UDISE + 2021-22ની કામગીરી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

UDISE + 2021-22ની કામગીરી કરવા બાબત  મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી

મહત્વપૂર્ણ લિંક

UDISE + 2021-22ની કામગીરી કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

UDISE + ભરવા માટે સૂચના (- જામનગર) વાંચવા માટે અહીં ક્લિક કરો


UDISE + 2021-22ની કામગીરી કરવા બાબત  મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી

https://project303.blogspot.com/2022/06/U-dise-plus-kamgiri-paripatra.html

https://project303.blogspot.com/2022/06/U-dise-plus-kamgiri-paripatra.html




UDISE + 2021-22ની કામગીરી કરવા બાબત  મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી


  UDISE + 2021-22ની કામગીરી કરવા બાબત . સંદર્ભ : - ( ૧ ) ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના પત્ર ક્ર્માંક : D.O.No. 23-4 / 2022 - Stats , તા . ૨૧/૦૩/૨૦૨૨ . ( ૨ ) અત્રેની કચેરીની તા .૦૯ / ૦૬ / ૨૦૨૨ ની નોંધ પર માન . એસ.પી.ડી.શ્રીની મળેલ મંજૂરી અન્વયે શ્રીમાન , આપ સુવિદિત છો કે , સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે ૩૦ મી સપ્ટેમ્બરની સ્થિતિએ રાજયની ધોરણ ૧ થી ૧૨ ધરાવતી તમામ શાળાઓની UDISE ફોર્મમાં માહિતી મેળવી એકત્રીકરણની કામગીરી કરવામાં આવે છે . ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯થી UDISE ને વિસ્તૃત કરી ઓનલાઈન UDISE + ( Extended UDISE ) કરવામાં આવેલ છે . શિક્ષણ મંત્રાલયની સુચના અન્વયે ચાલુ વર્ષ ૨૦૨૧ ૨૨ માં UDISE + અંતર્ગત માહિતી મેળવવાની થાય છે . ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨નું જિલ્લા શૈક્ષણિક માહિતી પત્રક ( UDISE + Data Capture Format ) ની તમામ કક્ષાની કામગીરી UDISE + ઓનલાઈન એપ્લીકેશન ( http://udiseplus.gov.in ) મારફતે કરવાની રહેશે . સદર અંગે આપશ્રીને જણાવવાનું કે ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માં આપના જિલ્લાની ધોરણ -૧ થી ૧૨ પૈકીના ધોરણ ધરાવતી તમામ શાળાઓ જેમકે પ્રાથમિક , ઉચ્ચતર પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માહિતી UDISE + અંતર્ગત મેળવવા જણાવવામાં આવે છે . આ શાળાઓ કોઈપણ સંચાલન જેમકે સરકારી , આશ્રમ શાળા , ખાનગી ગ્રાન્ટેડ , ખાનગી નોન ગ્રાન્ટેડ , કેન્દ્ર સરકાર , મોડલ સ્કૂલ , જવાહર નવોદય દ્વારા સંચાલિત કે અન્ય કોઈપણ સંચાલન દ્વારા સંચાલિત હોય તેવી તમામ શાળાઓના UDISE ફોર્મમાં ફરજીયાત માહિતી મેળવવા આથી સૂચના આપવામાં આવે છે . NIPUN BHARAT પાયાની સાક્ષરતા અંક જ્ઞાન 


સમગ્ર શિક્ષા યોજના અન્વયે જિલ્લા કક્ષા તેમજ રાજ્ય કક્ષાએ પ્રાથમિક , ઉચ્ચતર પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના શૈક્ષણિક આયોજન માટે તૈયાર કરવામાં આવતા વાર્ષિક અંદાજપત્રમાં તથા શૈક્ષણિક નીતિ આયોજન તેમજ શિક્ષણને લગતા નીતિ વિષયક નિર્ણયો લેવામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ U - DISE ની માહિતીને આધારભૂત ગણી તેનો ઉપયોગ કરવામાં આવે છે . આ ઉપરાંત RTE અધિનિયમ ૨૦૦૯ ની કલમ -૧૨.૧ ( સી ) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ -૧ માં વિનામુલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયામાં , NMMS- National Means Cum Merit Scholarship Scheme Exam અન્વયે શાળા કક્ષાએ ઓનલાઈન ભરતા વિદ્યાર્થીઓના ફોર્મમાં શાળાનો U - DISE કોડ ફરજીયાત છે તેમજ શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં શિક્ષકોના અનુભવનો આધાર તરીકે માત્ર UDISE ના વર્ષવાર શિક્ષક રેકર્ડને જ આધારભૂત ગણવામાં આવે છે . વધુમાં , આપના જિલ્લાનો નામાંકન દર , ડ્રોપઆઉટનો દર , શાળાઓની માહિતી , નામાંકન અને શિક્ષકોની માહિતી UDISE માંથી સરળતાથી મેળવી શકો છો . ઉપરાંત Performance Grading Index ( PG ) Ranking UDISE ની માહિતી પરથી કરવામાં આવે છે જેના પરથી સમગ્ર ભારતમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય જિલ્લાનો ક્રમ નકકી થાય છે . આમ UDISE DATA અગત્યતાથી આપ વાફેક છો . શિક્ષણનો અધિકાર ( RTE ) અધિનિયમ ૨૦૦૯ ની કલમ -૧૨ ( ૩ ) તથા ગુજરાત રાઈટ ટુ એજ્યુકેશનલ રૂલ્સ ૨૦૧૨ માં નિયમ -૧૩ ( ૧ ) ( ૪ ) ( ઝ ) અને તે સાથેના પરિશિષ્ટ -૨ ના નમુના - રની શરતોની શરત -૧૦ અને ૧૭ અનુસાર દરેક શાળાએ આ માહિતી આપવી ફરજીયાત છે . આ અંગે ઉપરોક્ત તમામ શાળાઓની નોંધણી UDISE + અંતર્ગત થવી જરૂરી છે . વર્ષ ૨૦૨૧-૨૨માં તમામ શાળા UDISE ની માહિતી આપે તે રીતનું આયોજન કરવા જણાવવામાં આવે છે . જો કોઈ શાળા આ માહિતી આપવાની ના પાડે તો જે તે વિસ્તારના બી.આર.સી. કો.ઓ. અને સી.આર.સી. કો.ઓ. ને રૂબરૂ મોકલી UDISE ફોર્મની અગત્યતા અને RTE અધિનિયમની સમજ અપાવવી , શાળા પાસેથી UDISE ની માહિતી મેળવવાની પ્રાથમિક જવાબદારી સી.આર.સી. કો.ઓ. અને બી.આર.સી. કો.ઓ.ની છે . તેમ છતાં પણ જે શાળા માહિતી ન આપે તો માન્યતા આપેલ અધિકારીશ્રીએ આવી શાળાની માન્યતા તાત્કાલીક રદ કરવા સુધીના શિક્ષાત્મક પગલા લેવા જણાવવામાં આવે છે . જેમકે પ્રાથમિક / ઉચ્ચતર પ્રાથમિક શાળા માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીને તેમજ માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળા માટે જિલ્લાના શિક્ષણાધિકારીશ્રી ને આવી શાળાની માન્યતા તાત્કાલીક રદ કરવા સુધીના શિક્ષાત્મક પગલા લેવા જણાવવામાં આવે છે . જિલ્લાકક્ષાએ UDISE + ની કામગીરી અંગે નીચેની બાબતો ધ્યાનમાં રાખી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે . ( ૧ ) . જિલ્લા એમ.આઈ.એસ. કો.ઓર્ડિનેટરએ UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાં જિલ્લાના Username અને Password થી Login થઈ પોતાની બ્લોક વાર શાળાઓની વિગત ચકાસી લેવાની રહેશે . ( ૨ ) . જિલ્લા એમ.આઈ.એસ. કો.ઓ.એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં કાર્યરત શાળાઓની યાદી બનાવી UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાં યાદી મુજબ શાળાઓની વિગત જેવી કે , શાળાનું સંચાલન , શાળાની કેટેગરી તેમજ શાળાની સ્થિતિ ( Operational , Close , Merge and Sanctioned but Not Operational ) વગેરેની ખરાઈ કરી સુનિશ્ચિત કરવાનું રહેશે ત્યારબાદ જ જિલ્લાકક્ષાએથી તમામ સરકારી , આશ્રમ શાળા , મોડલ સ્કૂલ , મોડલ ડે સ્કૂલ , RMSA શાળા , ગ્રાન્ટેડ ( અનુદાનિત ) અને ખાનગી ( બિન અનુદાનિત ) શાળાઓની Pre - Filled UDISE + DCF ની ઓનલાઈન એપ્લીકેશનમાંથી પ્રિન્ટ આઉટ કાઢી તાલુકા કક્ષાએ પહોંચાડવાની રહેશે . ઉપરાંત ખાનગી શાળા ( બિન અનુદાનિત ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલય , રેલ્વે શાળા , સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓની શાળા કક્ષાએથી UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાં એન્ટ્રી કરાવવાની રહેશે . ( 3 ) . બ્લોક એમ.આઈ.એસ. કો.ઓ.એ DISE + School Management Module માં પોતાના બ્લોક્ના Username અને Password થી Login થઈ User Management માં જઈ પોતાના બ્લોકની ખાનગી શાળા ( બિન અનુદાનિત ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલય , રેલ્વે શાળા , સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓના LOGIN ID Create કરવાના રહેશે . ( ૪ ) . સી.આર.સી. કો.ઓર્ડિનેટરએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી , આશ્રમ શાળા , મોડલ સ્કૂલ , મોડલ ડે સ્કૂલ , RMSA શાળા , ગ્રાન્ટેડ ( અનુદાનિત ) અને ખાનગી ( બિન અનુદાનિત ) શાળાઓમાં UDISE + DCF Form મોકલી આપવાનું રહેશે . જયારે કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલય , રેલ્વે શાળા , સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં જઈ શાળાએ ઓનલાઈન એપ્લીકેશનમાં ભરેલ UDISE DCF Form ની હાર્ડ કોપીમાં શાળાએ ભરેલ વિગતોની ખરાઈ સ્થળ પર જ કરવાની રહેશે . તમામ પ્રકારની શાળાઓના ભરેલ UDISE + DCF Form આચાર્યના સહી - સિક્કા સાથે મેળવી બી.આર.સી. પર મોકલી આપવાના રહેશે . ( ૫ ) . બ્લોક કક્ષાએ બ્લોક એમ.આઈ.એસ.ડેટા એન્ટ્રી ઓપરેટરે તમામ સરકારી , આશ્રમ શાળા , મોડલ સ્કૂલ , મોડલ ડે સ્કૂલ , RMSA શાળા અને ગ્રાન્ટેડ ( અનુદાનિત ) શાળાના UDISE + Form ની ડેટા એન્ટ્રી UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાં કરવાની રહેશે . ( ૬ ) . બ્લોક કક્ષાએ બ્લોક એમ.આઈ.એસ. / ડેટા એન્ટ્રી ઓપરેટરે ખાનગી શાળા ( બિન અનુદાનિત ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલય , રેલ્વે શાળા , સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાએ ભરેલ UDISE + Form ની વિગતોની શાળાકક્ષાએથી UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાં કરેલ એન્ટ્રીની વિગતોની સાથે ચકાસણી કરી ખરાઈ કરવાની રહેશે . જો કોઈ શાળા ઓનલાઈન એન્ટ્રી ન કરેતો તે શાળાના UDISE + Form ની હાર્ડ કોપી મેળવી તેની એન્ટ્રી કરવાની રહેશે . ( ૭ ) . સી.આર.સી. કો.ઓર્ડિનેટરએ ૧૦૦ % શાળાઓના ભરાયેલ UDISE + DCF ફોર્મની ચકાસણી કરવાની રહેશે . ( ૮ ) . બી.આર.સી. કો.ઓર્ડિનેટરએ ૧૫ % શાળાઓના ભરાયેલ UDISE + DCF ફોર્મની ચકાસણી કરવાની રહેશે . ( ૯ ) . જિલ્લાકક્ષા તેમજ બ્લોક કક્ષાએ UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાંથી પ્રમાણ પત્ર ડાઉનલોડ કરી સહી સિકકા કરી ઓનલાઈન Upload કરવાનું રહેશે . ( ૧૦ ) . માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરની તમામ શાળાના UDISE + ફોર્મ સમયસર મળી જાય તે માટે જિલ્લા શિક્ષાધિકારીશ્રી , AEI અને Eા મળીને સદર કામગીરીમાં જોડાય તે રીતનું આયોજન કરવાનું રહેશે ST - ( ૧૧ ) . UDISE + અંગેની તમામ મિટીંગ અને તાલીમ પ્રોગ્રામમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સાથે મળી આયોજન કરવું તેમજ બન્ને અધિકારીશ્રીએ વાંરવાર આ અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરવાની રહેશે . ( ૧૨ ) . જિલ્લા એમ.આઈ.એસ. કો.ઓ. અને બ્લોક એમ.આઈ.એસ. કો.ઓ. એ UDISE + અંગેની રોજેરોજની કામગીરીની વિગત રાજ્ય કચેરીને આપવાની રહેશે . ( ૧૩ ) . વર્ષ ૨૦૨૧-૨૨ની UDISE + ની કામગીરી માટે DCF ફોર્મની પ્રિન્ટ જિલ્લાકક્ષાએ UDISE ઓનલાઈન એપ્લીકેશન મારફતે જ પ્રિન્ટ કાઢવાની રહેશે તેમજ તે અંગેનો ખર્ચ જિલ્લાપંચાયતના માન્ય Rate Contract થી વધુ ન થાય તે અંગેની કાળજી રાખવાની રહેશે .  4 . ( ૧૪ ) . UDISE + ને લગતી તમામ કામગીરી જેમકે પ્રિન્ટ , તાલીમ વગેરેનો ખર્ચ ચાલુ વર્ષના બજેટમાં મેનેજમેન્ટ હેડ હેઠળ ઉધારવાનો રહેશે . સમગ્ર શિક્ષાના તમામ સ્ટાફે સદર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી તેમજ સદર બાબતમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીએ UDISE ની માહિતીની અગત્યતા સમજી દર અઠવાડિયે આ કામગીરીની પ્રગતિ અંગેની રિવ્યુ બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવી . સમગ્ર જિલ્લાની UDISE + ની ઓનલાઈન કામગીરી 10 July , 2022 સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે . 

UDISE + 2021-22ની કામગીરી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી

UDISE + 2021-22ની કામગીરી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR