ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીજલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીજલ્ટ, ગ્રેડવાઈઝ એનાલીસીસ

Join Whatsapp Group Join Now

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીજલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીજલ્ટ,  ગ્રેડવાઈઝ એનાલીસીસ 


મહત્વપૂર્ણ લિંક

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીજલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીજલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીજલ્ટ,  ગ્રેડવાઈઝ એનાલીસીસ






























ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીજલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીજલ્ટ,  ગ્રેડવાઈઝ એનાલીસીસ



માર્ચ -૨૦૨૨ ની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર  . માર્ચ ૨૦૨૨ ની સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 488 કેન્દ્રો ઉપર લેવામાં આવેલ હતી . આ પરીક્ષામાં 3,37,540 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા , જે પૈકી 3,35,145 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 2,91,287 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે . નિયમિત ઉમેદવારોનું પરિણામ 86.91 % ટકા આવેલ છે . જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 32,143 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 30,014 ઉપસ્થિત રહ્યા હતા તે પૈકી 13,641 ઉમેદવાર સફળ થયા છે . આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.45 % ટકા આવેલ છે . આ પરીક્ષામાં 22,161 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા , જે પૈકી 20,189 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 9,877 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે . ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 48.92 % ટકા આવેલ છે . અને અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 24,567 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 22,851 ઉપસ્થિત રહ્યા હતા તે પૈકી 10,700 ઉમેદવાર સફળ થયા છે . આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 46.83 % ટકા આવેલ છે . પરિણામોની વિષયવાર અને જિલ્લાવાર ટકાવારી સહિતની વિવિધ આંકડાકીય માહિતી સમગ્ર ગુજરાતના વિધાર્થીઓને ભાવિ કારકિર્દીના નવા ક્ષેત્રમાં પ્રવેશ માટે લાભદાયી બનશે . એટલું જ નહિ , સંશોધનકારોને પણ રાજ્યની શિક્ષણક્ષેત્રે થયેલ પ્રગતિનું મુલ્યાંકન કરવા ઉપયોગી બનશે . આ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન પાઠવું છું . ભાવિ કારકિર્દી માટે તેઓ આથી પણ વધુ ઉત્સાહ , પરિશ્રમ અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી સિદ્ધિના નવા શિખરોને આંબે તેવી શુભેચ્છા છે . કોઈ પણ પરીક્ષા જીવનની આખરી કસોટી હોતી નથી , જે ઉમેદવારોને એક વિષયમાં પરિણામમાં સુધારણાની આવશ્યકતા છે તેવા ઉમેદવારો હતાશ કે નિરાશ થયા વિના આગામી સમયમાં લેવામાં આવનાર પુરક પરીક્ષા આપી યોગ્યતા પ્રાપ્ત કરે તેવી વિનંતી છે . કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તે બાબત ધ્યાને રાખી અત્યારથી જ અભ્યાસમાં તેઓ પ્રવૃત્ત થઇ જાય તેવી અપેક્ષા છે . બોર્ડના પ્રશ્નપત્રોમાં સમજ અને ઉપયોજન આધારિત પ્રશ્નો પૂછવાની પ્રથા ક્રમશઃ વિકસી રહી છે ત્યારે પાઠ્યપુસ્તક કે અન્ય પ્રકાશનોમાં આપેલ હકીકતો ગોખણપટ્ટી કરીને તૈયાર કરવાના બદલે વિષયવસ્તુને યોગ્ય રીતે સમજીને અભ્યાસ કરવામાં આવે અને તે જ રીતે વર્ગખંડમાં શિક્ષણ આપવામાં આવે તો વિદ્યાર્થી આગળ જતાં જીવનના દરેક તબક્કે તેઓ શ્રેષ્ઠતમ પુરવાર થશે તેવો વિશ્વાસ છે .


ચાલુ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં આવેલ જુદી જુદી જેલોમાં રહેલા બંદીવાનોની પરીક્ષા જેલની અંદર પરીક્ષા કેન્દ્ર ની વ્યવસ્થા કરી બંદીવાનોને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની તક આપવાનો પ્રયાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે . કુલ 50 બંદીવાનો એ પરીક્ષા આપેલ જેમાંથી 29 ઉમેદવાર ઉત્તીર્ણ થયેલ છે . સમગ્ર રાજ્યમાં પરીક્ષાલક્ષી કામગીરીમાં બ્લોક સ્તર સુધી પરીક્ષા સાહિત્યનું ચીવટપૂર્વક વિતરણ કરવું , પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવી , આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું તથા પુરતી સંખ્યામાં માનવ સંસાધનની વ્યવસ્થા ગોઠવવી ખુબ જ જટિલ અને અવિરત પરિશ્રમ માંગે છે . શિક્ષકોએ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી તથા મ.મુ. કેન્દ્ર પરના સ્ટાફ અને બોર્ડના અધિકારીશ્રીઓ , કર્મચારીઓના અથાગ પ્રયત્નને કારણે પરિણામ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે . રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી , માનનીય મંત્રીશ્રી ( શિક્ષણ ) , માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી ( શિક્ષણ ) અને સચિવશ્રી શિક્ષણના સતત પ્રોત્સાહન અને માર્ગદર્શનથી પરિણામ તૈયાર કરવા સુધીની કામગીરી સારી રીતે પાર પાડી શકાઈ છે આ કાર્યમાં રાજ્ય સરકારના અધિક મુખ્યસચિવશ્રી ગૃહવિભાગ તેમજ શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓનો સંપૂર્ણ સહકાર અને માર્ગદર્શન સાંપડ્યું છે . જિલ્લા વહીવટી તંત્રના વડા એવા જિલ્લા કલેકટરશ્રીઓ , પોલીસ કમિશનરશ્રીઓ , જિલ્લા પોલીસ વડાશ્રીઓ , વીજ કંપનીઓના અધિકારીશ્રીઓ , રાજ્ય વાહન વ્યવહાર નિગમના અધિકારીશ્રીઓ , જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થયો છે . પરીક્ષાના સમગ્ર કાર્યક્રમ દરમિયાન બોર્ડના સભ્યશ્રીઓ , શિક્ષણસંઘોના હોદ્દેદારો , સંચાલક મંડળ , આચાર્યો - શિક્ષકો , વાલીઓ અને સમગ્ર સમાજના સલાહસૂચન અને સહકાર મળ્યા છે . આ તકે પરીક્ષાના સફળ સંચાલનમાં યોગદાન આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું . પરીક્ષાની ભગીરથ કામગીરી નિર્વિઘ્નરીતે અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં બોર્ડના અધિકારીશ્રીઓ , કર્મચારીશ્રીઓ તથા પરીક્ષાની જુદી - જુદી કામગીરી સાથે સંકળાયેલા સૌએ સતત નિષ્ઠાપૂર્વક કામગીરી કરી પોતાનું મહત્તમ યોગદાન આપ્યું છે તે સૌનો આભાર વ્યક્ત કરું છું . 


આજરોજ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ( HSCE ) માર્ચ -૨૦૨૨ સામાન્યપ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ , ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ પ્રસિદ્ધ કરતા અમો આનંદની લાગણી અનુભવીએ છીએ . સમગ્ર રાજ્યનું પરિણામ 86.91 % જેટલું પ્રાપ્ત થયેલ છે , આવું સફળ પરિણામ પ્રાપ્ત થવા બદલ સૌને અભિનંદન . સમગ્ર વર્ષ દરમ્યાન સુચારું અભ્યાસ અને પુરુષાર્થ થકી સફળ ( E.Q.C. ) થયેલ ઉમેદવારોને હાર્દિક અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ , તેમજ પરિણામ સુધારણાની જરૂરિયાત વાળા ( N.I. ) ઉમેદવારોને સખત પુરુષાર્થ થકી આજના પરિણામને સફળ સ્વરૂપમાં પરિવર્તિત કરવા માટે અમારી શુભકામના . બોર્ડની પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી , તમારી અંદર અથાગ શક્તિ અને ભરપુર સામર્થ્ય છુપાયેલું છે . સ્વામી વિવેકાનંદજીના વચનો છે કે , “ પોતાના પર ભરોસો રાખો , અડગ રહો અને મજબુત બનો આપણને એની જ જરૂર છે . ” આથી જીવનની દરેક પરીક્ષાના પગથીયાં પર ઘડતર પામી તમારી આંતરિક શક્તિઓને ઉજાગર કરવા સંકલ્પબદ્ધ બનો તેવી શુભેચ્છા . આ સાથે રાજ્યની તમામ શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓને પણ રાજ્યનું ઊંચું પરિણામ પ્રાપ્ત કરવા માટેના પુરષાર્થ બદલ આભાર સહ અભિનંદન . જિલ્લા કક્ષાએ પરીક્ષાનું પાયાનું વ્યવસ્થા તંત્ર સંભાળનાર જીલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ , ઝોનલ અધિકારીશ્રીઓ , સ્થળ સંચાલકશ્રીઓ અને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ શિક્ષકમિત્રો અને કર્મચારીઓની કાર્ય પરત્વેની નિષ્ઠાએ માર્ચ -૨૦૨૨ ની પરીક્ષાના સુચારું સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે તે બદલ હાર્દિક ધન્યવાદ . તેમજ પરીક્ષા બાદ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકશ્રીઓ અને મૂલ્યાંકન કાર્ય સાથે જોડાયેલ શિક્ષકોના સતત અને નિષ્ઠાપૂર્વકની સેવા થકી આપણે સમયસર પરિણામ પ્રસિદ્ધ કરી શક્યા તે બદલ પણ ધન્યવાદની લાગણી અનુભવીએ છીએ . બોર્ડના માન.અધ્યક્ષશ્રી સહીત અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓના સતત માર્ગદર્શન બદલ સહૃદય આભારી છીએ , તેમજ સતત ખંતથી પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા બોર્ડના સાથી અધિકારીશ્રીઓ અને તમામ કર્મચારીઓનો ધન્યવાદ . આમ આ વર્ષે માર્ચના અંતમાં પરીક્ષા લેવાયેલ હોવા છતાં સમયસર પરિણામ પ્રસિદ્ધ થવું તે પરીક્ષાના સફળ સંચાલનમાં ભાગીદાર સૌની શિક્ષણ પ્રત્યેની સંગઠનાત્મક સમર્પણ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે , તે બદલ સહયોગી સૌનું બોર્ડ પરિવાર વતી અંતઃ કરણ પૂર્વક ઋણ સ્વીકાર સાથે આજનું પરિણામ પ્રસિદ્ધ કરતા અભિનંદન સહ આભાર વ્યક્ત કરીએ છીએ . 

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીજલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીજલ્ટ, ગ્રેડવાઈઝ એનાલીસીસ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીજલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીજલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીજલ્ટ, ગ્રેડવાઈઝ એનાલીસીસ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR