યપાલક ઇજનેર , મા.મ. ( પંચાયત વિભાગ ) ૩ ) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સભ્ય સચિવ ઉપર સૂચવેલ સમિતિએ નીચેની શરતોને આધિન મંજુરી આપવાની રહેશે . અધ્યક્ષ સભ્ય ૧ ) રાજયની પ્રાથમિક શાળાઓના જરિત , ભયજનક અને બિનઉપયોગી ઓરડા / વર્ગખંડો તોડી પાડવાની સત્તા નાણાં વિભાગના નાણાકીય સત્તા ( સોંપણી ) નિયમો , ૧૯૯૮ ના નિયમ ૪ ની જોગવાઇ અન્વયે સબંધિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને ઉપરોકત સમિતિને સોંપી શકાશે . ૨ ) ૩.૫૦,૦૦૦ / - ( અંકે રૂપિયા પચાસ હજાર પુરાની ) મર્યાદામાં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા વર્ગખંડને જર્જરિત ,


નોડી ભયજનક અને બિન ઉપયોગી જાહેર કર્યા પછી એવા જુના વર્ગખંડો મકાનો તોડી પાડવા માટે સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ જિલ્લા કક્ષાએથી જ ઉપર મુજબ નિયુક્ત સમિતિ સમક્ષ વહેલી તકે દરખાસ્ત રજૂ કરવાની રહેશે . ૩ ) સૂચવેલ સમિતિ દ્વારા જર્જરીત , ભયજનક અને બિનઉપયોગી જાહેર થયેલ જુના મકાનો / વર્ગખંડોને તોડી પાડવાની મંજુરી આપ્યા બાદ જો એવા તોડી પાડવાના વર્ગખંડ મકાનો સામે નવા વર્ગખંડ / નવા મકાનોની વહિવટી મંજુરી મળેલ હશે તો જર્જરીત વર્ગખંડ / મકાન તોડવાની કામગીરીને નવા બાંધકામના ટેન્ડરમાં જ સામેલ કરી લેવાનું રહેશે . તે સંજોગોમાં જર્જરીત વર્ગખંડ / મકાનના કાટમાળમાંથી ઉપજ થતી રકમ નવા બાંધકામના અંદાજમાં સરભર કરવાની રહેશે . ૪ ) જ્યારે તોડી પાડવાની મંજુરી મળેલ જર્જરીત વર્ગખંડ / મકાન સામે નવા વર્ગખંડ / મકાન માટેની કોઇ વહિવટી મંજુરી મળેલ ન હોય તો જર્જરીત વર્ગખડ / મકાન તોડવાની કામગીરી માટે સ્વતંત્ર ટેન્ડર કરવાનું રહેશે આવી રીતે સ્વતંત્ર ટેન્ડરથી તોડી પાડવાના જરત વર્ગખંડ / મકાનોની ટેન્ડર કામગીરી જિલ્લા કક્ષાએથી પણ કરી શકાશે . ૫ ) જુના બાંધકામ તોડવા અને કાટમાળ ખસેડવા માટે માર્ગ અને મકાન વિભાગના વખતોવખતના ઠરાવો પરિપત્રો / માર્ગદર્શિકાઓ / સુચનાઓને અનુસરવાનું રહેશે . ૬ ) રાજયની પ્રાથમિક શાળાઓના જરિત , ભયજનક અને બિનઉપયોગી ઓરડા / વર્ગખંડો તોડી પાડતાં તેના કાટમાળમાંથી ઉપજ થતી રકમમાંથી તોડી પાડવાનો ખર્ચ બાદ કરી બચત રકમ સરકારશ્રીમાં નિયત હેડમાં જમા કરાવવાની રહેશે .


૭ ) આ સમિતિએ દર માસે ઉપરોકત કામગીરીની સમીક્ષા કરી સત્વરે કાર્યવાહી હાથ ધરવાની રહેશે . આ સમિતિએ કરેલ કામગીરીનો પ્રગતિ અહેવાલ દર માસે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી , સ્ટેટ પ્રોજેકટ કચેરી , સેકટર -૧૭ , ગાંધીનગરને ને પ્રસ્તુત કરવાનો રહેશે . આ હુકમો સમાન ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તા .૨૮ / ૦૭ / ૨૦૨૨ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે .  





રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો / વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો / વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR