વિદ્યાર્થીને ગણવેશ , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
વિદ્યાર્થીને ગણવેશ , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા બાબત
વિદ્યાર્થીને ગણવેશ , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા બાબત
વિદ્યાર્થીને ગણવેશ , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા બાબત સંદર્ભ : - ૧. શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંકઃ ખપશ / ૧૦૧૧ / ૧૩૧ / ચ તા . ૨૭/૦૯/૨૦૧૧ ૨. શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક : પીઆરઈ / ૧૧ / ૨૦૧૪ / સિ.ફા. / ૧૦ / ક તા . ૦૨૮૧૨/૨૦૧૪ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , આર.ટી.ઈ. એક્ટ -૨૦૦૯ અન્વયે ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ સમગ્ર રાજ્યમાં અમલમાં છે . રાજ્યમાં આવેલ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ દ્વારા વિદ્યાર્થીને ગણવેશ , વાહન વ્યવહાર , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરવા અંગેની મૌખિક રજુઆતો અત્રેની કચેરીનાં ધ્યાન પર આવેલ છે . રાજ્યમાં આવેલ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની વ્યવસ્થાપન નીતિ નક્કી કરવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ -૧ દર્શિત ઠરાવથી નક્કી કરી આદર્શ આચાર સંહિતા બહાર પાડવામાં આવેલ છે . જેના મુદ્દા નં ( બ ) નાં ક્રમ ( ૭ ) માં નીચે મુજબનો ઉલ્લેખ કરવામાં આવેલ છે . મુદ્દા નં ( બ ) ( ૭ ) : આવી શાળાઓએ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના પુસ્તકો , સાહિત્ય , ગણવેશ કે બુટ પોતાની સંસ્થા પાસેથી , કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ માર્કા કે કંપનીનો ખરીદવા માટે આગ્રહ રાખી શકાશે નહી કે ફરજ પાડી શકાશે નહીં .
તથા , આ પ્રકારે સુચવેલ આદર્શ આચાર સંહિતાનાં ભંગ બદલ શાળા સામે કરવાની થતી કાર્યવાહી અંગેની સુચનાઓ પણ સંદર્ભ -૧ દર્શિત ઠરાવથી બહાર પાડવામાં આવેલ છે . તદ્ઉપરાંત , આ મુજબની અનિયમિતતા આચરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગનાં સંદર્ભ -૨ દર્શિત તા . ૦૨ / ૧૨ / ૨૦૧૪ નાં ઠરાવનાં ક્રમ ૬ અન્વયે દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે . જેમાં દર્શાવ્યા મુજબ “ અમુક ચોક્કસ દુકાનેથી ગણવેશ , નાસ્તો , પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા દબાણ કરવા બાબત “ જે શાળા દ્વારા કોઈ વિદ્યાર્થીને આ મુજબની ફરજ પાડવામાં આવે તો RTE ACT - 2009 ની કલમ ૧૭ અન્વયે પ્રથમ પ્રસંગે રૂ . ૧૦,૦૦૦ / - અને તે પછીના દરેક અનિયમિતતા દીઠ / પ્રસંગ દીઠ રૂ . ૨૫,૦૦૦ / - દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે . આ મુજબની ફરિયાદ આપની કચેરીને મળે તો યોગ્ય તપાસ હાથ ધરી તપાસનાં અંતે સબંધિત શાળા દોષિત જણાતી હોય તો , તેવી શાળા સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવાની રહેશે . તથા , સબંધિત શાળા દ્વારા દંડ ભરવામાં ન આવે તેમજ વારંવાર અનિયમિતતાઓ આચરવામાં આવે તેવા સંજોગોમાં અંતિમ પગલા તરીકે શાળા આ પ્રકારે નિર્દેશ કરેલ અનિયમિયતાઓ સતત પાંચ વખત કરે તો , તેવા સંજોગોમાં શાળા / સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે . સદર બાબતે આપની કક્ષાએથી આપના તાબા હેઠળ આવતી તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓને પુનઃ જરૂરી સુચનાઓ આપવા જણાવવામાં આવે છે . તથા , સદર બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિણાધિકારીશ્રીઓએ અંગત રસ લઈ ગંભિરતાપૂર્વક નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે .
વિદ્યાર્થીને ગણવેશ , પુસ્તકો , સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા બાબત