સપ્ટેમ્બર માસ દરિમયાન સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવા બાબત

Join Whatsapp Group Join Now

સપ્ટેમ્બર માસ દરિમયાન સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવા બાબત 

મહત્વપૂર્ણ લિંક 

સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવા બાબત 2024 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવા બાબત 2023 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવા બાબત 2022 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



તા .૧ સપ્ટેમ્બર થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ દરિમયાન સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવા બાબત 











તા .૧ સપ્ટેમ્બર થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ દરિમયાન સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવા બાબત

 : તા .૧ સપ્ટેમ્બર થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ દરિમયાન સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવા બાબત . સંદર્ભ : ભારત સરકારના શિક્ષણ વિભાગના ડીપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટ્રસીનો પત્ર ક્રમાંક : D.0.No.F.18-1 / 2022-5-6 , તા .૨૬.૦૫.૨ ૦ ૨ ૨ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ થી સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી દર વર્ષે કરવામાં આવી રહી છે . આ વર્ષે પણ તા .૦૧.૦૯.૨૦૨૨ થી તા .૧૫,૦૯,૨૦૨૨ દરમિયાન " સ્વચ્છતા પખવાડીયા " ની ઉજવણી કરવામાં આવનાર છે . આ બાબત ધ્યાને લઇ આપના તાબા હેઠળની શાળાઓ તથા બી.આર.સી.કો.ઓ. અને સી.આર.સી.કો.ઓ. , એસ.એમ.સી.ના સભ્યો , તમામ શાળાઓના મુખ્ય શિક્ષકો , શિક્ષકો , વિદ્યાર્થીઓ , વાલીગણ તેમજ ગ્રામજનો ઉજવણીમાં ભાગ લે તેવું આયોજન કરવાનું રહેશે . ભારત સરકારના પત્રમાં જણાવ્યા મુજબ “ Suggested Action Plan for Swachchhata Pakhwada ( 01 15 September 2022 ) " અન્વયે આપના તાબા હેઠળની તમામ કચેરીઓ અને શાળાઓમાં જણાવેલ વિગતે પ્રવૃત્તિઓ થાય તે સુનિશ્ચિત કરશો , તેમજ મોનીટરીંગ સ્ટાફ દ્વારા સુચારૂ અમલીકરણ થાય તે જોશો . 

વધુમાં ભારત સરકારના પત્રમાં જણાવ્યા મુજબ તમામ માહિતી ગૂગલ ટ્રેકર પર રોજેરોજ અપડેટ કરવા જણાવેલ છે . તે અન્વયે બ્લોક કક્ષાએ બ્લોક એમ.આઇ.એસ. દ્વારા માહિતી એકત્રિત કરી જિલ્લા કક્ષાએ એમ.આઈ.એસ.કો.ઓ.ને મોકલી આપવાની રહેશે . આ બાબતની લીંક વિગેરે વિગતો હવે પછી જણાવવામાં આવશે . 

૦૧.૦૯,૨૦૨૨ ( ગુરુવાર ) સ્વચ્છતા શપથ દિવસ . સ્વચ્છતા - શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જેમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો / સ્ટાફ સામાજિક અંતર સાથે Online કે Offline જોડાઈ શકે છે . બાળકોએ સ્વચ્છતા વિષે વાત કરવી અને સંકલ્પ લેવો ( માસ્ક પહેરવું , સલામત અંતર જાળવવું , હાથની સ્વચ્છતા વગેરે COVID સંબંધિત ચેપ નિવારક નિયંત્રણ પગલાં સહીત ) , • સ્વચ્છતા / કોવિડ જાગૃતિ સંદેશ વિભાગ સંસ્થા શાળાઓની વેબસાઈટ / સોશિયલ સાઈટ પર મુકવામાં આવે . સ્વચ્છતા પખવાડીયાના પાસાને પ્રકાશિત કરવા માટે વિભાગીય / રાજ્ય / વેબપોર્ટલ પર ઈલેક્ટ્રોનિક બેનર બનાવી અને અપલોડ કરી શકાય . પ્રચાર અને જાગૃતિ માટે સોશિયલ મીડિયા , ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનો ઉપયોગ થઇ શકે છે . સ્વચ્છતા પખવાડીયા માટે સૂચવેલ એક્શન પ્લાન ( ૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ ) સ્વચ્છતા શપથ લેનાર વિદ્યાર્થીઓની અને શાળાઓની સંખ્યા તેમજ ફોટોગ્રાફ્સ , વીડિઓ અને પ્રચાર સામગ્રી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવાની રહેશે . ગૂગલ ટ્રેકર અને ડ્રાઈવની વિગતો પછીથી જણાવવામાં આવશે . ૦૨.૦૯.૨૦૨૨ ( શુક્રવાર ) સ્વચ્છતા જાગૃતિ દિવસ . SMCs / SMDCs / PTAs ની વર્ચુઅલ મીટિંગ યોજવી સ્વચ્છતા અને આરોગ્યનું મહત્વ તથા હાથ ધોવાનું મહત્વ , માસ્કનો ઉપયોગ અને બાળકો , માતાપિતા તથા શિક્ષકો વચ્ચે સામાજિક અંતર , 3 Ts ( Trace , Testing and Treat ) ; અને શાળા તેમજ ઘરમાં સ્વચ્છતા અને આરોગ્ય માટે તેમને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવા . શિક્ષકો શાળા / સંસ્થાના દરેક ખૂણામાં સ્વચ્છતા સુવિધાઓનું નિરક્ષણ કરવા માટે ઝડપી મૂલ્યાંકન કરે અને સુવિધાઓની જાળવણી માટે દરખાસ્ત / યોજના બનાવવી . કોવિડ -19 સંવેદનશીલ અનુકૂલન માટે વોશ સુવિધાઓ ( હાથ ધોવાની સુવિધા , દૈનિક સફાઈ અને ચેપ રહિત ક્રિયા , શૌચાલયનો ઉપયોગ , પાણીની સુવિધાનો ઉપયોગ , વેન્ટીલેશન , કચરાનું વ્યવસ્થાપન વગેરે ) સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા થઇ શકે છે . છોકરીઓ અને છોકરાઓ માટે પૂરતા સ્વચ્છ અને અલગ શૌચાલય , સાબુ , હેન્ડવોશ અને સ્વચ્છ પાણી , જંતુનાશક વસ્તુ , ચોક્કસ વસ્તુ માટે PPE , સફાઈ કર્મચારી વગેરેની ખાતરી કરવી આમાં સામેલ હોઈ શકે છે . જલ જીવન મિશન અંતર્ગત શાળામાં પાણી પુરવઠાના જોડાણનું ચકાસણી / સમીક્ષા કરી શકાય 

. . . જલ શક્તિ અભિયાન - કેચ ધ રેઇન ૨૦૨૨ અંતર્ગત શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાની હાલની સ્થિતિ અને તેની ક્ષમતા વૃદ્ધિ માટે આયોજન કરી શકાય . શાળા સંકુલમાં શૌચાલય , રસોડું , વર્ગખંડો , પંખા , દરવાજા , બારીઓની સફાઈ કરવી અને જાળાં હટાવવાની પ્રવૃત્તિ કરવી . કીટાણુંનાશક દવાઓનો છંટકાવ કરાવી શકાય . ૦૩.૦૯.૨૦૨૨ અને ૦૪.૦૯.૨૦૨૨ ( શનિવાર અને રવિવાર ) સમુદાય જાગૃતિ દિવસ યોગ્ય પ્રક્રિયા અનુસરીને જૂની ફાઈલોના રેકોર્ડનો નિકાલ / જાળવણી . તમામ પ્રકારનો ભંગાર જેમ કે તૂટેલું ફર્નીચર , બિન ઉપયોગી સાધનો , નિષ્ક્રિય વાહનો વગેરે શાળા / સંસ્થાના પરિસરમાંથી સંપૂર્ણ પણે દૂર કરી શકાય . ભાગ લીધેલ શાળાઓની સંખ્યા ગૂગલ ટ્રેકર પર તેમજ ફોટો , વીડિઓ અને પ્રચાર સામગ્રી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવી . ગૂગલ ટ્રેકર અને ડ્રાઈવની વિગતો પછીથી જણાવવામાં આવશે . . સ્વચ્છતાની થીમ પર પેરેન્ટિંગ સેમિનાર ( વર્ચ્યુલ / નાના જૂથ ) નું આયોજન તેમના બાળકોમાં સ્વચ્છતા અને કોવિડ સલામતી વર્તનને પ્રોત્સાહન આપવા માટે કરી શકાય . સ્થાનિક પ્રતિનિધિઓ સાથે મળીને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા પખવાડીયા , કોવિડ યોગ્ય વર્તન અને સ્થાનિક વિસ્તારોમાં લોકોમાં રસીકરણની થીમનો પ્રચાર પ્રસાર કરવો . જાગૃતિની પ્રવૃત્તિમાં શિક્ષકોની ભાગીદારીની સંખ્યા ગૂગલ ટ્રેકર પર તેમજ ફોટો , વીડિઓ અને પ્રચાર સામગ્રી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવી . • ગૂગલ ટ્રેકર અને ડ્રાઈવની વિગતો પછીથી જણાવવામાં આવશે . ૦૫.૦૯.૨૦૨૨ ( સોમવાર ) ગ્રીન સ્કૂલ ઝુંબેશ દિવસ • વિદ્યાર્થીઓ યોગ્ય વર્તન અને રસીકરણથી કોરોના સામે લડત , જળસંરક્ષણ , સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબુદી જેવા વિષયો પર સુત્રો , પોસ્ટર અને પેમ્ફલેટ બનાવી શકે છે . જે બાદમાં શાળાના પ્રદર્શનમાં , ગામ શહેરની દીવાલ પર અથવા જાહેર જગ્યા પર પ્રદર્શિત કરી શકાય . જળસંરક્ષણ વિષે બાળકોને માહિતગાર કરવા , પાણીની અછતની અસરોથી બાળકોને વાકેફ કરવા . પાણીના કુદરતી સ્ત્રોતોના રક્ષણ માટે બાળકોને તૈયાર કરવા . દરરોજ ઓછામાં ઓછું એક લીટર પાણી બચાવવા માટે બાળકોને મદદરૂપ થવું . વિદ્યાર્થીઓને શાળામાં અને ઘરે પાણીનો વિવેક પૂર્વકનો ઉપયોગ અને ઓછામાં ઓછો બગાડ કરવા માટે પ્રોત્સાહિત કરવા . ભાગ લીધેલ શાળાઓની સંખ્યા ગૂગલ ટ્રેકર પર તેમજ ફોટો , વીડિઓ અને પ્રચાર સામગ્રી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવી . ગૂગલ ટ્રેકર અને ડ્રાઈવની વિગતો પછીથી જણાવવામાં આવશે . 

૦૬.૦૯.૨૦૨૨ અને ૦૭.૦૯.૨૦૨૨ ( મંગળવાર અને બુધવાર ) સ્વચ્છતા ભાગીદારી દિવસ તમામ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે શાળામાં પરિસર અને શૌચાલયની સ્વચ્છતા અને યોગ્ય જાળવણી માટે જિલ્લા / બ્લોક / કલસ્ટર કક્ષાએ સ્પર્ધા યોજવી . સ્વચ્છતા પર ચિત્રકામ , અભિનય , કવિતા નિર્માણ , સ્લોગન લેખન સ્પર્ધાઓ યોજવી . પત્ર / નિબંધ લેખન સ્પર્ધા - " કોવિડ –19 રિસ્પોન્સિવ સ્કૂલ ” થીમ ( વર્ચુઅલ ) ભાગ લીધેલ શાળાઓની સંખ્યા ગૂગલ ટ્રેકર પર તેમજ ફોટો , વીડિઓ અને પ્રચાર સામગ્રી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવી . • ટ્રેકર પર ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા અપલોડ કરવી અને ગૂગલ ડ્રાઈવ પર જિલ્લા દીઠ ટોપ ૩ ( ત્રણ ) નિબંધ , સ્લોગન અને પેઈન્ટિંગ સ્કેન કરવા . ગૂગલ ટ્રેકર અને ડ્રાઈવની વિગતો પછીથી જણાવવામાં આવશે . . ૦૮.૦૯.૨૦૨૨ અને ૦૯.૦૯.૨૦૨૨ ( ગુરુવાર અને શુક્રવાર ) હેન્ડવોશ દિવસ • રોજિંદા જીવનમાં યોગ્ય રીતે હાથ ધોવાના મહત્વ વિષે જાગૃત કરવા , બાળકોને જમ્યા પહેલા અને પછી સાબુથી હાથ ધોવાની યોગ્ય રીત / સ્ટેપ અને સમયગાળાની માહિતી આપવી જોઈએ . . . . દિવ્યાંગ વિધાર્થીઓ માટે પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓમાં અવરોધ મુક્ત પ્રવેશની ચકાસણી અને ખાતરી કરવી . વિદ્યાર્થીઓને પાણીનો બગાડ ચકાસવા વિશે શીખવવું . હેન્ડ વોશિંગ યુનિટમાંથી પાણી શાળાના બગીચાઓમાં મોકલવામાં આવે . બાળકોને પાણીથી થતા રોગો , પીવાના પાણીની સલામત સંભાળ વિશે શીખવવામાં આવે જેથી તેઓ યોગ્ય હાથ અને મુખની સ્વચ્છતા જાળવી શકે . ભાગ લીધેલ શાળાઓની સંખ્યા ગૂગલ ટ્રેકર પર તેમજ ફોટો , વીડિઓ અને પ્રચાર સામગ્રી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવી . ગૂગલ ટ્રેકર અને ડ્રાઈવની વિગતો પછીથી જણાવવામાં આવશે . ૧૦.૦૯.૨૦૨૨ અને ૧૧,૦૯,૨૦૨૨ ( શનિવાર અને રવિવાર ) વ્યક્તિગત સ્વચ્છતા દિવસ • વિદ્યાર્થીઓ , કર્મચારીઓ અને અન્ય લોકો સ્વચ્છતા જાળવવા પ્રેરિત થાય એ માટે દ્રશ્ય - શ્રાવ્ય કાર્યક્રમનું આયોજન કરવું . વિદ્યાર્થીઓને નખ કાપવા અને સાફ રાખવાની યોગ્ય રીત , સ્વચ્છ પાણીથી રોજ નાહવું , સ્વચ્છ કપડાં પહેરવા , ખુલ્લામાં થૂંકવાનો નિષેધ , જૂતાં / ચપ્પલ પહેરવા વગેરે ( માસ્ક યોગ્ય રીતે પહેરવું , હાથ નહિ 

મિલાવવા , નાકની સફાઈ , વ્યક્તિગત વસ્તુઓ તથા ખોરાક અન્ય સાથે ન વહેંચવો , કોવિડ –19 સમયમાં ભીડમાં જવાનું ટાળવું ) વિષે શીખવવામાં આવે . • વિદ્યાર્થીઓને શૌચાલય અને પીવાના પાણીની સુવિધાઓનો ઉપયોગ કરવાની આરોગ્યપ્રદ રીત શીખવવામાં આવશે . • વિદ્યાર્થીઓને દિવસમાં બે વખત દાંત સાફ કરવાના મહત્વથી વાકેફ કરવામાં આવે અને તેને નિયમત ટેવ બનાવવી . ભાગ લીધેલ શાળાઓની સંખ્યા ગૂગલ ટ્રેકર પર તેમજ ફોટો , વીડિઓ અને પ્રચાર સામગ્રી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવી . ગૂગલ ટ્રેકર અને ડ્રાઈવની વિગતો પછીથી જણાવવામાં આવશે . . . ૧૨.૦૯.૨૦૨૨ ( સોમવાર ) સ્વચ્છ શાળા પ્રદર્શન દિવસ સ્વચ્છતા પ્રવૃત્તિઓ / કોવિડ પ્રતિભાવ વર્તન પર વિધાર્થીઓ દ્વારા બનાવેલા ફોટોગ્રાફ્સ , પેઇન્ટિંગ્સ કાર્ટૂન , સૂત્રો વગેરે શાળા / શિક્ષણ વિભાગની વેબસાઇટ / સોશિયલ સાઈટ પર પ્રદર્શિત કરી શકાય . • રાજ્ય આમાંના કેટલાક પ્રદર્શનનું દસ્તાવેજીકરણ કરી શકે છે . કચરાના સંગ્રહ માટે સ્થાનિક રિસાઇકલ - કાચા માલનો ઉપયોગ કરીને ઘરે કલાત્મક વસ્તુઓ બનાવવી એટલે કે તેમની કૃતિને પ્રોત્સાહન આપતી સ્થાનિક કુશળતાનો ઉપયોગ કરીને કલાત્મક કચરાપેટી બનાવવી . . . . . ૧૩.૦૯.૨૦૨૨ અને ૧૪.૦૯.૨૦૨૨ ( મંગળવાર અને બુધવાર ) સ્વચ્છતા એક્શન પ્લાન દિવસ . . ભાગ લીધેલ શાળાઓની સંખ્યા ગૂગલ ટ્રેકર પર તેમજ ફોટો , વીડિઓ અને પ્રચાર સામગ્રી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવી . ગૂગલ ટ્રેકર અને ડ્રાઈવની વિગતો પછીથી જણાવવામાં આવશે . . SMC / SDMC શાળાના સ્વચ્છતા એક્શન પ્લાન કોવિડ -19 સંબંધિત ઉપાયોના સમાવેશ સાથે વિદ્યાર્થીઓ , વાલીઓ અને સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવી . શાળામાં સ્વચ્છતા પખવાડા પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવા માટે ખાસ કરીને બાલ સંસદ શાળા કેબિનેટની નાની જૂથ મિટિંગ બોલાવવી . સ્વચ્છતા પખવાડા હેઠળ કઈ નવી પ્રવૃત્તિઓ સમાવી શકાય તે અંગેના સૂચનો કરવા માટે સમુદાયના સભ્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને આવા સૂચનો મિનિસ્ટ્રી ઓફ એજયુકેશન ( MoE ) ભારત સરકારને મોકલવા , ભાગ લીધેલ શાળાઓની સંખ્યા ગૂગલ ટ્રેકર પર તેમજ ફોટો , વીડિઓ અને પ્રચાર સામગ્રી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવી . ગૂગલ અને ડ્રાઈવની વિગતો પછીથી જણાવવામાં આવશે . 

૧૫.૦૯.૨૦૨૨ ( ગુરુવાર ) ઇનામ વિતરણ દિવસ નિબંધ , પેઈન્ટિંગ , ડિબેટ , ક્વિઝ , સ્લોગન , ઇન્ટર - સ્કૂલ અને ક્રાફ્ટિંગ , મોડેલ મેકિંગ વગેરે સ્પર્ધાઓમાં બાળકો , શિક્ષકો અને વાલીઓની ભાગીદારી માટે ઇનામ વિતરણ ( પ્રત્યક્ષ સમારોહ ટાળવા , ઇનામોની વર્ચ્યુઅલ જાહેરાત કરી શકાય , ડિજિટલ પ્રમાણપત્રો આપવામાં આવે , સામાન્ય રીતે પ્રત્યક્ષ શાળા રાબેતા મુજબ શરૂ ન થાય ત્યાં સુધી ઇનામની વસ્તુઓ સોંપી દેવી ) તમામ શાળાઓ / શૈક્ષણિક સંસ્થાઓ પખવાડા દરમિયાન તેમની પ્રવૃત્તિઓ અને હાથ ધરવામાં આવેલા કાર્યોને તારવી શકે છે અને વેબસાઈટ પર એટલે કે જાહેર ક્ષેત્રમાં અપલોડ કરવા માટે જિલ્લા / રાજ્ય સત્તાને આગળ મોકલવા માટે શ્રેષ્ઠ પ્રવૃત્તિ પસંદ કરી શકે છે . ભાગ લીધેલ શાળાઓની સંખ્યા ગૂગલ ટ્રેકર પર તેમજ ફોટો , વીડિઓ અને પ્રચાર સામગ્રી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવી . . . .

સપ્ટેમ્બર માસ દરિમયાન સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવા બાબત 

સપ્ટેમ્બર માસ દરિમયાન સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR