RTE અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રથમ રાઉન્ડનાં પ્રવેશ ફાળવણી બાબત

Join Whatsapp Group Join Now

RTE અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રથમ રાઉન્ડનાં પ્રવેશ ફાળવણી બાબત

મહત્વપૂર્ણ લિંક

RTE અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રથમ રાઉન્ડનાં પ્રવેશ ફાળવણી બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

RTE અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રથમ રાઉન્ડનાં પ્રવેશ ફાળવણી બાબત 









RTE અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રથમ રાઉન્ડનાં પ્રવેશ ફાળવણી બાબત

RTE અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રથમ રાઉન્ડનાં પ્રવેશ ફાળવણી બાબત . સંદર્ભ : - શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક : ખપશ / ૧૧૨૦૨૦ / સિ.ફા..૦૬ / ચ તા .૦૪ / ૦૮ / ૨૦૨૦ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , RTE અંતર્ગત વિનામૂલ્યે પ્રવેશ વર્ષ : - ૨૦૨૨-૨૩ માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી , ગાંધીનગર દ્વારા તા .૨૬ / ૦૪ / ૨૦૨૨ નાં રોજ ઓનલાઈન કરવામાં આવેલ છે . જે શાળામાં બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ છે તેવી શાળાઓએ RTE હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રવેશ આપવાની કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે અંગેની તમામ સુચનાઓ આપની કક્ષાએથી તમામ શાળાઓને આપવાની રહેશે . ઓનલાઈન ફાળવેલ પ્રવેશની પ્રક્રિયા અંતર્ગત શાળા ખાતે પ્રવેશ નિયત કરાવવાની કામગીરી સરળતાથી પૂર્ણ થાય તે માટે નીચે મુજબની કેટલી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવે છે . જેની અમલવારી આપની કક્ષાએથી તેમજ શાળા દ્વારા થાય તે અંગે શાળાઓને તા . ૨૭/૦૪/૨૦૨૨ પહેલા સુચિત કરવા જણાવવામાં આવે છે . . જે બાળકોને ઓનલાઈન પ્રવેશ મળશે તેની જાણ વાલીઓને SMS થી થશે . વાલીઓએ એપ્લીકેશન નંબર તથા બાળકની જન્મ તારીખ દ્વારા http://rte.orpgujarat.com વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર ( ADMIT CARD ) ની પ્રિન્ટ મેળવી જરૂરી અસલ આધારો સાથે સમયમર્યાદામાં ફાળવેલ શાળામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે તે બાબતની જાણ આપની કચેરીના નોટીસ બોર્ડ તેમજ અન્ય માધ્યમથી પ્રચાર પ્રસાર કરશો . . શાળા કક્ષાએ સૌપ્રથમ http://rte.orpgujarat.com વેબપોર્ટલ પર શાળાના ડાયસકોડ અને પાસવર્ડ દ્વારા લોગ ઈન થવાનું રહેશે . જો શાળાનો પાસવર્ડ ભુલાઈ ગયેલ હોય તો જે તે શાળાએ સબંધિત જિલ્લાના RTE નોડલ ઓફિસરનો ( પાસવર્ડ રીસેટ કરવા બાબતે ) સંપર્ક કરવાનો રહેશે , સબંધિત શાળાએ વિદ્યાર્થી / વાલી પ્રવેશપત્ર એટલે કે , ADMIT CARD લઈને આવે ત્યારે પોતાના લોગ ઈનમાં જઈ શાળામાં ફાળવેલ બાળકના નામ સામે ક્લિક કરી ભરેલ માહિતી તેમજ ઓનલાઈન અપલોડ કરેલ દસ્તાવેજો સાથે અસલ આધારો તેમજ અન્ય જરૂરી આધારોની ચકાસણી કરી ADMIT બટન પર ક્લિક કરી પ્રવેશ નિયત કરવાનો રહેશે . ત્યારબાદ સંસ્થા તેમજ વાલી માટે પ્રવેશ અંગેની રીસીપ્ટ જનરેટની ટેબ પરથી પ્રિન્ટ મેળવી વાલીને અચૂક આપવાની રહેશે તેમજ તેની એક નકલ શાળા કક્ષાએ રાખવાની રહેશે .

. . ચાલુ વર્ષે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન હોય શાળા કક્ષાએ ઓનલાઇન ડોક્યુમેન્ટસ અપલોડ કરવાની કામગીરી રહેશે નહીં , માત્ર ઓનલાઇન અપલોડ કરેલ ડોક્યુમેન્ટસનું ઓરીજનલ ડોક્યુમેન્ટસ સાથે વેરીફિકેશન કરવાનું રહેશે તથા અન્ય જરૂરી આધાર વાલી દ્વારા આપવામાં આવે તે શાળા કક્ષાએ જમા લેવાના રહેશે . જે તે શાળા દ્વારા પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ તા . ૦૫/૦૫/૨૦૨૨ , ગુરુવાર સુધીમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ નિયત કરવાની કાર્યવાહી અચુક પૂર્ણ કરવાની રહેશે . ઉક્ત સમયમર્યાદામાં વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવેલ હોય પણ શાળાએ ADMIT બટન પર ક્લિક કરી પ્રવેશ નિયત કરવા અંગેની કાર્યવાહી નહી કરી હોય તો તે જગ્યા ખાલી છે તેમ સમજી પછીના રાઉન્ડમાં એ જ જગ્યા માટે અન્ય વિદ્યાર્થીનેપ્રવેશ ફાળવી દેવામાં આવશે એટલે એક સીટ ઉપર બે પ્રવેશ થશે . આથી , આવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે શાળાએ પૂરતી કાળજી લેવાની રહેશે . અન્યથા આ બાબતે જે તે શાળાની જવાબદારી નક્કી કરવામાં આવશે . સબંધિત શાળાઓએ શાળામાં જવાબદાર વ્યક્તિને આ કામગીરી સોંપી શાળા સમય દરમ્યાન શાળા ખાતે RTE હેઠળ પ્રવેશ મેળવવા આવનાર વિદ્યાર્થીઓની પ્રવેશ નિયત કરવાની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે . દરેક શાળાએ આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ લેવા આવનાર વિદ્યાર્થી / વાલી જોઈ શકે તે રીતે નોટીસ બોર્ડ પર શાળાનો સમય , પ્રવેશની કામગીરી સંભાળતા કર્મચારીનું નામ અને સંપર્ક નંબર મુકવાનો રહેશે . • જિલ્લા કક્ષાએથી પણ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવેલ તમામ વિદ્યાર્થીઓ સબંધિત શાળાઓમાં નિયત સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લે તે મુજબ આયોજન કરવાનું રહેશે . આપના જિલ્લાના પ્રવેશ ફાળવેલ વિદ્યાર્થીઓ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લે તે માટે જિલ્લા લોગ ઈન માંથી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની માહિતી મેળવી જરૂર જણાયે ફોન દ્વારા સંપર્ક કરી પ્રવેશ મેળવી લેવા જણાવવાનું રહેશે . . શાળાએ પ્રવેશ આપેલ વિદ્યાર્થીઓનાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન દરમિયાન પ્રવેશ સબંધિત દસ્તાવેજો અંગે કોઈ શંકા / વિસંગતતા જણાય તો તાત્કાલિક જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનો સંપર્ક કરવો . જો કોઈ સંજોગોમાં વાલી શાળામાં પ્રવેશ માટે આવ્યા ન હોય તો યાદીમાંથી વાલીનો સંપર્ક નંબર મેળવી સમયમર્યાદામાં પ્રવેશ મળી રહે તે માટે સહાયભૂત થવાની કામગીરી કરવાની રહેશે . . સંદર્ભ દર્શિત -૧ નાં ઠરાવની જોગવાઈઓ અને અન્ય નિયમોનું પાલન કરવાનું રહેશે.આમ , આપના કાર્યક્ષેત્ર હેઠળ આવતી RTE હેઠળ પ્રવેશ આપનાર તમામ શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થી અને વાલી જાય ત્યારે તેમને સંપૂર્ણ સાથ સહકાર મળે , વિના વિલંબે પ્રવેશ નિયત કરવાની કાર્યવાહી પૂર્ણ થાય તે અંગેની સુચનાઓ આપની કક્ષાએથી આપની કચેરીના સંબંધિત કર્મચારીઓ , શાળા સંચાલકો / આચાર્યને આપવાની રહેશે . RTE હેઠળ ફાળવેલ વિદ્યાર્થી કે તેમના વાલી પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસુલ કરવાની નથી . RTE હેઠળ પ્રવેશની જોગવાઈ તમામ શાળાઓને ( લઘુમતી શાળાઓ સિવાય ) લાગુ પડતી હોવાથી પ્રવેશ માટે કોઈ પણ શાળા ના પાડી શકશે નહિ . જેની નોંધ લેવી . . RTE હેઠળ પ્રવેશ મેળવવા અંગે કોઈ મુશ્કેલી ઉદ્ભવે તે માટે વાલી જિલ્લા કચેરીનો સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઈન નંબરની વિગત એડમિટ કાર્ડમાં મુકવામાં આવેલ છે . આથી , RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી આપના જિલ્લાની હેલ્પલાઈન ચાલુ રાખવાની રહેશે .

. ચાલુ વર્ષે RTE હેઠળ પ્રવેશ મેળવેલ કોઈ બાળક ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં ધો . ૧ કે ૨ માં પ્રવેશ મેળવેલ શાળા કે અન્ય શાળામાં અભ્યાસ કરતું હોય તેવા વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાનો રહેશે . . આમ , ઉપરોક્ત મુજબની કાર્યવાહી RTE પ્રવેશના પછીના રાઉન્ડ વખતે શાળાઓ દ્વારા તથા આપની કચેરી દ્વારા કરવાની રહેશે . . પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહી ગયેલ બાળકોને બીજા રાઉન્ડમાં શાળાની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે . જે અંગેની જાણ પ્રથમ રાઉન્ડના પ્રવેશ નિયત થવાની કામગીરી પૂર્ણ થયા બાદ આપવામાં આવશે , જે બાબતની સુચના આપની કચેરીના નોટીસબોર્ડ પર દર્શાવવાની રહેશે . . જે વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન મળેલ હોય અને કોઈ ફરિયાદ રજૂઆત કરવા માંગતા હોય તો જિલ્લા કક્ષાએ ફરિયાદ મેળવી નિયમાનુસાર નિકાલ કરવાનો રહેશે . આ માટે જિલ્લા કક્ષાએથી વાલીઓને અત્રેની કચેરી ખાતે મોકલી આપવાના રહેશે નહી . RTE હેઠળ મળેલ ફરિયાદોનું એક અલગ રજિસ્ટર નિભાવવાનું રહેશે .

RTE અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રથમ રાઉન્ડનાં પ્રવેશ ફાળવણી બાબત

RTE અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રથમ રાઉન્ડનાં પ્રવેશ ફાળવણી બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR