વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત
મહત્વપૂર્ણ લિંક
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 બ્રિફીંગ મીટીંગ Live જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શાળા પ્રવેશોત્સવ 2022-23 માટે મિનિટ ટુ મિનિટ નો કાર્યક્રમઆ મુજબનો રહેશે.
મહત્વપૂર્ણ લિંક
શાળા પ્રવેશોત્સવ-2022 બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
પ્રવેશોત્સવ ૨૦૨૨ કોન્ફરન્સ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત
વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત
વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત . સંદર્ભ : શિક્ષણ વિભાગના પત્રક : પીઆરઇ / ૧૨૨૦૨૨ / સિં.ફા. - ૯ / ૬ , તા .૦૮ / ૦૬ / ૨૦૨૨ , ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે , શિક્ષણ વિભાગના સંદર્ભ હેઠળના પત્રથી વર્ષ ૨૦૨૨-૨૩નો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા .૨૩ , ૨૪ અને ૨૫ જૂન -૨૦૨૨ ( ગુરૂવાર થી શનિવાર ) દરમ્યાન શહેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુકત કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે . આ કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે હેતુથી માર્ગદર્શક સૂચનાઓ આ સાથે મોકલી આપેલ છે . જેનું સૂચનાઓનું અનુસરણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે . વધુમાં પ્રવેશોત્સવ -૨૦૨૨ ના આયોજન સંદર્ભે માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને તા .૨૦ / ૦૬ / ૨૦૨૨ નાં રોજ બપોરે ૧૨-૦૦ કલાકે સાબરમતી હોલ , સ્વર્ણીમ સંકુલ -૧ , સચિવાલય , ગાંધીનગર ખાતે બ્રીંફીંગ મીટીંગનું આયોજન થનાર છે . જેનું બાયસેગ મારફતે જીવંત પ્રસારણ થનાર છે . જે પ્રસારણ જિલ્લાકક્ષાએ પ્રવેશોત્સવમાં સહભાગી થનાર પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓને નિહાળવાનું આયોજન આપની કક્ષાએથી કરવાનું રહે તદ્દઉપરાંત તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો જીવંત પ્રસારણને નિહાળે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે .
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩ જિલ્લાકક્ષાએથી કરવાની થતી કામગીરી અંગેની માર્ગદર્શક સૂચનાઓ ( ૧ ) કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે તા . ૨૩ , ૨૪ અને ૨૫ જૂન , ૨૦૨૨ નક્કી કરવામાં આવેલ છે , ( ૨ ) રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સૂચવેલ દિવસો દરમ્યાન પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે . રાજય કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓને એક તાલુકા ફાળવવાનો રહેશે અને એ જ તાલુકાના એક જ ક્લસ્ટરની ત્રણ પ્રાથમિક શાળાઓનો રૂટ ફાળવવાનો રહેશે . આમ તે જ તાલુકાના અલગ - અલગ ત્રણ કલસ્ટરની પ્રત્યેક દિવસે ત્રણ - ત્રણ શાળા ફાળવવાની રહેશે . રાજય કક્ષાએથી આવનાર મહાનુભાવ માટે વધુ વિદ્યાર્થીવાળી અને મોટી શાળા ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઇ પસંદ કરવી ; શકય હોય ત્યાં સુધી SoE ( Schools of Excellence ) ના પ્રથમ તબક્કામાં સમાવેશ કરેલ શાળા ફાળવવી અને તેની યાદી અત્રેની કચેરીને મોકલી આપવી . ( અ ) સવારે ૮:૦૦ થી ૯:૩૦ પ્રથમ પ્રાથમિક શાળા ( બ ) સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ બીજી પ્રાથમિક શાળા ( ક ) બપોરે ૧૨:૦૦ થી ૧૩:૩૦ ત્રીજી પ્રાથમિક શાળા અને ત્રીજી શાળામાં સી.આર.સી દ્વારા ક્લસ્ટર રિવ્યુ બેઠકનું આયોજન કરવાનું રહેશે . તેમજ તા .૨૪ જૂન ૨૦૨૨ ના રોજ ૧૬.૦૦ થી ૧૭.૦૦ કલાકે બી.આર.સી દ્વારા તાલુકાકક્ષાએ સમિક્ષા બેઠકનું આયોજન કરવું . જેમાં તાલુકાની તમામ શાળાઓની સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન સાથેનું પ્રેઝન્ટેશન રજુ કરવાનું રહેશે . આ રીવ્યુ બેઠકમાં તે તાલુકામાં ફાળવાયેલ તમામ મહાનુભાવોને ઉપસ્થિત રહેવા અગાઉથી જાણ કરવાની રહેશે . ( ૪ ) જિલ્લા કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓને એક દિવસે એક જ ક્લસ્ટરની ત્રણ પ્રાથમિક શાળાઓ ફાળવવાની રહેશે . તેમજ રૂટ , શાળાની પસંદગીના ધોરણો અને અન્ય આનુષાંગિક કાર્યવાહી મુદ્દા નં .૩ મુજબ કરવાની રહેશે . ( ૫ ) રાજ્ય તથા જિલ્લા કક્ષાએથી જનાર સંબંધિત પદાધિકારીશ્રી / અધિકારીશ્રીના રૂટ બનાવવા અને ફિટ પહોંચાડવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની રહેશે . આ કામગીરીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જરૂરી સહકાર આપવાનો રહેશે . ( ૬ ) રાજ્ય કક્ષાએથી કાર્યક્રમમાં ભાગ લેનાર માન.મંત્રીશ્રીઓ , પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓની યાદી તૈયાર કરીને , તેઓ કયા જિલ્લાના કાર્યક્રમમાં ભાગ લેશે તેની વિગતો / યાદી શિક્ષણ વિભાગ કક્ષાએથી મોકલી આપવામાં આવશે . ( ૭ ) રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત થનાર મહાનુભાવો કયા તાલુકામાં આવશે તેની વિગત રાજ્યકક્ષાએથી આપવામાં આવશે . ક્લસ્ટર અંતર્ગત આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના અંતરને ધ્યાને લઈ રૂટ બનાવવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ કરવાની રહેશે . તથા મુલાકાત લેનાર મહાનુભાવોને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખા આપવી તથા દરેક મહાનુભાવ સાથે એક લાયઝન અધિકારીની નિમણૂક કરવી . ( ૮ ) જિલ્લાના રૂટ નિયત કરીને , રાજ્ય કક્ષાએથી આવનાર મહાનુભાવોના રૂટ તેમજ જિલ્લા કક્ષાના કયા પદાધિકારીશ્રી / અધિકારીશ્રી ભાગ લેશે તેની યાદી તૈયાર કરવી જેમાં સંબંધિત જિલ્લા / નગર
શિક્ષણ સમિતિના માન.સાંસદશ્રી , ધારાસભ્યશ્રીઓ , જિલ્લા પંચાયત , કોર્પોરેશન , નગરપાલિકા , તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ , સામાજીક આગેવાનોનો પણ સમાવેશ કરવાનો રહેશે . તથા મુલાકાત લેનાર પદાધિકારીશ્રી / અધિકારીશ્રીને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખા આપવી તથા દરેક મહાનુભાવ સાથે એક લાયઝન અધિકારીની નિમણૂક કરવી . ( ૯ ) પદાધિકારીશ્રી / અધિકારીશ્રીને આપવાની થતી કીટની ખરીદી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરવાની રહેશે . ( ૧૦ ) રાજ્ય અને જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રી / અધિકારીશ્રીને ક્લસ્ટર ફાળવતા જો બધી સરકારી પ્રાથમિક શાળાઓનો આયોજનમાં સમાવેશ થતો ન હોય તો તેવી શાળાઓમાં આ જ દિવસે અને પરિપત્રની સૂચના મુજબ એસ.એમ.સી. મારફત પ્રવેશોત્સવ કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે . ( ૧૧ ) કાર્યક્રમને લગતી કીટ તૈયાર કરવી તથા તેનું વિતરણ રાજ્ય કક્ષાના પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓને તેમજ જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓને સંબંધિત જિલ્લા કચેરીઓએ જ સમયસર , ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા કરવાનું રહેશે . ( ૧૨ ) શિક્ષણને લગતી યોજનાઓની માહિતી / સાહિત્ય તૈયાર કરી જિલ્લા / નગરને સમગ્ર શિક્ષા કચેરી દ્વારા આપવામાં આવશે . જેનો કિટમાં સમાવેશ કરવાનો રહેશે . સાહિત્ય તરીકે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરાયેલા પ્રકલ્પોની વિગત , . શિક્ષણ વિભાગની સિધ્ધિઓ દર્શાવતું બ્રોસર , • ધો .૧ માં પ્રવેશપાત્ર બાળકોની યાદી , . શાળામાં પ્રવેશ પાત્ર ૬ થી ૧૪ વર્ષના બાળકો પૈકી જે બાળકો શાળામાં પ્રવેશથી વંચિત ( શાળા બહારના Out of Schools ) છે , તેવા બાળકોની યાદી તૈયાર કરવી ૦ આંગણવાડીમાં પ્રવેશ પાત્ર બાળકોની યાદી , . ગુણોત્સવ ૨.૦ અંતર્ગત શાળાઓના મૂલ્યાંકનની માહિતીનો કિટમાં સમાવેશ કરવો . . શાળાઓમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ જેવી કે પ્યૂટર લેબ , સ્માર્ટ ક્લાસ , વગેરે જેવી માહિતીઓ . ( ૧૩ ) જિલ્લાઓને કાર્યક્રમની ઉજવણી તથા તેના પ્રચાર - પ્રસાર માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગ્રાન્ટ ફાળવી આપવામાં આવશે . ( ૧૪ ) જિલ્લા / મ્યુનિસિપલ વિસ્તારની નીચે મુજબની અમલીકરણ સમિતિની બેઠકો બોલાવવી . શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિ જિલ્લા શિક્ષણ સમિતિ ૧ સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રી પ્રમુખ 2 સંબંધિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સભ્ય ૩ સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી સભ્ય 8 જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સભ્ય સચિવ પ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સભ્ય ક સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સભ્ય I ચેરમેનશ્રી , જિલ્લા શિક્ષણ સમિતિ સભ્ય 2 સંબંધિત નાયબ માહિતી નિયામકશ્રી સભ્ય
શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિ નગર શિક્ષણ સમિતિ તથા અધિકૃત નગરપાલિકા વિસ્તારની શાળાઓ માટે | સંબંધિત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી / ચીફ ઓફિસરશ્રી ૧ પ્રમુખ * ચેરમેનશ્રી , નગર શિક્ષણ સમિતિ સભ્ય ૩ સભ્ય સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંબંધિત શાસનાધિકારીશ્રી r સભ્ય સચિવ ૫ સંબંધિત નાયબ માહિતી નિયામકશ્રી સભ્ય 9 સંબંધિત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી / ચીફ ઓફિસર ને યોગ્ય લાગે | સભ્ય તેવા અન્ય સભ્યો ( ૧૫ ) શાળા પ્રવેશોત્સવની મિટિંગમાં આ કાર્યક્રમ સાથે જોડાયેલ વિભાગ જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ , સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ , આદિજાતી વિભાગ , આરોગ્ય વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગને પણ હાજર રાખવા . ( ૧૬ ) કાર્યક્રમ અંગે રાજ્ય કક્ષાએથી માંગવામાં આવતી માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે તે માટે એક અધિકારીની નોડલ ઓફિસર તથા રૂટના લાયઝન અધિકારીની નિયુક્તિ કરીને , તેમના નામ , હોદ્દો તથા મોબાઈલ નંબર સહિત સંપર્ક થઈ શકે તેવી માહિતી સાથે સંબંધિતોને જાણ કરવી . ( ૧૭ ) મુખ્ય શિક્ષકે પ્રવેશોત્સવ દરમ્યાન કેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો , મળેલ દાન / લોક સહયોગ તેમજ તેને આનુષાંગિક આંકડાકીય માહિતી તાલુકા એમ.આઈ.એસ. ( MIS ) ને પહોંચાડવાની રહેશે . તાલુકા એમ.આઈ.એસ.એ સદર માહિતી મેળવીને સમગ્ર શિક્ષા કચેરીને પહોંચાડવાની રહેશે . શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીરૂપે શાળા કક્ષાએ કરવાની કામગીરી • પ્રવેશપાત્ર બાળકોનો સર્વે કરી અને નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવી . . શાળાની સ્વચ્છતા ખૂલતાં વેકેશન પૂર્વે થઈ જાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવી • પ્રવેશોત્સવ ઉજવણીની તારીખ અને સમયની જાહેરાત કરવી . . વાલીઓ અને લોકોને આ કાર્યક્રમનું આમંત્રણ આપવું તથા નામાંકન અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેમનો સહયોગ લેવો . . શાળામાં નામાંકન તથા પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિનાં સંકલનમાં રહીને કરી શકાય . શાળાકક્ષાએ પ્રવેશોત્સવના આયોજન અંગે મુખ્યત્વે નીચેના પાસાઓ કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવાની રહેશે : ( ૧ ) પ્રવેશ માટેની પાત્રતા ધરાવતા નીચે પ્રમાણેના બાળકોને પ્રવેશ આપી શિક્ષણ કાર્ય શરૂ કરવું : પાત્રતા ધરાવતા તમામ ૧૦૦ % બાળકોનું ઘોરણ -૧ માં નામાંકન પ્રવેશ આપેલ તમામ બાળકોની શક્ય હોય ત્યાં સુધી જન્મ પ્રમાણપત્રના આધારે ત્રણ દિવસમાં CTS ( ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ) ડેટાબેઝમાં એન્ટ્રી કરવી .
. ધોરણ -૧ માં પ્રવેશ પામતા વિદ્યાર્થી માટે વિદ્યા પ્રવેશ ( Schools Readiness Programme ) કાર્યક્રમનો શુભારંભ . . પાત્રતા ધરાવતા તમામ બાળકોને આંગણવાડીમાં નામાંકન ( ૨ ) બી.આર.સી તથા સી , આર.સી , એ તેમના તાલુકા / ક્લસ્ટરમાં આવતી શાળાઓમાં થયેલ નામાંકનની કામગીરીની સમીક્ષા કરી ૧૦૦ % નામાંકન થાય તેવા પ્રયત્નો હાથ ધરવા . વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો સમયસર મળી જાય તેવી વ્યવસ્થા કરવી . ( ૩ ( ૪ ) નવા સત્રથી નિયમિત રીતે બાળકો તથા શિક્ષકોની ઓનલાઇન હાજરી ભરાય તે સુનિશ્ચિત કરવું . પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન શાળા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી : ( ૧ ) એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું . દરેક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી માટે નીચે પ્રમાણેની કાર્યક્રમ સૂચિને અનુસરવી . ( ૨ ) ક્રમ વિગત સમય - પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓનું આગમન == 2 દીપ પ્રાગટય 3 મિનિટ ૩ પ્રાર્થના 7 મિનિટ 4 . મહાનુભવોનું સ્વાગત 5 મિનિટ 5 પ્રવેશોત્સવ કાર્યક્રમ 15 મિનિટ 6 બાળક દ્વારા વક્તવ્ય 5 મિનિટ 7 સન્માન 7 મિનિટ B પ્રેરક ઉદબોધન 15 મિનિટ 9 આભાર વિધિ 3 મિનિટ શાળા પરિસર મુલાકાત તથા SMC સાથે બેઠક 25 મિનિટ 11 વૃક્ષારોપણ 5 મિનિટ ( ૩ ) યોગથી નિરોગી , સ્વચ્છતા અભિયાન , બેટી બચાવો , પાણી બચાવો , વૃક્ષારોપણ , જમીન સુધારણા , વ્યસનમુક્તિ , કોરોના મહામારી દરમિયાન લેવાની થતી કાળજી ( કોરોના એક મહામારી ) , વગેરે વિષય પર બાળકોને વક્તવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે . પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓનું વક્તવ્ય રાખવું . ( ૪ ) પદાધિકારીઓ / અધિકારીઓને ફૂલ , ગુલાબ , પાંદડી , ચંદન , તિલકથી સ્વાગત કરવાની જરૂર નથી . તેમનું સ્વાગત કોઈ બાળક થકી પુસ્તક આપીને કરાવવું . ( ૫ ) પ્રવેશ પામતા બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનું બેઈઝ લગાવી શકાય તેમજ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને જે પાઠ્ય પુસ્તક આપવામાં આવે તેના ઉપર નામ લખવાનું કે સ્ટીકર લગાવવાનું રહેશે . ( ૬ ) પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાલક્ષ્મી બોન્ડ ધરાવતી કન્યાઓને પાકતી મુદતના બોન્ડની રકમના ચેકનું વિતરણની જવાબદારી જે તે શાળાના મુખ્ય શિક્ષકની રહેશે .
( ૭ ) ધો . ૩ થી ૮ માં વર્ષાંત પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું . આ સાથે જે બાળકોની અગાઉના વર્ષમાં ૧૦૦ % હાજરી હોય તેવા બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કરવા . ( ૮ ) ( ૯ ) દાન / લોકફાળો આપનાર દાતાઓ , સહકારી સંસ્થા કે સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન કરવું . વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે આ સાથે સૂચવેલ રૂપરેખા મુજબનું પ્રોત્સાહન રૂપી વક્તવ્ય મહાનુભાવ દ્વારા અપાય તે પ્રકારનું આયોજન કરવું . ( ૧૦ ) કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું . ( ૧૧ ) કાર્યક્રમની ગુણવત્તા , અસરકારકતા તેમજ સ્થાનિક પરીબળોને ધ્યાને લઈ રાજ્ય કક્ષાએથી આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે . ( ૧૨ ) જો શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલતો હોય તો તેની અમલવારીની ચકાસણી કરવી તથા બાળકોના સ્વઅધ્યયનમાં થયેલ વધારાની ચકાસણી કરવી . ( ૧૩ ) ગત વર્ષે બાળકોની દર સપ્તાહમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું . આ એકમ કસોટી દ્વારા બાળકોનું મુલ્યાંકન હાથ ધરવામાં આવેલ હતું તથા છ માસિક અને વાર્ષિક કસોટી દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે . તેની યુનિટ ટેસ્ટબુક અને જવાબવાહીની ચકાસણી શિક્ષકો દ્વારા વ્યવસ્થિત થયેલ છે તે સુનિશ્ચિત કરવું . ( ૧૪ ) G - Shala અને DIKSHA Portal ની ઉપયોગિતાનું મહાનુભાવને નિદર્શન કરાવવું ( ૧૫ ) જે બાળકો લર્નિંગ આઉટકમ સિધ્ધ કરી શક્યા નથી તેવા બાળકોની યાદી મુખ્ય શિક્ષકે તૈયાર કરવી . ( ૧૬ ) જે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં જાય તે શાળામાં તાસ પધ્ધતિ અને વિષય શિક્ષણ પધ્ધતિના અમલવારીની ચકાસણી કરવી . ( ૧૭ ) ઓનલાઈન હાજરી અંતર્ગત શિક્ષકોની અને વિદ્યાર્થીઓની હાજરી ભરાય છે તેની ચકાસણી કરવી . ( ૧૮ ) શાળા પરિસર મુલાકાત તથા SMC સાથે બેઠક – ( સરકારે નિર્ધારિત કરેલ કાર્યક્રમ , શાળા દ્વારા મેળવેલ સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન અંગેનો અહેવાલ શાળાના મુખ્ય શિક્ષક રજુ કરવાનો રહેશે . જેમાં નીચેના મુદ્દોને ધ્યાને લેવા . ) ● બાળકોના નામાંકનની સમિક્ષા . લર્નિંગ લોસ માટે સમયદાન , ● 100 % વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરીની સમિક્ષા , . ગુણોત્સવ 2.0 દ્વારા થયેલ મૂલ્યાંકન , શાળાઓની ભૌતિક સુવિધાઓની સમિક્ષા , - G - Shala ના ઉપયોગથી વિદ્યાર્થીઓને અભ્યાસ થયેલ લાભ . શાળામાં થયેલ શિક્ષણ અંગેની વિશિષ્ટ કામગીરી , . કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન / ઓફલાઇન કામગીરીની સમિક્ષા . એકમ - કસોટી અને સંત્રાત પરીક્ષાઓ વગેરે ... ( ૧૯ ) તાલુકા / ક્લસ્ટર રિવ્યુ 1. જે શાળામાં સંબંધિત ક્લસ્ટરનો રિવ્યૂ કરવાનો હોય , તેમાં ક્લસ્ટરની શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપસ્થિત રહેવા સુચના આપર્વી . આવેલ પદાધિકારી / અધિકારીઓ સમક્ષ
સંબંધિત બી.આર.સી / સી.આર.સી.એ આ સાથે સામેલ ફોર્મેટમાં વિગતો ભરી પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું રહેશે અને તેની ચર્ચા કરવાની રહેશે . 2. બી.આર.સી / સી.આર.સી. દ્વારા નીચેના મુદ્દાઓ ધ્યાને લઇ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું રહેશે . • બાળકોના નામાંકનની સ્થિતિ બાળકો અને શિક્ષકો સંખ્યા , ૧૦૦ % હાજરી અને ઑનલાઇન હાજરીની સ્થિતિની સમિક્ષા . ગુણોત્સવ 2.0 દ્વારા થયેલ મૂલ્યાંકનની સમિક્ષા . એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાની સમિક્ષા . લર્નિંગ લોસ માટે સમયદાનમાં થયેલ કામગીરી અને ઉપચારાત્મક વર્ગ . મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ અંતર્ગત થયેલ કામગીરી . કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન / ઓફલાઇન કામગીરીની સમિક્ષા શાળાઓ તથા ક્લસ્ટરના ડ્રોપઆઉટની સમિક્ષા શાળાઓની ભૌતિક સુવિધાઓની સ્થિતિ એટલે કે સ્વચ્છતા , પીવાનું પાણી , સેનિટેશન , વર્ગખંડની સ્થિતિ , રમતના સાધન અને મેદાન , સ્માર્ટ વર્ગખંડ , કમ્પ્યુટર લેબ વગેરે .. . G Shala અંતર્ગત થયેલ કામગીરી . પ્રાથમિક શાળાના બાળકોને પાઠ્યપુસ્તકના વિતરણની સમીક્ષા કરવી . પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી શાળા કક્ષાએ હાથ ધરવાની કાર્યવાહી માટેની સૂચનાઓ : ( ૧ ) પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી રહી ગયેલા બાળકોનું સતત ફોલો - અપ કરવું અને સમયાંતરે પુનઃપ્રવેશનું આયોજન કરવુ • સર્વે મુજબ જે પ્રવેશપાત્ર બાળક કોઇપણ કારણસર નામાંકનથી વંચિત રહી ગયેલ હોય તો પ્રવેશોત્સવ થી તા .૩૦ / ૦૬ / ૨૦૨૨ સુધી સી.આર.સી. તથા બી.આર.સી. દ્વારા અઠવાડીક સમીક્ષા કરી ૧૦૦ % નામાંકન માટેના સઘળા પ્રયત્નો હાથ ધરવા . ( ૨ ) વર્ષ દરમ્યાન એસ.એમ.સી. દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની ૧૦૦ % હાજરી રહે તે માટેનાં પ્રયાસો કરવા . - શાળાઓએ નામાંકન થયા બાદ હાજરીમાં અનિયમિત રહેતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી , એસ.એમ.સી.ના સભ્યો તથા ગામના આગેવાનોની મદદથી તેવા બાળકોના વાલી સંપર્ક કરીને બાળક શાળામાં હાજર રહે તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવાના રહેશે . મુખ્ય શિક્ષક બાળકોના હાજરીની સ્થિતિ સી.આર.સી. અને બી.આર.સી.ને અહેવાલ આપશે . . સતત ગેરહાજર રહેતા બાળકો માટે સી.આર.સી. , મુખ્ય શિક્ષક અને એસ.એમ.સી.ના સભ્યો બાળક શાળાએ હાજર રહે તેનું આયોજન કરશે . ( ૩ ) હાજરીની સ્થિતિ સુધારવા , અનિયમિત બાળકોનું ફોલો - અપ કરવા તથા વાલીઓમાં તેમના બાળકોના શિક્ષણમાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા અને સહયોગ વધારવા વાર્ષિક એસ.એમ.સી.ની ત્રણ મીટીંગ , માસિક સ્ટાફ મીટીંગ અને ત્રિ - માસિક વાલી મીટીંગનું આયોજન કરવાનું રહેશે . ( ૪ ) સતત ગેરહાજર રહેતા બાળકોનો ડેટા દર ૧૫ દિવસે શાળાને સમગ્ર શિક્ષા અભિયાન મારફતે તૈયાર કરી મોકલવામાં આવશે અને જે જિલ્લા પ્રાથમિક શિ , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ,
બી.આર.સી. , સીઆરસી મારફત શાળાને પહોંચાડી અનિયમિત કે સતત ગેરહાજર બાળકો અલગતારવી તેઓનું એસ.એમ.સી. તથા સમુદાયના જાગૃત અને સહાયક વ્યક્તિઓના સહયોગથી ફોલો - અપ કરવાનું રહેશે . ( ૫ ) પ્રવેશોત્સવમાં પ્રવેશ ન મેળવેલ બાળકોનું CRS ડેટાબેઝમાંથી ટ્રેકિંગ કરી તેઓની નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવી . ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ડેટાએન્ટ્રી બાદ આરોગ્ય વિભાગના CRS ડેટાબેઝ સાથે થયેલ ઈન્ટીગ્રેશન દ્વારા રાજયમાં જન્મેલા અને નામાંકન યોગ્ય હોવા છતાં નામાંકન ના થયેલ હોય તેવા બાળકોના માતા તથા પિતાના સરનામા અત્રેથી વિદ્યા સમિક્ષા કેન્દ્ર દ્વારા ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે . . ઉપરોક્ત વિગતોના આધારે લાગુ પડતાં બાળકોના માતા અને પિતાના સરનામાવાળી શાળાઓએ તપાસ કરી રહી ગયેલા બાળકોના પ્રવેશની કામગીરી પૂર્ણ કરવાની રહેશે .
વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત