ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીઝલ્ટ, ગ્રેડવાઈઝ એનાલીસીસ

Join Whatsapp Group Join Now

વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં ધો .૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે . સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલ તનતોડ મહેનત અને સખત પરિશ્રમની ફલશ્રુતિ રૂપે મળેલ પરિણામ ઉજ્જવળ ભવિષ્ય માટેની તકોનું નિર્માણ કરે છે . માર્ચ - એપ્રિલ ૨૦૨૨ ના માસમાં લેવાયેલ ધો .૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરતાં અમો આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ . પરીક્ષાથી પરિણામ સુધીની અત્યંત ગોપનીય , જટિલ અને પડકારરૂપ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની આ કામગીરીમાં સહભાગી બનેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો ધન્યવાદ સહ આભાર પ્રગટ કરીએ છીએ . માર્ચ -૨૦૨૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ . 140 કેન્દ્રો ઉપર 1,07,663 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં . તે પૈકી 1,06,347 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતાં . જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 95,715 નોંધાયેલ હતા , તે પૈકી 95,361 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા . તે પૈકી 68,681 પરીક્ષાર્થીઓ “ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર " થયેલ છે . આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા આવેલ છે . સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવીએ છીએ . સફળ ન થઈ શકેલ પરીક્ષાર્થીઓ વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરીએ છીએ . આ વર્ષે પણ ઉ.મા. પ્રમાણપત્ર પરીક્ષાની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા માટેનું પ્રવેશપત્ર ( HALL - TICKET ) ઓનલાઈન મુકવામાં આવેલ હતું . પ્રાયોગિક પરીક્ષાની માર્કસ એન્ટ્રી માટે પણ ઓનલાઈન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં હતી . આમ સઘળી વ્યવસ્થા વધુ સરળ અને સુયોજિત બનાવવા બોર્ડ સતત પ્રયત્નશીલ છે . પ્રશ્નપત્રના પાર્સલ ઝોન કચેરીથી પરીક્ષા - ખંડ સુધી સુરક્ષિત પહોંચાડવાની કામગીરીને સુનિશ્ચિત કરવા માટે “ PAPER BOX AUTHENTICATION AND TRACKING APPLICATION " બોર્ડ ધ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ હતી . પરીક્ષા બાદ પાલા કેન્દ્રોથી તમામ ઉત્તરવહીઓ મ.મૂ.કેન્દ્રો ખાતે સુરક્ષિત અને ગોપનીય રીતે પહોંચે અને ત્યારબાદ તપાસાયેલ ઉત્તરવહીઓ સંગણક કેન્દ્ર સુધી સલામત રહે તે માટે પણ “ ANSWER BOOK VEHICLE TRACKING APPLICATION " નો ઉપયોગ કરવામાં આવેલ હતો .

ગુજરાત એ ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે બોર્ડની જાહેર પરીક્ષાઓ લેતું દેશભરનું પ્રથમ રાજ્ય છે . જેના પરિણામે પરીક્ષાનું સંચાલન ખુબજ સલામત રીતે થઇ શકે છે . માન . મુખ્યમંત્રીશ્રી , માન . શિક્ષણમંત્રીશ્રી , માન . રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી , માન . મુખ્ય સચિવશ્રી , સરકારશ્રીના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ , અગ્ર સચિવશ્રી ( શિક્ષણ ) અને સચિવશ્રી ( પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ) નું સતત માર્ગદર્શન , પ્રેરણા અને પ્રોત્સાહન મળેલ છે . તેઓનો આ તબક્કે આભાર માનીએ છીએ . બોર્ડના સર્વે સદસ્યશ્રીઓ , સમગ્ર જીલ્લા વહીવટી તંત્ર , જીલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ , શાળા સંચાલકશ્રીઓ , આચાર્યશ્રીઓ , શિક્ષકશ્રીઓ તેમજ વાલીગણના ઉત્તમ યોગદાનથી પરીક્ષાની કામગીરી સુપેરે સંપન્ન થયેલ છે . તેઓ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ . 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીઝલ્ટ, ગ્રેડવાઈઝ એનાલીસીસ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીઝલ્ટ, ગ્રેડવાઈઝ એનાલીસીસ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR