રાજયમાં આવેલ તમામ શાળાઓએ તેમની સ્થાપના દિવસની જન્મદિન તરીકે ઉજવણી કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
રાજયમાં આવેલ તમામ શાળાઓએ તેમની સ્થાપના દિવસની જન્મદિન તરીકે ઉજવણી કરવા બાબત
રાજયમાં આવેલ તમામ શાળાઓએ તેમની સ્થાપના દિવસની જન્મદિન તરીકે ઉજવણી કરવા બાબત
રાજયમાં આવેલ તમામ શાળાઓએ તેમની સ્થાપના દિવસની જન્મદિન તરીકે ઉજવણી કરવા બાબત . સંદર્ભઃ- ( ૧ ) શિક્ષણ વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ- પીઆરઇ / ૧૨૨૦૨૨ / ૩૯૮ / ક તા . ૧૬/૦૩/૨૦૨૨ ( ૨ ) શિક્ષણ વિભાગનો પત્ર ક્રમાંકઃ- પરચ / ૧૨૨૦૨૨ / ૧૧૧ / વ .૨ તા . ૨૩/૦૩/૨૦૨૨ ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , માન . પ્રધાનમંત્રીશ્રી દ્વારા તા .૧૧ / ૦૩ / ૨૦૨૨ ના રોજ GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે યોજાયેલ “ ગુજરાત પંચાયત મહાસંમેલન " ને સંબોધન કરેલ હતું . જેમાં દર વર્ષે દરેક શાળાએ તેની સ્થાપના દિવસને જન્મદિવસ તરીકે ઉજવવા અંગે સૂચન કરેલ હતું . સદર સૂચનના અમલીકરણ માટે શિક્ષણ વિભાગ દ્વારા તા .૧૬ / ૦૩ / ૨૦૨૨ ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે . જેની આનુસંગિક સૂચના આપવા સદર કચેરીને નિર્દેશ કરેલ છે . જે અનુસંધાને નીચે દર્શાવેલી બાબતોને ધ્યાને લઇને શાળાના શિક્ષકો , બાળકો , ગ્રામજનો , શાળા વ્યવસ્થાપન સમિતિ તથા બાળકોના વાલીઓની સહભાગીતા રાખીને શાળાનો જન્મદિવસ ઉજવવાનો રહેશે . જેમાં નીચેની માર્ગદર્શક બાબતોનો સમાવેશ કરવાનો રહેશે . ( ૧ ) ગામમાં શાળાની સ્થાપના કયા સંજોગોમાં , કોના દ્વારા કરવામાં આવેલ હતી , તેમાં અધ્યયન કરનાર શાળાના સ્થાપના સમયના વિદ્યાર્થીઓ જો હયાત હોય તો તેઓને બોલાવી તેમનું સન્માન કરવું . તેમના દ્વારા જે તે સમયે શાળા શરૂ કરી તેના સંસ્મરણો હાલના વિદ્યાર્થીઓ પાસે રજુ કરાવવા . શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને સરકારમાં કે અન્ય કોઇ ઉચા હોદ્દા પર હોય , રાજ્ય રાષ્ટ્ર કક્ષાની સરકારી / ખાનગી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવા અને તેઓ કેવા સંજોગોમાં કઇ રીતે ઉચ્ચ શિક્ષણ મેળવીને આગળ વધ્યા છે તે બાબતની પ્રેરણા હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી રહે તે બાબતની યોગ્ય વ્યવસ્થા કરાવવી , ( ર ) શાળામાં શાળાની શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં બાળકોના પ્રવેશની વિગતોનો એક અભ્યાસ કરી નામાંકન ૧૦૦ % તરફ જઇ રહયુ છે તેની વિગતો ગ્રામજનો સમક્ષ રજુ કરાવવી . શાળાના વિકાસમાં હાલમાં કઇ કઇ બાબતોની સુવિધાઓ ઉપલબ્ધ છે તથા કઇ બાબતોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની થાય છે તે બાબતનો શાળા વિકાસ પ્લાન સમગ્ર ગ્રામજનો
તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરવો . શાળામાં ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવવા માટે જરૂરી લોક સહયોગ મેળવવો . ( ૪ ) શાળા શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓનું વિશ્લેષણ કરવું તેઓ કેવી સ્થિતિમાં શાળામાં અભ્યાસ છોડી દીધેલ છે તે બાબતનું વિશ્લેષણ કરી હાલમાં ભણતા બાળકો શાળા છોડી ન જાય તે માટેના સઘન પ્રયત્નો હાથ ધરવા ( ૫ ) છેલ્લા કેટલાંક વખતથી શાળાઓમાં નામાંકનનો ૧૦૦ % તરફ લક્ષ્યાંક સિધ્ધ થતો જોવા મળે છે . આવા સંજોગોમાં પંચાયતના જન્મ મરણ રજીસ્ટરમાં તમામ બાળક તથા ગામના અન્ય બાળકો કે જેમની ઉંમર શાળામાં પ્રવેશપાત્રતા ધરાવે છે તેવું એક પણ બાળક શાળા પ્રવેશથી વંચીત ન રહે . તમામ બાળકોનું ૧૦૦ % એનરોલમેન્ટ શાળામાં થાય તેમાનું એક પણ બાળક ફરજીયાત પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરતા સુધી શાળા છોડી ન જાય તેની કાળજી રાખવી . ધોરણ ૫ અને ધોરણ ૮ ના બાળકોને અન્ય શાળામાં દાખલ થવાનું થતુ હોય તો આવું બાળક તેના આગળના શિક્ષણથી વંચીત ન રહે તે બાબતે શાળાના મુખ્ય શિક્ષક તથા શિક્ષકોએ જે તે બાળકો કઇ શાળામાં પ્રવેશ લીધો છે તે નિશ્ચિત કરશે . શાળામાં દાખલ થયેલા તમામ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે શિક્ષણની યોગ્ય લાઇન પસંદ કરી શકે તથા બાળકોની શૈક્ષણિક ઉપલબ્ધિઓ સાથે સાથે કૌશલ્ય વિકસાર્વી શકે તે પ્રકારની પ્રવૃત્તિઓ શાળામાં કરાવી , બાળકના શારિરિક , માનસિક અને મનોસાંવેગિક બાબતનો સમતોલ પણે વિકાસ થાય તે સંદર્ભે શાળામાં કઇ કઇ પ્રવૃત્તિઓ કરવામાં આવે તથા ભવિષ્યમાં કઇ કઇ પ્રવૃત્તિઓ કરવામાં આવનાર છે તે બાબતની વિગતો સમગ્ર ગ્રામજનો સમક્ષ કરવી . ( ૬ ) જે બાળકો અભ્યાસ કરે છે તે તમામ બાળકો પૈકી જે તે ધોરણમાં પ્રથમ , દ્વિતિય અને તૃતિય નંબર લાવનાર બાળકોનું સન્માન કરવું અને બાળકોને તેમની શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉચ્ચ કક્ષાની ઉપલબ્ધી સિધ્ધ કરી શકે તે માટે પ્રોત્સાહિત કરવા . ( ૭ ) શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સમયાંતરે શાળાની મુલાકાત લઇ શાળાના શિક્ષકો તથા બાળકોનો પરામર્શ કરીને બાળકોની શૈક્ષણિક ઉપલબ્ધિઓ કઇ રીતે વધી શકે તેનો વિચાર વિમર્શ કરીને યોગ્ય રીતે અમલ કરવો . ( ૮ ) બાળકોને પાયાના જ્ઞાનની ઉપલબ્ધી થાય અને સ્વચ્છતાનો અભિગમ બાળકોમાં વિકસે તે માટે શાળા સ્વચ્છતા , વર્ગખંડની સ્વચ્છતા , બાળકોને પોતાની તથા પોતાના કપડાઓની સ્વચ્છતા રાખવા કેળવાય તેવા પ્રયત્નો શાળામાં કરવા . ( ૯ ) હાલમાં પર્યાવરણમાં થયેલ ફેરફારોને ધ્યાને લઇને શાળામાં ભણતા બાળકો નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે સજાગતા કેળવવા માટે શાળામાં બાળકોના રહેઠાણ આજુબાજુના વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં જયા વૃક્ષારોપણ શકય હોય ત્યા વૃક્ષારોપણ કરાવવું તથા તેના ઉછેરની માવજત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી ,
( ૧૦ ) બાળકોમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમોનું આયોજન શાળાના જન્મ દિવસે કરવું . શાળામાં શાળાની સ્થાપના દિવસથી અભ્યાસ કરી ગયેલ તમામ હયાત વ્યકિતઓને આપની કક્ષાએથી સંપર્ક કરીને શાળાના જન્મ દિવસની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રિત કરવાના રહેશે . ( ૧૧ ) ગ્રામજનોના લોકસહયોગથી તીથીભોજનનું આયોજન કરવું . આમ , ઉપરોકત બાબતે શાળાના જન્મોત્સવની ઉજવણી પુરા દિવસની થાય જેમાં બાળકોની સંપૂર્ણ સહભાગીતા રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે , ઉકત શિક્ષણ વિભાગનો પરિપત્ર ધ્યાને લઇ આપની કક્ષાએથી તાત્કાલિક જરૂરી નિયમાનુસારની કાર્યવાહી કરવા તથા આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે .
રાજયમાં આવેલ તમામ શાળાઓએ તેમની સ્થાપના દિવસની જન્મદિન તરીકે ઉજવણી કરવા બાબત