જિલ્લામાં આંતરિક અરસ - પરસ અને જિલ્લા અરસ - પરસ બદલીની અરજીઓ રજુ કરવા અંગે

Join Whatsapp Group Join Now

જિલ્લામાં આંતરિક અરસ - પરસ અને જિલ્લા અરસ - પરસ બદલીની અરજીઓ રજુ કરવા અંગે 


જિલ્લામાં આંતરિક અરસ - પરસ અને જિલ્લા અરસ - પરસ બદલીની અરજીઓ રજુ કરવા અંગે 

https://project303.blogspot.com/2022/04/Rajkot-aras-paras-badli-paripatra.html

https://project303.blogspot.com/2022/04/Rajkot-aras-paras-badli-paripatra.html



જિલ્લામાં આંતરિક અરસ - પરસ અને જિલ્લા અરસ - પરસ બદલીની અરજીઓ રજુ કરવા અંગે 

  જિલ્લામાં આંતરિક અરસ - પરસ અને જિલ્લા અરસ - પરસ બદલીની અરજીઓ રજુ કરવા અંગે સંદર્ભ : ( ૧ ) ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : પીઆરઈ / ૧૧૨૦૧૨ / ૬૨૧૦૬૫ / ૧ ( પાર્ટ -૧ ) , તા . ૦૧/૦૪/૨૦૨૨ ( ર ) પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીના પત્ર કરમાંક : પ્રાશિનિ / ક - નીતિ / 2022 / 3206-61 , તા . ૧૨/૦૪/૨૦૨૨ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંદર્ભ- ( ૧ ) અનુસારના ઠરાવથી અરસ - પરસ બદલી ઈચ્છતા વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) એ દર વર્ષે ૩૧ - માર્ચ સુધીમાં અરજી કરવાની જોગવાઈ થયેલ છે . સંદર્ભ- ( ૨ ) અનુસારના પત્રથી અરસ - પરસ બદલી ઈચ્છતા શિક્ષકોની અરજી કરવાની મુદત તા . ૩૦/૦૪/૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ હોય , " જિલ્લામાં આંતરિક અરસ - પરસ " અને જિલ્લાફેર અરસ - પરસ " બદલી કરવા ઈચ્છતા વિદ્યાસહાયક / શિક્ષક મુખ્ય શિક્ષક ( HTAT ) પાસેથી ઉક્ત સંદર્ભ- ( ૧ ) ના ઠરાવની જોગવાઈઓ ધ્યાને લઈને જિલ્લામાં આંતરિક રસ - પરસ અને જિલ્લાફેર અરસ - પરસ માટેની અરજીઓ મંગાવવાની થાય છે . આ માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઈને અરજીઓ મંગાવવા જણાવવામાં આવે છે . ( અ ) અરજી કરવા ઈચ્છતા વિદ્યાસહાયક શિક્ષક મુખ્ય શિક્ષક ( HTAT ) માટેની સૂચનાઓ : 1. આગામી વર્ષ : ૨૦૨૨ માટે જે વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) એ માર્ચ -૨૦૨૨ સુધીમાં જિલ્લાફેર અરસ - પરસ અરજી કરી હોય તેણે ફરી અરજી કરવી જરૂરી નથી . 2 . વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) ને સંદર્ભ- ( ૧ ) અનુસારના શિક્ષણ વિભાગના તા . ૦૧ / ૦૪ / ૨૦૨૨ ના ઠરાવની તારીખ પહેલા જિલ્લાફેરની કોઈપણ પ્રકારની માંગણી બદલીઓમાંથી કોઈ એક બદલીનો લાભ મેળવેલ હોય તો તેને જિલ્લાફેર અરસ પરસનો લાભ મળવાપત્ર નથી તેવી જ રીતે જિલ્લામાં આંતરિક અરસ - પરસ બદલીનો એક વખત લાભ મેળવેલ હોય તો તેને જિલ્લામાં ફરી અરસ - પરસનો લાભ મળવાપાત્ર નથી . ૩. શિક્ષણ વિભાગના તા . ૨૧/૦૧/૨૦૧૪ અને તા . ૩૦/૦૮/૨૦૧૭ ના ઠરાવની જોગવાઈ મુજબ એક જ તાલુકામાં ૧૦ ( દસ ) વર્ષ નોકરી કરવાની શરતે જે વિદ્યાસહાયકોને નિમણૂક આપવામાં આવેલ છે તેમાં સુધારો કરી આવા વિદ્યાસહાયકો કપાત પગારી રજાઓ બાદ કર્યા પછી ૫ ( પાંચ ) વર્ષની નોકરી પૂર્ણ કરે તેઓ જિલ્લાફેર અરસ - પરસ બદલી માટે અરજી કરી શકશે . 4. વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) ને સમગ્ર નોકરી દરમિયાન ( જિલ્લા વિભાજન સિવાય ) એક વખત જિલ્લામાં આંતરિક અરસ - પરસ અને એક વખત જિલ્લાફેર અરસ - પરસ બદલીનો લાભ મળવાપાત્ર થશે પરંતુ અન્ય કોઈપણ પ્રકારની બદીથી જો જિલ્લા / ન.પ્રા.શિ.સ . બદલવા જિલ્લાફેર બદલીનો લાભ લીધેલ હશે તો જિલ્લાફેર અરસ - પરસ બદલીનો લાભ મળવાપાત્ર નથી . સંદર્ભ- ( ૧ ) અનુસારના શિક્ષણ વિભાગના તા . ૦૧/૦૪/૨૦૨૨ ના ઠરાવની તારીખ પહેલા કોઈપણ પ્રકારનો લાભ મેળવેલ હશે તેઓને ફરી લાભ મળવાપાત્ર થશે નહીં . મુખ્ય શિક્ષક ( HTAT ) ના કિસ્સામાં જો શિક્ષક તરીકે તેમણે અગાઉ લાભ મેળવેલ હશે તો પણ મુખ્ય શિક્ષક ( HTAT ) તરીકેનો લાભ લઈ શકશે . 5 . જિલ્લામાં આંતરિક અરસ - પરસ બદલીની માંગણી કરતી વખતે વિદ્યાસહાયક શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) એ તેમની મૂળ શાળામાં ૩ ( ત્રણ ) વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોવી જોઈશે 6. જિલ્લાફેર અરસ - પરસ બદલીની માંગણી કરતી વખતે શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) એ તેમનાં મૂળ જિલ્લામાં ઓછામાં ઓછી પ ( પાંચ ) વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોવી જોઇશે . 7 . આ ૩ ( ત્રણ ) વર્ષ અને ૫ ( પાંચ ) વર્ષની ગણતરી કરતી વખતે જો વિદ્યાસહાયક શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) એ તે સમયગાળા દરમિયાન કપાત પગારી રજા ભોગવેલ હોય તો તેવી રજાઓનો સમયગાળો બાદ કરીને ચોખ્ખી ૩ ( ત્રણ ) વર્ષ અને ૫ ( પાંચ ) વર્ષની નોકરી પૂર્ણ થાય તો જ માંગણી અરજી કરી શકશે 8 , જે વિદ્યાસહાયક શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) અરસ - પરસ બદલી માટે અરજી કરશે તે અરજી રદ કરી શકાશે નહીં 


9. અરસ - પરસ બદલી માટે અરજી કરનાર બંન્ને વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) એક જ માધ્યમમાં નોકરી કરતા હોવા જોઈશે તથા તેઓ બંન્નેના વિભાગ અને વિષય પણ એક સરખા હોવા જોઈશે , 10 , જિલ્લાની અંદર આંતરિક અરસ - પરસ બદલી માટે મુખ્ય શિક્ષક ( HTAT ) સામે મુખ્ય શિક્ષક ( HTAT ) જયારે જિલ્લાફેર અરસ - પરસ બદલી માટે મુખ્ય શિક્ષક ( HTAT ) - સીધી ભરતી સામે સીધી ભરતીવાળા મુખ્ય શિક્ષક ( HTAT ) અને મુખ્ય શિક્ષક ( HTAT ) - બઢતી સામે બઢતીવાળા મુખ્ય શિક્ષક ( HTAT ) જ અરસ - પરસ બદલી માંગણી કરી શકશે . 11 જિલ્લામાં આંતરિક અરસ - પરસ બદલી તથા જિલ્લાફેર અરસ - પરસ બદલી આ બંન્નેનો લાભ સમગ્ર નોકરી દરમિયાન એક - એક વખત જ મળવાપાત્ર રહેશે . 12 , અરસ - પરસ બદલીના કિસ્સામાં વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) ને એકબીજાની શાળામાં જ નિમણૂક કરવામાં આવશે અન્ય શાળામાં અરસ - પરસ બદલીથી નિમણૂક મળવાપાત્ર નથી , 13 , જો અરસ - પરસ બદલી કરાયેલ વિદ્યાસહાયક શિક્ષક મુખ્ય શિક્ષક ( HTAT ) બદલી થયેલ જગ્યાએ હાજર ન થાય કે લાંબી રજા મંજુર કરાવીને કે અનધિકૃત લાંબી રજા પર જાય તેવાં સંજોગોમાં બાળકોના શિક્ષણને વિપરીત અસર થવાની સંભાવના રહેતી હોય તેવાં સંજોગોમાં બાળકોના શિક્ષણના વિશાળ હિતને ધ્યાને લેતાં આવા કિસ્સામાં ખોટું સોગંદનામું કરનાર કર્મચારીને રજૂઆતની એક તક આપી ખોટું સોગંદનામું કરવા બદલ તંત્ર દ્વારા તેના પર કાયદાકીય રાહે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે . જેની બંને અરજદારોએ નોંધ લેવી . 14 , ૧૦ ( દસ ) વર્ષનો બોન્ડ આપી નોકરીમાં જોડાયેલ શિક્ષકો પ ( પાંચ ) વર્ષ બાદ જિલ્લાફેર અરસ - પરસ બદલી માટે અરજી કરી શકશે પરંતુ બોન્ડવાળી જગ્યા પર આવનાર શિક્ષકે આગામી ૫ ( પાંચ ) વર્ષ તે જ જગ્યા પર ફરજ બજાવશે તે મુજબ નવેસરથી બોન્ડ રજુ કરવાના રહેશે . 15 , જિલ્લામાં આંતરિક અરસ - પરસ માંગનાર વિદ્યાસહાયક શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) જે તે વર્ષના આંતરિક અરસ - પરસ બદલી કેમ્પમાં ઉપસ્થિત થવા માંગતા હોય તો તે બંન્ને શિક્ષક મુખ્ય શિક્ષક ( HTAT ) ની ઉંમર જે તે વર્ષની ૩૧ - મી માર્ચ , ૨૦૨૨ ના રોજ ૫૫ ( પંચાવન ) વર્ષ કરતા હોય તો તેઓ અરજી કરી શકાશે નહીં . 16 , વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) જિલ્લામાં આંતરિક અરસ - પરસ બદલી થયેથી ૩ ( ત્રણ ) વર્ષ સુધી રાજીનામું આપી શકાશે નહીં તથા સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ શકશે નહીં અને આવા કિસ્સામાં DPEO દ્વારા રાજીનામું તથા સ્વૈચ્છિક નિવૃત્તિ મંજુર કરવામાં આવશે નહીં . બંન્ને શિક્ષકોએ આ મુજબની લેખિત બાંહેધરી નિયત રકમના સ્ટેમ્પ પેપર પર અધિકૃત સોગંદનામું આપવાનું રહેશે . 17 , જિલ્લાફેર અરસ - પરસ બદલી કેમ્પમાં ઉપસ્થિત થવા માંગતા હોય તે બંન્ને શિક્ષક મુખ્ય શિક્ષક ( HTAT ) ની ઉંમર જે તે વર્ષની ૩૧ - મી માર્ચ , ૨૦૨૨ ના રોજ ૫૩ ( ત્રેપન ) વર્ષ કરતાં વધુ હોય તેઓ અરજી કરી શકાશે નહીં . 18. વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) જિલ્લાફેર અરસ - પરસ બદલી થયેથી ૫ ( પાંચ ) વર્ષ સુધી રાજીનામું આપી શકાશે નહીં કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ શકશે નહીં અને આવા કિસ્સામાં DPEO દ્વારા રાજીનામું તથા સ્વૈચ્છિક નિવૃત્તિ મંજુર કરવામાં આવશે નહીં . બંન્ને શિક્ષકોએ આ મુજબની લેખિત બાંહેધરી નિયત રકમના સ્ટેમ્પ પેપર પર અધિકૃત સોગંદનામું આપવાનું રહેશે . 19 , જિલ્લાફેર અરસ - પરસ બદલી * જિલ્લાફેર બદલી ” ગણાશે અને તેનો લાભ સમગ્ર નોકરી દરમિયાન માત્ર એક જ વાર મળવાપાત્ર થશે . આવી બદલી થયેલ કર્મચારી અન્ય કોઈ રીતે જિલ્લાફેર બદલીની માંગણી કરી શકાશે નહીં . 20. જિલ્લામાં આંતરિક અરસ - પરસ બદલી માટે પણ અરજી કરવાનું સંદર્ભ અનુસારના ઠરાવથી નક્કી થયેલ હોય , આ વર્ષમાં આ પ્રકારની બદલી કરવા ઈચ્છતા વિદ્યાસહાયક શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) એ નિયત સમય મર્યાદામાં અરજી કરાવી જરૂરી છે . 21 , અરસ - પરસ બદલી માટે નીચે મુજબની વિગતે અરજીપત્રક અને તેની સાથેના લાગુ પડતાં આધારો રજુ કરવાના રહેશે , 1 ) જિલ્લામાં આંતરિક અરસ - પરસ જિલ્લાફેર અરસ - પરસ બદલી માટેનું અરજી પત્રક 2 ) જિલ્લામાં આંતરિક અરસ - પરસ / જિલ્લાફેર અરસ - પરસ બદલી માટેનું સંમતિ પત્ર ( બંન્ને શિક્ષકોનું સંયુક્ત ) 3 ) જિલ્લામાં આંતરિક અરસ - પરસ બદલી / માટેનું કર્મચારીનું કબુલાતનામું ( અથવા ) જિલ્લાફેર અરસ - પરસ બદલી માટેનું કર્મચારીનું બાંહેધરી પત્ર 4 ) અરસ - પરસ બદલી અરજી સાથે જોડવાનું પ્રમાણપત્ર ( બ ) શાળાના આચાર્યશ્રી તથા તાલુકા શાળાના આચાર્યશ્રી માટેની સૂચનાઓ : * શાળાના આચાર્યશ્રીએ આ પરિપત્રની નકલ શાળાના દરેક શિક્ષકને વંચાવીને જાણ બદલ દરેક શિક્ષકની સહી મેળવીને શાળાની ફાઈલે રાખવાની રહેશે . જો કોઈ શિક્ષક આ પરિપત્રની જાણી વંચિત રહેશે તો તે અંગેની જવાબદારી સંબંધિત શાળાના આચાર્યશ્રીની રહેશે . * શાળાના શિક્ષકો દ્વારા તા .૩૦ / ૦૪ / ૨૦૨૨ સુધીમાં ચાર નકલમાં રજુ થયેલ અરજીઓમાં સહી - સિક્કા કરીને ફોર્વડીંગ લેટર સાથે તા . ૦૨/૦૫/૨૦૨૨ ના રોજ તાલુકા શાળાના આચાર્યશ્રીને ત્રણ નકલમાં અરજીઓને રજુ કરવાની રહેશે . 



* તાલુકા શાળા આચાર્યશ્રીઓએ અરજીમાં દર્શાવેલ તમામ વિગતોની રેકર્ડ સાથે ચકાસણી કરીને સહી - સિક્સ કરીને ફોર્વડીંગ લેટર તા . ૦૪/૦૫/૨૦૨૨ ના રોજ તાલુકાના TPEO શ્રી ની કચેરી ખાતે રૂબરૂમાં ચકાસણી કરાવીને સાથે બે નકલમાં અરજીઓને સોંપવાની રહેશે . * તારીખ ૩૦/૦૪/૨૦૨૨ પછી શિક્ષક દ્વારા રજુ થતી અરજીઓ શાળા કે તાલુકા શાળા કક્ષાએ સ્વિકારવાની રહેશે નહિ , ( ક ) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માટેની સૂચનાઓ : ➤ આપના તાબાની દરેક પ્રાથમિક શાળાઓને આ પરીપત્રની જાણ પે સેન્ટર મારફત કરવાની રહેશે . ➤ - જિલ્લામાં આંતરિક અરસ - પરસ ” અને * જિલ્લાફેર અરસ - પરસ - બદલી કરવા ઈચ્છતા શિક્ષક વિદ્યાસહાયક / મુખ્ય શિક્ષક ( HTAT ) એ તા . ૩૦/૦૪/૨૦૨૨ સુધી શાળામાં આચાર્યશ્રીને ચાર નકલમાં અરજી રજુ કરવાની રહેશે - શાળાના આચાર્યશ્રીએ તા .૦૨ / ૦૫ / ૨૦૨૨ ના રોજ સંબંધિત તાલુકા શાળામાં ત્રણ નકલમાં અને દરેક તા . શાળાના આચાર્યશ્રીએ તા .૦૪ / ૦૫ / ૨૦૨૨ ના રોજ TPEO શ્રીની કચેરીમાં આ અરજીઓને બે નકલમાં જમા કરાવવાની રહેશે , 7 BRC / CRC દ્વારા રજુ થતી અરજીઓ સીધી જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સ્વિકારવાની રહેશે . પ્રવર્તમાન ઠરાવોની જોગવાઈઓ ધ્યાને લઈને અરજીઓની સંપૂર્ણ વિગતો તથા આધારો રેકર્ડ સાથે ચકાસીને ઉક્ત ઠરાવોની જોગવાઈઓ સંતોષાતી હોય પરિપૂર્ણ થતી હોય તેવી અરજીઓ જ આપની કક્ષાએ સ્વીકારવાની રહેશે અને અત્રેની કચેરીને મોકલવાની રહેશે . > તાલુકા શાળા દ્વારા આપશ્રીની કક્ષાએ રજુ થયેલ અરજીઓના બે સેટને અલગ - અલગ બે ફાઈલમાં આ સાથે સામેલ રાખેલ પત્રકમાં વિગતો તૈયાર કરીને આ બંન્ને ફાઈલો અત્રેની કચેરીમાં રુબરૂમાં તા . ૦૭/૦૫/૨૦૨૨ ( શનિવાર ) ના રોજ જમા કરાવવાની રહેશે . -કોઇપણ તબક્કે મોડી રજુ થતી અરજીઓ સ્વીકારવાની રહેશે નહિ . . રજુ થયેલ અરજીઓમાં સંબંધિત શાળા અને શાળાના નાં આવક જાવક નંબર અને તારીખ હોય તેની ખાસ ચકાસણી કરાવવાની રહેશે . સંબંધિત શાળા અને તાલુકા શાળાના નાં આવક જાવક નંબર અને તારીખ વગરની અરજીઓ સ્વીકારવાની રહેશે નહીં . ઉક્ત વિગતે જિલ્લામાં આંતરિક અરસ - પરસ અને જિલ્લાફેર અરસ - પરસ બદલી કરવા ઈચ્છતા વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) શ્રીઓએ ઉક્ત સૂચનાઓ ધ્યાને રાખીને સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે તથા દરેક કક્ષાએ પૂરી ચોક્કસાઈથી ચકાસણી કરવાની રહેશે તથા સમયમર્યાદા જાળવવાની રહેશે . ડી . આર . સરકા ) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ અરસ - પરસ અરજી સાથે જોડવાના 



જિલ્લામાં આંતરિક અરસ - પરસ અને જિલ્લા અરસ - પરસ બદલીની અરજીઓ રજુ કરવા અંગે 

જિલ્લામાં આંતરિક અરસ - પરસ અને જિલ્લા અરસ - પરસ બદલીની અરજીઓ રજુ કરવા અંગે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR