વિદ્યાંજલી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાંજલી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાંજલી કાર્યક્રમ શાળા નુ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાંજલી પોર્ટલ પર શાળા રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાંજલી પોર્ટલ પર સ્વયં સેવક રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાંજલી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાંજલી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબત લેટર તથા માર્ગદર્શિકા વાંચવા માટે અહીં ક્લિક કરો.
વિદ્યાંજલી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાંજલી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબત
વિદ્યાંજલી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાંજલી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબત
- વિદ્યાંજલી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાંજલી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબત . વિદ્યાંજલિ એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શાળાને સમાજ / સમુદાય અને ખાનગી ક્ષેત્ર સાથે જોડી વિદ્યાંજલી કાર્યક્રમ દ્વારા શાળાઓના વિકાસ કરવા અંગેની એક વિશેષ પહેલ છે . વિદ્યાંજલિ કાર્યક્રમના માધ્યમથી વિવિધ સ્વયંસેવકો જેમ કે યુવા વ્યાવસાયિકો , શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , સેવામાં રહેલા અને નિવૃત્ત શિક્ષકો / સરકારી અધિકારીઓ / વ્યાવસાયિકો , બિનસરકારી સંસ્થાઓ ( NGO ) અને અન્ય તમામ લોકો સાથે શાળાઓને જોડવામાં આવનાર છે . આ કાર્યક્રમના અમલીકરણ માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એક પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે . જવા માટે https://vidyanjali.education.gov.in વેબસાઈટ વડે પોર્ટલ પર જઈ શકાશે . શાળાએ પોતાની પ્રાથમિક માહિતી સાથે વિદ્યાંજલિ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવવાની રહેશે . નોંધણી પછી શાળાએ જરૂરી બાહ્ય સહયોગ માટે સેવા / પ્રવૃત્તિ અથવા અસ્કયામતો / સામગ્રી / સાધનોની વિગતો સાથેની રીક્વેસ્ટ પોસ્ટ કરવાની થશે . સ્વયંસેવકો કે જેઓ પોર્ટલ પર રજીસ્ટર થયેલા છે , તેઓ રીક્વેસ્ટ પોસ્ટના આધારે સેવા / પ્રવૃત્તિ અથવા અસ્કયામતો / સામગ્રી / ઉપકરણની વિનંતી માટે પોર્ટલ પર તેમની રુચિ બતાવશે . શાળા દ્વારા સ્વયંસેવકને સેવા / પ્રવૃત્તિ અથવા અસ્કયામતો / સામગ્રી / સાધનોમાં ભાગ લેવા માટે અધિકૃત કરવામાં આવશે . વિદ્યાંજલિ કાર્યક્રમ અંતર્ગત સેવા એટલે કે યોગા , આર્ટ એન્ડ ક્રાફ્ટ , વ્યાવસાયિક શિક્ષણ , ભાષા શિક્ષણ , વિશિષ્ઠ જરૂરીયાત ધરાવાતા બાળકોને સહાય , સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી તૈયારીમાં મદદ માટે રીક્વેસ્ટ પોસ્ટ મૂકી શકશે .
આ ઉપરાંત કાઉન્સેલર્સ અને વિશેષ શિક્ષકો , માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કાઉન્સેલર્સ , રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા , આરોગ્ય અને સ્વચ્છતા સંસાધનો , કન્યાઓ માટે સ્વરક્ષણ તાલીમ વગેરે જેવી બાબતો માટે સ્પોન્સરશીપની તેમજ શાળાને જરૂરી સાધન - સામગ્રી જેમ કે , ભૌતિક સુવિધાઓ , ઇલેક્ટ્રિક સુવિધાઓ , ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વિવિધ પ્રકારના સંસાધન માટે રીક્વેસ્ટ પોસ્ટ કરી શકશે . જિલ્લા કક્ષાએ કાર્યક્રમની અમલવારી તેમજ અસરકારક સંચાલન માટે નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને જિલ્લા નોડલ અધિકારી તરીકે કામગીરી સંભાળવાની રહેશે . જિલ્લા માટેની લોગીન ડીટેલ રાજ્ય કચેરી તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે . જિલ્લાની તમામ શાળાઓ પોર્ટલ પર રજીસ્ટર થાય તે જોવાનું રહેશે . વિશેષ માહિતી માટે પોર્ટલ પર USER MANUAL શીર્ષક સાથે વિશેષ માહિતી આપેલ છે તેનો પણ અભ્યાસ કરી શકાશે . કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શન મળી રહે તે માટે આ સાથે માર્ગદર્શિકા સામેલ છે . ઉપરોક્ત બાબત ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને વિદ્યાંજલી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા અંગે અને યોગદાન તેમજ સેવાઓ મેળવવા માટે આ સાથે સામેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી પ્રક્રિયા કરવા સુચના આપવા જણાવવામાં આવે છે .
માર્ગદર્શિકા નવી શિક્ષણ નિતી તેના ધ્યેયો અને ઉદ્દેશ્યોની પ્રાપ્તિમાં સમાજ તેમજ ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી દ્વારા ભારતમાં શિક્ષણના તમામ સ્તરોમાં પરિવર્તન લાવવા માંગે છે . NEP - 2020 ના વિવિધ પ્રકરણોમાં સમાજ તેમજ સ્વયંસેવકની ભાગીદારી પર ભાર મુકવામાં આવેલ છે . શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે વિદ્યાંજલિ વેબ પોર્ટલ https://vidvanjali.education.gov.in/cn સુધારા સાથે પુન : લોન્ચ કરેલ છે . નવું વિદ્યાંજલિ પોર્ટલ સમાજ સ્વયંસેવકોને તેમની પસંદગીની સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં તેમના જ્ઞાન અને કૌશલ્યો તેમજ સંપત્તિ સામગ્રી સાધનોના રૂપમાં યોગદાન આપવા માટે સીધો સંપર્ક કરવામાં અને જોડવામાં મદદ કરશે , સ્વયંસેવક યોગદાન આપનાર દ્વારા રુચિના આધારે , શાળા ઓથોરીટી સેવા પ્રવૃત્તિ અને / અથવા અસ્કયામતો સામગ્રી સામગ્રીના સ્પેશિફીકેશન માટે આ માર્ગદર્શિકામાં દર્શાવેલ પ્રક્રિયા અનુસાર સ્વયંસેવક યોગદાન આપનારની યોગ્યતાનું મૂલ્યાંકન કરશે . વિદ્યાજંલી વેબપોર્ટલ માટેની વિગતવાર માર્ગદર્શિકા આ સાથે સામેલ છે . આ માર્ગદર્શિકામાં યોગદાન માટેની કેટેગરી , પદ્ધતિ , શાળાઓની ભૂમિકા , સ્વયંસેવકોની ભૂમિકા , નોડલ ઑફીસરની ભૂમિકા , આચારસંહિતા , રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થાઓ માટે વિશેષ માર્ગદર્શિકા તેમજ સેવાઓની સમાપ્તિ અંગે વિગતવાર માહિતી આપેલ છે . આ ઉપરાંત સેવાઓ / પ્રવૃત્તિઓમાં યોગદાન અને સંપત્તિ / સામગ્રી / સાધનોનું યોગદાન માટેની કેટેગરીનું લીસ્ટ અનુક્રમે પરિશિષ્ટ -1 અને પરિશિષ્ટ- II પણ આ સાથે સામેલ રાખેલ છે . વધુમાં શાળા , જિલ્લા અને રીઝનલ નોડલ ઑફીસર અને સ્વયંસેવકે કરવાની થતી કામગીરી માટેના વિસ્તૃત યુઝર મેન્યુઅલ પણ પોર્ટલ પરથી મેળવી શકશો . ઉક્ત વિગતો અને આ સામેલ માર્ગદર્શિકા , પરિશિષ્ટ અને યુઝર મેન્યુઅલનો અભ્યાસ કરી આપના જિલ્લાની તમામ સરકારી અને અનુદાનિત શાળાઓને વિદ્યાંજલિ વેબ પોર્ટલ પર તાત્કાલિક રજીસ્ટ્રેશન કરવા તેમજ પોર્ટલનો બહોળો ઉપયોગ શરૂ કરવા અંગે આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે .
= સેવાઓ / પ્રવૃત્તિઓમાં યોગદાન 1 . વિદ્યાંજલિ કાર્યક્રમ સ્વયંસેવકોને તેમની કુશળતાના અને રુચિના ક્ષેત્રના આધારે શાળામાં સેવા / પ્રવૃત્તિમાં યોગદાન આપવાની મંજૂરી આપે છે . II . સ્વયંસેવકો નીચે જણાવેલ બે વિભાગમાં સેવાઓ / પ્રવૃતિઓમાં યોગદાન આપી શકે છે . સામાન્ય સ્તરની સેવા પ્રવૃત્તિ . પ્રવૃત્તિ માટે સ્પોન્સરશિપ III . સામાન્ય સ્તરની સેવાઓ / પ્રવૃત્તિઓ અને સ્પોન્સરશિપનું સંક્ષિપ્ત વર્ણન પરિશિષ્ટ પર આપવામાં આવ્યું છે . સંપત્તિ સામગ્રી / સાધનોના સ્વરૂપમાં યોગદાન I , વિદ્યાંજલિ સ્વયંસેવકોને વિવિધ પ્રકારની અસ્કયામતો સામગ્રી સાધનોમાં યોગદાન આપવા માટે પણ પરવાનગી આપે છે . II . યોગદાનની શ્રેણીઓમાં મુખ્યત્વે સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર , ઇલેક્ટ્રિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર , ક્લાસરૂમ સપોર્ટ મટિરિયલ્સ અને સાધનો , ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર , સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને રમતગમત માટેના સાધનો , યોગ , આરોગ્ય અને સલામતી સાધનો , શૈક્ષણિક સાધન - સામગ્રી , મેન્ટેનન્સ અને રીપેર . ઓફિસ સ્ટેશનરી ફર્નીચર સપોર્ટ સેવાઓ જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે . III . IV . અસ્કયામતો સામગ્રી સાધનોનું યોગદાન નાણાકીય સહાયના સ્વરૂપમાં નહિ થઇ શકે . શાળા કોઈ પણ નાણાકીય સહાય માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે નહીં . આ સાથે સામેલ પરિશિષ્ટ- JI માં જણાવેલ પૂર્વ વ્યાખ્યાયિત યાદી અનુસારની અસ્કયામતો સામગ્રી / સાધનો માટે શાળા સ્વયંસેવકો પાસેથી યોગદાન મેળવવા માટે વિનંતી પોસ્ટ કરી શકે છે . યોગદાનની પદ્ધતિ જે શાળા દ્વારા સેવા પ્રવૃત્તિ અથવા અસ્કયામતો સામગ્રી / સાધન માટે વિનંતી પોસ્ટ કરી હોય તેવી શાળાઓમાં સ્વયંસેવકો નીચેના નિયમો અને શરતોને આધિન આંશિક અથવા સંપૂર્ણ યોગદાન આપી શકે છે . I. II . જો સ્વયંસેવક તરફથી શાળાને આપવામાં આવેલ યોગદાન શાળા દ્વારા ઉભી કરવામાં આવેલી માંગ ( શાળાની વાસ્તવિક જરૂરિયાત ) કરતાં ઓછું હોય , એટલે કે , શાળાની માંગ જરૂરિયાત પૂરી ન થાય , તો શાળાની વિનંતી અન્ય સ્વયંસેવકો માટે ખુલ્લી રહેશે . એવા કિસ્સામાં જ્યાં શાળા દ્વારા વિનંતી કરવામાં આવેલી માંગ । જરૂરિયાત કરતાં સ્વયંસેવક પાસેથી વધુ યોગદાન મળેલ હોય , તેવા કિસ્સામાં શાળા તેની જરૂરીઆત મુજબ યોગદાન સ્વીકારશે અને સ્વયંસેવકને અન્ય શાળાઓમાં જેણે સમાન વિનંતી કરી હશે તેને બાકીનું યોગદાન આપવા માટે જાણ કરશે . એવા કિસ્સામાં જ્યાં પ્રાપ્ત યોગદાન શાળા કરવામાં આવેલી માંગની બરાબર છે , તો વિનંતી પોસ્ટ બંધ કરવામાં આવશે
શાળાની ભૂમિકા i . શાળા રજીસ્ટ્રેશન : યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ ( UDISE + ) કોડ ધરાવતી શાળાઓએ તેમનો UDISE + કોડ , રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત વન - ટાઇમ પાસવર્ડ આપીને વિદ્યાંજલિ પોર્ટલ પર શાળાએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે , ii . યોગદાન માટે વિનંતી પોસ્ટ કરવી : વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમની જરૂરિયાતો , ઉપલબ્ધ ભૌતિક માળખાકીય સુવિધાઓ , માનવ સંસાધનની ઉપલબ્ધતા અને શાળામાં અન્ય સંસાધનોના આધારે , શાળાએ જરૂરી સેવા / પ્રવૃત્તિ અથવા સંપત્તિ સામગ્રી / સાધનોની સૂચિ વેબ પોર્ટલ એપ પર પોસ્ટ કરી શકશે . iii . મીટિંગ માટે સ્વયંસેવકોને શોર્ટલિસ્ટ કરવા : ઉપરોક્ત મુદ્દા ને ( ii ) અનુસાર શાળા દ્વારા વિનંતી કરવામાં આવેલી સેવાઓ / પ્રવૃત્તિઓ અથવા સંપત્તિ સામગ્રી / સાધનોની સૂચિ અને સ્વયંસેવક દ્વારા દર્શાવવામાં આવેલી રુચિના આધારે , શાળાએ સ્વયંસેવકોની લાયકાત અનુભવનું તેઓની પ્રોફાઇલ અથવા ઓફર કરેલી સંપત્તિ / સામગ્રી / સાધનોના વિશિષ્ટતાઓધોરણોને આધારે મૂલ્યાંકન કર્યા પછી તેમના સંભવિત યોગદાન માટે શોર્ટલીસ્ટ / પસંદગી કરવાની રહેશે , iv . સ્વયંસેવકો સાથે સંવાદ / ચર્ચા : સ્વયંસેવકના નિપુણતાના ક્ષેત્ર અથવા યોગદાન માટે પ્રસ્તાવિત અસ્કયામતો સામગ્રી સાધનોની વિગતો જાણવા શાળા દ્વારા રૂબરૂ અથવા વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવશે . સ્વયંસેવકો સાથેની સંવાદ / ચર્ચાના આધારે શાળાના નિર્દિષ્ટ સમયે અથવા સ્વયંસેવક અસ્કયામતો સામગ્રી સાધનનું યોગદાન આપી શકે તે સમયના આધારે શાળા કેવી રીતે સ્વયંસેવકના યોગદાનનો લાભ લઈ શકે તે નક્કી કરશે . ઇન્ટરવ્યુની વ્યાપક રૂપરેખા અને સ્વયંસેવક પ્રોફાઇલના મૂલ્યાંકનમાં નીચેની બાબતોનો સમાવેશ કરવો આવશ્યક છે . . જરૂરી વિશિષ્ટ કૌશલ્યો , લાયકાત અને સંબંધિત અનુભવ . આ સંદર્ભે સંબંધિત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ચોક્કસ માર્ગદર્શિકાના આધારે શાળા ઓથોરીટી દ્વારા સ્વયંસેવકોના પૂર્વગામી અને આધારોની ચકાસણી કર્યા પછી શાળા દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવશે . . અંતિમ નિર્ણય શાળા ઓથોરીટી સાથે સ્વયંસેવકના સંવાદ / ચર્ચાના અનુસંધાનમાં રહેશે . v સ્વયંસેવકોની સહભાગિતા નિશ્ચિત કરવી : શાળા પસંદ કરેલ સ્વયંસેવક સાથે કરાર કરી શકે છે . શાળા સ્વયંસેવકને શાળા માટેના તેમના યોગદાન માટે પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર પણ આપી શકે છે . કરાર અને પ્રમાણપત્ર વિદ્યાંજલિ પોર્ટલનો ભાગ નથી અને શાળાએ તેના માટે અલગથી આયોજન કરી શકશે . vi . યોગદાન માટે સ્વયંસેવકને કોઈ ભંડોળ પગાર ! માનદ વેતન આપવામાં આવશે નહીં . vii . સ્વયંસેવકોની તમામ પૃષ્ઠભૂમિની તપાસ , ક્ષમતાઓનું મૂલ્યાંકન વગેરે હાથ ધરવાની જવાબદારી શાળાઓ / શાળા વહીવટી તંત્રની રહેશે . આ સંબંધમાં કોઈપણ સમસ્યાના કિસ્સામાં , તેની સંપૂર્ણ જવાબદારી શાળા શાળા વહીવટી તંત્રની રહેશે .
સ્વયંસેવકની ભૂમિકા i . વિદ્યાંજલિ વેબ પોર્ટલ મોબાઈલ એપ પર નોંધણી સ્વયંસેવક વ્યક્તિગત , બિન - સરકારી સંસ્થા ( NGO ) અથવા સંસ્થા ( NGO સિવાય ) તરીકે નોંધણી કરાવી શકે છે અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપીને પ્રોફાઇલ પૂર્ણ કરી શકે છે . il . સ્વયંસેવક રાજ્ય , જિલ્લા , બ્લોક અને શાળાના નામના આધારે ઇચ્છિત શાળા શોધી શકશે . સ્વયંસેવક શાળાની ઓનબોર્ડિંગ સ્થિતિ અને શાળા દ્વારા કરવામાં આવેલી યોગદાન વિનંતીઓ જોઈ શકશે . iii . યોગદાનની સૂચિ : શાળા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી વિનંતી સૂચિના આધારે , સ્વયંસેવક તેની કુશળતા / રુચિના ક્ષેત્ર અથવા અસ્કયામતો અને સામગ્રી કે જે તે યોગદાન આપવા તૈયાર છે તેના આધારે શાળાઓની વિનંતીઓ શોધી શકે છે . iv . યોગદાન માટે અરજીઃ વિગતો તપાસ્યા પછી , સ્વયંસેવક તેની કુશળતા રુચિના ક્ષેત્રના આધારે અથવા કોઈ ચોક્કસ શાળા માટે અસ્કયામતો અને સામગ્રીનું યોગદાન આપવા માટેની પ્રવૃત્તિ માટે અરજી કરવાનું નક્કી કરી શકશે . સ્વયંસેવક શાળાઓની વિનંતીમાં આંશિક / સંપૂર્ણ યોગદાન આપવા માટે રસ દાખવી શકે છે . V. જે શાળાને સ્વયંસેવક યોગદાન આપવા માંગે છે તે શાળા પોર્ટલ પર નોંધાયેલ શાળાઓની સૂચિમાં નથી અથવા ચોક્કસ યોગદાન માટે વિનંતી કરી નથી તો સ્વયંસેવક શાળાને ઓનબોર્ડિંગ માટે વિનંતી મોકલી શકે છે . vi . જો શાળા દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવે , તો સ્વયંસેવક જૈ શાળામાં યોગદાન માટે અરજી કરી હોય તે શાળામાંથી પ્રાપ્ત માહિતીના આધારે શાળા સાથે વાર્તાલાપ કરી શકે છે . પસંદગી પ્રક્રિયા પછી . તેણે શાળા દ્વારા સંમત થયા મુજબ પ્રવૃત્તિ અથવા સંપત્તિ અને સામગ્રીમાં યોગદાન આપવું પડશે . vi . સ્વયંસેવકો યોગદાનના અનુભવ પર શાળાને પ્રતિસાદ આપી શકે છે તેમજ શાળાઓ પાસેથી પ્રતિસાદ મેળવી શકે છે . viii . નોંધણી , મીટિંગ , આમંત્રણ અને યોગદાન માટે પસંદગી વગેરે જેવી વિવિધ ઇવેન્ટ્સ માટે સ્વયંસેવકોને નિયમિતપણે અપડેટ કરવામાં આવશે . નોડલ ઓફીસરની ભૂમિકા 1. જિલ્લા નોડલ : . શાળા નોંધણી માટેની વિનંતીઓ જોવી . ● ઓનબોર્ડિંગ વિનંતી પછી શાળાને એક્ટીવેટ કરવી . . સેવા પ્રવૃત્તિ અને અસ્કયામતો સામગ્રી સાધનોના યોગદાન માટે શાળા / સ્વયંસેવકોનું સંચાલન / માર્ગદર્શન કરવુ .
。 મોનિટરિંગ અને મૂલ્યાંકન માટે કાર્યક્રમમાં સહભાગિતાના આધારે માસિક / ત્રિમાસિક / વાર્ષિક ધોરણે અહેવાલો બનાવવા . આચારસંહિતા i . સરકારી અને સરકારી અનુદાનિત શાળાઓને લાગુ પડે છે . સ્વયંસેવકો દ્વારા યોગદાનના સંદર્ભમાં નિયમો અને શરતોમાં કોઈ પણ સમયે સુધારો કરવાનો અધિકાર શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ , શિક્ષણ મંત્રાલયનો રહેશે . સ્વયંસેવકો આવા કોઈપણ ફેરફારો માનવા માટે બંધાયેલા રેહશે . સ્વયંસેવક અથવા સ્વયંસેવકના કોઈપણ કર્મચારીને સોંપવામાં આવી શકે તેવી કોઈપણ પ્રવૃત્તિ / યોગદાનથી અથવા કોઈપણ રીતે પ્રત્યક્ષ , પરોક્ષ , આકસ્મિક અથવા આનુષંગિક નુકસાન માટે સ્વયંસેવકો પ્રત્યે કોઈ જવાબદારી રહેશે નહીં . શાળાઓ , રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્યક્રમ હેઠળ સ્વયંસેવકોને કોઈ મહેનતાણું ચૂકવવાપાત્ર નથી . iv . ' * સ્વર ગોપનીયતાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને પ્રવૃત્તિ , કાર્યો અને નીતિઓની ગુપ્ત માહિતી કોઈપણ વ્યક્તિ , સંસ્થા અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરી શકશે નહીં . vi . સ્વયંસેવકે શાળા ઓથોરીટી અને અન્ય લોકો સાથેના તેમના સંબંધોમાં વ્યવસાયિક આચરણ કરવાનું રહેશે . vii . સ્વયંસેવકોએ શાળામાંથી કામગીરી બંધ કરતા પહેલા તેમના કાર્યનો અહેવાલ સબમિટ કરવાનો રહેશે . viii , સ્વયંસેવકને પ્રવૃત્તિ સોંપવાથી તેઓ શાળા / વિભાગ મંત્રાલયમાં રોજગાર ( શિક્ષણ / બિન - શિક્ષણ પ્રવૃત્તિઓ ) માટેના દાવા માટે હકદાર નથી . in . સ્વયંસેવક દ્વારા આપવામાં આવતી સેવાનો સમયગાળો પૂર્ણ - સમયના કાર્ય અનુભવ તરીકે ગણવામાં આવશે નહિ શાળા દ્વારા આપવામાં આવેલ સ્વીકૃતિ પ્રશંસાનું કોઈપણ પ્રમાણપત્ર અનુભવ - પ્રમાણપત્ર તરીકે ગણવામાં આવશે નહિ . X. સ્વયંસેવકને પ્રવૃતિ માટે આપવામાં આવેલ માનવ કલાકો શાળા ઓથોરીટી દ્વારા સ્વયંસેવક સાથે પરામર્શ કરીને નક્કી કરવામાં આવશે અને પ્રવૃત્તિને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સ્વયંસેવકે તેનું પાલન કરવાનું રહેશે . xi . અસ્કયામતો સામગ્રી સાધનોની માલિકી પોતાની છે અને વસ્તુ ( ઓ ) સારી કાર્યકારી સ્થિતિમાં અને સ્વયંસેવક સંપત્તિ સામગ્રીનો માલિકી હક્ક શાળાને ટ્રાન્સફર કરી રહ્યો છે તે અંગેનું સ્વ - પ્રમાણપત્ર સ્વયંસેવકે આપવાનું રહેશે . વધુમાં , સ્વયંસેવકના
ભાગે થયેલ કોઈપણ ગેરરીતિ માટે શાળા કાયદેસર રીતે જવાબદાર રહેશે નહીં . xii . વિદ્યાંજલિ એ માત્ર શાળાઓ અને સ્વયંસેવકો સ્વૈચ્છિક યોગદાનને એકસાથે લાવવાનું એક મંચ છે . શિક્ષણ મંત્રાલય શાળાઓ / રાજ્યો દ્વારા પોસ્ટ કરાયેલી આવશ્યકતાઓની ચકાસણી માટે અથવા સ્વયંસેવકોના ઓળખ અથવા તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યની ચકાસણી માટે જવાબદાર રહેશે નહીં . આ જવાબદારી સંબંધિત હોદેદારોની રહેશે . xiii . યોગદાનથી શાળા રાજ્ય રાષ્ટ્રીય સ્તરે કોઈ કામચલાઉ અથવા કાયમી જવાબદારી ઊભી થવી જોઈએ નહીં . રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થાઓ માટે વિશેષ માર્ગદર્શિકા i . રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થાઓ સલામતી માર્ગદર્શિકાના રૂપમાં અસ્કયામતો સામગ્રી સાધનોમાં યોગદાન માટેના ધોરણોની વિશિષ્ટતાઓ , નિર્દિષ્ટ નાણાકીય મર્યાદાથી ઉપરનું યોગદાન આપતી વ્યક્તિઓ / સંસ્થાઓ / એનજીઓ માટે માન્યતા અને અન્ય બાબતોનો સમાવેશ કરતો પરિપત્ર પ્રસિદ્ધ કરી શકે છે . ii સ્વયંસેવક પાસે સલામતીના દૃષ્ટિકોણથી નાના બાળકો સાથે વ્યવહાર કરવાની અપેક્ષા રાખવામાં આવતી હોવાથી , સ્વયંસેવકે અથવા સંસ્થા દ્વારા પ્રવૃત્તિ પર મુકવામાં આવેલ તમામ કર્મચારીઓએ તેઓની સેવાઓ આપતા પહેલા શાળાને ઓળખનો પુરાવો જેમ કે આધાર કાર્ડ અથવા અન્ય કોઈપણ ભારત સરકારનું ID સબમિટ કરવાનું રહેશે . iii . સ્વયંસેવક દ્વારા હાથ ધરવામાં આવેલી શૈક્ષણિક પ્રવૃત્તિમાં તેની કુશળતા અનુભવ ( સંસ્થાઓના કિસ્સામાં કર્મચારીઓ સહિત ) અંગે સંક્ષિપ્ત પ્રોફાઇલ સબમિટ કરવાની રહેશે . આ પ્રોફાઇલ શાળાને સ્વયંસેવકની સેવાનો લાભ લેવો કે નહીં તે નક્કી કરવામાં મદદ કરશે . iv . આવી સેવાઓ શાળામાં અધ્યાપન - શિક્ષણનો મુખ્ય ભાગ ન બની શકે , સ્વયંસેવકની સેવાઓ મુખ્યત્વે એવા વિસ્તારો / વિષયો માટે લેવામાં આવી શકે છે કે જેના માટે શાળા પાસે પૂરતા માનવ સંસાધન નિષ્ણાત નથી , v . સ્વયંસેવક દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની દેખરેખ નિરીક્ષણ શાળાના કાયમી શિક્ષકો દ્વારા થવુ જોઈએ . vi . સેવાઓ / પ્રવૃત્તિઓ કેવળ શૈક્ષણિક અથવા સહ - અભ્યાસિક પ્રકૃતિની હોવી જોઈએ . કોઈ ચોક્કસ વિચારધારા કે વ્યવહારનો પ્રચાર ન હોવો જોઈએ . vii . સ્વયંસેવક દ્વારા અસ્કયામતો સામગ્રી સાધનોના રૂપમાં આપવામાં આવેલ તમામ યોગદાન ઓછામાં ઓછા BIS ચિહ્નિત હોવા જોઈએ . viii . દાનમાં આપવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યરત સ્થિતિમાં હોવું જોઈએ અને શાળા ઈ વેસ્ટનું ડમ્પિંગ ગ્રાઉન્ડ ન બને તેની આચાર્યએ ખાતરી કરવાની રહેશે .
ix . અસ્કયામતો / સામગ્રી / સાધન માટેના યોગદાનમાં વાર્ષિક / નિયમિત જાળવણી પૂરી પાડવા માટેની પ્રતિબદ્ધતા પણ સામેલ હોવી જોઈએ . x . યોગદાન ઇવેન્ટ્સ મેન્ટેનન્સ સેવાઓની સ્પોન્સરશિપના સ્વરૂપમાં પણ હોઈ શકે છે . સેવાઓની સમાપ્તિ શાળા / રાજ્ય નીચેની કોઈપણ પરિસ્થિતિમાં સ્વયંસેવક સાથેના સંબંધ સેવાઓ સમાપ્ત કરી શકે છે . i . ઓથોરીટીને સ્વયંસેવકની સેવાઓની વધુ આવશ્યકતા ન જણાતી હોય તો તેઓ સ્વયંસેવકને છૂટા કરી શકે છે . ii . ઓથોરીટી નીચેના કિસ્સામાં તાત્કાલિક અસરથી કોઈપણ કારણ આપ્યા વિના કોઈપણ સમયે સ્વયંસેવકની સેવાઓ સમાપ્ત કરી શકે છે : સ્વયંસેવક અથવા તેના કોઈપણ પ્રતિનિધિનું અયોગ્ય વર્તન . . સ્વયંસેવી પદ્ધતિનું પાલન ન કરવું . . સ્વયંસેવકો દ્વારા રસ રૂચિનો અભાવ , કરારમાં સ્વયંસેવક દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાની બિન પૂર્ણતા બિન - પરિપૂર્ણતા . યુવાનો માટે અનુકૂળ ન હોય તેવી કોઈપણ વિભાજનકારી અથવા અન્ય વિચારધારાઓનો પ્રચાર અને / અથવા ખાનગી વ્યવસાય / સ્ટાર્ટ અપ કોઈપણ નફાકારક પ્રવૃત્તિ વગેરેને પ્રોત્સાહન આપવું . કોઈપણ રીતે બાળકોની સલામતી અને સુરક્ષા ( શારીરિક , ભાવનાત્મક , સામાજિક , આરોગ્ય સંબંધિત , સાયબર સલામતી ) ને નુકસાન પહોંચાડવું . iii . જો ઓથોરીટીના ધ્યાન પર આવે છે કે જે વ્યક્તિ સ્વયંસેવકની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે તે એવી રીતે કાર્ય કરવાનું ચાલુ રાખે છે જેથી એવી છાપ ઉપજે કે તે હજી પણ સ્વયંસેવક તરીકે કામ કરે છે , તો ઓથોરીટી આવી વ્યક્તિ સામે યોગ્ય કાનૂની પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે અને ઓથોરીટીનો નિર્ણય અંતિમ અને સ્વયંસેવક માટે બંધનકર્તા રહેશે . iv . ઓથોરીટી કાયદા અનુસાર ઉપલબ્ધ તમામ વિકલ્પો પ્રાપ્ત કરવાનો અધિકાર રાખે છે અને આ નિયમો અને શરતોના ઉલ્લંધન માટે કોઈ ચોક્કસ સ્વયંસેવકની કોઈપણ એસાઇમેન્ટમાં પ્રવેશથી રોકવાનો અધિકાર અનામત રાખે છે .
વિદ્યાંજલી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાંજલી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબત