ધોરણ 10 રીઝલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીઝલ્ટ, ગ્રેડવાઈઝ એનાલીસીસ
મહત્વપૂર્ણ લિંક
ધોરણ 10 રીઝલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 10 રીઝલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીઝલ્ટ, ગ્રેડવાઈઝ એનાલીસીસ
ધોરણ 10 રીઝલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીઝલ્ટ, ગ્રેડવાઈઝ એનાલીસીસ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ / એપ્રિલ -2022 માં લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર આ વર્ષે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર લેવામાં આવેલ હતી . જેમાં 3183 પરીક્ષાસ્થળો ( બિલ્ડીંગો ) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા . આ વર્ષે પણ પરીક્ષાર્થીઓને પરીક્ષાના પ્રવેશપત્ર ( HALL TICKET ) ઓનલાઇન મૂકવામાં આવેલ હતા . જેથી પરીક્ષાર્થીઓને પોતાની શાળામાંથી તે સરળતાથી મળી ગયેલ . ચાલુ વર્ષે પ્રશ્નપત્રોના પાર્સલ ઝોન કચેરીએથી પરીક્ષાખંડ સુધી સુરક્ષિત પહોંચાડવાની કામગીરીને સુનિશ્ચિત કરવા માટે ‘ Paper Box Authentication and Tracking Application ' નો ઉપયોગ કરવામાં આવેલ . આ વર્ષે પરીક્ષા વિલંબથી અને ખૂબ જ સારા વાતાવરણમાં લેવામાં આવી . પરીક્ષા પૂર્વે જે વાતાવરણ હતું તેની અપેક્ષાએ પરિણામની ફલશ્રુતિ સારી રહી . આ પરીક્ષામાં કુલ 7,81,702 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા , જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18 ટકા જાહેર કરવામાં આવે છે . જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,40,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા . તે પૈકી 1,33,520 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 30.75 ટકા આવ્યું છે . આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17,944 પરીક્ષાર્થીઓ પૈકી 15,007 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . જેમાંથી 2,557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે . તેઓનું પરિણામ 17.04 ટકા આવેલ છે . બોર્ડ કક્ષાના વિષયોમાં નિયમિત પરીક્ષાર્થીઓની પરીક્ષા પદ્ધતિ મુજબ 80 ગુણનું પ્રશ્નપત્ર અને શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ તે મુજબ પરીક્ષા યોજવામાં આવેલ હતી . પ્રશ્નપત્રોનું પરિરૂપ બદલવામાં આવેલ હતું . જેમાં 30 % હેતુલક્ષી પ્રશ્નો અને ઇન્ટર્નલ ઓપ્શનને સ્થાને જનરલ ઓપ્શનની પરીક્ષા પદ્ધતિને અમલી કરવામાં આવેલ . આ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર તમામ પરીક્ષાર્થીઓને હું અભિનંદન પાઠવું છું . ભાવિ કારકિર્દી માટે તેઓ આનાથી પણ વધુ ઉત્સાહ , પરિશ્રમ અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધીને સિદ્ધિના નવા શિખરો સર કરે તેવી શુભેચ્છા પાઠવું છું . કોઈપણ પરીક્ષા જીવનની આખરી કસોટી હોતી નથી . જે પરીક્ષાર્થીઓને હજુ સુધારણાની આવશ્યકતા છે અને પાત્રતા ધરાવે છે તેવા પરીક્ષાર્થીઓ હતાશ કે નિરાશ થયા વિના આગામી માસમાં લેવામાં આવનાર પૂરક પરીક્ષા આપી યોગ્યતા પ્રાપ્ત કરે તેવું સૂચન કરું છું . સમગ્ર રાજ્યમાં ધોરણ 10 ના 10 લાખ જેટલા અને ધોરણ -12 ના 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા હોય ત્યારે પરીક્ષાની કામગીરીમાં બ્લોક સ્તર સુધી પરીક્ષા સાહિત્યનું ચીવટપૂર્વક વિતરણ કરવું , પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવી , આધુનિક ટૅક્નોલૉજીનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું તથા પૂરતી સંખ્યામાં માનવ સંસાધનની વ્યવસ્થા ગોઠવવી ખૂબ જ જટિલ અને અવિરત પરિશ્રમ માગે છે . રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી , માનનીય શિક્ષણમંત્રીશ્રી , સરકારશ્રીના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને સચિવશ્રી શિક્ષણ વિભાગના સતત પ્રોત્સાહન અને માર્ગદર્શનથી પરિણામ તૈયાર કરવા સુધીની કામગીરી સારી રીતે પાર પાડી શકાઈ છે . આ કાર્યમાં રાજ્ય સરકારશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી ગૃહવિભાગ , અગ્રસચિવશ્રી શિક્ષણવિભાગ , સચિવશ્રી શિક્ષણવિભાગ , પોલીસ મહાનિદેશકશ્રી તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓનો સંપૂર્ણ સહકાર અને માર્ગદર્શન સાંપડ્યા છે . કલેક્ટરશ્રીઓ , પોલીસ કમિશનરશ્રીઓ , પોલીસ અધિક્ષકશ્રીઓ , જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થયો છે . પરીક્ષાના સમગ્ર કાર્યક્રમ દરમિયાન બોર્ડના સભ્યો , શિક્ષણસંઘોના હોદ્દેદારો , સંચાલકમંડળ , આચાર્યો - શિક્ષકો , વાલીઓ અને સમગ્ર સમાજના સલાહસૂચન અને સહકાર મળ્યા છે . આ તબક્કે પરીક્ષાના સંચાલનમાં યોગદાન આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું . પરીક્ષાની ભગીરથ કામગીરી નિર્વિઘ્ને , સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં બોર્ડના અધિકારીઓ , કર્મચારીઓ તેમજ તે સંબંધિત જુદી - જુદી કામગીરી સાથે સંકળાયેલા તમામનો હૃદયથી આભાર .
માર્ચ / એપ્રિલ -2022 માં લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર તમામ સફળ પરીક્ષાર્થીઓને અભિનંદન પાઠવતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ . આ પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવેલ . રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્દ્ર 94.80 ટકા મેળવીને મોખરે રહ્યું છે . જ્યારે દાહોદ જિલ્લાનું રૂવાબારી મુવાડા કેન્દ્ર 19.17 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલ છે . આ પરીક્ષાની સઘળી કામગીરીમાં વિશ્વસનીયતા , ગુપ્તતા અને ચોકસાઈ જાળવવા તેમજ પરિણામ સમયમર્યાદામાં પ્રસિદ્ધ કરવાની કામગીરીમાં સારસ્વતમિત્રો , કર્મચારીઓ અને અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળ્યો છે , તે બાબતનો અમને સવિશેષ આનંદ છે . વર્ષભર મહેનત કરીને આગળ વધવા માંગતા પરીક્ષાર્થીઓને ન્યાય આપી શકાય અને ટૂંકા રસ્તા અપનાવી પરીક્ષામાં ભ્રામક સફળતા મેળવનારને અટકાવી શકાય તે જોવું આપણા સૌની ફરજ બને છે . જેમાં આ વર્ષે થયેલ કામગીરીની નોંધ લેવામાં આવે છે . આ વર્ષે પરીક્ષા દરમ્યાન ગેરરીતિના 59 કેસ નોંધાયેલ હતા . જ્યારે CCTV કેમેરા અને ટેબ્લેટ્સના વીડિયો ફૂટેજના આધારે પ્રાથમિક રીતે ગેરરીતિમાં સામેલ જણાતા 848 પરીક્ષાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવેલ છે , જેની રૂબરૂ સુનાવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ છે . ચાલુ વર્ષે રાજ્યની અમદાવાદ , વડોદરા , રાજકોટ અને સુરતની જેલોમાં ગોઠવાયેલ પરીક્ષા કેન્દ્રોમાં 77 બંદીવાન પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી . જેમાંથી 62 બંદીવાન પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને તેમાંથી 15 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બને છે . આ ઉપરાંત RMSA પ્રોજેક્ટ હેઠળની 201 શાળાઓના 7,253 પરીક્ષાર્થીઓ માટે 9 ( નવ ) વૉકેશનલ વિષયો પૈકી 9 વિષયની 30 ગુણની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ હતી . જ્યારે 50 ગુણનું પ્રેક્ટિકલ અને 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન જે - તે સંસ્થા કે શાળા દ્વારા કરવામાં આવેલ . આ વિસ્તૃત અને વિગતવાર પરિણામની માહિતીનો ઊંડો અભ્યાસ અને તારણોથી માધ્યમિક શાળાઓ , શિક્ષણ બોર્ડ , સંચાલક મંડળ અને શિક્ષણવિદ્દોને કઈ દિશામાં પ્રયત્નો કરવા તે અંગેનું માર્ગદર્શન મળશે . જેના કારણે આ દિશામાં દરેક શાળાઓ પોતાની જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓ - શિક્ષકોની શૈક્ષણિક સુધારણા માટે તાલીમની વ્યવસ્થા તેમજ સબળાં , નબળાં પાસાં અંગેના ઉપાયો વિચારીને અસરકારક સમયબદ્ધ આયોજન કરી શકશે . શાળાકીય પરીક્ષાના તથા આંતરિક મૂલ્યાંકનના ગુણ ઓનલાઇન સબમીટ કરવાની પદ્ધતિ છેલ્લા ઘણા વર્ષથી શરૂ થયેલ છે . તેમાં શાળાઓ તરફથી સારો સહકાર મળેલ છે પરંતુ ઘણી શાળાઓ દ્વારા આ કાર્યમાં ખૂબ જ ક્ષતિઓ કરવામાં આવે છે . જેને કારણે અંતિમ પરિણામ તૈયાર કરતી વખતે ખૂબ જ મુશ્કેલીઓ અનુભવાય છે . આ બાબતે આચાર્યશ્રીઓ પૂરતી તકેદારી રાખે તથા નિયમોમાં થતા ફેરફારથી અવગત રહે તેમજ બોર્ડની Website પર અપાતી સૂચનાઓ જોતા રહે એવી વિનંતી કરવામાં આવે છે . આ પરિણામ તૈયાર કરવામાં જહેમત ઉઠાવનાર તમામ અધિકારી મિત્રો , મદદનીશ સચિવશ્રીઓ તથા તેમની ટીમના તમામ સભ્યોને ખાસ અભિનંદન પાઠવવામાં આવે છે . પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં વિવિધ તબક્કે પૂરતી કાળજી અને ચોકસાઈ રાખવાના પ્રયાસો કરવા માટે બોર્ડના અધિકારીઓ , કર્મચારીઓ , પ્રશ્નપત્ર તૈયાર કરનાર પ્રાશ્નિકો , ભાષાંતરકારો , પરીક્ષકો , સમીક્ષકો , પાલા કેન્દ્રના નિયામકો , મધ્યસ્થ મૂલ્યાંકન સ્થળના નિયામકો , સંગણક કેન્દ્રોના નિયામકો તથા કો - ઓર્ડિનેટર્સ તમામને અભિનંદન આપીએ છીએ . સફળ પરીક્ષાર્થીઓને અભિનંદન તથા સુધારણાને અવકાશ છે તે પરીક્ષાર્થીઓ ભવિષ્યની પરીક્ષામાં સારી તૈયારી કરી ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ .
ધોરણ 10 રીઝલ્ટ-2022 એનાલીસીસ બુકલેટ ડીકલેર, બોર્ડનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, તમારા જિલ્લાનુ રીઝલ્ટ કેટલા ટકા આવ્યુ, જિલ્લાવાઈઝ રીઝલ્ટ, ગ્રેડવાઈઝ એનાલીસીસ