શાળા કક્ષાએ RTE ની અમલવારી સંદર્ભે સોશિયલ ઓડિટ કરાવવા બાબત
મહત્વપૂર્ણ લિંક
સોશિયલ ઓડીટનું માળખું 2023-24 PDF કોપી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
સોશિયલ ઓડીટની ભરેલી કોપી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
શાળા કક્ષાએ RTE ની અમલવારી સંદર્ભે સોશિયલ ઓડિટ કરાવવા બાબત
શાળા કક્ષાએ RTE ની અમલવારી સંદર્ભે સોશિયલ ઓડિટ કરાવવા બાબત
શાળા કક્ષાએ RTE ની અમલવારી સંદર્ભે સોશિયલ ઓડિટ કરાવવા બાબત . સંદર્ભઃ ૧ . MHRD ના પત્ર ક્રમાંક : 19-1 / 2013 . EE.14 . તાઃ ૩૦ / ૦૧ / ૨૦૧૫ અન્વયે , ૨.અત્રેની કચેરીના પત્રક્રમાંકઃએસએસએ / કોમ્યુ.મોબી . / સોશિયલ ઓડિટ / ૨૦૨૦ / ૪૦૪૭૨-૫૦૮.તાઃ ૦૫ / ૧૨ / ૨૦૨૦ ના પત્ર અન્વયે . ૩. માન.એસપીડીશ્રીની મંજુર રહેલ નોંધ અન્વયે . ઉપરોકત વિષય અને સંદર્ભ -૧ અન્વયે જણાવવાનું કે , રાઈટ ટુ એજયુકેશન એકટ -૨૦૦૯ ના અમલીકરણ થયા બાદ શાળાઓમાં કેટલા અંશે તેની અમલવારી થઈ છે તે જાણવા માટે રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં સોશિયલ ઓડિટ હાથ ધરવામાં આવે છે.વર્ષ ૨૦૨૨-૨૩ માં પણ સોશિયલ ઓડિટ કરવાનું થાય છે . આ માટેનું ફોર્મેટ બિડાણમાં સામેલ છે.સંદર્ભ -૨ અન્વયે શાળા કક્ષાએ સોશિયલ ઓડિટ કરવા માટે સમિતિની રચના કરવામાં આવેલ હશે . સોશિયલ ઓડિટની જરૂરિયાતઃ- RTE ના અમલીકરણમાં પાદરર્શિતા જળવાય અને સમુદાયની સહભાગીતા વધારવા માટે પણ શાળાનું સોશિયલ ઓડિટ કરવાની જરૂરિયાત છે . આ સોશિયલ ઓડિટનો અહેવાલ ગ્રામસભામાં પણ રજૂ કરવાનો રહેશે . સોશિયલ ઓડિટ અંગેનું ફોલોઅપઃ- સોશિયલ ઓડિટ વર્ષમાં બે વખત કરવાનું હોય છે સત્ર શરૂ થાય ત્યારે ઓગસ્ટ -૨૦૨૨ માં પૂર્ણ કરી શાળા કક્ષાની ઓનલાઈન ટુર ડાયરીમાં જે શાળા દર્શાવી હોય તે શાળા મુલાકાત દરમિયાન સદર બાબતે ફોલોઅપ કરી તમામ શાળામાંં સોશિયલ ઓડિટ થયેલ છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર બીઆરસી કો.ઓ.ને ૩૧ ઓગસ્ટ -૨૦૨૨ માં સબમીટ કરે.આજ પ્રમાણે માર્ચ -૨૦૨૩ અંતિત એટલે કે બીજા તબકકા માટે સોશિયલ ઓડિટ ફેબ્રુઆરી -૨૦૨૩ માં શાળા કક્ષાએ પૂર્ણ કરી શાળામાં સોશિયલ ઓડિટ થયેલ છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર બીઆરસી કો.ઓ.ને ૧૫ , માર્ચ -૨૦૨૩ માં સબમીટ કરે , ત્યારબાદ બીઆરસી કક્ષાએ પોતાના બ્લોકની તમામ શાળાઓનું બંને સત્રના સોશિયલ ઓડિટ થયેલ હોય તેનું એકંદરીકરણ કરાવીને તમામ શાળાનું પ્રમાણપત્ર પોતાના સુધી સિમિત રાખી રેર્કોડ નિભાવે તેવી સૂચના આપની કક્ષાએથી આપવાની રહેશે.આ ઉપરાંત શાળા કક્ષાએ સોશિયલ ઓડિટની ફાઈલ નિભાવવા સંબધિતોને જાણ કરવાની રાખશો .
શાળા કક્ષાએ RTE ની અમલવારી સંદર્ભે સોશિયલ ઓડિટ કરાવવા બાબત